horror express - 16 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 16

અંદરથી અવાજ આવ્યો.
જો પડ્યું તો આવી બન્યું તારું.....
કોણ હતું એ
એ અવાજ અંદરથી આવી રહ્યો હતો તે અવાજ એકદમ સ્પષ્ટ અને ચેતવણી થી ભરેલો જાણે ખાઈ જવાનો ના હોય. શું વિજય નો હાથ પાછો પડ્યો એટલે તે અટકી ગયો અને વળી પાછો ડર તેની પથારીમાં જ નાખવા લાગે છે.
વિજય માને નહિ.
તે જોવા માંગતો હતો કે અંદર કોણ હતું જે તેને અટકાવી રહ્યું હતું તેણે બારી માંથી ડોકિયું કર્યું કોઈ દેખાયું નહિ. તે અંદર જોઈ રહ્યો થોડી ક્ષણો માટે જાણે સમય પણ રોકાઈ ગયો હતો,અંદર પલંગ એકલો અને ખાલીખમ પડેલો હતો. એવું કશું જ નહોતું જે અજુગતું લાગે હા અંધારી રાતમાં તે પલંગ આવ આવ કરતો અને ડર ઉપજાવતો લાગતો હતો.
વિજય ડરીને નીચે પડી જાય છે.
તેના મનમાં ડર હતો ચોક્કસ પણ એટલો પણ ન હતું કે તે હારી ને પથારી ભેગો થઇ જાય. તે જોઈ રહ્યો તે અસલ તાકાત હતી પહેલી અદ્રશ્ય શક્તિ માં તે વિજયને અટકાવી રહી હતી તેની ઝાંખી......
"વિજય દૂર રહે અંદર આવવાની કોશિશ ન કરી."
અચાનક વિજયની આંખ ઉપર અજવાળું છવાઈ ગયું તે તો જોઈ રહ્યો હતો તે જગ્યાએ ઉછળીને સીધો જ તે ખાટલા માં જઈ પછડાયો કહેવાની જરૂર નહોતી કે શક્તિ એજ ફરજ કાઢીને વિજય ને સુવડાવી દીધો
આ બધું જોકે સપના માં થયેલું પણ એ જ્યારે પૂરું થયું કે તરત જ વિજયની આંખ ઊઘડી.
તેણે પોતાની મમ્મીને બાજુમાં જોઈ એટલે.
બીજું બધું સલામત હતું.ઘરની બારીમાં જોવાની તો તેનામાં હિંમત ન હતી પણ તે એટલું તો નિવૃત્ત થયો હતો કે જે થયું તે બસ એક સ્વપ્ન હતું એનાથી વધારે કશું ન હતું એટલે તે મન ને મનાવતા સૂઈ ગયો.
સવાર પડી કૂકડો મોહલ્લામાં હતો જ નહીં. મંદિર હતું જેમાં વિદ્યુતથી ચાલતા નગારું વાગે.
વિજય તો ઉઠ્યો નહીં તેની મમ્મી ઊઠીને ઘર કામે લાગી ગઈ હતી,વિજયને ઊઠવામાં હજી વાર હતી.તે સવારમાં ઊઠવામાં ઘણો ઢીલો માણસ હતો રાતનું થોડો ઉજાગરો પણ ખરો......
થોડીવારમાં વિજય પણ ઊભો થયો તેની નજર દરવાજા સામે ગઈ તે મોટા લાકડાનો પોલીસ કરેલો દરવાજો જોઈ રહ્યું....
જો કે તે ખુલ્લું કરી દેવામાં આવેલો છતાં વિજયના મનમાં હતું તે વખતે નો એન્ટ્રી મે એન્ટ્રી ની જેમ વર્તે.
કોઈડા દાનવ ભાસી રહ્યો હતો.
નગારુ બંધ થયું વિજય ઉભો થયો અને પોતાની દિનચર્યા કરવા લાગ્યો.
રાતના અનુભવ ઓછા ન હતા, વિજયને થયેલું આ બીજો અનુભવ તેના માનસ પટલ પર ફરતો હતો એટલે જ તેણે મનની ખંખેરી નાખી અને આગળ વધે છે.
તે કોઈ સાબિતી વગર ની વાત પર વિશ્વાસ કરતો નહિ અને તે હવે આધુનિકતા તરફ વળી ગયો હતો.આમ આવી જૂની વાતો પર તેનો લગાવ એકદમ ઓછો હતો.
નોકરીમાં રજા હોવાથી તે ક્રિકેટ રમવા જાય અને ભર બપોરે ખાવા માટે પાછો આવે.
એટલું ખરું કે ખાવા પ્રત્યે એટલું બધું ધ્યાન નહોતું જે ભૂત ના થયેલા અનુભવથી વિજય ઘણુ બદલાઇ ગયો હતો. તે ગંભીર બન્યો અને તેને નોકરી કરવામાં રસ દેખાય રહ્યું હતો. "રમતમાં પણ એટલું જ વ્યસ્ત રહેતો જેટલો નોકરી માં." પોતાનું અદ્રશ્ય દુઃખ ભુલાવી શકે એમ નહોતું તેનામાં એક નજીવો ભય ઉભો થવાથી કોશિશ કરીને બહાર નીકળવા ઘણા પ્રયત્નો કરતો.
મનજીત સાથે ટ્રેનમાં થયેલી નાનકડી વાત પછી જાણી તેની પાછળ ઉતાવળી પડી ગઈ ના હોય...... એક પછી એક વિચિત્ર અનુભવ થઇ રહ્યા હતા તે જૂના અખાડાના ઘરના પાછળના ઓરડામાં કોઈ પસાર થયું હતું તે વિચાર હજી પણ બાપુજીને પૂછતો.
વધુ આવતા અંકે......