tu mane gamto thayo - 10 books and stories free download online pdf in Gujarati

તું મને ગમતો થયો - 10

શ્રેયાંશનો દેખાવે હટ્ટો કટ્ટો, સ્વભાવે શાંત, કામ હોય એટલું જ બોલે એનું એક કારણ એ પણ હતું પહેલી જ વાર અભ્યાસ માટે પરિવાર થી દુર ગયો હતો એટલે એના માટે આ માહોલ નવો હતો... આમ દિવસો વીતતા ગયા.. એમાં એક દિવસ senior'sએ freshers પાર્ટીનું આયોજન કર્યું અને એમાં juniorsને હોંશે હોંશે ભાગ લેવાનું આહવાન કર્યું... boysમાંથી અમુક studentએ નામ લખાવ્યા કોઈએ standup comedy, તો કોઈએ dance માટે, કોઈએ mimicry માટે વગેરે અહીં શ્રેયાંશ પણ ભાગ લેવા નામ લખાવવાનું વિચારી રહ્યો હતો.... પણ ક્યારેય stage પર perform નહોતું કર્યું એટલે stage fear હતો... પણ એને જોયું કે શ્રેયા નામ લખાવી રહી છે એટલે એને વિચાર્યું કે શ્રેયા સાથે વાત કરીને નામ લખાવી લઈશ... એટલે રજા પડી પછી કલાસની બહાર ઉભો રહી શ્રેયાની રાહ જોઈ, થોડી વારમાં શ્રેયા કલાસની બહાર આવી અને હેમાલી સાથે ઉભી હતી એ દિવસે એમને practicalનો વારો ન હતો એટલે એ હોસ્ટેલ પર જવાની વાત કરી રહ્યા હતા... શ્રેયાંશ શ્રેયાને બધા સામે બોલાવવા થોડોક શરમાઈ રહ્યો હતો, એટલે practical labમાં શ્રેયાએ પોતાના whatsapp નંબર શ્રેયાંશને આપ્યા હતા એટલે શ્રેયાને મેસેજ કર્યો, "તારું કામ છે થોડીવાર માટે લાઈબ્રેરીમાં આવજે ને..." શ્રેયાએ મેંસેજ જોયો પછી શ્રેયાંશ ત્યાં ઉભો હતો એની સામું જોઈ થોડું હસી પછી "હા" કીધી.... એટલે એ લાઈબ્રેરીમાં ગયા, શ્રેયાંશે પેહલા તો એક નોટબુકમાં એક doubt પુછવા લાગ્યો એમાં એ વાત અટકાવી શ્રેયાંશે શ્રેયાને પૂછ્યું, કે તે freshers પાર્ટીમાં શું પર્ફોર્મ કરશે? શ્રેયાએ કીધું, "કે એન્કરિંગ માટે"... કેમ? શ્રેયાંશે ફરી પૂછ્યું અને કહ્યું કે , "જો એન્કરિંગમાં ચાન્સ ન લાગે તો કેમ કે મને એવું લાગે છે કે senior એન્કરિંગ કરશે આપડે પર્ફોર્મ કરશુ.. એમાં હેમાલીએ મસ્કો માર્યો શ્રેયા એન્કરિંગની ચેમ્પિયન છે ચેમ્પિયન પણ જો એન્કરિંગમાં વારો નહીં આવે તો કાંઈ પર્ફોર્મ નહીં કરે... શ્રેયાંશ શ્રેયા સામેં જોઈ બોલ્યો, "ઓહો એવું છે મારે પણ પર્ફોર્મ કરવું છે પણ stage fear નડે છે.... મારી પાસે એક નાટક લખેલું છે જેમાં બે પાત્ર જ છે... હું વિચારું છું આપડે બેય એ નાટક પર્ફોર્મ કરી..." શ્રેયાને શ્રેયાંશને જોઈને આમ પણ થોડોક ગુસ્સો હતો કારણ કે શ્રેયાંશને જોઈને કારણ કે એ એવું સમજતી કે આ હટ્ટો કટ્ટો હોવા છતાં કેટલો ego છે, કોઈને બોલાવે નહીં, કોઈ સાથે બોલે નહીં, પણ આજે એ બધું ખોટું પડ્યું.... શ્રેયા સાથે એવું પહેલીવાર બન્યું'તું કે કોઈ છોકરા એ એને જાતે લખેલા નાટકમાં પર્ફોર્મ કરવા પૂછ્યું હોય... શ્રેયા એ નાટક કરવા ઈચ્છા દર્શાવી અને સાથે પર્ફોર્મ કરવા માટે હા કીધી.... પછી શ્રેયાંશે લખેલા નાટકની સ્ક્રિપ્ટ શ્રેયાને મોકલી.... અને પછી શ્રેયાએ વાંચીને કહ્યું "વાહ" શું સ્ટોરી છે... અને એમાં એડિટિંગ કરી એક નાનો રોલ હેમાલીને પણ આપ્યો.... એટલે ત્યાં શ્રેયાએ શ્રેયાંશને પહેલી વાર એવું પૂછ્યું કે," આજે અમારી સાથે રિક્ષામાં વિદ્યાનગર આવીશ?" શ્રેયાંશે જવાબ આપ્યો હા આવીશ... આપડે નાટકમાં કઈ રીતે પર્ફોર્મ કરવું એ પણ સાથે સાથે discuss થઇ જશે... પછી ત્રણેય વિદ્યાનગર માટે નીકળી ગયા...

રંગમંચ હોય કે પછી જિંદગીમાં એક સમાનતા તો હોય છે તમારે જે પાત્ર નિભાવાનું આવે એમાં તમારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં એ ભજવવાનું હોય છે અને એ પણ શ્રેષ્ઠ રીતે ત્યારે જ સમાજમાં તમારી વિશિષ્ટ ઓળખાણ થાય છે. આ ભાગનાં અંતે કોઈ કવિની એક કડી યાદ આવે છે કે,

મનોરંજન કરી લવ છું, મનોમંથન કરી લવ છૂ,

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લવ છું.......

કેવું હશે એ નાટક? વાંચો વધુ આવતા ભાગમાં.... .