tu mane gamto nathi - 6 books and stories free download online pdf in Gujarati

તું મને ગમતો થયો - 6

સવારના પાંચ વાગ્યા હતા... શ્રેયાના પપ્પા મુકેશભાઈને એડમિટ કર્યા એને 20 કલાક જેવું થઈ ગયું હતું... dr. શાહ દર કલાકે રિપોર્ટ લઇ રહ્યા હતા... શ્રેયાને પણ રિપોર્ટ આપી રહ્યા હતા... અત્યાર સુધી તો એમની હાલતમાં સુધારો જણાય રહ્યો હતો.. પણ અચાનક નર્સે dr. શાહને તાત્કાલિક બોલાવ્યા ત્યાં જોયું તો મુકેશભાઈને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી... ફટાફટ ઓક્સિજન આપવામાં આવ્યું... અને dr. શાહે પણ પોતાની રીતે જે treatment અપાતી હોય એ આપવાનું શરૂ કરી દીધું... મુકેશભાઈને સ્પેશ્યલ વૉર્ડમાં વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા... શ્રેયા અને એની friend પણ ત્યાં જ હતી... બસ પ્રાર્થના કરી રહી હતી... dr. શાહે શ્રેયાને બોલાવી કહ્યું, "બેટા તારા પપ્પાની હાલત અત્યંત નાજુક છે, એમને પેરાલીસીસ થયા પછી અચાનક અત્યારે બ્લડ પ્રેશર ઘટી ગયું છે... એટલે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે..." સવારે સાત વગ્યા શ્રેયાના ફોન પર એના birthdayના call અને મેસેજ આવવા લાગ્યા... પણ બધાને શ્રેયાએ હકીકત કઈ દીધી, કે પપ્પાને ઠીક નથી એટલે birthday ઉજવશે નહીં.... સવારે હીનલબેન આવી ગયા શ્રેયાને ઘરે જઈને આરામ કરવાનું કહ્યું પણ શ્રેયા ન માની એ હોસ્પિટલમાં જ રહી જ્યાં સુધી પપ્પાને ઠીક ન થઈ જાય ત્યાં સુધી... dr શાહ પણ ખડેપગે નિરીક્ષણ કરી રહ્યા હતા પળ પળનું.... શ્રેયાએ પોતાનો ફોન switchoff કરી દીધો હતો જેથી કરીને કોઈ distrub ન થાય... મુકેશભાઈનું બ્લડ પ્રેશર ઘટતું જતું હતું... સ્થિતિ અત્યંત નાજુક થવા લાગી dr શાહ ચિંતામાં જણાઈ રહ્યા હતા.. શ્રેયા , હેમાલી અને હીનલબેન વોર્ડની બહાર બેઠા બેઠા બસ પ્રાર્થના કરી રહ્યા હતા, દુઆ કરી રહ્યા હતા.... થોડીવારમાં dr. શાહ વોર્ડની બહાર આવ્યા અને એના ઓફીસમાં શ્રેયા અને હીનલબેનને બોલાવ્યા અને હિંમત કરીને બોલ્યા મુકેશભાઈ દેવ થઈ ગયા... અને ખૂબ રડ્યા.... હીનલબેન અને શ્રેયા ના પગ નીચે થી જમીન ખસી ગઈ.... આ શું થઈ ગયું...? શ્રેયાનું હૈયાફાટ રુદન જોઈ dr. શાહ પણ પણ પોતાને રોકી ન શક્યા... એક પરમ મિત્રને ગુમાવવાનું દુઃખ એ અનુભવ કરી રહ્યા હતા... મુકેશભાઈના પાર્થિવ શરીરને જોવે ન જોવે એ પેહલા તો..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
અચાનક શ્રેયાની આંખ ખૂલી, ઘડિયાળમાં જોયું તો સવારના 6 વાગ્યા હતા શ્રેયા ફટાફટ મુકેશભાઈના રૂમનો દરવાજો ખખડાવા લાગી... હીનલબેને દરવાજો ખોલ્યો અને શ્રેયા મમ્મીને ચોંટી રડવા લાગી... પોતાના જન્મ દિવસના દિવસે આવું અતિ ખરાબ સપનું જોઈ ખુબજ ડરી ગઈ'તી... તરત મુકેશભાઈ ઉઠી ગયા અને શ્રેયાને પૂછ્યું, "શું થયું બેટા આટલી રડે છે શું કામ?" શ્રેયાએ રાત્રે આવેલા સપનાની બધી વાત કરી ત્યારે મુકેશભાઈએ કીધું, ઓહોહો દીકરા ( મુકેશભાઈ શ્રેયાને હંમેશા દીકરા કરી ને બોલાવે કારણ કે એને દીકરાની જેમ જ રાખે) મને કંઈ નહીં થયું, હું સ્વસ્થ છું તું શું કામ આટલી ચિંતા કરે છે... શ્રેયાને સમજાવી અને શાંત રાખી પછી મુકેશભાઈ રસોડામાં ગયા અને પાણી અને ફ્રીઝમાંથી ચોકલેટ લઈ આવ્યા... શ્રેયાને પાણી પીવડાવ્યું પછી surpriseના રૂપમાં dairymilk silk આપી અને happy birthday કહીં આર્શીવાદ આપ્યા.... શ્રેયા હવે હાશકારો અનુભવતી હતી...
જન્મદિવસે શ્રેયાનો નિયમ હતો ખોટો ખર્ચ કરવાનો નહીં. એ આખું વર્ષ બચત કરે અને એમાંથી પુસ્તક ખરીદે, એક વૃક્ષ વાવે, જરૂરિયાત મંદોને અનાજનું દાન કરે, અને એમાંથી કંઈ બચે એમાં થોડાક પૈસા ઉમેરી સાંજે ઘરે friendsને પાર્ટી આપે... આ વખતે શ્રેયાએ કોઈ friendsને પાર્ટી નહીં આપવાનું નક્કી કર્યું... આ વખતે શ્રેયાએ dr. શાહને પણ invite કર્યા.. અને બચતમાંથી જે રકમ વધી હતી રકમ dr. શાહને આપી પેરાલીસીસ અને heartના દર્દી માટે દાન કર્યું... એ સપનું શ્રેયાને એક નેક કામ કરવા માટે પ્રેરણા આપી ગયું...
બધાએ શ્રેયાને એ નિર્ણય માટે વધાવી... શ્રેયા માટે આ જન્મદિવસ ખુબજ યાદગાર રહ્યો... હવે પછીનું કોલેજ છેલ્લું વર્ષ હતું જેમાં વિદ્યાર્થીએ main વિષય નક્કી કરવાનો હોય.. શ્રેયા પાસે આમ ત્રણ વિકલ્પ હતા physics, chemistry અને maths પણ chemistryમાં ઓછો interest હતો એટલે maths અને physics બે વિકલ્પ રહ્યા... physics વિષયમાં વધારે interest હોવાથી main વિષય તરીકે physics રાખવાનું નક્કી કર્યું.... આમ સમય વીત્યો કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું... બે વર્ષ સાથે અભ્યાસ કર્યા એ friends હવે અલગ થઈ ગયા... કોઈએ maths રાખ્યું તો કોઈએ chemistry પણ શ્રેયાની best friend હેમાલીએ પણ physics રાખ્યું હતું.... સમય વીત્યો નવા નવા પ્રયોગો અને તહેવારો વચ્ચે ફરી એક વખત યુથ ફેસ્ટિવલ શ્રેયાની રાહ જોઈ રહ્યું હતું આ વખતે તો શ્રેયાને audition પણ આપવાની જરૂર ન પડી શ્રેયા select થઈ drama માટે... આ વખતે નાટક હતું "फैसला"........

શું હતું એ નાટકમાં? વધુ આગળના ભાગમાં....