Friendship - 12 books and stories free download online pdf in Gujarati

ફેન્ડશીપ - 12

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ અગિયાર ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે બાર મો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો અગિયાર ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.

*****,****
(મિત્રો છેલ્લે અગિયાર માં ભાગ જોયું હતું કે રામના મનમાં વિચાર આવે છે કે શું કરવું.એક બાજુ પ્રેમ છે તો બીજું બાજુ પપ્પાની આબરૂ.આ વિચારો પરથી તેને તેમ લાગે છે , કે હજી એક વાર પપ્પા સાથે હું જ રૂબરૂ વાત કરીને મનાવવા માટે પ્રયત્ન કરૂ .જો તેમ છતાં નહી માને તો બીજું કાંઇક વિકલ્પ પર વિચારીશ.)

હવે આગળ .......


રામે ઓફિસે થી ઘેર જાય.ત્યાં તેને એક તેનો જુનું મિત્રો મળે છે.બંને ઘણા સમય પછી મળ્યા એટલે ઘણી બધી વાતો કરે છે.વાતવાતમાં લગ્નની વાત આવે છે.ત્યારે રામ પુછે છે કે તારા લગ્ર થઇ ગયાં કે નહી ? ત્યારે તેનો મિત્ર હા પાડે છે અને કહે છે મેં લવ મેરેજ કર્યા હતા.એટલે કોઇને બોલાવી નહોતો શકયો.રામના મનમાં વિચાર આવ્યો કે હું આને મારી બધી વાત કરીશ તો આ મને કદાચ ઉપયોગી થઇ શકે તેમ છે.પછી તે બધી વાતો કરે છે.તેનો મિત્ર કહે છે કે , તારે શું કરવું છે ? તે વિચાર કરી લે .પછી જો તારે મારી કોઇ મદદની જરૂર પડે તો કહેજે.હું તને પુરતી મદદ કરીશ.


'રામ ઘેર પહોંચ્યો, ત્યારે તેના પપ્પા ટી.વી. જોઇ રહયા હતા'

રામ ફેશ થઇને બહાર આવ્યો.જમવા માટે બેસે છે.તેના પરિવારના લોકો પહેલે થી ભોજન કરી લીધું હતું.રામ જમી ઉભો થઇને તે તેના પપ્પા પાસે જઇને બેઠો.તેના પપ્પા કહયું કે મારે તમારી સાથે વાત કરવી છે.તેના પપ્પાએ ટી.વી. બંધ કરી દીધું.બોલ્યો કે મારા મમ્મી જે તેમને વાત કહી હતી, તે જ વાત કરવા આવ્યો છું.હું કિષ્ના નામની છોકરીને પ્રેમ કરૂ છું.અને તેની સાથે લગ્ન કરવા માંગું છું.

તેના પપ્પા બધી વાતો સાંભળી , અને કહયું કે તે આપણી જ્ઞાતિ નથી એટલે લગ્ન ની વાત તો તું રહેવા જ દે.આ સાંભળીને રામના મનમાં ચિંતા થવા લાગી.તે ત્યાંથી ઉભો થઇને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.તેના મનમાં થોડીક વાર માટે આડાઅવળા વિચારો આવવા લાગ્યા.

તેને કિષ્ના ને ફોન કર્યુ.અને તેની સાથે વાતો કરવા લાગ્યા.વાતવાત ફરી લગ્રની વાત આવી.એટલે રામે કહયું કે હમણા મેં મારા પપ્પાને બધી વાત કરી.તેને ના પાડીહવે બીજો કોઇ વિકલ્પ અપનાવો પડશે ? શું તું તેના માટે તૈયાર થઇશ ? આમાં તારે અને મારે ધણું બધું ગુમવવું પણ પડશે.જો આની ઉપર લાંબું વિચાર કરજે.હવે નિર્ણય તારે કરવાનો છે, કે તારે શું જોઇએ છે ?

તું આ વાત પર નિરાંતે વિચાર કરજે , પછી જવાબ આપજે.તે બીજી વાતો કરવા લાગે છે.બંને આમ તો પ્રેમ માં પાગલ હતા.તે એક બીજા માં ખોવાયેલા રહેવા માંગતા હતા.ઘણી વાર થઇ ગઇ હતી એટલે બંને ફોન મુકી ને પોત પોતાના વિચારોમાં ખોવાઇ જાય છે.

કિષ્ના મનમાં ચિંતા પણ હતી કે હવે શું કરવું ? અને શું થશે ? તે એટલા બધા વિચારોમાં ખોવાઇ ગઇ હતી કે તેનું ધ્યાન માત્રને માત્ર વિચારોમાં હતું.જયારે તે વિચારો માંથી બહાર આવી ત્યારે તેને ધડિયાળ સામે જોયું , તો રાત્રને 2 વાગ્યા હતા.તે હવે સુઇ જાય છે.વહેલી સવારે ઉઠીને પોતાનું નાસ્તો બનાવવાના કામમાં લાગી જાય છે.

હવે આગળ....