Dil ka rishta - 20 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 20


( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ અને કાવ્યાના મેરેજ પણ સારી રીતે પૂર્ણ થાય છે. અને એ લોકો હનીમૂન માટે માલદીવ જવાનું નક્કી કરે છે. જોતજોતામાં એમની એક્ઝામ પણ પૂરી થઈ જાય છે અને એ લોકો ફરવા જવાની તૈયારી પણ કરી દે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

વિરાજ અને સમર્થ બંને ડોક્ટર હોવાથી વધું રજા લઈ શકે એમ નથી. તો એ લોકો એક અઠવાડિયાનું જ પેકેજ લે છે. એમ તો એ બંને પાસે ગાડી છે પણ આટલે દૂર ડ્રાઈવ કરીને જવું એનાથી એ લોકો થાકી જાય એટલે એમણે મેક માય ટ્રીપ માંથી માલદીવનુ એક અઠવાડિયાનું હનીમૂન પેકેજ લીધું હોય છે.

આશ્કા આમ તો હનીમૂન પર જવાની વાતથી ખૂબ ખુશ હોય છે. પણ કાવેરીબેનને આમ એકલાં મૂકીને જતા એનું મન નથી માનતું. વિરાજ પણ એના ચેહરાની એ મૂંઝવણ મેહસુસ કરે છે. એ લોકો રાતે જમીને પરવારે છ આશ્કા કાવેરીબેન સાથે બેસીને વાતો કરતી હોય છે. વિરાજ પણ ત્યાં આવે છે. એ પણ એમની સાથે આખા દિવસની વાતો શેર કરે છે. પછી ધીરેથી આશ્કાને પૂછે છે.

વિરાજ : આશ્કા શું થયું છે તને ? હું જોઉં છું થોડાં સમયથી તું કોઈ ચિંતામા હોય એવું લાગે છે.

આશ્કા : ના ના એવું કંઈ નથી.

કાવેરીબેન : બેટા શું તું અમને તારો પરિવાર નથી માનતી ?

આશ્કા : અરે મમ્મી તમે આ શું કહો છો. તમારા બે સિવાય મારું છે પણ કોણ ? તમે જ તો મારો પરિવાર છો.

કાવેરીબેન : તો પછી પરિવારને તો આપણી ખુશી આપણી તકલીફ જણાવવી જોઈએ ને !

આશ્કા : હા મમ્મી તમારી વાત સાચી છે. પણ મને અહીં કોઈ જ તકલીફ નથી.
કાવેરીબેન કંઈક વિચારે છે અને કહે છે, સારું હવે મને ઊંઘ આવે છે તો તમે બંને વાતો કરો હું સૂવા જાઉં છું. અને એ વિરાજને ઈશારો કરે છે કે એ આશ્કા સાથે આ બાબતમાં વાત કરી લે.

વિરાજ : તો તારી મૂંઝવણનું કારણ શું છે. જો તું મારી સાથે આવવા માટે સહજ ના હોય તો આપણે ટ્રીપ કેન્સલ કરી દઈએ.

આશ્કા : ના ના મારે આવવું છે તમારી સાથે. આશ્કા એકદમ હડબડીમા બોલી દે છે.

આશ્કાના આમ બોલતાં વિરાજ એની તરફ જોવાં લાગે છે. આશ્કાની અને એની નજર મળતાં આશ્કાને સમજાય છે કે એણે હડબડીમા બાફી દીધું છે. અને એ નજર નીચી કરી દે છે.

આશ્કા : એ..એ..એ.. તો...ઓ...ઓ...ઓ... હું કેહતી હતી કે..એ... આશ્કાની જીભ લથડે છે.

વિરાજ એની આ સ્થિતિ જોઈને ખડખડાટ હસવા લાગે છે. વિરાજના આમ હસવાથી આશ્કા પહેલા તો અચંબિત થાય છે. અને પછી શરમાઈને એનો ચેહરો એની હથેળીમાં લઈ લે છે. વિરાજ એનાં ચેહરા પરથી હાથ દૂર કરે છે થોડો સમય બંને એકમેકની આંખોમા જુએ છે. વિરાજ આશ્કાના ચેહરા તરફ ઝૂકે છે. આશ્કા એની આંખો મીંચી લે છે. વિરાજ હળવેથી એના વાળમાંથી પાંદડુ દૂર કરે છે. આ તરફ આશ્કાની ધડકન એકદમ તેજ થઈ જાય છે. વિરાજ એનાં ગાલ પર ટપલી મારે છે અને એની તરફ એક સ્માઈલ આપે છે. પછી કહે છે, આશ્કા તું બિલકુલ પર ડરતી નહી હું તારી મરજી વિરુદ્ધ ક્યારેય પણ તને હાથ નહી લગાડુ. આશ્કા નિરાંતનો શ્વાસ લે છે અને આંખોથી જ ધન્યવાદ કહે છે. વિરાજ એનાં વાળમા હાથ ફેરવે છે અને કહે છે, પાગલ... પછી ગંભીર થઈને પૂછે છે, જો તારે મારી સાથે આવવું છે તો પછી તારા ચેહરા પર આમ ચિંતા કેમ દેખાય છે ?

આશ્કા : મને મમ્મીની ચિંતા છે. તેઓને આમ એકલાં મૂકીને જવા માટે મન નથી માનતું. હજી તો એમનાં ઓપરેશનને વધું સમય પણ નથી થયો. અને આપણે એમને આમ એકલાં મૂકીને જઈએ એ શું યોગ્ય છે ? આપણાં પછી એમની સંભાળ કોણ રાખશે ? એમનું ખાવુ-પીવું, એમની દવા એ બધી દેખરેખ કોણ રાખશે ?

વિરાજ : તને શું લાગે છે મે આ વિષયમા કંઈ નહી વિચાર્યું હોય !! તું બિલકુલ ફીકર ના કર મે બધી વ્યવસ્થા કરી દીધી છે. રાજુભાઈ અને દમયંતિબેનને મે બધું સમજાવી દીધું છે. એમને જમવામાં શું આપવું, દવા કેવી રીતે આપવી એ બધું જ મે એમને સમજાવી દીધું છે. મે રાહુલ અને વિક્રમને પણ કહ્યું છે કે દિવસમા એકવાર તેઓ ઘરે આંટો મારી જશે. અને રાજુભાઈને રાહુલ અને વિક્રમનો ફોન નંબર પણ આપી દીધો છે. જો કોઈ પણ ઈમરજન્સી હશે તો એ એમને કોઈ પણ સમયે ફોન કરી શકશે. બોલ હવે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ છે ?

આશ્કા હળવી સ્માઈલ આપીને માથું હલાવીને ના કહે છે. પછી એ બંને સૂવા માટે ચાલ્યા જાય છે.

* * * * *

આજે હોસ્પિટલનો છેલ્લો દિવસ હોવાથી અને પછી તો ડાયરેક્ટ એક અથવાડિયા પછી આવવાનું હોવાથી વિરાજ આજે જલ્દી હોસ્પિટલ જાય છે અને ત્યાં એના સ્ટાફને બધું સમજાવી દે છે.

આવતી કાલે એ લોકો માલદીવ માટે નીકળવાના હોય છે. આમ તો આશ્કા એ બધું પેકીંગ કરી લીધું હોય છે. બસ છેલ્લી ઘડીની તૈયારી કરવાની હોય છે. રાતે જમીને આશ્કા બધું જ પેકીંગ કરી દે છે. અને સવારે વહેલું ઉઠવાનું હોવાથી જલ્દી સૂઈ જાય છે.

એ લોકો પહેલાં કેરાલા ટ્રેનમાં જવાનાં હોય છે ત્યાં થિરુવાન્થપૂરમથી એમની માલદીવની ફ્લાઈટ હોય છે. ઘરેથી વિદાય લેતાં આશ્કા કાવેરીબેનના ગળે મળે છે અને એમને એમની સંભાળ રાખવાનું કહે છે. પછી બંને જણાં એમને પગે લાગી વિદાય લે છે.

રેલ્વે સ્ટેશન પર સમર્થ અને કાવ્યા પણ આવી ગયાં હોય છે. કાવ્યા અને આશ્કા એકબીજાંને હગ કરે છે. ચારેય જણાં એમની સીટ પર ગોઠવાય છે. આજુબાજુના દ્રશ્યોને માણતાં માણતાં તેઓ કેરેલા પહોંચે છે. ત્યાં થોડો સમય એ લોકોને રેસ્ટરૂમમાં આરામ કરવાનું કહેવામાં આવે છે.પછી એ લોકો એરપોર્ટ જાય છે. ત્યાં એમની ફ્લાઈટને થોડી વાર હોય છે તો એ લોકો કૉફી પીતા પીતાં ગપ્પાં મારે છે. થોડાં સમય પછી એમની ફ્લાઈટ એનાઉન્સ થાય છે. એ લોકો પોતાનો સામાન લઈને ચેક ઇન માટે જાય છે.

આ પહેલાં આશ્કા કોઈ દિવસ ફ્લાઈટમાં બેઠી નોહતી એટલે એને આ બધું ખૂબ અજીબ લાગે છે અને સાથે સાથે ડર પણ લાગી રહ્યો હોય છે. એ વિરાજ જેમ કહે એમ કરે છે. અને એ લોકો વિમાનમાં પ્રવેશ કરે છે. એર હોસ્ટેસ આવીને એમને એમની સીટ તરફ દોરી જાય છે. વિરાજ અન સમર્થની સીટ સામ સામે જ હોય છે. જેવું પાયલોટ ફ્લાઈટ ટેક ઓફ થવાનું એનાઉન્સ કરે છે તેવી આશ્કા એની આંખો બંધ કરી દે છે વિરાજનો હાથ પકડી લે છે અને જોરથી દબાવે છે. એની પકડ એટલી મજબૂત હોય છે કે એના નખ વિરાજના હાથમાં ખૂંપી જાય છે અને એને ખરોચ આવે છે. છતાં પણ વિરાજ આશ્કાને એનો બિલકુલ ખ્યાલ આવવા નથી દેતો અને આશ્કાના હાથ પર એનો હાથ મૂકી એને રિલેક્સ કરે છે.

એમની ફ્લાઈટ લેન્ડ થાય છે ત્યારે માલદીવની દરિયાઈ હવા એ ચારેયને ઘેરી વળે છે. સામાન લઈ એ લોકો એરપોર્ટની બહાર આવે છે. જ્યા એમને જે હોટેલ આપવામાં આવી હોય છે ત્યાંની કાર એમને લેવાં આવી હોય છે. કારમાં બેસી એ લોકો હોટલ પહોંચે છે. આખાં દિવસના સફરથી એ લોકો થાકી ગયા હોય છે એટલે હળવું ભોજન લઈ એકબીજાને ગુડનાઈટ કહી તેઓ પોત પોતાના રૂમમાં સૂવા ચાલ્યાં જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna