dilni vaat dayrima - 10 books and stories free download online pdf in Gujarati

દિલની વાત ડાયરીમા - 10

આગળ જોયું કે રેહાન રીયાને કામનું બહાનું કહી પેરીસ લઈ જાય છે જ્યાં તેની માટે સરપ્રાઈઝ હોય છે. હવે જોઈએ કે શું થાય છે..

રેહાન રીયા ને એકટીશ જોઈ રહે છે.. જ્યારે રીયા પણ રેહાનને જોયા જ કરે છે.. રેહાન પછી રીયાને કહે છે, યુ લુક શો ગોર્જીયસ..! રીયા થેન્કસ કહે છે અને રેહાન ને કહે છે યુ લુક મોર હેન્ડસમ ઈન કેઝ્યુલ ધેન ર્ફોમલ..! બટ સમટાઈમ લુક ગુડ ઈન ર્ફોમલ ટુ..! રેહાન હસે છે અને થેન્કસ કહે છે.

રેહાન રીયાની નજીક આવે છે.. રીયાના દિલની ધડકન વધી રહી છે જે રેહાન મહેસૂસ કરે છે. રેહાન એક સ્માઈલ સાથે તેના એક ઘૂંટણ પર બેસી રીંગનુ બોક્સ ઓપન કરી રીયા ને કહે છે, આ અલરેડી ટોલ્ડ યુ હાવ મચ આઈ લાઈક યુ, બટ આઈ ઓલવેઝ લુક અપ ફોર ધેટ પાર્ટનર હુ હેવ અ પ્યોર એન્ડ કાઈન્ડ હાર્ટ.. એન્ડ આઈ ગોટ યુ.. વીલ યુ બી માય સોલમેટ?? વીલ યુ મેરી મી ?

રીયા તો બે ઘડી સ્તબ્ધ રહી જાય છે.. તેને નહોતુ વિચાર્યું કે રેહાન તેને આવી રીતે પ્રપોઝ કરશે..!તેની આંખમાં હર્ષનાં આંસુ આવી જાય છે અને રેહાનને યસ કહે છે. રેહાન રીંગ રીયાની આંગળીમાં પહેરાવી તેને હગ કરે છે.. રીયા પણ રેહાનની બાહોમાં સમાય જાય છે. બંને ખૂબ ખુશ હોય છે.. પછી રેહાન રયી કપાળ પર કિસ કરે છે અને કહે છે, વેલ કમ ટુ ધ માય વર્લ્ડ..! તને પ્રોમીસ આપુ છુ કે તને હંમેશા ખુશ રાખીશ.. અને હા તુ તારા મરજીની માલિક હોઈસ મેરેજ પછી પણ..તારે જે કરવુ હોઈ છુટ્ટી બસ વિશ્વાસ રાખજે મારી પર અને ક્યારેય તોડતી પણ નઈ..! આઈ લવ યુ..!

રીયા રેહાનનો હાથ પકડી ને કહે છે, પ્રોમીસ..! અને પછી રીયા મોલ માંથી લાવેલી બેગ માંથી બોક્સ કાઢે છે તે બોક્સ માંથી રીંગ કાઢી રેહાનને હાથ તેના હાથમાં લઈ ને રીંગ પહેરાવે છે અને કહે છે આઈ લવ યુ ટુ..! રેહાન રીયાને પૂછે છે, તે ક્યારે ખરીદી આ રીંગ? રીયા કહે છે, અહીં આવતા વચ્ચે શોપ આવે છે. મેં નક્કી કર્યુ હતુ કે ઈન્ડિયા જતા પહેલા મારા દિલની વાત તને કહીને જઈશ તે માટે રીંગ લઈ લીધી પણ આ સમય મને બરાબર લાગ્યો તેથી મેં તને પહેરાવી દીધી. બાય ધ વે, તું ક્યારે લાવ્યો રીંગ અને જોવા પરથી તો ખૂબ મોંઘી લાગે છે. આટલું મોંઘું નહોતું લાવવું અને તે ટાઈમ કેવી રીતે મળ્યો આટલું બધું મેનેજ કરવાનો.??

રેહાન કહે છે, પેરીસ માં કોઈ મીટિંગ નથી સ્પેશિયલ મારી દિલની વાત કહેવા તને અહીં લાવ્યો કેમ કે મને બધી પળોને યાદગાર બનાવવી હતી અને આ બધું એરેન્જ તો દુબઈથી જ ફોન પર થઈ ગયું હતુ અને રહી વાત રીંગની તો મને ગમી તો લઈ લીધી.. હા પણ જ્યારે ખરીદી ત્યારે કોઈ પ્લાન ન હતો કે આવી રીતે પહેરાવીશ. રેહાન તેના અને રીયાના થોડા ફોટોસ ક્લીક કરે છે પછી બંને ડિનર કરે છે અને ખૂબ વાતો કરે છે. રીયા રેહાનને કહે છે કે ઘરે કહેવુ છે કે આપડે એન્ગેજમેન્ટ કરી લીધી છે. રેહાન કહે છે, મારી દી અને રિષીતાને ખબર છે પરંતુ તેઓ ઘરે કોઈને નહીં કહે.. જો કહેવુ હોય તો મને કોઈ પ્રોબ્લમ નથી અને આમ પણ આપડા ઘરે મેરેજની વાત ચાલે જ છે. જો તારે ના કહેવું હોય તો પણ મને કોઈ જ પ્રોબ્લમ નથી હું તારી સાથે છું.

રીયા કહે છે આમ તો મને ઘરે આ વાત છુપાવવાથી દુ:ખ થાય છે પણ જો એમને કહીશ કે આપણે એમના વગર જ એન્ગેજમેન્ટ કરી લીધા તો તેમને દુ:ખ થશે. આમ પણ મેં પપ્પાને કહી દીધું છે કે મને તું પસંદ છે. મારી ઈચ્છા એવી છે કે આપડે આપણા મોમ- ડેડ સામે એન્ગેજમેન્ટ કરીએ તો? રેહાન કહે છે, મને કંઈ જ વાંધો નથી તુ જેમ ઈચ્છે છે એજ થશે. વાતો કરી બંને હોટલ પર પહોંચે છે. બંને નો રૂમ સામ સામે જ હોય છે, બંને રૂમની બહાર ઊભા હોય છે.. રીયા રેહાન ને ગુડ નાઈટ કહે છે, રેહાન રીયાની નજીક આવી કપાળ પર કીસ કરીને ગુડ નાઈટ કહે છે.. રીયા થોડી શરમાઈ જાય છે.

બંને ચેન્જ કરી બેડ પર સૂવા પડે છે. રીયા હાથ ની આંગળીમાં પહેરેલી વીંટીને જોયા કરે છે અને ખુશ થાય છે, રેહાન સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી મલકાયા કરે છે, ત્યાં જ રીયાના મોબાઈલમાં મેસેજ આવે છે. તે મોબાઈલના સ્ક્રીન પર જોઈ છે તો રેહાનનો મેસેજ હોય છે, તેનું નામ વાંચી રીયાના ફેસ પર સ્માઈલ આવી જાય છે અને ફટાફટ મેસેજ ઓપન કરે છે જેમાં રેહાને સાંજના બધા ફોટોસ મોક્લયા હોય છે. રીયા ફોટોસ જોઈ છે બધા.. છેલ્લે રેહાનને મેસેજ હોય છે કે સાડા સાત વાગ્યે ઉઠી જજે સાથે બ્રેકફાસ્ટ કરીશું અને પછી ફરવા જવાનું છે, બી રેડી..! રીયા ઓકે નો મેસેજ રેહાનને કરી સૂઈ જાય છે.

બીજા દિવસે તેઓ આખું પેરીસ ફરી આવે છે.. શોપીંગ કરે છે, મજા કરે છે, રાત્રે ડિનર કરી કારમાં તેઓ હોટલ જાય છે.. હોટલ જતાં રીયા કારમાં જ સૂઈ જાય છે અને રેહાન તેને જોયા જ કરે છે.. હોટલ આવતા રેહાન રીયાને ઊઠાડે છે પરંતુ તે ઊઠતી જ નથી તેથી રેહાન તેને ઊચકીને લઈ જાય છે, ડ્રાઈવર રૂમ સુધી બધી બેગ્સ મૂકી આવે છે. રેહાન તેનો રૂમ ખોલી રીયાને બેડ પર સૂવડાવે છે. બહાર જઈ ડ્રાઈવર ને ટીપ આપી તેને આવતાકાલે બપોરે એરર્પોટ પર મૂકી જવા કહી દરવાજો બંધ કરી અંદર આવે છે. રીયાને વ્યવસ્થિત સૂવડાવે છે અને તેને કપાળ પર કીસ કરી તે ચેન્જ કરવા જતો રહે છે. રેહાન સોફા પર સૂવા પડે છે, રીયાને જોતા તે સૂઈ જાય છે.

સવારે આઠ વાગ્યે રીયાની આંખ ખૂલે છે તો જોઈ છે કે તે રેહાનની રૂમમાં છે, ફટાક દઈને તે ઉઠી જાય છે, બાજુમાં જોઈ છે ત્યાં રેહાન નથી હોતો આજુબાજુ જોઈ છે તો રેહાન સોફા પર સૂતો હોય છે. આ જોઈને રીયાને રેહાન પ્રત્યે વધારે માન થાય છે. રેહાન ઉઠી ન જાય તેમ ધીમેથી ઊભી થઈને રેહાન પાસે આવી તેના માથા પર વ્હાલથી હાથ ફેરવે છે અને પછી તે ઊભી થઈ તેના રૂમ તરફ જતી હતી ત્યાં જ રેહાન તેનો હાથ પકડી લે છે અને કહે છે, ક્યાં જાય છે મારી ફ્યુચર વાઈફ?

રીયા પાછળ ફરીને જોઈ છે તો રેહાન હજી સૂતો જ હોય છે તેની આંખ બંધ હોય છે અને સ્માઈલ કરતો હોય છે. રીયા રેહાન પાસે આવીને બેસે છે અને કહે છે, મારા ફ્યુચર હસબન્ડ નાહ્વા જવુ પડેને.. હજી પેકીંગ કરવાનું છે બપોરે ફ્લાઈટ છે આપડી..!

રેહાન ઊઠે છે, રીયાને ગુડ મોર્નિગ કહે છે. રીયા પણ તેને ગુડ મોર્નિગ કહે છે અને રેહાન ને તૈયાર થવાનું કહી તેના રૂમમાં જાય છે. નાહીને તૈયાર થઈ પેકીંગ કરે છે, બધો સામાન દરવાજા પાસે મૂકી રેહાનની રૂમમાં જાય છે. રેહાન તૈયાર થતો હોય છે. બ્રેકફાસ્ટ પણ આવી જાય છે બંને સાથે બ્રેકફાસ્ટ કરે છે અને પછી રેહાનને પેકીંગ કરવામાં મદદ કરે છે.

બંને હોટલ માંથી ચેક આઉટ કરી એરર્પોટ જવા નીકળે છે. પૂરા અગિયાર કલાક બાદ તેમની ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થાય છે ત્યાં બે કલાકનો હોલ્ડ હોય છે. બે કલાક સુધી તેઓ વાતો જ કરે છે અને પછી અમદાવાદની ફ્લાઈટમાં બેસે છે, કલાક બાદ તેમની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડ થાય છે. રીયાને લેવા તેના પપ્પા આવ્યા હોય છે જ્યારે રેહાનને ડ્રાઈવર ગાડી લઈને લેવા આવ્યો હોય છે. રેહાન રીયાના પપ્પાને મળી રીયાને બાય કહી નીકળી જાય છે. લાંબી મુસાફરી બાદ બંને પોતપોતાના ઘરે આવી જાય છે.

શું રીયાના મમ્મી-પપ્પા હા કહેશે રેહાન સાથે લગ્ન કરવા માટે?

જાણવા માટે વાંચો ભાગ-૧૧

Have a good day😉