dil ni vaat dayri ma - 4 PDF free in Love Stories in Gujarati

દિલ ની વાત ડાયરી માં - 4

આગળ જાયું એ મુજબ રીયા ટ્રેનીંગ પતાવી લંડનથી ભારત પરત ફરે છે. જ્યારે રેહાન હજી લંડનમાં જ છે. હવે આગળ જોઈશું રીયા અને રેહાન કેવી રીતે એક થશે? લંડન માં.....રાત નો સમય... રેહાન જમીને તેની રૂમમાં બેઠો હોય છે ત્યાં જ તેની બંને બહેનો આવે છે, રેહાન સાથે બેસે છે. પહેલા થોડી સામાન્ય વાત કરે છે પછી શેફાલી રેહાન ને પૂછે છે, રેહુ શું તને કોઈ છોકરી ગમે છે? શેફાલી નાં આવા સવાલથી રેહાન ને ખબર પડી જાય છે કે પાર્કમાં રીયાને જોતો હતો તે શેફાલી ને ખબર પડી ગઈ છે. તેથી રેહાન બંને બહેનો ને કહે છે કે તેને રીયા ગમે છે, પહેલી વખત મેરેજમાં જોઈ હતી તે કહે છે, કેવી રીતે નામ ખબર પડી તે પણ કહે છે. રેહાન બધી વાત તેની બહેનો સાથે શેર કરતો પહેલેથી એટલે આ વાત પણ ખુલ્લા મનથી કહી દે છે. બંને બહેનો ખુશ થાય છે કે તેમને હવે ભાભી મળવાની છે, પરંતુ રેહાન કહે છે જ્યાં સુધી રિષીતાનાં મેરેજ નહીં થાય ત્યાં સુધી તે મેરેજ નહીં કરે.. રિષીતા રેહાન ને સમજાવે છે કે તે મેરેજ નથી કરવા માંગતી રિષીતા કહે છે કે ભવિષ્યમાં તેને કોઈ યોગ્ય પાત્ર મળશે તો ચોક્કસ મેરેજ કરશે પણ હમણાં તો બિલકુલ નહીં તેથી રેહાનને કહે છે કે તુ મેરેજ કરીલે. રેહાન શેફાલીને કહે છે.. દી શું હું રીયા ને પ્રેમ કરું છે કે ફ્કત આકર્ષણ છે? શેફાલી જવાબ આપતા કહે છે.. આકર્ષણ ફ્કત થોડા સમય માટે જ હોય છે.. જ્યારે પ્રેમ તમને હંમેશા માટે જોડીને રાખે છે..જ્યાં વિશ્વાસ હશે ત્યાં જ પ્રેમ હશે..અને એતો વ્યકિત ને મળ્યા પછી ખબર પડે કે એ તમારો સાથ નિભાવશે કે નહીં. રેહાન તેની બંને બહેનોને કહે છે કે મને રીયા ગમે છે અને તેની સાથે મેરેજ કરવા માંગે છે આ વાત મોમ- ડેડ ને તે જાતે કહેશે. બંને બહેનો હા કહી ત્રણેય ભાઈ-બહેન હગ કરી સૂવા જતા રહે છે..
રીયા આખો દિવસ આરામ કરે છે લંડનથી આવી ને.. કંપની માં બે દિવસની રજા હોય છે.. તેથી રીયા આરામ કરી તેના મિત્રોને મળવા નીકળી પડે છે.. સાંજે ઘરે આવી જમીને પરીવાર સાથે ટીવી જોતી હોય છે અને નલીનભાઈ મેરેજની વાત રીયાને કરે છે કે હવે છોકરા જોવાનું ચાલુ કરીયે કેમ કે રીયા ૨૫ વર્ષની થઈ હોવાથી છોકરીના પિતાને ચિંતાતો થવા લાગે.. રીયા પહેલા ના કહી દે છે કે તેને કોઈ મેરેજ વેરેજ નથી કરવા.. પછી નલીનભાઈ ના સમજાવાથી હા પાડે છે... હવે રોજ અલગ અલગ છોકરા નો બાયોડેટા જોતા હોય છે. રીયા હવે વડોદરા જતી રહે છે.. જોબ ચાલુ થઈ ગઈ હોવાથી.. એક સાંજે રીયા તેના ઘરની બાલ્કનીમાં બેસીને વિચારતી હોય છે કે શું એને કોઇ છોકરો મળશે જેની સાથે એ આખી જિંદગી વિતાવી શકે.. જેમ એ રહેવા માંગે છે એમ જ એને સ્વીકારશે?? આ બાજુ રેહાન અને રિષીતા લંડનથી અમદાવાદની ફ્લાઈટમાં બેસે છે. ૧૨ કલાક બાદ તેઓ ઘરે આવે છે. એક દિવસ આરામ કરી રેહાન ઓફીસ જઈ ફરી તેના કામ પર લાગી જાય છે. કેશવભાઈ રેહાનની કેબીનમાં આવે છે.. તેના પિતા ને જોતા જ રેહાન તેમને હગ કરે છે અને કેશવભાઈ લંડનના કામનુ પૂછે છે કે કેવુ રહ્યું કામ.. કલાક સુધી બંને વાતો કરે છે. કેશવભાઈ હવે ઘરે જવા નીકળે છે અને જતા જતા રેહાન ને સાંજે વહેલા ઘરે આવવાનું કહેતા જાય છે.
રેહાન ફટાફટ કામ પતાવી ઘરે આવે છે. ફ્રેશ થઈ તેના મોમ-ડેડને મળવા તેમના રૂમમાં જાય છે. કેશવભાઈ તેને બેસવાનુ કહે છે.. કેશવભાઈ રેહાન ને પૂછે છે કે લગ્ન વિશે શું વિચારયુ છે રેહાનબેટા? આવા સવાલના રેહાન ને અપેક્ષા નહતી.. રેહાન પહેલા કંઈ બોલતો નથી પછી કહે છે ડેડ તમને કઈ પ્રોબ્લમ ના હોય તો કઈ વાત કેવા માંગુ છુ.. કેશવભાઈ કહે છે.. હા બેટા બોલ ને.... રેહાનને સમજણ નથી પડતી કે કેવી રીતે તેના મોમ-ડેડ ને વાત કહે..પરંતુ કેશવભાઈ સમજી જાય છે.. પછી રેહાન કહે છે કે તેને એક છોકરી ગમે છે.. પરંતુ મને તેના નામ સિવાય કંઈ ખબર નથી.. ત્યાં જ પ્રેમીલા બેન (રેહાન ના મોમ) કહે છે.. એવુ કેવુ કોઈ ગમે છે ને તને એના વિશે કઈ ખબર જ નથી..રેહાન લંડન ની બધી વાત કહે છે અને કહે છે કે તેણે એક વ્યકિત ને બધી વિગત ભેગી કરવાં કીધુ છે.. પ્રેમીલાબેન કહે છે અમે તારા માટે એક છોકરી જોઈ રાખી છે આપડા સમાજની જ છે.. રવિવારે જોવાનું ગોઠવયું છે.. રેહાન કેશવભાઈ તરફ જોઈ છે અને તેઓ હા નો ઈશારો કરે છે.. રેહાન તેનું મોં બગાડે છે.. અને તે એ છોકરીને મળવાની ના કહી દે છે.. પરંતુ પ્રેમીલાબેન કહી દે છે કે એક વખત તો મળવું જ પડશે એ છોકરી ને.. અને જો ના ગમે તો તેને જે છોકરી ગમે છે ત્યાં આગળ વાત ચલાવશે.. આ વાત થી રેહાન સહેમત થાય છે અને ભગવાન ને પ્રાથર્ના કરે છે કે રીયા સાથે તેનું થઈ જાય..રેહાન તેની રૂમમાં જઈ કામ કરવાં લેપટોપ ચાલુ કરે છે ત્યાં જોઈ છે કે કેટલાક મેઈલ આવ્યા છે.. એક પછી એક ચેક કરે છે.. તેમાંથી એક મેઈલમાં રીયા જે કંપનીમાં કરતી હોય છે ત્યાંની ડિટેઈલ્સ હોય છે.. તેને ખબર પડે છે કે રીયા આ શહેર માં જ રહે છે..અહીં જ જોબ કરે છે.. કંપનીનું નામ જોતા જ રેહાન ના ચહેરા પર અલગ ચમક આવી જાય છે.. રેહાન કોઈકને ફોન કરે છે અને રીયાની કંપનીમાં મીટિંગ કરવા કહે છે.. આ બાજુ નલીનભાઈ રીયાને ફોન કરીને કહે છે કે રવિવારે એક છોકરાને જોવા જવાનુ છે.. સવારે તૈયાર રહેવાનું કહે છે.. રીયા સારૂ કહી બેડ પર સૂવા પડે છે ત્યાં જ કાલની મીટિંગનો મેઈલ આવે છે જે વાંચીને સૂઈ જાય છે..કેમ કે અચાનક મીટિંગને લીધે તેને વહેલું ઓફીસ જવાનું હોય છે....
બીજા દિવસે રીયા ફટાફટ તૈયાર થઈ નાસ્તો કરી ઓફીસ પહોંચે છે. તેના કલીગ્સ ની મદદ કરવા લાગે છે.. અને ફટાફટ પ્રેઝનટેશન પણ તૈયાર કરે છે.. સમય થતાં રેહાન રીયાની કંપનીમાં આવી પહોંચે છે. રેહાનની નજર તો રીયાને જોવા તરસી હોય છે. કંપનીના મેનેજર રેહાનનું સ્વાગત કરે છે અને રેહાનને કંપનીના ડિરેકટરની કેબીનમાં બેસાડી કંપનીની વિગતો કહે છે ત્યારબાદ મીટિંગ થાય છે. રેહાન નાં જતા પહેલા કંપનીના ડિરેકટર સત્તાવાર જાહેર કરે છે કે મિસ્ટર રેહાન હવેથી આ કંપની ના ૩૦% માલિક છે.. ત્યારે રીયા રેહાન તરફ જોઈ છે અને કંઈક અલગ રેહાન માટે ખેંચાણ અનુભવે છે. રેહાન ને જોતા તેને લાગે છે કે રેહાનને ક્યાંક તો જોયો છે. રેહાન નાનકડી સ્પીચ આપે છે. રેહાન ને જોતા કંપનીની અડધી છોકરીઓ તો પોતાનો હીરો માની લીધો હોય છે. રેહાન બધી ફોર્માલીટી પૂરી કરી કેબિન માંથી નીકળે છે તેવી જ સામે રીયા દેખાય છે અને રીયાની નજર પણ રેહાન પર પડે છે. રેહાન સ્માઈલ આપી ત્યાંથી નીકળી જાય છે પરંતુ રીયા ના મનમાં થી હવે તે નથી નીકળી શકતો. રાત્રે જમીને રીયા તેના રૂમમાં બેઠી હોય છે તેને હજી રેહાનનાં જ વિચાર આવતા હોય છે.. તે વિચારે છે કે શું તે રેહાન જ જેની સાથે તે જિંદગી વિતાવી શકે?? ત્યાં જ તેના પિતાનો ફોન આવતા વિચારો માંથી બહાર આવે છે..
વધુ હવે આવતા ભાગ -૫ માં ... શું રેહાન અને રીયા ફરી મળશે?? શું રીયા જે છોકરો જોવા જશે તેને હા પાડશે?? કે પછી રવિવારે બંને જેને જોવા જવાના છે મેરેજ તેને ઓળખતા જ હશે?? તમારો અભિપ્રાય ભૂલતા નહી કેવી લાગી આ સ્ટોરી??

Rate & Review

Payal Chavda Palodara
preeti shah

preeti shah 2 years ago

Ami

Ami 3 years ago

Jagi

Jagi 3 years ago

Priya Patel

Priya Patel Matrubharti Verified 3 years ago

Share

NEW REALESED