Ek Adhuri dasta - 4 books and stories free download online pdf in Gujarati

એક અધૂરી દાસ્તાં... - 4

4..

કોલેજના દિવસો ખૂબ યાદગાર રહ્યા. કેન્ટીન, લાઈબ્રેરી, ગાર્ડન... મળવા માટેના સ્થાન.... કેટલાય બન્ક મારીને કેન્ટીનમાં કોફી પીધી હશે સાથે. એ કોફીનો સ્વાદ આજેય એવોજ સચ રકવાયો છે. ક્યારેક નવું વાચવાની ઈચ્છા થઇ હશે ત્યારે લાઈબ્રેરીના થોથા ઉથલાવ્યા હશે. અથવા તો, સામસામે સામે બેસીને એકબીજાને મેસેજ કર્યા હશે. કોઈ અગત્યની વાત હશે ત્યારે ગાર્ડનમાં બેઠા હોઈશું. ક્યારેક કોઈ સારું પુસ્તક વાંચીને એકબીજા સાથે ચર્ચા કરી હશે.

સમ્બન્ધો નિભાવવાના નહીં...પણ, સમ્બન્ધોમાં જીવવાનું હોય છે, એવું અવિનાશ કહેતો. અને ખરેખર એ અમારા સંબંધમાં જીવ્યો હતો. એના જીવનનું આખું એક પ્રકરણ એણે મને આપ્યું હતું. કોઈ પણ પ્રકારના વ્યવહાર કે વચનમાં પડ્યા વગર... એણે બધું સાચવી લીધું હતું.

અમે એક વખત કોલેજમાં એક એકાંકી ‘સોન-હલામણ’ ભજવ્યું હતું. ઘરે આવીને સાંજે રીહર્સલ કરતા. એમાં એક પ્રસંગ એવો હતો કે સોન અને હલામણ એકબીજાને ખૂબ ચાહતા હતા અને એમને અલગ થવાનું હતું... અમે બંને રીહર્સલ વખતે ખૂબ રડ્યા હતા. એણે રડતા રડતા જ કહ્યું હતું.

‘આપણી જિંદગીમાં આવો પ્રસંગ હું નહીં આવવા દઉં અનુ.’ અને એનું આલિંગન વધુ ગાઢ બન્યું હતું.

ક્યારેક ચાલુ લેક્ચરમાં એકબીજા સામે જોઇને હસી લેવું એ સૌથી આનંદદાયક ઘટના હતી.

ક્યારેક ગાર્ડનમાં બેસતા ત્યારે હું કોઈ લવ સ્ટોરી વાંચતી હોઉં અને અવિ સાંભળતો હોય... ક્યારેક કોફી પીતા પીતા લાગણીઓની આપ લે કરવી...

દોસ્તીથી શરૂઆત થઇ હતી અમારા સમ્બન્ધની. પછી પ્રેમઅને પછી... હમરાહી... હમરાઝ... હમદર્દ... એ રીતે અમારો સમ્બન્ધ વિસ્તર્યો હતો.

ક્યારેક એની કોઈ વાત ખૂબ ગમી જતી. ક્યારેક એકીટશે એના પર નજર સ્થિર થઇ જતી...

અવિનાશે એક વખત મને લવ લેટર લખ્યો હતો. હા ‘ઈ-મેઈલ’ના જમાનામાં લવ લેટર...

અનુ,
હું તને ચાહું છું...
તું હોય છે સાથે તો બધું ગમવા લાગે છે. તારા સપના જોવા ગમે છે. સવારે ઉઠીને તારું સ્મરણ મુસ્કુરાહટ થઇ જાય છે. દિલ સાથે હર વખત તારી જ ચર્ચા ચાલે છે. તારું નામ... મને તારા નામની પણ ચાહત છે. તું હાથમાં હાથ નાખીને ચાલે છે ત્યારે જાણે દુનિયા જીતી લીધી હોય એવી ખુશી થાય છે. તને જોતા જોતા તારી સાથે વાતો કરવી ખૂબ ગમે છે. તું પાસે હોય છે ત્યારે જાણે બધું જ સંપૂર્ણ લાગે છે. મારે તારી સાથે રહેવું છે... તારી સાથે જીવવું છે... તરી સાથે હસવું છે...

સંધ્યા રંગ બદલાતી હોય ત્યારે અવિનાશ કહેતો કે ચાલને અનુ, થોડું ચાલી આવીએ...

દૂર દૂર સુધી પથરાયેલી એ વેરાન સડક પર અમે હાથમાં હાથ નાખીને ચાલ્યા જતા.

‘અનુ, આપણે આવી કોઈ એકાંત જગ્યાએ ઘર બનાવશું. શહેરમાં ભીડમાં રહેવું નથી ગમતું. આપણા સપનાઓનું મહેલ... પછી હું સાંજે પાછો આવીશ ઓફિસથી અને તું મને પાણી આપશે...’

‘હા, અને રાત્રે હું કોઈ સારું ચિત્ર કરતી હોઈશ અને તું પણ ઝોલા ખાતો મારી પાસે એકાદ ખુરશીમાં બેઠો હોઈશ.

સપનાઓને ક્યાં હદ હોય છે. એ તો પતંગિયા ફૂલ પર બેસે એમ પાંપણ પર આવીને બેસી જતા હોય છે...

અવિનાશે અમારી પહેલી ડેટ યાદગાર બની રહે તે માટે ખાસ કાળજી રાખીને અરેન્જ કરી હતી. રૂમ આખો સજાવેલો હતો. ચારેબાજુ કેન્ડલ અને પ્રકાશ... પ્રકાશ...

એ કેવું બોલ્યો હતો...
અનુ, તું મળી ગઈ એટલે બધું જ મળી ગયું. હવે લાગે છે બધા સપના પણ પુરા થઇ જશે. મને મારી લાઈફમાં દર ક્ષણે તું જોઈએ છે. તું નહીં હોય તો નહીં ચાલી શકે. તું મારી જિંદગીની કિતાબનું એક એવું પન્નું છે જેના વગર મારી કહાની અધૂરી છે. તને હર ક્ષણે પ્રેમ કરીને મારે પ્રેમમાં જીવવું છે. તું મને જીવાડીશને અનુ ? તું મને ચાહીશને અનુ ?

એ આંખોમાં ભરપુર પ્રેમ હતો. જાણે હવે બીજું કંઈ મેળવવાની તમન્ના નહોતી થતી. એ આંખોમાં હું ઓગળી જવા માંગતી હતી.
અને મારી આંખો છલકાઈ આવતી હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ આવી વ્યક્તિ પણ મારી જિંદગીમાં આવશે જે મને ખૂબ ચાહશે.

એના શ્વાસ મારા શ્વાસ સાથે અથડાતા હતા. મેં મારું તન, મન, સમગ્ર અસ્તિત્વ એના હવાલે કર્યું હતું... હું તેની સાથે એકાકાર થઇ ગઈ હતી... એ પ્રેમ ઉત્કટ હતો... લાગણીઓ અનામી હતી... ઉર્મીઓ અશબ્દ હતી....

અમે એક વખત ટ્રેકિંગમાં ગયા હતા. હું સાવ પડતા પડતા બચી હતી. અવિનાશ વિહવળ થઇ ગયો હતો. એનો ચહેરો સાવ પડી ગયો હતો. એના શ્વાસ જોરથી ચાલતા હતા. અને હદય જોરથી ધડકતું હતું. એણે મને પોતાની છાતી સરખી ચાંપી હતી...

‘હું બરાબર છું અવિ, જો, મને કંઇજ નથી થયું.’

‘મારા શ્વાસ બંધ થઇ ગયા હતા અનુ. મને લાગ્યું મારું હૃદય બંધ થઇ ગયું છે...’

‘હું તને છોડીને ક્યાંય નથી જવાની અવિ. આ જો હું તારી સામે છું. તારી સાથે... તારી પાસે...’

એ રાત્રે આખી રાત અવિનાશ મારો હાથ પકડીને બેસી રહ્યો હતો.

આમ જોઈએ તો એ દિવસે મને
એના સાચા પ્રેમની અનુભૂતિ થઇ હતી. મારા પ્રત્યેની એની ચાહતની હદ હું પામી શકી હતી. એ જતાવતો ઓછુ. એનામાં એમ કરવાની ભાવના ઓછી હતી. હું પૂછું ત્યારે જ એ કહેતો.

‘અવિ, તું મને કેટલું ચાહે છે ?’

અને એ તેના બંને હાથ પહોળા, ખૂબ પહોળા કરીને કહેતો:
‘આટલું.’

એક વખત અમે દૂર સુધી ઠંડી રાત્રે ગાડી ડ્રાઈવ કરીને ગયા હતા. એની એક આદત મને ગમતી. તે જુના જે પ્રેમની લાગણીઓથી ભરેલા હોતા તે ધીમા અવાજે વગાડતો... ‘જનમ જનમ કા સાથ હે તુમ્હારા હમારા...તુમ્હારા હમારા...’ પછી પોતે પણ સાથે ગાડી ચલાવતો ગાતો હોય.
હું ગાડીમાં સુઈ ગઈ હતી.

શિયાળાની રાત હતી એટલે ઠંડી મહેસુસ થતી હતી. ડુંગરાળ પ્રદેશ અને ચારેબાજુ જંગલ... એણે આગ જલાવી મને ઉઠાડી હતી...
કોફી પીતા આગની બાજુમાં એક પાથરણ પર અમે બેઠા હતા...
(ક્રમશઃ)