#KNOWN - 6 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 6

બિલાડી ખુશ થઈને તે દૂધ પીતી હતી ત્યાંજ અચાનક અનન્યાએ બિલાડીના ગળા પાસે જોરથી પોતાના હાથની ભીંસ વધારી. બિલાડી તેનાથી બચવાં તરફડીયા મારે ત્યાંજ અનન્યાએ તેના બીજા હાથથી બિલાડીને દબોચીને જોરથી પ્લેટફોર્મ પર ઘા કરી દીધી. બિલાડી પોતાના બચાવમાં 'મ્યાઉં મ્યાઉં' કરી રહી હતી. તેના રોવાના અવાજથી વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું.અનન્યાએ તે બિલાડીના છેલ્લા શ્વાસોને પણ છરી લઈને તેના ગળે ઘા કરીને પૂરા કરી દીધા હતા. અનન્યાની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ હતી. તે બિલાડીને કાપીને તેના અંગોને વ્યવસ્થિત કરીને ડીશમાં પરોસવા લાગી હતી. તેણે તે બિલાડીનું અડધું શરીર કાપ્યું અને બાકીનું નીચેના રહેલા કબાટમાં મૂકી દીધું. ત્યારબાદ તે એ ડીશ લઈને હોલમાં આવી. સોફા પર બેસીને તેણે પોતાને ગમતી સિરિયલ ફિયર ફાઇલ્સનાં રેકોર્ડ કરેલ એપિસોડને જોવા લાગી અને સાથે સાથે પોતાનું પેટ પણ ભરવા લાગી.ડીશ પૂરી સાફ કરીને તે ડીશ પર રહેલા રક્તને પોતાની જીભથી ચાટવા લાગી અને એક મોટો ઓડકાર ખાઈને જોરજોરથી હસવા લાગી.તેનું હસવાનું કંઈક વિચિત્ર ભાસી રહ્યું હતું. જાણે તેની અંદર માસુમ અનન્યા નહીં પણ કોઈ ક્રૂર આત્મા હોય.
હજુ અનન્યા ઉભી થઈને કિચન તરફ જતી જ હતી ત્યાં ડોરબેલ રણકી. તે ફટાફટ નાચતી કૂદતી દરવાજો ખોલવા જવા લાગી.દરવાજો ખોલીને જોયું તો સામે ઓમ ઉભો હતો.ઓમને અંદર આવવા દઈ અનન્યાએ દરવાજો બંધ કરી દીધો. અનન્યા દરવાજાને અડીને પોતાના ઉભારોને વધારે બહાર કાઢીને ઓમ સામે માદક નજરે જોઈ રહી હતી.
"વાહ લાગે છે, મારા ગયા પછી તને મારો નશો ચઢ્યો લાગે છે." ઓમે અનન્યાની સામું જોઈને કહ્યું.
અનન્યાએ પોતાની આંગળી વડે 'શશશશ' કહીને ઓમને ચૂપ કરાવી દીધો અને તેના અધરો પર પોતાના અધરો મૂકીને ઓમના હોઠોને પાગલોની જેમ ચૂમવા લાગી.
"આઉચ... છી આટલી વાસ કેમ આવે છે, તારા મોંઢામાંથી?? "અનન્યાએ તેના હોઠ કરડતા ઓમે તેને દૂર કરીને કહ્યું.
"બિલ્લી ખાઈને બેઠી છું. મોં સાફ કરવાનું ભૂલી જ ગઈ. " પોતાના હોઠો ઉપર અનન્યાએ જીભ ફેરવતા કહ્યું.
"શું બોલે છે પાગલ થઇ ગઈ છું?? " ઓમે ગુસ્સામાં અનન્યાને કહ્યું.
"શટઅપ, હું તો મજાક કરતી હતી. પાગલ તો હવે તું થઈશ. " કહીને અનન્યાએ ઓમને સોફા પરજ પાડી દીધો અને ઓમના શરીર સાથે રમવા લાગી.
અનન્યાનું પાગલોની જેમ સંભોગ કરવું ઓમને અજુગતું જરૂર લાગ્યું પણ તેણે એ વાતમાં ધ્યાન ના આપ્યું અને મજા લેતો રહ્યો જેની સજા તેને ખૂબજ ભયંકર મળવાની હતી.અનન્યા શાંત થવાનું નામ જ નહોતી લઇ રહી. થાકેલા ઓમે અનન્યાને લાશનો હવાલો કરવાનું કહ્યું એટલે અનન્યા રોકાઈ ગઈ.

ઓમ ઉપર જઈને લાશવાળી સૂટકેસ લઇ આવ્યો.અનન્યા પણ કપડાં પહેરીને વ્યવસ્થિત થઇ ચૂકી હતી. ત્યાંથી બંનેએ કોઈની નજર તેમની ઉપર ના પડે એમ સુટકેસને કારમાં ગોઠવી અને ઓમે કારને સીધી સ્મશાન જતા રસ્તે જવા દીધી.
'"સિરિયસલી અનુ હમણાં જે તે મને એન્જોય કરાવ્યું કસમથી કોઈ ના કરાવી શકે એવું એન્જોયમેન્ટ હતું. તને પણ મજા આવતી હોય તો આપણે આ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ વાળું રિલેશન રાખી શકીએ છીએ ઓક્કે." ઓમે અનન્યા સામું જોઈને કહ્યું.
અનન્યા ચુપચાપ બેસી રહી હોય છે,
"અનુ બોલને કંઈક, કેમ બોલતી નથી??" ઓમે ફરી ચિડાઈને અનન્યા સામું જોઈને પૂછ્યું.
"શું બોલું?? તું મને સંતોષ આપી શકે એવી તારી ઓકાત નથી. હાહાહા ' અનન્યા ઓમ સામું જોયા વગર જ બોલી.
"એય ઓકાત વાળી, સવારે તો મડદાંની જેમ પડી રહી હતી અને સાંજે જોમ આવી ગયું છે શરીર અને જીભ બેઉમાં. બહુ બોલીશ નહીં, નહીં તો તારી જીભ કાપી નાખીશ સમજી." ઓમ ગુસ્સામાં તાડુકીને બોલ્યો.
"હરામી, મારી જીભ કપીશ તું?? છે એટલી હિંમત?? કાપી બતાવ ચાલ. હું પણ જોઉં કેટલું કાપતા આવડે છે." અનન્યાએ પોતાનો ચહેરો ઓમ સામે ફેરવીને કહ્યું.
ઓમના મોંમાંથી ચીસ નીકળી ગઈ.તેણે જોયું કે અનન્યાની આંખોમાં કંઈક અજીબ તેજ હતું અને તેના દાંતો લોહીવાળા હતા જાણે તેણે રક્ત પીધું હોય.
"અનુ પ્લીઝ કામડાઉન, મારો કહેવાનો મતલબ એમ નહોતો. સોરી બેબી." ઓમે પરિસ્થિતિ સમજતા અનન્યાની માફી માંગતા કહ્યું.
અનન્યા ફરી કાર જતી દિશામાં જોવા લાગી.
"આ અનન્યા છે જ નહીં. અનુનું આવું રૂપ મેં કયારેય જોયું નથી. તે તો શૃધ્ધ શાકાહારી છે અને તેના મોંઢામાંથી આવતી માંસની વાસ કંઈક દાળમાં કાળું હોવાનો સંકેત આપી રહી છે.હું એક તો ફોન પણ ઘરે મૂકીને આવ્યો. શાંતિથી તેની જોડે રહીને કામ પતાવીને નીકળું. ફરી કયારેય નહીં મળવું આ બલાને." ઓમ સ્વગત બબડ્યો.
એટલામાં સ્મશાન આવી ગયું.

સ્મશાનની આસપાસ નીરવ શાંતિ હતી. ભેંકાર અંધારાની વચ્ચે આસપાસની શાંતિ પણ ડર પમાડી દે એવી હતી. શાંત વાતાવરણમાં સૂકા પાંદડાઓનો ખખડાટ થઇ રહ્યો હતો. ચામાચીડિયાઓનો અવાજ થોડી થોડી વારે કાને પડી રહ્યો હતો. સ્મશાનનો દરવાજો ખુલ્લો જ હતો જે જોઈને ઓમને નવાઈ લાગી.તેણે સૂટકેસ કાઢી અને પોતે સાથે લીધેલ પાવડો લઈને તે આગળ વધવા લાગ્યો.અનન્યા એક રહસ્યમય હાસ્ય સાથે ઓમની પાછળ પાછળ જવા લાગી. ઓમે ફટાફટ જગ્યા જોઈને પાવડા વડે ખોદવાનું ચાલું કરી દીધું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ઓમના કપાળેથી પરસેવો પડી રહ્યો હતો. સુટકેસમાંથી તેણે લાશને ફરી બહાર કાઢવાની હિંમત ના કરતા તેણે લાશ સાથે જ સૂટકેસ પણ ખાડામાં મૂકી દીધી, ખાડો પૂરી દીધા બાદ ઓમ હાંફીને ઘડીક તો નીચે જમીન ઉપર જ બેસી ગયો, તેણે થોડા સ્વસ્થ થતા આસપાસ નજર કરી તો અનન્યા ક્યાંય દેખાઈ નહોતી રહી.
"હે ભગવાન, આ છોકરી મને ગાંડો કરી મૂકશે આજે એવું લાગે છે. હવે ક્યાં શોધું એને??" ઓમ ગુસ્સામાં બબડી ઉઠ્યો.
થોડી રાહત થતા તે ઉભો થયો અને અનન્યાને શોધવા માટે આગળ વધ્યો. કૃષ્ણપક્ષ ચાલતો હોવાથી આકાશમાં પણ અંધારું છવાયેલું હતું. ઓમે ગાડીની હેડલાઇટ ચાલું રાખી હતી જે અચાનક બંધ થઇ ગઈ. ઓમને હવે એક અજાણ્યો ડર લાગવા લાગ્યો હતો. તેનું ગળું સુકાઈ રહ્યું હતું. તેણે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ કાઢવાનો વિચાર કર્યો પણ પછી યાદ આવ્યું કે તે હાથે કરીને મોબાઈલ ઘરે મૂકીને આવ્યો હતો જેનો પસ્તાવો તેને થઇ રહ્યો હતો.

ઓમે અનન્યાના નામની બૂમો મારી પણ સામે કોઈજ જવાબ નહોતો મળી રહ્યો.ઓમ ધીરે ધીરે ડગ માંડતો આગળ વધી રહ્યો હતો. અચાનક એક મોટા વટવૃક્ષ પાસે તેને કંઈક અવાજ આવ્યો અને તેણે એ દિશામાં જોયું તો એક વિચિત્ર કાળા રંગનાં કપડાં પહેરેલ ચુડેલ ઉંધી લટકીને હવામાં ઝૂલી રહી હતી. તેના પગ ડાળીઓ પર અને માથું નીચે ઢાળીને તે ઓમની સામું કતરાતી નજરોથી જોઈ રહી હતી.
"કોનું કામ છે??" તે ચુડેલે ઓમની સામું ગુસ્સામાં જોતા પૂછ્યું.
"મા મા મારી ફ્રેન્ડ મારી સાથે હતી તે તે મળી નથી રહી." ઓમ માંડ માંડ ડરનો માર્યો આટલું બોલી શક્યો.
"એક છોકરીને મેં સ્મશાનનાં પાછળના ભાગે જતા જોઈ, તું નાં જઈશ ત્યાં, ત્યાં બહુ બધા. !તે ચુડેલે પોતાના ઘોઘરા વાળા કર્કશ અવાજમાં કહ્યું,
હજુ તે કાંઈ આગળ બોલે એ પહેલા જ ઓમ સ્મશાનના પાછળના ભાગે જ દોડવા લાગ્યો,
તે ચુડેલ હસતા હસતા બોલી, 'લાગે છે તેના નસીબમાં પણ હવે મોત જ છે હાહાહા '

ઓમ તેણે જોયેલ ચુડેલથી તો બચી ગયો, તે દોડીને સ્મશાનનાં પાછળના ભાગે આવી પહોંચ્યો જ્યાં તેને દૂરથી અગન જ્વાળા દેખાઈ રહી હતી, ઓમને ખુશી થઇ તે જોઈને અને તે એ દિશામાં ગયો, ત્યાં જઈને તેણે જોયું તો તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું......

(ક્રમશ :)