dilni vaat dayri ma - 8 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | દિલની વાત ડાયરીમાં - 8

દિલની વાત ડાયરીમાં - 8

આગળ જોયું કે રીયા અને રેહાન દુબઈ પહોંચે છે જ્યાં કોન્ફરન્સ પતાવી શોપિંગ કરે છે..બંને એકબીજા વિશે વિચારતા હોય છે પરંતુ તેમના દિલની વાત એકબીજાને નથી કરી શકતા.. હવે આગળ જોઈએ... સવારે રીયા તૈયાર થઈ રેહાન ના રૂમ આગળ જઈ ડોર નોક કરવા જાય છે ત્યાં જ રેહાન દરવાજો ખોલે છે અને સ્માઈલ આપી ગુડ મોર્નિગ કહી રીયાને અંદર આવવાનું કહે છે.. રીયા તેને કહે છે કે તને કેવી રીતે ખબર કે હું જ છું?? રેહાન મનમાં કહે છે કે મારું આ દિલ તો તારી બધી હરકત જાણી લે છે..! પછી મલકાય છે અને દરવાજો બંધ કરે છે, પછી તરત રેહાન વાત બદલતા કહે છે મને લાગ્યુ કે વેઈટર હશે કેમ કે મે બ્રેકફાસ્ટ ઓર્ડર કર્યો હતો..! અને ત્યા જ કોઈ દરવાજો ખટખટાવે છે રેહાન દરવાજો ખોલીને જોઈ છે તો વેઈટર હોય છે જે બ્રેકફાસ્ટ લઈને આવ્યો હોય છે.
બંને બ્રેકફાસ્ટ કરી તેમના પ્રેઝન્ટેશન પર ચર્ચા કરે છે. રેહાન રીયાને પ્રેઝન્ટેશનમાં થોડો ફેરફાર કરવા કહે છે અને સમજણ આપે છે કે કેવી રીતે પ્રેઝન્ટ કરવાનુ, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવી. ડિસક્સ કર્યા બાદ તેઓ ક્લાયન્ટની જે કંપની હોય છે તેની હેડ ઓફીસ પર પહોંચે છે. રીયા થોડી નર્વસ હોય છે કેમ કે આજે તેને કોન્ફરન્સ માં અમુક બાબત રજૂ કરવાની હોય છે. રેહાન રીયા ને નોટીસ કરે છે કે તે નર્વસ છે તેથી રેહાન રીયા ને કહે છે, ડોન્ટ ટેક ટેન્સ..! ઈટ ડઝન્ટ શુટ્સ ઓન યોર ફેસ... જસ્ટ બી ફ્રી..જસ્ટ ગો ઈન નોર્મલ વે.. એન્ડ પ્રુવ યોર સેલ્ફ ધેટ યુ કેન ડુ એનીથીંગ..! રોક ધ કોન્ફરન્સ..! અને સ્માઈલ આપે છે રીયાને..! રીયાને થોડું સારૂં લાગે છે. પછી રેહાન કહે છે.. જો કંઈ પ્રોબ્લ્મ થશે તો હું તો છુ જ ને..! તુ જ્યાં થી અટકી જઈશ ત્યાંથી હુ સંભાળી લઈશ.
રીયા રેહાન ને થેન્ક યુ કહે છે અને બંને કોન્ફરન્સ રૂમમાં પહોંચે છે. રીયા ઊંડો શ્વાસ લઈ પ્રેઝન્ટેશન ચાલુ કરે છે.. અને એકદમ સારી રીતે પ્રેઝન્ટેશન આપે છે. રેહાન ખુશ હોય છે તેના કામથી.. કોન્ફરન્સ પૂરી થયા બાદ રેહાન રીયા ને અભિનંદન આપે છે અને કહે છે કે બસ આજ કોન્ફિડન્સ રાખજે.. ઈટ વિલ ડેફીનેટ્લી હેલ્પ યુ,.! રીયા થેન્કસ કહી રેહાન નો આભાર માને છે.. રીયા ને તો હવે રેહાન ગમવા લાગ્યો હોય છે. જે રીતે રેહાન નિ:સ્વાર્થ રીતે રીયા ને મદદ કરે છે બધી બાબતમાં અને રીયા ના કહ્યા વગર જ તે રીયા ને સમજી જાય છે.. તે પણ રેહાનને હવે તેના દિલની વાત કહેવા માંગતી હોય છે. ત્યાં જ રેહાન રીયાને કહે છે આજે સાંજે રેડી રહેજે સરપ્રાઈઝ માટે.. ડિનર પર મળીએ..! રીયા તરત પૂછે છે કેવુ સરપ્રાઈઝ? રેહાન હસતા હસતા કહે છે, ડોન્ટ વરી એવુ કઈ સરપ્રાઈઝ નઈ હોય બસ તુ રેડી રહેજે. લગભગ બપોર સુધી માં તેઓ ફ્રી થઈ હોટલ પર પહોંચે છે અને બંને આરામ કરે છે.. રીયા ને તો હવે રેહાન રેહાન થઈ રહ્યુ હોય છે. રેહાન ને યાદ કરતા તે સુઈ જાય છે. છ વાગ્યાની આસપાસ રીયા ના રૂમનો ડોરબેલ વાગે છે. રીયા હજી અડધી ઊંઘમાં જ હોય છે ઊભી થઈ દરવાજો ખોલે છે તો ત્યાં એક લેડી બોક્સ લઈને ઊભી હોય છે રીયા તેને પૂછે તે પહેલા તે લેડી તેને બોક્સ હાથ માં આપી કહે છે ઈટ્સ સરપ્રાઈઝ ફોર યુ... આટલુ કહી ત્યાંથી જતી રહે છે. રીયા દરવાજો બંધ કરી ટેબલ પર બોક્સ મૂકે છે અને તેને ખોલે છે. ત્રણ બીજા અલગ સાઈઝના બોક્સ હોય છે અને ઉપર એક એન્વેલોપ હોય છે.. રીયા તે ખોલે છે અને વાંચવાનુ ચાલુ કરે છે.. સાંજે આ ડ્રેસ, મેચીંગ ઈયરરીંગ અને હીલ્સ પહેરીને નીચે જણાવેલ એડ્રેસ પર આઠ વાગે આવી જજે.. ડોન્ટ બી લેટ..! રેહાન..
આ વાંચી રીયાના ફેસ પર સ્માઈલ આવી જાય છે. પછી બોક્સ ખોલે છે જેમાં ઓફ વ્હાઈટ કલરનો ઘૂંટણ સુધીનો ઓફ સોલ્ડર વનપીસ હોય છે, ઓફ વ્હાઈટ મોતી ની ઈયરરીંગ અને હીલ્સ હોય છે. રીયા ને રેહાનની ચોઈસ ગમે છે. ફટાફટ તે ન્હાવા જાય છે, નાહીને રેહાને આપેલ વનપીસ પહેરી તૈયાર થાય છે. રૂમ લોક કરી તે રેહાને જે એડ્રેસ આપ્યુ હોય છે ત્યા જવા નીકળે છે.. તે પહેલા રિસેપ્સન પર તે એડ્રેસ પૂછે છે કે આ જગ્યા ક્યા આવી છે ત્યા જ ફરી એ લેડી જે રીયાને બોક્સ આપવા આવી હોય છે તે રીયા પાસે આવી તેને કહે છે, મેમ પ્લીઝ ફોલો મી! તે રીયા ને બહાર સુધી લઈ જાય છે અને બહાર કાર ઊભી હોય છે તેમા રીયા ને બેસવા કહે છે અને કહે છે તમને આ વ્યકિત ડ્રોપ કરી દેશે.. હેવ વન્ડરફુલ ઈવનીંગ મેમ..! રીયા સ્માઈલ સાથે થેન્ક યુ કહી ગાડીમાં બેસે છે. થોડી જ વાર તે જગ્યા આવી જાય છે, રીયા ગાડી માંથી ઊતરે છે ત્યા જ રેહાનનો મેસેજ આવે છે કે તે સીધી સામે ની હોટલ તરફ આવે. રીયા ત્યા જાય છે.. હોટલમાં પ્રવેશતા જ ફરી એક લેડી આવે છે..જે રીયાને સંબોધતા કહે છે, હેલો મીસ રીયા.. ગુડ ઈવનીંગ..! યુ હેવ ટુ કમ વીથ મી.. બટ બીફોર સ્ટેપ આઉટ.. યુ હેવ ટુ ક્લોઝ યોર આઈઝ..! રીયા કઈ બોલવા જાય તે પહેલા જ તે લેડી કહે છે, ડોન્ટ સે એનીથીંગ, જસ્ટ ફોલો ધ ઈન્સટ્રક્સન.! તે લેડી રીયાની આંખ પર પટ્ટી બાંધી દે છે અને હાથ પકડી પુલ સાઈડ પર લઈ જાય છે.. જ્યા રેહાને કેન્ડલ લાઈટ ડિનર માટે આખા પુલ સાઈડ એરીયાને લાઈટ્સ અને ફ્લાવરસથી ડેકોરેટ કરાવ્યો હોય છે..રેહાન ત્યા જ હોય છે રીયા ને જોઈ છે અને જોતો જ રહી જાય છે.. તેને આપેલા વનપીસમાં એકદમ ખૂબસુરત લાગી રહી હોય છે.. વનસાઈડ હેર રાખ્યા હોય છે અને મેકઅપમાં ફક્ત આંખમાં કાજલ અને ન્યૂડ કલરની લિપસ્ટીક કરી હોય છે જેના લીધે તેની ખૂબસુરતી કંઈક ઓર જ લાગી રહી હોય છે..! રેહાન રીયા ને કહે છે, યુ કેન ઓપન યોર આઈઝ..! રીયા તરત પટ્ટી નીચે કરી તેની આંખ ખોલે છે તો જોઈ છે કે આખી જગ્યાને સુંદર રીતે ડેકોરેટ કર્યુ હોય છે અને સામે જ રેહાન ઊભો હોય છે જે આજે એકદમ અલગ જ લાગી રહ્યો હોય છે.. કોલર વાળી વ્હાઈટ અને સ્કાય બ્લ્યુ કલરની ટી-શર્ટ જે તેના કસાયેલા શરીર પર ફીટ હોય છે અને નીચે વ્હાઈટ એન્કલ પેન્ટ જે ટી-શર્ટ ને ઈન કરી ને પહેર્યુ હોય છે, કેઝ્યુલ શુઝ, એક હાથમાં વોચ.. જેમાં હેન્ડસમ લાગી રહ્યો હોય છે.. કોઈપણ છોકરી તેને જોતા જ પ્રેમ માં પળી જાય.. અને તેવી જ સ્થિતિ રીયાની હતી..!
રેહાન રીયા ની નજીક આવે છે અને કહે છે, યુ લુક ગોર્જીયસ..! રીયા શરમાતા થેન્કસ કહે છે. રેહાન પહેલા તે પટ્ટી કાઢે છે જે રીયા એ આંખ પર બાંધી હોય છે અને પછી તેનો હાથ આગળ કરી રીયા ની સામે ધરે છે અને રીયા રેહાનને જોતા જોતા તેનો હાથ રેહાનના હાથમાં મૂકે છે.. રીયાના હાથનો સ્પર્શ થતા જ રેહાન રોમાંચિત થઈ ઊઠે છે.. સામે રીયાને પણ કંઈક અલગ જ મહેસુસ થાય છે. રેહાન રીયાનો હાથ પકડી ટેબલ સુધી લઈ જાય છે... બંને પોત પોતાની ખુરશી પર બેસે છે.. બંને વાતો કરે છે એમા રેહાન રીયા ને બધુ જણાવે છે કે રીયાને પહેલી વખત ક્યા જોઈ હતી, લંડનની ફ્લાઈટનાં પણ સાથે જ હતા, રીયા માટે તેને કોઈ છોકરીને હા નથી કહ્યુ, બે વર્ષ સુધી રાહ જોઈ છે... રીયા તો શોકમાં હોય છે કે રેહાન તો તેના વિચાર કરતા પણ વધુ તેને પ્રેમ કરે છે બસ તે કહી નથી શકતો.. વાતો કર્યા બાદ ડિનર કરે છે.. ડિનર માં આજે રેહાન બધી તેની પસંદની ડિશ બનાવડાવે છે.. જે બધા અલગ અલગ ક્યુઝીન હોય છે, રીયા ને પણ પસંદ આવે છે બધી ડિશ, બંને મજા માણતા માણતા ડિનર કરે છે.. ડિનર પત્યા બાદ બંને એકબીજાને જાણે છે..રીયા રેહાનને પૂછે છે કે આગળના શુ પ્લાનસ્ છે? તે લાઈફ કેવી રીતે જીવવા માંગે છે?? ત્યારે રેહાન કહે છે, લાઈફ પ્લાન વગરની હોય તો જ મજા આવે.. જે લય સાથે જીવવા મળે તેમ જીવી લેવી.. હા પણ જો તુ ફાઈનાન્સીયલી પૂછતી હોય તો બધુ તો તને ના કહી શકુ પરંતુ હા મારા ફેમીલીને એ તકલીફ ક્યારેય નઈ પડે કેમ કે મે એટલુ તો સેવીંગ્સ કરી દીધુ છે.. બાકી અત્યારે બધુ સારૂં ચાલે છે.
એટલા માં રીયાના પિતાનો ફોન આવે છે, રીયા વાત કરે છે કે કેવી રીતે મીટિંગ કરી અને રેહાને મદદ કરી.. રીયા એ પણ જણાવે છે કે તેને રેહાન પસંદ છે આ વાત થી નલીનભાઈ ખુશ થાય છે કે રીયાને રેહાન ગમવા લાગ્યો હોય છે.. તબીયત પૂછી બીજી આમતેમ વાત કરી રીયા ફોન મૂકે છે. રીયા જોઈ છે કે રેહાન ત્યા નથી.. આજુબાજુ જોઈ છે પણ રેહાન નથી દેખાતો.. રીયા ના ફોન પર રેહાનનો મેસેજ આવે છે કે થોડુ આગળ ચાલીને લેફ્ટ સાઈડમાં આવે.. રીયા ત્યા જાય છે તો ખુલ્લી જગ્યામાં પ્રોજેક્ટર અને સામે પડદો ગોઠવ્યો હોય છે અને બેસવા માટે સોફા હોય છે પરંતુ તે બેડ જેવો લાંબો હોય છે જેની પર તમે સૂઈ પણ શકો છો.. રેહાન પાછળથી આવી રીયાને પૂછે છે કયુ મૂવી જોવાનુ પસંદ કરીશ? રીયા પૂછે છે તે આ બધુ અરેંજમેન્ટ ક્યારે કર્યુ? રેહાને કીધુ એક ફોન કર્યો અને બધુ થઈ ગયું. રીયા કહે છે, સો ફની..!!
રેહાન કહે છે.. ટવાઈલાઈટ મૂવી જોઈશ?? રીયા તરત હા કહે છે.. રેહાન મૂવી ચાલુ કરે છે અને બંને સોફા કમ બેડ પર બેસે છે...દુબઈમાં દિવસે ગરમી અને રાતે ઠંડુ વાતાવરણ હોય છે.. રીયાને થોડી થોડી ઠંડી લાગે છે.. અત્યારે તેઓ ખુલ્લી જગ્યા પર બેઠા હોય છે અને એમા રીયાએ ઓફસોલ્ડર વનપીસ પહેર્યો હોય છે જેના લીધે વધારે ઠંડી લાગતી હોય છે.. રેહાન જોઈ છે કે રીયા ને ઠંડી લાગતી હોય છે તેથી તે તરત એક બ્લેન્કેટ રીયાને ઓઢાડે છે. બંને મૂવી જોય છે.. પણ મૂવી જોવા કરતા બંને નુ ધ્યાન તો એકબીજા પર જ હોય છે.. રેહાન ઘડીયાળમાં જોઈ છે તો હજી અગિયાર વાગ્યા હોય છે.. રીયા તો મસ્ત આરામ થી સૂતા સૂતા મૂવી જોય છે..
કલાક પછી રેહાન જોઈ છે કે રીયા તો સૂઈ ગઈ હોય છે.. રીયા માટે હજી એક સરપ્રાઈઝ હતુ તેથી તેને ઊઠડવાની હતી પરંતુ રેહાન તો રીયાના માસૂમ ચહેરા ને મન ભરી ને માણતો હોય છે.. ભાન માં આવતા તે ધીમે થી રીયાને ઊઠાડે છે.. રીયા તરત ઊઠી જાય છે.. રીયા કહે છે, મને ખબર જ ના પડી ક્યારે આંખ લાગી ગઈ..? રેહાન તેને શાંત પાડતા કહે છે, ઈટ્સ ઓકે.. ચીલ..! તારા માટે એક સરપ્રાઈઝ છે એટલા માટે ઊઠાડી તને.. રીયા કહે છે, હજી સરપ્રાઈઝ..?
શું હશે સરપ્રાઈઝ ?? શું રેહાન રીયાને પ્રપોઝ કરશે? રીયા પણ તેના મનની વાત કહી શકશે?? જાણવા માટે જુઓ ભાગ - ૯

Rate & Review

Payal Chavda Palodara
Ami

Ami 3 years ago

Ami

Ami Matrubharti Verified 3 years ago

Jagi

Jagi 3 years ago

Priya Patel

Priya Patel Matrubharti Verified 3 years ago