Pret Yonini Prit... - 45 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-45

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-45
વિધુ વૈદેહીને જે મનસા સ્વરૃપે હતી એને કહી રહેલો અને વૈદહી મનસા સ્વરૂપમાં બધુ સાંભળી રહેલી. વિધુએ કહ્યું “ આમ હું રોજ સાંજે પાનનાં ગલ્લે બાજુમાં જઇને બાઇક પર બેસી રહેતો ત્યાં ભૈયાએ મને ડ્રગ્સની ભેળસેળવાળી તમાકુની સિગાર પીવા આપી કહે આ કડક છે મજા આવશે. થોડીવાર હું એની સામે જોઇ રહ્યો અને પૈસા એનાં મોઢાં પર ફેંકીને એ લઇ લીધી પછી સળગાવીને દમ મારી રહેલો ત્યાં વિપુલ ત્યાં આવી ગયો.
વિપુલ મને થોડીવાર જોઇ રહ્યો પછી ભૈયા પાસેથી એણે એની રેગ્યુલર સીગરેટ લીધી પીવા લાગ્યો. એ થોડીવાર મારી સામે ધીમું ધીમું હસી રહેલો એની આંખોમાં કટાક્ષ અને મારાં માટેની સ્થિતિ અંગે મશ્કરી હતી એણે ભૈયાને કહ્યું દેખો ભૈયાજી યે મજનૂને ક્યા હાલ કીયા હૈ ઉસકી લૈલા કહી ભાગ ગઇ ઓર યે ભાઇ બેહાલ હૈ સાલા... બાવરાં... અને બાંવરા શબ્દે મને ભયંકર ઉત્તેજીત કર્યો. હું સિગારનાં નશામાં હતો મારી આંખો લાલ થઇ ગઇ હતી મને અચાનક શું થયું હું ઉભો થઇને વિપુલ તરફ ગયો એને ગળચી થી પકડીની ઘસડીને દૂર લઇ ગયો એ અચાનક હુમલાથી ગભરાઇ ગયો એ સમયે મારામાં પણ એટલું બળ આવી ગયું કે એ એક મરઘીનાં બચ્ચાને ગળચેથી પકડ્યું હોય એમ મારાં હાથમાં લટકી રહેલો એણે બચાવો બચાવો બૂમ પાડી પણ મારો ગુસ્સો અને લાલ આંખ જોઇને કોઇએ પાસે આવવાની હિંમત ના કરી.
પાનનાં ગલ્લાવાળો ભૈયો દોડી આવ્યો એને ખબર હતી મને નશો છે અને નશામાં હું કંઇક કરી બેસીસ એણે મને આજીજી કરી હાથ જોડ્યાં વિધુ બાબુ છોડ દો છોડ દો મર જાયેગા.. મેં એની સામે જોઇને પેલાંને એટલાં જોરથી ફેક્યો પેલો જમીન પર પટકાયો... જેવો પટકાયો એવો મેં એને લાતો ફટકારવા માંડી એટલો માર્યો કે બેહોશ જેવો થઇ ગયો પછી હું મારી બાઇક પર આવીને બેઠો. ત્યાં ટોળું વળી ગયેલું ભૈયાએ એને પાણી છાંટી ઉભો કર્યો.
ભૈયા એને બોલતો હતો "ક્યૂં મગજમારી કરતે હો ? ઉસને તુમકો કુછ કહા થા ક્યા ? તુમ આકર ઉસકો ઐસા વૈસા બોલ રહે થે... અપની
હદ્દ મેં રહો...
વિધુ કહે મને ઘણાં સમયનો ગુસ્સો હતો એની બધી જ અત્યાર સુધીની હરકત પર બધો જ ગુસ્સો નીકળી ગયો. એનાં મોઢાંમાંથી લોહી નીકળી રહેલું એણે પાણીથી કોગળા કર્યા એ સતત મારી સામે જોઇ રહેલો. એની આંખમાં ભય હતો છતાં હજી કંઇક બોલવું છે એવું લાગી રહેલું મેં પડી ગયેલી સીગાર લઇને બાકીનાં કસ મારીને ફેંકી દીધી.
એ જેવો સ્વસ્થ થયો એવો બાઇક પર બેસી ગયો અને બાઇક ટર્ન મારીને થોડીકવાર ઉભો રહીને મને કહે "સાલા હું તને યાદ રાખીશ એકવાર તો બચી ગયો છે હવે નહીં બચે એ નક્કી રાખજે તારું નિકંદન કાઢી નાંખીશ.
મને તરત જ ઝબકારો થયો કે મારાં એક્સીડન્ટ પાછળ આનો હાથ હતો ? આ મગતરાની આટલી હિંમત ? અને હું ત્યાંથી બાઇક લઇને સીધો જ પાછો ઓફીસ પહોંચ્યો જોયુ કે સર છે કે નીકળી ગચાં ? હું ઓફીસમાં અંદર જઇને જોયુ તો આખી ઓફીસ ખાલી હતી પણ સર બેઠાં બેઠાં કોઇ સાથે ફોન પર વાત કરી રહેલાં.
એમણે મને જોઇને ફોન ટુંકમાં પતાવ્યો મને કહ્યું "અરે વિધુત તું અહીં અત્યારે ? ફરીથી કેમ આવ્યો ? શું થયું ? બધુ બરાબર છે ને ?
મેં એમને કહ્યું "સર મારાં એક્સીડન્ટ થવા પાછળ શું કારણ હતું ? કઇ વ્યક્તિઓનો હાથ હતો ?
નિરંજન સરે મને કહ્યું છોડને દીકરા હવે એ બધામાં પડવાની ક્યાં જરૂર છે ? પતી ગયું પણ હવે ધ્યાન રાખવાનું હવે ફરીથી કોઇ તને કશું નહીં કરી શકે મેં બરાબર બીજી રીતે બદલો લઇ લીધો છે.
સર પણ મારે જાણવું છે કારણ કે અત્યારે હું.. એમ કહી ગલ્લે વિપુલ સાથે થયેલી વાત જણાવી તો નિરંજન સર પણ આશ્ચર્ય પામી ગયાં એમણે ફરીથી મને બધુ પૂછ્યું છું એ વિપુલ કોણ ? પેલો સાઇટ પર આવતો હતો એ... ? એ કોન્ટાકટરનો દીકરો પણ આપણે એ લોકોનાં પાર્ટનરને ઓહ.. ઓકે... હું સમજી ગયો.
નિરંજન સરે મને કહ્યું "હવે બધી જ ગેડ બેસી ગઇ છે મને તારે જેની સાથે પ્રેમ હતો એ છોકરી.. પછી મારી સામે જોઇને બોલ્યાં એ જે વિપુલ કહે છે ને ? એનાં ફુવાનાં છોકરાં સાથે લગ્ન થયાં છે. પણ મને બધી અંદરની વાત જાણવા મળી છે વિધુ છોડ હવે જે થઇ ગયું હોય એ ભૂલી જા એમાંજ સારપ છે.... એ લોકોએ બહુ સમજીને એ છોકરી સાથે લગ્ન કર્યા છે એ લોકોને તમારી બધી વાતની ખબર હતી છતાં પણ એ છોકરાને વૈદેહીનું જ ખૂબ આકર્ષણ હતું અને એની સાથે જ લગ્ન કરવાં હતાં ભલે તારી સાથે સંબંધ હતો એને બધુ જ સ્વીકાર્ય હતું.
પણ વિધુ એ લોકોએ ગમે તે ગેમ કરી પણ અત્યારે ખૂબ પસ્તાય છે. લગ્નનાં ફેરાં એ છોકરી પૂરા ફરી જ નથી શકી અને બે ફેરામાં બેભાન થઇ ગઇ હતી હોસ્પીટલમાં દાખલ કરી હતી અને પંડિત પાસે સહી કરાવી લીધી હતી સાક્ષીમાં કે લગ્નની વિધી સંપૂર્ણ થઇ ગઇ છે એમ કરીને પણ.. આગળ વાત બધી સારી નથી પેલાએ આકર્ષણ અને ખંબર નહીં કઇ વૃત્તિથી એ છોકરી સાથે પરણ્યો પણ...
વિધુ બે મીનીટ સાંભળી રહ્યો.. પછી જાણે શૂન્ય -મનસ્ક્ય થઇ ગયો હતો. નિરંજન સરે ક્યું તું ઘરે જા અને આમ હમણાં થોડા દિવસ જ્યાં ત્યાં બાઇક પર ફરીશ નહીં કાર લેવા મૂકવા આવશે. તેં ખૂબ કીધેલું મે તને બાઇક પર એલાઉ કરેલો પણ હવે નહીં તારે બાઇક પર નથી ફરવાનું અત્યારે ઘરે જઇને બાઇક પાર્ક કરીને મૂકી દેવાની છે અથવા અહીં જ મૂકી દે... અને ગાડી તને ઘરે મૂકી જશે. મેં તને કેટલાં સમયથી કહ્યું છે કાર શીખીજા.. તું પ્રેક્ટીસ જ નથી કરતો. પણ હવે ધ્યાન આપજે. એમ ટોકીને મને સમજાવીને ઘરે જવા કહી દીધુ પણ આખો રસ્તે તારાં જ વિચારોમાં રહ્યો કે લગ્ન સમયે તારું શું થયું હશે ?
મનસામાં રહેલી વૈદેહીએ કહ્યું એમની પાસે સાચી જ જાણકારી હતી વિધુ હું તને બધી વાત માંડીને કહું છું સાંભળ તારાં વિરહમાં પીડાયાં પછી તારો અક્સમાત થયો એ સમાચાર સાંભળી હું સાવ ભાંગી પડી હતી અને ઘરમાં બીજા દિવસે પાપાનાં ખાસ મિત્ર નવીનકાકા આવેલાં મને એવું લાગ્યુ કે પાપાએ જ બોલાવેલાં એ જાણે મને જોવા આવ્યા હોય એમ મંમીએ મને સરખા કપડાં પહેરવાં કીધેલું આમતો નવીનકાકાએ મને કેટલીયે વાર જોયેલી હતી વાતો કરી હતી પણ ખબર નહીં એ દિવસે એમની નજર જ જુદી હતી. વિધુએ લોકેએ વાતો કરી મને કંઇ સાંભળાતુ નહોતું પણ જતાં નવીનકાકા એવુ બોલ્યાં કે કાલે સાંજે અમે લોકો આવીશું અને તેઓ ગયાં. એમનાં ગયાં પછી માં એ પાપાને કહ્યું આમ કોઇ ઉતાવળ ના કરશો મારી વૈદેહી વધની નથી એકની એક છે આટલી જલ્દી કેમ કરો છો ? ભલે મેં તમને ઉતાવળ કરવા કીધુ છે પણ જો મારું મન નહીં માને તો હું હા નહીં પાડું અને વૈદેહીની સંમતિ... ?
પાપાએ કહ્યું "હું એનો બાપ છું દુશ્મન નહીં મને ખબર પડે છે એની સંમતિ એટલે ? એવી કંઇ જરૂરી નથી આપણે કરીશુએ વિચારીને એનાં માટે સારુ હશે એજ કરીશું તે નવીનનાં મોઢે સાંભળ્યુ નથી ? એ છોકરાએ તો વૈદેહી જોયેલી જ છે અને તૈયાર જ છે એનાં માંબાપ જોવા માંગે છે. મોટો ધંધો છે દુકાન છે અઢળક પૈસો છે પછી શું ચિંતા ? શહેરમાં નામ છે મોટું... બસ ખાઇ પીને મજા કરશે.
મંમી કંઇ બોલી નહીં ઉભા થઇને બહાર આવીને કંઇક વિચારોમાં પડી ગઇ હું મારાં રૂમમાં સતત રડતી રહી હતી મારી સામે કોઇ જોતુ નહોતું મારી માં અચાનક આટલી બદલાઇ જશે મને ખબર નહોતી. હું માંબાબાની સતત પ્રાર્થના કરી રહી હતી શું થઇ ગયું ? અચાનક જાણે બધું બદલાઇ ગયુ મારાથી કંઇ જ સહેવાતુ નહોતું...
મનસાં વૈદેહીનું બધુ યાદ આવતાં અત્યારે ખૂબ રડી રહેલી એને એ ભવનું બધુ યાદ આવી રહેલું અસહ્ય પીડાઓ તાજી થઇ રહેલી અને એ આક્રંદ કરી રહેલી વૈદેહીએ કહ્યું "બીજા દિવસે સાંજે મને માં એ સાડી પહેરાવી હતી અને સૂચના આપી કે સારી રીતે વાત કરજે. જો તને નહીં ગમે તો હું સંબંધ નક્કી નહીં કરુ. પણ સરખી રીતે વર્તેજે. મેં કહ્યું મને વિધુ સિવાય કોઇ નહીં ગમે.
મારી સામે આંખો કાઢી જતી રહી અને એ લોકો બધાં આવ્યાં ત્યારે છોકરાનાં માંબાપ-છોકરો અને સાથે પેલો વિપુલીયો પણ હતો એને જોઇને જ મારી આંખોમાંથી અંગાર વરસી રહેલાં....
વધુ આવતાં અંકે --- પ્રકરણ-46