sorry my daughter books and stories free download online pdf in Gujarati

સોરી દીકરી

વાટાઘાટો..એક દીકરીનો અવાજ
વાર્તાનું શિર્ષક : " સોરી દીકરી "

( એક માં દીકરી વચ્ચેનો સંવાદ)


***


આયેશા : મમ્મી મારાથી હવે સહન નથી થતું.

મમ્મી : શુ થયું બેટા ? શેની વાત કરેછે..?

આયેશા : આ રોહન નો ત્રાસ બહુજ વધી ગયો છે.

મમ્મી : સુ કર્યું હવે પાછું એણે..?

આયેશા : અરે મમ્મી જેટલી વાર કોલેજ જાઉછું મને રસ્તામાં રોકીને ગમેતેમ બોલે છે, મનફાવે એવુ મનસ્વી વર્તન કરેછે.
આજેતો એણે હદ કરી નાખી.

મમ્મી : કેમ શું થયું? શુ કર્યું એણે..?

આયેશા : અરે મમ્મી , આજે સૌમીલ મને કોલેજ માં નોટ્સ આપવા આવેલો , અને પરીક્ષામાં કામ આવે એટલે કેટલાક કાગળ પર આઈએમપી લખીને આપેલા..

તો આ મહાશય કોલેજમાં દરવાજા આગળ ઉભા રહીને બધું જોતા હતા..અને એ સમયે મારી પાસે આવીને મને અને સૌમિલ ને આખી કોલેજ વચ્ચે ધમકાવી નાખ્યા.
જાણે કે , અમે કોઈ પ્રેમલાપ ના કરતા હોય એમ..

કોઈપણ જાતનું તથ્ય જાણ્યા વગર જ બસ બંદૂક ની ગોળી છૂટે એમ એણે મને અને સૌમિલને ઝાટકી કાઢ્યા

મમ્મી : અરે પણ તારે કહેવું જોઈએ ને કે તમે શુ વાત કરતા
હતા.

આયેશા : તને શું લાગે મમ્મી કે મેં પ્રયત્ન નહીં કર્યો હોય?
પણ એ મહાશય ઉપર ભૂત સવાર હતું. મારી કોઈજ વાત સાંભળવા તૈયાર નહોતો..

મમ્મી : પછી શું થયું?

આયેશા : પછી એણે મારા હાથમાંથી એ કાગળ લઈને પ્રેમપત્રો સમજીને બધાની વચ્ચે ફાડી નાખ્યા. હું શું કરું એજ સમજાતું નહોતું મમ્મી. મને કાપો તો લોહી ન નીકળે એવી અનુભૂતિ થતી હતી.. આખી કોલેજ સામે એણે મને બદનામ કરી. હું કેવી ઝંખવાણી પડી ગયી હતી.

તને કોઈ આઈડિયા છે મમા એ વિશે..સૌમિલ પણ એનું આ વર્તન જોઈને ડઘાઈ ગયો હતો..

મમ્મી : ઓહ..! એ પાગલ એ એવું કર્યું..?

આયેશા : હા મમ્મી, તું એને હવે સમજાવી દે કે, હું એની વગદત્તા છું, કોઈ પ્રોપર્ટી નહીં.
એણે આવીજ હરકતો ચાલુ રાખી છે ને તો હું....

મમ્મી : તો..તું...? શુ કહેવા માગે છે આગળ બોલ..?

આયેશા : એજ કે હું હવે બરદાસ્ત નહીં કરું અને... આયેશા ની જીભ અચકાય છે બોલતા ..બોલતા અટકી જાય છે..

મમ્મી : સાફ સાફ કહે શુ કરવા માંગે છે તું..? વાત ગોળ ગોળ ના ફેરવ..

આયેશા : એજ કે હું આ સગાઈ તોડી નાખીશ ..બોવ જ કંટાળી ગયી છું એના રોજરોજ આવા વર્તન થી.. મને બોલે તો ચલાવી પણ લઉં હવે એને મારા ફ્રેન્ડ્સ સાથે પણ ઓછાયું વર્તન ચાલુ કર્યું છે..જે હું સાંખી નહીં લઉ.

મમ્મી : અરે બટા અમે એને વાત કરીશું , સમજાવીશું.. તું ચિંતા ના કર..

આયેશા : ઓકે મારી સ્વીટ મમ્મી. હું સુઈ જાઉછું..

આયેશાના મમ્મી વિધવા છે ..બેટી ને પેટે પાટા બાંધીને ભણાવી ગણાવી છે ..અને સગાંવહાલાં ના કહેવાથી એની સગાઈ રોહન સાથે કરાવી હતી.

બધું વ્યવસ્થિત ચાલતું હોયછે. પરંતુ રોહન નો સ્વાભાવ જરા આકરો ..એને વાત-વાતમાં વાંકુ પડે.. આયેશા પર પૂરેપૂરો હાવી થાય છે માલિકીપણું કરેછે.. એટલી હદ સુધી કે એને શુ ખાવું.?શુ પહેરવું..? શુ કરવું , શુ ના કરવું, ક્યાં જવું એ બધું જ એ નક્કી કરે.

કોલેજમાં પણ વગર કામનો રોજ આવે ને કોઈ જોડે વાત કરવાની આઝાદી પણ ના આપે . આયેશા પહેલા તો બધું ઇગ્નોર કરીને એની વાત માને છે પણ રોહનને એનાથી હિંમત ખુલતી જાય છે અને એ એના સન્માનને વારંવાર ઠેસ પહેચાડે છે .એટલે આયેશા ને હવે અકણામણ થવા લાગી હતી...

બીજા દિવસે રોહનને સમજાવવા આયેશાના મમ્મી રોહનને ઘેર ગયા એના માતા-પિતાની હાજરીમાં આ બધું કહે છે..અને રોહનને સમજાવે છે..

મમ્મી : દેખ બેટા રોહન, અમારી આયેશાને અમે ખુબજ હેતથી ઉંછેરી છે . એને રોકટોક એક હદ સુધી વ્યાજબી છે. પણ એ આદત ના બનવી જોઈએ..
તમે એને બધા ફ્રેન્ડસ વચ્ચે એ રીતે ઇન્સલ્ટ..

રોહન : ઇન્સલ્ટ..! હું ઇન્સલ્ટ કરું એનો.? અને એ શું કરેછે..?
બધાને ખબર છે એની મારી સાથે સગાઈ થયી ગયીછે છતાં એનો પેલો ફ્રેન્ડ સૌમિલ.. એને લવલેટર આપે છે. અને આ મહારાણી, એ સ્વીકારે છે. તમેજ કહો માસી હું કયી રીતે સહન કરું?

આયેશાના મમ્મી : અરે ના બેટા તમારાથી કોઈ ગેરસમજ થયી લાગે છે. એ સૌમિલ તો એને આઈએમપી પ્રશ્નનો કાગળ આપતો હતો.. એને પરિક્ષામાં કામ આવે..

રોહન : ઓહોહોહોહો... એણે એનું પાપ છુપાવવા આવુ કહ્યું..?
હું બધુજ જાણુ છું.. એ એની પાછળ પડ્યો છે આઈ એમ સ્યોર કે, એની અને સૌમિલ વચ્ચે કઈક રંધાઈ રહ્યું છે..

આયેશાના મમ્મી : અરે, એવું કંઈજ નથી બેટા તમે ખોટું સમજો છો.
બન્ને જીદ છોડો અમારો વિચાર કરો

રોહન : એને કહો મારી માફી માંગે પછી જ હું કઈક વિચારું..

આયેશાના મમ્મી : એટલે તમે કહેવા શુ માંગો છો..કુમાર..?

રોહન : એજ કે, એને કહો મારી બધા વચ્ચે માફી માંગે પછી હું કઈક વિચારું.
હું એને પ્રેમ કરું છું એટલે એને એક મોકો આપું

આયેશાના મમ્મી અવાક નજરે રોહનને જોઈ રહેછે. કેવો જડ વલણવાળો છોકરો છે કોઈની વાત સાંભળવા માંગતો નથી એનું જ સાચું ઠેરવે છે..ઓહ મારી આયેશા ક્યાં ફસાયી ગયી..

આયેશા ને જઈને મમી બધી જ વાત કરે છે. એના સગાંવહાલાં પણ વચમાં આવેછે.

કુટુંબના લોકો એકજ સુર પુરાવે છે.. કે, એમાં શું છોકરાને ના ગમતું હોય એવું નહી જ કરવાનું આયેશા.

આપણે આપણા સંસ્કાર સાચવવાના.
સાસરીમાં વધુ ના બોલાય એતો જમાઇરાજ સારા કહેવાય કે આટલું બધું જાણવા છતાં એ આયેશાને એક મોકો આપેછે.
એમને માનવી લે આયેશા..
એમની માફી માંગી લે કોલેજ વચ્ચે..

આયેશા કંઈજ બોલ્યા વગર જતી રહેછે. એની પાછળ એના મમ્મી જાયછે અને એને પોતાની ઈજ્જત અને કુટુંબની આબરૂની વાત કરીને માફી માંગવા સમજાવે છે.
પણ આયેશા આ વાતથી અત્યંત દુઃખી હોયછે .

આયેશા : મારી ભૂલ શુ મમ્મી..?

મમ્મી : કઈ નય બેટા, આપણે સ્ત્રી જાત..આપણને બોલવાનો હક ના હોય..પુરુષનો અહમ ઘવાય એટલે આપડે સમજદારી બતાવીને સમાધાન કરી લેવું.

આયેશા : મમ્મી, એ વાત ની શુ ગેરંટી કે એ આગળ એવું નહીં કરે..?હું કયી રીતે જીવીશ એની સાથે.
મને મારુ ભવિષ્ય અંધકારમય લાગે છે મમ્મી...
પ્લીઝ મને ત્યાં પરાણે ના મોકલો..

બેટા આટલી વાટાઘાટો પરથી આ નિષ્કર્ષ નીકળ્યું છે તું અત્યારે બધું સાચવી લે..ધીરે ધીરે એ સુધરી જશે.
તું સમજ બેટા એને સમય આપ. તને મારી કસમ..

આયેશા કંઈજ કહી કહી નથી શકતી..અને..બને પોપોતાના રૂમમાં સુઈ જાય છે..

સવાર પડેછે.. આયેશા 10 વાગ્યા છતાં ઉઠી નહોતી.એના મમ્મી એના રૂમ માં જાયછે અને..ત્યાં દ્રશ્ય જોઈને ડઘાઈ જાયછે..
આયેશા પંખાને ફાસો બાંધીને લટકેલી હાલતમાં. અને ડ્રેસિંગ ટેબલના કાચ પર લપીસ્ટિક વડે "સોરી મમ્મી એન્ડ આઈ લવ યું " લખ્યુ હોયછે..

આયેશા..મમ્મી ચીસ પાડી ઉઠે છે એક આક્રંદ સાથે..
સોરી દીકરી, મને માફ કરીદે હું તારી ગુનેગાર છું..

આમા વાટાઘાટો તો કરીછે પણ. આયેશનો મનોસ્થિતિને સમજવા છતાં મજબૂરી કહોકે ઈજ્જત નામની પછેડી ઓઢીને આયેશા એ મોતને વહાલું કર્યું.
દરેક વાટાઘાટનું પરિણામ હકારાત્મક નથી આવતું
અસ્તુ..

સ્ટોરી ગમેતો like, share એન્ડ ફોલો કરજો
જય હિન્દ








.