tu mane gamto thayo - 11 books and stories free download online pdf in Gujarati

તું મને ગમતો થયો - 11

બીજે દિવસે હેમાલી અને શ્રેયાંશે ફ્રેશર્સ પાર્ટીમાં પર્ફોર્મ કરવા નામ પોતાનું અને જે નાટક પર્ફોર્મ કરવાના છે એનું નામ લખાવી દીધું... ફ્રેશર્સ પાર્ટીનું આયોજન 31 ઓગસ્ટે કર્યું હતું... એટલે હજી 10 દિવસ બાકી હતા... શ્રેયા, શ્રેયાંશ અને હેમાલી પાસે નાટકની પ્રેક્ટિસ કરવા પુરા દસ દિવસ હતાં... એટલે દિવસે કોલેજ જાય અને સાંજે વિદ્યાનગરના હૃદય કહેવાતું શાસ્ત્રી મેદાને જઈ નાટકમાં કઈ રીતે પર્ફોર્મ કરવું એની યોજના બનાવીને પ્રેકટીસ કરવા લાગ્યા... આ શ્રેયાંશે લખેલું પહેલું જ નાટક હતું... એક નાનકડા લેખક તરીકે એની આ પહેલી રચના હતી જે પર્ફોર્મ થવા જઈ રહી હતી... અઠવાડિયું વીત્યું... એમાં એક દિવસ seniorsની ફ્રેશર્સ પાર્ટીની managememt કમિટીએ શ્રેયાને, શ્રેયાંશને અને હેમાલીને કોલેજની કેન્ટીનમાં બોલાવ્યા અને કહ્યું, "અમે વિચાર્યું છે કે તમારું પર્ફોર્મન્સ ફ્રેશર્સ પાર્ટીના invited guest એટલે કે કોલેજના director, physics departmentના head અને profesers સામે પર્ફોર્મ થાય... શું તમે તૈયાર છો ને? " સવાલનો જવાબ આપતા ત્રણેયે હા કીધી... આ ત્રણેએ માટે તક હતી એક સુંદર નાટક રજૂ કરીને પોતાની કલાને વધુ ને વધુ ખિલવવી... એટલે seniorsએ કહ્યું કે આપણો પ્રોગ્રામ સાંજે ચાર વાગ્યે શરૂ થશે એને રાત્રે નવ વાગ્યે પૂરો થઈ જશે... તમારું પર્ફોર્મન્સ સાંજે છ થી સાતની વચ્ચે જ્યારે guest આવશે ત્યારે પર્ફોર્મ કરવાનું રહેશે... હવે 2 દિવસ રહ્યા હતા ફ્રેશર્સ પાર્ટીના... બધાની ઉત્સુકતા વધતી જઇ રહી હતી... ધીમે ધીમે એ દિવસ પણ આવી ગયો "31 ઓગસ્ટ'' જેની રાહ જોવાઇ રહી હતી... બધા મસ્ત પાર્ટીમાં તૈયાર થઈને આવ્યા... કોઈએ પાર્ટી વેર, કોઈએ ફોર્મલ વગેરે પહેર્યું'તું... સાંજે 4 વાગે જે સમય નક્કી કર્યો હતો એ સમય મુજબ કોલેજના conference hallમાં પ્રોગ્રામ શરૂ થયો.... એન્કરિંગ seniors કરી રહ્યાં હતાં.... ગણપતિ વંદના સાથે પ્રોગ્રામની શરૂઆત થઈ પછી કોઈએ કવિતા રજૂ કરી, કોઈએ ગિટાર સાથે સોન્ગ પર્ફોર્મ કર્યું... પછી seniorsના એક ગ્રુપે dance પર્ફોર્મ કર્યો કોઈએ ગઝલની રમઝટ બોલાવી.... એમ કરતા કરતા વચ્ચે એક ગેમ પણ રમાડી પછી mr. and miss ફ્રેશર્સનું ખિતાબ પણ કોઈને મળ્યું.... સાંજના 6 વાગ્યા સમય પ્રમાણે guestના આવવાનો સમય થઈ ગયો... થોડી વારમાં guest પણ આવી ગયા કોલેજના director dr. પટેલ સર , physics departmentના head પ્રોફેસર વ્યાસ સર , અને faculty.... શ્રેયાંશના ધબકારા વધી ગયા કારણ કે એનું પર્ફોર્મન્સ થોડીવારમાં આવવાનું હતું.... શ્રેયા, શ્રેયાંશ અને હેમલી ત્રણેય નાટક પર્ફોર્મ માટે તૈયાર હતા એટલે એંકર દ્વારા announcement થયું કે હવે પછીનું પર્ફોર્મન્સ છે એ એક નાટક... "નાટક" આપણા સમાજ એક મનોરંજન પૂરું પાડે છે, સત્ય ઘટનાઓ, ચરિત્રો, અને વિવિધ પ્રકારના મુદ્દા લોકો સમક્ષ રાખી એમને કંઈક શીખવા કે વિચારતા કરે છે એવું એક નાટક લઈને આવી રહ્યા છે first yearના students શ્રેયાંશ પટેલ, શ્રેયા જોશી અને હેમાલી પંડ્યા... નાટકનું નામ છે "પુસ્તક- એક જીવન"...


depressionનો શિકાર બનેલી શ્રેયાને એક દિવસ શ્રેયાની સોસાયટીમાં રહેતા ડોસીમાં સરસ્વતી બેન એના ઘરે આવે છે... ત્યાં શ્રેયા પણ આવી.. અરે બા આવો.. જય શ્રી કૃષ્ણ બોલી શ્રેયા પગે લાગી.


ડોસીમાં:- અરે શ્રેયા આજકલ તું ક્યાંય દેખાતી નહીં શું થયું છે તને?
શ્રેયા:- બા કંઈ નહીં થયું..
ડોસીમાં :- ના બેટા તારા ચેહરા પર tension જોઈને કઈ ઠીક નહીં લાગી રહ્યું.. કંઈ tension હોય તો વાત કર મને હું કંઈક મદદ કરું...

શ્રેયા:- બા હું 12માં ધોરણમાં ફેલ થઈ ગઈ.. ઘરમાં બધા મને બોલાવતા પણ નથી.. મને એક અલગ નજર થી જોવે છે.. હવે મને જીવવાનો કોઈ મતલબ નથી લાગી રહ્યો..

ડોસીમાં:- બેટા આટલું નિરાશ હતાશ થઈ જવાની શી જરૂર.

શ્રેયા(રડતા):- બા તો હું શું કરું??.. 2 માર્ક્સ ઓછા આવ્યા એમાં હું નકામી બની ગઈ.. અભણ બની ગઈ...

ડોસીમાં(સાંત્વના આપતા):- તારે આ બધી હતાશા થી બહાર આવવું છે ને?
શ્રેયા(આશા સાથે):- હા..

ડોસીમાં:- તને વાંચવાનો શોખ ખરો?

શ્રેયા:- થોડો થોડો..

ડોસીમાં:- ચાલ હું તને હતાશા અને નિરાશામાંથી બહાર નીકળવાની ચાવી બતાવું છું...

શ્રેયા(ઉત્સાહ થી):- હા બતાવો..

ડોસીમાં(પુસ્તકના રૂપમાં ભગવદ્દ ગીતા આપતા):- લે બેટા આ તને બધી જ સમસ્યાઓ થી બહાર નીકાળશે..

ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ શ્રેયાએ સરસ્વતી બેનની વાતને મગજમાં બરાબર બેસાડી દીધી... ત્યાં શ્રેયાંશની પુસ્તકના રૂપમાં એન્ટ્રી થાય છે.. એ પુસ્તકને બથભરી (hug કરવું) લે છે...

શ્રેયાએ પછી તો પુસ્તક વાંચન શરૂ કર્યું એક પછી એ પુસ્તકની એક એક પેજનું વાંચન કરી અને જીવનમાં અમલ શરૂ કર્યું... શ્રેયા પછી તો હતાશા અને નિરાશા માંથી બહાર આવી એટલું જ નહીં પણ એ જીવનના દરેક પડાવને પાર કરતી ગઈ... શ્રેયા, જાણે એ પુસ્તક સાથે સંવાદ કરતી હોય... પછી એ પુસ્તકને જીવન બનાવી લે છે... પોતાના અનુભવો માંથી શ્રેષ્ઠ લેખિકા બને છે સમાજમાં રહેલા ડિપ્રેશનને દૂર કરે છે ત્યારે...

પુસ્તક:- ચાલ જીવન નામે પેપર લીક કરી જોઈએ ,
ને આઈ.એમ.પી. મળે તો ટિક કરી જોઈએ.

દુઃખ નામના દાખલા ગણતા ફાવે નહી,
તો કૃષ્ણ નામની કી ની ટ્રિક કરી જોઈએ.

સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે,
પરમાર્થના નામે પ્રશ્ન પહેલા પીક કરી જોઈએ.

કોર્સ બહારનુ પૂછવામા પરમેશ્વરને પણ આવે મજા,
તૈયારી ત્રિકમ તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ.

અને નાટક પૂરું થાય છે.....

કોલેજના director dr. પટેલ સરે standing ovation aapyu... અને પર્ફોર્મન્સ ને સૌએ વધાવી લીધી....