maaru astitva - maari ma books and stories free download online pdf in Gujarati

મારું અસ્તિત્વ - મારી માં

દુનિયામાં સુખસાહ્યબી સારી રીતે માણી શકે અને ભોગવિલાસ સારી રીતે ભોગવી શકે તે માટે પ્રશાસન અથવા સરકાર તરફથી વીજપુરવઠો આપણને મળી રહેતો હોય છે,
રોજિંદા તથા તથા જેના વગર જીવન લગભગ અશક્ય છે તે માટે પ્રશાસન અને સરકાર તરફથી આપણને પાણીનો પુરવઠો મળી રહેતો હોય છે,
એક સ્થળેથી બીજા સ્થળે સુગમ અને સુવ્યવસ્થિત રીતે પહોંચી શકાય તે માટે માર્ગ રૂપી એ વ્યવસ્થા સરકાર અને પ્રશાસન તરફથી આપણને મળી રહેતો હોય છે,
એમ દુનિયાની કોઈપણ સુખ-સુવિધા એકમેક રીતે કોઈને કોઈ પ્રશાસન દ્વારા આપણને પ્રાપ્ત થતી રહેતી હોય છે.
પરંતુ કંઈક ને કંઈક પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તમારી પાસે વળતર રૂપે ચાર્જ લેવામાં આવતો હોય છે.
પરંતુ ત્યારે જગતમાં બસ એક જ એવું પ્રશાસન છે આપણી માતા, જ્યાં કોઈપણ ચાર્જ વગર મા ની લાગણીરૂપી મમતાથી સઘળું મમત્વ તેમના સંતાનને પ્રાપ્ત થતું હોય છે.

ખરેખર આ અગણિત મૂલ્ય રૂપી કરુણા, વાત્સલ્ય પ્રેમ, હેતરૂપી મમત્વ, આ સર્વભાવ રૂપી જે આપનારું કોઈ મૂલ્યવાન વ્યક્તિ હોય તો એ છે જનેતા, આપણી માં!!!


માં નુ આપણા જીવનમાં મહત્વ એ કંઈક અલગ જ છટા થી લખાયેલું હોય છે. એ અમૂલ્ય પાત્ર વગર તો એ જીવનરૂપી કલ્પના પણ કરી ન શકાય તેટલું અનેરૂ મૂલ્ય રહેલું હોય છે.

જયારે બાળક જન્મે છે ત્યારે એક સાથે જ મમત્વરૂપ એ મૂલ્યવાન કસુંબો નો રસ વાત્સલ્ય થી એને તૃપ્ત કરી દે છે. ત્યારે જઈ ને એ આ જગત ને અપનાવા માટે સંમત થાય છે બાકી બાળક તો જન્મે ત્યારે તો એ આ અજાણ જગત, સ્વાર્થી જગત, નિષ્ઠુર જગત, માં આવતા જ હારી ગયો હોય છે, પરંતુ માં એને સાંત્વના રૂપ એને કાલીઘેલી ભાષા થી બળરૂપ મનોમન સંવાદો થી બળ ભરિયા બે શબ્દો થી નવુજ જ જોમ હોમી દે છે.

એ માતા કોઈ પણ સ્વાર્થ વિના તેનું સર્વોત્તમ બાળક ના ભવિષ્ય તથા એના રોપાણરૂપી ઉછેર માં હોમી દે છે. પછી એ નથી વિચારતી કે આ બાળક મારા મમત્વ નું કેટલું સવાયું કરી ને આપશે અથવા કે નહિ આપે, કોઈપણ એ ગેરવ્યાજબી સવાલો નું વ્યંડળ પોતાના ભીતર ઉદભવા દેતી નથી અને એને નિસ્વાર્થ પ્રેમ ના ઘૂંટડા પીવડાવે છે

માટે જ કહેવાય ને જનની ની જોડ સખી નહિ જડે રે |

તેથી જ કાહિનૂર કરતા પણ અધિક મૂલ્યવાન એ માતાની મમતા છે



માતાએ જીવનરૂપી સમુદ્રમાં સફળ નાવિકની છાપ પૂરી પાડે છે. એ દ્રષ્ટાંત માં સમુદ્ર રૂપી એ જીવનની યાત્રા છે, હોડી રૂપે આપણું અસ્તિત્વ છે, અને નાવિક રૂપે આપણી માતા છે. જેમ એ સમુદ્રમાં ગમે તેટલા તુફાનો, વ્યંડળો, ઉંચા મોજા આવશે પરંતુ એક સફળ નાવિક તે બધા વિધ્નોને વીંધી હેમખેમ બહાર નીકળી જાય છે, તેવી જ રીતે આપણા અસ્તિત્વને એક નવી ઊંચાઈ આપવા માટે એ પોતાનું સઘળું અસ્તીત્વ હોમી દેતા જરા પણ અચકાતી નથી.

દુનિયાના એ કેટલાક સફળ લીડરો માં તેમની માતાનું અનેરૂ મૂલ્ય લખાયેલું છે. તે લીડરો તેમની માતા પાસેથી જીવનના એ કેટલાક જરૂરી પાયાના સિદ્ધાંતોનો પાઠ શીખ્યો હતો. જેવા કે બરાક ઓબામા, અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, અને નરેન્દ્ર મોદી...

બરાક ઓબામાએ પોતાના માતૃશ્રી ના જીવનમાંથી જો કોઈ પાઠો શીખ્યા હોય તો તે હતા ચારિત્ર અને નૈતિકતાના એ સિદ્ધાંતો


અબ્રાહમ લિંકને પોતાની માતા માંથી પ્રામાણિકતા અને સદ્વ્યવહારનું એ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. સારા પુસ્તકોનું વાંચન અને કંઈક શીખવાની તમન્ના રૂપી સારી ટેવોનો સિંચન પણ તેમની માતા દ્વારા પ્રાપ્ત થયેલું હતું.


ગાંધીજીના જીવન ઘડતરમાં તેમની માતા નું સ્થાન ખૂબ જ મહત્વનું હતું. તેઓ પોતાના જીવનમાં સૌથી વધારે પ્રભાવિત પોતાની માતાથી જ થયેલા હતા. જો કોઇ અદ્ભુત છાપ તેમને છોડી હતી તો તે હતી સાધુત્વવાદી જીવનશૈલીની. તેમના માતૃશ્રી અધ્યાત્મવાદી હતા તેથી જ તેમના જીવનમાં એક અગત્યનું ઘડતર એ આધ્યાત્મિકતાનું પણ થયેલું હતું જે આગળ જતા આઝાદીની ચળવળમાં ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે.


નરેન્દ્ર મોદીએ માતા પાસેથી જીવનમાં આવતી અનેક સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો એટલે કે સંઘર્ષ ની કહાની રૂપે પાઠો શીખ્યા હતા. આ વાતને જાહેર જીવનમાં કહેતા પણ ઘણી વખત ભાવુક થઈ જાય છે.



તો જોઈ શકાય છે કે દુનિયામાં જે જે લોકો સફળ થયા છે એમના જીવનમાં માતા દ્વારા સૂચવેલા અથવા માતામાંથી પ્રેરિત થઈને જે મૂલ્યો નો પાઠ કરેલો હોય છે જે તેમની સફળતા માંઅચૂક ભાગ ભજવતો હોય છે.