sapnano mahel books and stories free download online pdf in Gujarati

સપનાનો મહેલ.

માન્ડ આંખ મીચાઈ હતી અને એક સપનું જોયું.
આમ તો હું ખૂબ બહાદુર ગણાઉ કોઈપણ પુરાતન વસ્તુ હોય કે મહેલ હોય કોઈ નિર્જન વિસ્તારમાં રહેવાનું હોય પણ મને ક્યારેય ડર લાગે નહીં પણ આજે તો બીક જ લાગવા લાગી
કોઈક ગીત સભળાઈ રહ્યું હતું.
અવાજ ની દિશા મા પગ આગળ વધી રહ્યા હતા. રેડીયો વાગે છે ,કે ટેપ રેકોર્ડર નો અવાજ છે.
ના-ના એવું તો કશું લાગતું નથી.
એક ગીત ની સાથે કેટલાય અવાજ ભડી ગયેલા લાગ્યા .
કોઈ ઉત્સવ પ્રસંગ હોય તેવું લાગી રહ્યું હતું.

લગ્ન ઉત્સવ થઇ રહ્યો હોય એવા ગીતો હતા જે દૂરથી સાંભળી રહ્યા હતા.

અંદર ને અંદર પડઘા પડી રહ્યા હતા. એકદમ સુમ-સામ .
હું જાણે કોઈ જુના સ્થાપત્ય જોવા માટે પહોંચી ગઈ હોય તેવું લાગ્યું .

ચારે બાજુથી સુમસામ દેખાઈ રહ્યું હતું.. મારી આજુબાજુ કોઈ દેખાઈ નહોતું રહ્યું.
મારા સાથી મને મૂકીને જતા રહ્યા હતા કે શું ?
હું એકલી આ મહેલમાં જ રહી હતી.
તેમને હું શોધી રહી હતી નજર આવી નહોતા રહ્યા.
આ મહેલના મુખ્ય દ્વાર પર ઝીણી કોતરણી દેખાતી હતી. મોટા જરૂખા હતા તેની કોતરણી બેનમૂન દેખાતી હતી.
મહેલ ની આખી કળા કારીગરી થી ભરેલી દેખાતી હતી. વંશ પરંપરાથી ચાલી આવેલું રાચ રચેલું ખૂબસૂરત આલીશાન મૂર્તિઓ આ બધાની કિંમત રૂપિયા પૈસા મા ગણીએ તો કરોડોની હતી.
આ મહેલમાં પગ મુકતાની સાથે જ એક જુદી દુનિયામાં પગ જઈ ચડ્યો હતો એવું લાગી રહ્યું હતું.

ઘણા વર્ષોથી બંધ પડી રહી હોય અને હવેલીમાં ખજાનો ભરેલો પડયો હોય તેવું લાગતું હતું કેટલી બધી અઢળક સંપત્તિ હતી જે એક વાર લક્ષ્મીને ઠોકરે ચડાવે છે તેના સામે પેલી ક્રોધી નાયીકા ની જેમ વેર વાળે છે .
પછી એ કદી એની સામે જોતી પણ નથી.

હું એક ઓરડામાંથી બીજા ઓરડામાં કોઈ ભવ્ય મહેક આવી રહી હોય એમ હું પરવંતા વંશ બનીને ખેંચાઈ જતી હતી.

દૂર દૂરથી સુંદર કર્ણપ્રિય અવાજ આવી રહ્યો હતો.

આ અદ્રશ્ય દુનિયા કઈ જ દેખાતું નથી છતાં તેનો અનુભવ થઈ રહ્યો હતો

મારું મગજ ભમવા માંડયુ હુ ક્યાં છુ મારી સાથે આજુબાજુ કોઈ છે કે નહીં


સામે એક બારી જરૂખો જેવું લાગતું હતું જેમાંથી સૂર્યપ્રકાશ પ્રવેશી રહ્યો હતો ત્યાંથી જોયું તો પક્ષીઓ બેઠેલા અને કલરવ કરતા દેખાતા હતા બે માળનો આલીશાન મહેલ જેમાં બે આખી પોળ સમાઈ જાય એટલી મોટી જગ્યા મહેલની હતી.
મેં બળપૂર્વક ત્યાંથી પગ ઉપાડ્યા એક ઓરડામાં ગઈ જયા બનાવેલ આલીશાન ઢોલિયો દેખાતો હતો.
એક અવાજ આવી રહ્યો હતો.. સુઈ-જા સુ-ઈજા. જાગવા માટે આખી ઉંમર પડી છે.
હું તો ફરી પેલા ઢોલીયા ને જોઈ રહી.
હાલક-ડોલક થતો હતો
અને ઘડીકમાં નાનો ઘડીકમાં મોટો દેખાતો હતો.
ગીતો નો અવાજ, પાણીના ખળખળ નો અવાજ ક્યાંકથી જાંજર નો મોહક અવાજ સંભળાઈ રહ્યો હતો.

ઝાંઝર નો અવાજ ધીરે ધીરે મારી તરફ આવતો હતો.
અને હું આ આલીશાન ઢોલિયા પર ઢળી પડી.
મને કોઈક હલાવતું હોય એવું લાગ્યું.
આંખો ખોલીને જોયું તો મારી સામે મમ્મી ઉભી હતી.

ઉઠ સવાર પડી ગઈ છે.. ક્યારે નાહીશ અને ક્યારે તૈયાર થઈ.

તારે કોલેજ જવા નુ મોડું થતું નથી.

ક્યાંરણીય તારી ફ્રેન્ડ નો બે વખત ફોન આવી ચુકયો છે. અમે તારા તો કોઈ ઉઠવાના ઠેકાણા જ નથી. જલ્દી કર તારા પપ્પા તને બોલાવે છે કેટલા વાગ્યા કંઇ ખબર પણ છે .

મેં ઉઠી ને જોયું તો મારા બે માળનું મકાન અને મારો આ બેડ...ક્યાં ગયો આલીશાન ઢોલિયો અને મારો સપનાનો આલીશાન મહેલ..!