#KNOWN - 17 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 17

ત્યાંજ બારી પાસે એક અવાજ આવ્યો.

અનન્યાએ પિંકુને બાજુમાં બેસાડ્યો અને બારી ખોલવા ઉભી થઇ. બારીને ખોલીને જોયું તો ત્યાં કોઈજ નહોતું.
અનન્યાને ફરી રોજની માફક ગુસ્સો આવી ગયો... આવું લગભગ રોજ થતું પણ પોતે આ વાત જાણી નહોતી શકતી કે કોણ તેને આમ રોજ હેરાન કરી રહ્યું છે.

તે ફરી પિંકુ પાસે આવી. પ્રેમથી તેની રૂંવાટીમાં હાથ પસવારતી રહી અને તેને એક જોરદાર બળ સાથે ટેબલ પર ઘા કરી દીધું...
અનન્યા જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી. સાથે સાથે રૂમમાં બીજા હસવાના અવાજ પણ ઉમેરાઈ ગયા. વાતાવરણ એકદમ ભયાનક બની ગયું હતું. પિંકુએ થોડા તરફડીયા માર્યા અને પછી પોતાના અંતિમ પ્રાણ ત્યાગ્યા.
તેને તરફડતો જોઈને અનન્યા ખૂબજ ખુશ થઇ રહી હતી. તે ઉભી થઇ અને પોતાના ખાનામાંથી ચપ્પુ કાઢવા જતી જ હતી ત્યાં તેના રૂમનો દરવાજો કોઈએ જોરજોરથી ખટખટાવ્યો. અનન્યા ચહેરા પર ગુસ્સો લાવતા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા જોયું તો પેલી મેડમ હતી જે અનન્યાને બોલી હતી.
"શેનો અવાજ આવી રહ્યો છે તારા રૂમમાંથી??" કમુએ ગુસ્સામાં અનન્યાને પૂછ્યું.
"ચાલ અંદર આવ એટલે બતાઉં." આટલું બોલીને અનન્યાએ તેનો હાથ પકડીને કમુને અંદર ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો.

કમુએ જોયું તો ટેબલ નીચે એક સસલાની લોહીથી લથબથ લાશ પડી હતી. કમુની આંખો પહોળી જ થઇ ગઈ.
"આ તો સુહાનીનું સસલું હતું. એ તારી પાસે ક્યાંથી આવ્યું??"

"મને બહુ ભૂખ લાગી હતી ને કાલે એટલે મેં ચોરી લીધું હતું પણ પછી મને આજે તેને ખાવાનું મન થયું એટલે મારી નાખ્યું એને સમજી કમુ." અનન્યા એક એક શબ્દ પર ભર આપીને બોલી રહી હતી.

"હું... તા... તા... તારી ફરિયાદ કરીશ આગળ જો તું." કમુ ડરની મારી ધ્રુજતા સ્વરે બોલી.

"એ પહેલા તો હું તને ઉપર જ મોકલી દઈશ હાહાહા." અનન્યા તેના હાથનું ચાકુ કમુ આગળ રાખતા બોલી.

"અનન્યા મારી ભૂ... ભૂ... ભૂલ થઇ ગઈ. મને માફ કરી દે. હું...હું કોઈને નહીં કહું આના વિશે. મને જવા દે પ્લીઝ!!!" કમુ હાથ જોડતા અને અનન્યાના પગે પડતા બોલવા લાગી.

અનન્યા તો આ જોઈને વધારે ખુશ થઇ રહી હતી.

"એક મિનિટ જા. હું તને તારો જીવ બચાવવાં એક મોકો તો આપી જ શકું છું." અનન્યા કાંઈક વિચારતા બોલી.
કમુ તો જીવનદાન મળવાની ખુશીમાં હસી પડી પણ તેનું હાસ્ય કેટલું ભયાનક રુદન બનવાનું હતું એનાથી તે સાવ અજાણ હતી.

"એક મિનિટ. મારી હજુ વાત પૂરી નથી થઇ. તને હું નહીં મારું પણ આ રૂમમાં રહેલી આત્માઓ મારશે." અનન્યા ચહેરા પર ભેદી હાસ્ય લાવતા બોલી.

"હાહાહા આત્મા... એ પણ અહીંયા. લાગે છે તું સાચે પાગલ થઇ ગઈ છું." કમુ અનન્યાની વાતને મજાક સમજતા બોલી.

એટલામાં રૂમમાં રહેલી લાઈટ ચાલું બંધ થવા લાગી. કમુને હવે ડર લાગવા લાગ્યો. રૂમની બારી અથડાવવા લાગી. રૂમમાં રહેલ દરેક વસ્તુ તેની જાતે આમથી તેમ ફેંકાવા લાગી. કમુને હવે ગળું સુકાવા લાગ્યું હતું. તેનો હાથ પોતાના કપાળ પરના પ્રસ્વેદ બિંદુઓ લુછવામાં લાગી ગયો હતો. એટલામાં એક 2 સેકંડના પ્રકાશે અનન્યાએ કમુને હાથમાં બોટલ આપી. કમુ તે બોટલને લઈને ફટાફટ ઢાંકણું
ખોલીને બોટલ ઉંધી કરીને ગટગટાવવા લાગી. અચાનક તેણે જોરથી કોગળો કરી નાખ્યો. લાઈટના ઝબકારે તેણે જોયું તો તેના હાથમાં અને બોટલમાં રક્ત હતું. તેના મોંઢામાં એક હડ્ડીનો ટુકડો આવ્યો અને કમુએ તેને કાઢીને ઘા કરી દીધો. કમુ ખૂબજ ઘબરાઈ ગઈ હતી. એવામાં રૂમમાં ફરી અલગ અલગ લોકોના અટ્ટહાસ્ય ગુંજવા લાગ્યા. કમુ પોતાના જીવનની ભીખ માંગતી કરગરતી રહી. એવામાં અચાનક કમુને પાછળથી એક જોરદાર લાત વાગી અને તે એક ફૂટ હવામાં ઊંચે ફંગોળાઈને નીચે પટકાઈ ગઈ. હજુ કમુ આ ઘટનામાં વધુ કાંઈ વિચારે એ પહેલા તો તેના પગ કોઈએ પકડીને તેને હવામાં ઉંધી લટકાવી રાખી. કમુના પગ પહોળા કરીને પંખાના પાંખિયા સાથે બાંધી દીધા. આ જોઈને અંધારામાં અનન્યાનો હસવાનો અવાજ કમુના કાને અથડાયો. કમુ બચવાં માટે અને મદદ માટે બુમ મારી રહી હતી પણ જાણે તેનો અવાજ આ રૂમ સુધી સીમિત બનીને બેઠો હતો. એટલામાં પંખો ચાલું થયો અને કમુ પણ પંખાની સાથે સાથે ગોળ ગોળ ફરવા લાગી. અનન્યા સ્વીચબોર્ડ પાસે આવી અને પંખાની સ્પીડ ધીરે ધીરે વધારવા લાગી. સ્પીડ વધુ કરતા કમુનુ શરીર પણ હવાની માફક ડોલવા લાગ્યું હતું. તેને ચક્કર ખાતા જોઈને અનન્યા જોરજોરથી હસીને આ માહોલનો આનંદ ઉઠાવી રહી હતી.પંખો બંધ કર્યા બાદ કમુ નીચે જમીન ઉપર પટકાઈ ગઈ. રૂમમાં લાઈટ હજુ પણ ઝબુક ઝબુક થઇ રહી હતી.

કમુનું શરીર સાથ છોડવા માંગતું હતું પણ હજુ હૃદય બંધ થવાનું નામ જ નહોતું લેતું. હજુ કમુ ભગવાન પાસે કાંઈક માંગવા જતી જ હતી ત્યાં જોરથી ઉપર રહેલો પંખો કમુના માથે પડ્યો અને વીજળીનો કરંટ લાગતા તેનું શરીર 5-10 સેકન્ડ માટે તરફડીયા મારતું રહ્યું અને અંતે તેણે પ્રાણ છોડ્યા.

કમુના પ્રાણ છૂટતા જ રૂમની લાઈટો વ્યવસ્થિત થઇ ગઈ. અનન્યા કમુ પાસે આવી અને તેના મડદાં પાસે બેઠી.
"કહ્યું હતું ને તને રાતે બતાઇશ હું શું કરું છું. બીજી બધી માત્ર ડરની મારી ભાગી જતી હતી પણ તને મારે લાઈવ જો દેખાડવાનું હતું...કાંઈ નહીં મજા આવી તને?? કેવા હિંચકા ખવડાવ્યા તને. હાહાહા."
ત્યારબાદ અનન્યા પોતાના 2-4 દિવસના જમવાના પ્રબંધને લઈને હરખાતી હરખાતી તેને વ્યવસ્થિત કરવામાં લાગી ગઈ હતી.

*******************

બીજા દિવસે આદિત્ય ફરી કોલેજ આવ્યો.
"કોને શોધે છે ભાઈ??" આદિત્યના ડાફોળીયા મારવા પર રિશી બોલ્યો.
પાછળથી જાણીતો અવાજ આવ્યો.
"મને... મને શોધી રહી છે તારી આંખો.. કહી દે." અનન્યાએ નેણ નચાવતા આદિત્યની આંખોમાં જોતા કહ્યું.
આદિત્યની નજર અનન્યાના શરીર પર ઉપરથી નીચે ફરવા લાગી. અનન્યા યેલ્લો સેન્ડો અને શોર્ટ સ્કર્ટમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી.

"આ શું પહેર્યું છે તે?? આટલું શોર્ટ કોઈ પહેરતું હશે. ચાલ મારી સાથે શોપિંગ કરાવું." આદિત્ય અનન્યાની સામું જોઈને બોલ્યો.

"વ્હોટ?? પણ કેમ?? આમાં હું-"

"આમાં તું સેક્સી લાગી રહી છું જે મને નથી ગમી રહ્યું. સમજી ચાલ હવે."

અનન્યા વધુ કાંઈ વિચારે એ પહેલા તો આદિત્યએ તેનો હાથ પકડીને તેને સીધી કારમાં બેસાડી દીધી અને પોતે પણ આગલી સીટમાં ગોઠવાઈ ગયો.

"કારમાં બેસીને રોમાન્સ કરવો હતો તો પહેલા કહેવાય ને.. એમાં ખેંચીને લાવવાની શું જરૂર હતી." અનન્યા હસતા ચહેરે આદિત્યની સામું જોઈને બોલી.
બંને વચ્ચે માત્ર એક હથેળી જેટલું અંતર હતું.આદિત્યએ આંખો બંધ કરીને પ્રેમથી અનન્યાના હોઠો પર પોતાના હોઠ રાખી દીધા. અનન્યાએ પણ આદિત્યના હોઠોને જોરજોરથી ચુમવાનું શરૂ કરી દીધું. અચાનક 'આઉચ' અવાજ થતા આદિત્ય દૂર થયો.

"સોરી સોરી ભૂલથી કરડાઈ ગયો તારો હોઠ." અનન્યા માફી માંગતા બોલી.

"એમાં સોરી ના કહેવાનું હોય. તે મને આ નિશાન આપીને બહુ મોટી ગિફ્ટ આપી દીધી છે અને હા તું ફક્ત મારી છું હવે એટલે તારા શરીર પર કોઈ ખરાબ નજર પણ નાખે તો એની આંખ ફોડી દઉં. એમાં ન જાણે મારે કેટલાયને મારવા પડે એની કરતા તું આવા કપડાં જ ના પહેરીશ. જયારે આપણે બંને સાથે હોઈએ ત્યારે જ પહેરજે." આદિત્ય પ્રેમપૂર્વક બોલ્યો.

"અરે!! હું વિચારતી હતી એનાથી તદ્દન અલગ નીકળ્યો આ તો!! તેને મારા કામુક શરીર કરતા મારી પર વધારે પ્રેમ છે. જે પ્રેમ પામવા હું તડપતી રહી એ આજે સામે ચાલીને મારી પાસે આવ્યો છે. એને હું કોઈ પણ ભોગે મારાથી અલગ નહીં થવા દઉં." અનન્યા મનમાં વિચારતી રહી અને ફરી તે આદિત્યના હોઠો પર કરડેલા ભાગ પર પોતાના બેઉ હોઠોથી આદિત્યનું દર્દ અને રક્ત ચૂસતી રહી...


(ક્રમશ :)

(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું ના ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )