ek mashum balki - 5 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 5

આંખના આસું સાફ કરી હાથમાં કપ લઈને હું રસોડામાં ગઈ. વાતોમાં સમય ધણો નિકળી ગયો હતો ને હજું ઘરનું બધું જ કામ બાકી હતું. હું સવારનો નાસ્તો તૈયાર કરવા બેઠી. ફટાફટ ઈડલી સભાર બનાવ્યો ને મમ્મી અને તે છોકરી ને જમવા ટેબલ પર બોલાવ્યા. ચુપચાપ કંઈ બોલ્યાં વગર જ અમે ત્રણેય જમી રહયાં હતા.

"તારું નામ શું છે..??? જમવાનું પુરું થતા જ મમ્મીએ તે છોકરીને પુછ્યું. હું પણ તેમનું નામ આતુરતાથી જાણવા તેમના ચહેરા સામે જોઈ રહી.

"પરી....." પાણી પીતા પીતા તેમને જવાબ આપ્યો ને હું તે નામ સાંભળી સ્તંભ બની ગઈ. એક મિનિટમાં બધું જ વિચરાઈ ગયું ને મારી સામે મારી જુની યાદ તાજી થઈ ગઈ.

"વિશાલ....આ્ઈ યુ સિરિયસ કે તું મે જે નામ વિચાર્યું છે તેની સાથે સહમત છો. "

"હા બાબા હવે તો નામ બતાવી દે.....?"

"પરી."

"શ્રેયા, રસોડામાં કંઈ બળી રહયું છે તું કંઈ મુકી ને આવી છો...?? " મમ્મીના અવાજે હું ફરી વર્તમાનમાં આવી પહોંચી.

"ઓ...દુધ...."હું ફટાફટ ઊભી થઈ રસોડામાં દોડી ગઈ તો દુધ બધું બળીને કોલસો થઇ ગયો હતો. મારા વિચારો કામમાં રુકી ગયાં ને હું ખુદ કામમાં વ્યસ્ત થઈ ગઈ.

"શ્રેયા, તારું કામ પુરુ થઇ જાઈ તો પરીને લઈ ને બજારમાંથી તેમના કપડાં લઇ આવજે. " હું કંઈ જવાબ આપું તે પહેલાં દરવાજા પર બેલ વાગ્યો.

"લો મમ્મી, તમારી પરી માટે કપડાં આવી પણ ગયાં."મે કુરિયર વાળાને પૈસા આપયા ને મમ્મી ના હાથમાં તે કપડાં ની થેલી આપી મારુ કામ કરવા લાગી.

"કયારે મંગાવ્યા હતા, તે આવી પણ ગયાં...???"

"કાલે સાંજે ઘરે આવતા પહેલાં એ જ કામ કર્યું. એન્ડ પરી તું રેડી થઇ જા પછી તારી રુમની સફાઈ કરીશું આપણે બંને"

"જી દીદી....સોરી. પણ..... શું હું તમને મોમ બોલાવી શકું...????"તે પ્રશ્નના ભાવથી મારી સામે જોઈ રહી. તેમના શબ્દો મારા ચહેરાને ભાવહીન બનાવી ગયાં. હું તેમની પાસે ગઈ ને તેમને ગળે લગાવી મે વહાલથી ચુમી લીધી.

"થેન્કયું મોમ.... "તે મારા જવાબની રાહ જોયા વગર જ મને મોમ કહી ને રેડી થવા માટે રૂમમાં જતી રહી. તેના ચહેરા પર એક અજીબ ખુશી દેખાય રહી હતી.

હું તેને જતાં જોઈ રહી. મારી મમતા ભરી લાગણી તે માસુમ બાળકીને જોતા પ્રેમ બની મારી આખોમાં છલકાઈ ગઈ. હું મમ્મી પાસે જ્ઈ બેસી ગઈ. તે એક જ હતી જે મારી વાતો ને સમજી શકતી હતી. વર્ષો પહેલાં જે થયું તેના કારણે હું એકલી અને ખામોશ થઈ બેઠી હતી જયારે આજે તેને અહીં આવતા ફરી મારી જિંદગીમાં ખુશીની એક આશ ખીલી ઉઠી હતી.

"મમ્મી, કદાચ આજે મારી પરી મારી સાથે હોત તો તે પણ મને આમ જ મોમ કહી બોલાવતી હોત ને...??" સવાલ મમ્મીને નહીં પણ હું મારા જ મનને પુછી રહી હતી.

"તું એમ જ માનને કે આ તારી જ પરી તને પાછી મળી છે." મમ્મી આવું જ કહેશે તે મને આશા હતી. કેમકે તે હંમેશા મારી ખુશી જ જોવે છે ને હું તેમની.

"મારી પરી તો વિશાલ પાસે છે તે મને કેવી રીતે મળે. તે તેનાંથી દુર તેને થવા દેઈ તો મને મારી પરી મળે ને."

"ત્યારે શાયદ તું કઠોર બની લડી હોત તો...!! પણ તને તો વિશાલ પર દયા આવી રહી હતી. " મમ્મી સાચું તો કહી રહયાં હતા. મારી લાગણી મને હંમેશા કંઈક ખોવા મજબુર કરી દેઇ છે. તે દિવસે પણ મારી લાગણી સામે જ મારી મમતા હારી ગઈ હતી.

"પણ હું તેને મારી સાથે રાખત તો એક સાથે બે જિંદગી ખતમ થઈ જાત, તેના કરતાં તે બંને એકસાથે ખુશ તો રહેતા હશે ને.

"ને તારી ખુશી નું શું...??"

"મારી ખુશી....તે લોકોની ખુશીમાં જ છે. "

"તું આવી કેવી રીતે બની શકે. તેને તારી સાથે આટલું બધું કર્યું છતાં પણ તને તેની ખુશીમાં તારી ખુશી દેખાય છે...?? "

"મારી સાથે કોઈએ ખરાબ નથી કર્યું. શાયદ હું લોકો ને સમજવામાં ભુલ કરી લવ છું. " મારા વિચારો મમ્મીની વાતો સાથે જ શરૂ થઈ ગયા. તે દિવસ નહીં પણ હું હંમેશા કોઈ ભુલ જ કરી જાવ છું. પણ હવે તેનો કોઈ મતલબ જ કયાં હતો. હું તે લોકોથી દુર મારી એકલતામા જીવતા શીખી ગઈ છું.

મારા વિચારો હજું ચાલતા જ હતા ત્યાં પરી રૂમમાંથી બહાર આવી મને ભેટી પડી.

"મને આવા કપડાં બહું ગમે છે. પપ્પા હંમેશા મારા માટે આવા જ કપડાં લઇ આવતા. " પપ્પાના નામ સાથે તે ફરી ખામોશ થઈ ગઈ.

કોણ છે તેમનો પરિવાર...??ને તેમને આમ કોઈ બીજા સાથે વહેચવાનું કારણ શું હોય શકે..?? મારા વિચારો વકિલાત કરવા લાગ્યાં. તે તો થોડીવારમાં ઠીક થઈ મમ્મી સાથે મસ્તી કરવા લાગી પણ મારા વિચારો મારા મનને ખામોશ બનાવી રહયાં હતા.

"મોમ, હું અહીં નાની સાથે જ સુઈ જાઈ મને અલગ રૂમમાં નથી સુવુ પ્લીઝ....!!" હું તેમને નવી રુમ બતાવવા લઇ ગઈ તો તે આજીજી કરવા લાગી એટલે મે તે રુમને ફરી લોક લગાવી દીધો ને તે ખુશ થતા ફરી રમતમાં લાગી ગઈ.

પળમાં તેની ખુશી ખામોશીને ખોઈ દેતી ને પળમાં તેમની ખામોશી ખુશી ભુલવી દેતી. હું મારું કામ કરતાં કરતા તેને નિહાળ્યા કરતી. તેને ખુશ જોઈ મને પણ ખુશી થતી. પણ જયારે તે દુઃખી થઈ જતી તો એવું લાગે કે બિચારી કેટલું સહન કરતી હતી. અહી તે બિલકુલ ઠીક લાગતી હતી. તેના ચહેરા પર ડરની રેખા ભુસાઈ ગઈ હતી જાણે.

સમય ફટાફટ ભાગતો હતો. બપોરનું જમવાનું પતાવી અમે ત્રણેય આરામ કરવા બેઠા. તે કયારની રમતી હતી એટલે થાકી ગઈ હતી. મે તેમના માથા પર હાથ ફેરવ્યો તો તે સુઈ પણ ગઈ. મને અને મમ્મી ને નિંદર નહોતી આવી રહી કેમકે અમે બંને હવે શું કરવું તેના વિચારમાં હતા.

"મમ્મી, મને લાગે છે મારે તેના વિશે થોડીક વધારે તપાસ કરવી જોઈએ. તે લોકો આમ પરી જેવી બીજી ધણી છોકરીઓ ને ફસાવી રહયાં હશે. "

"હા, પણ થોડી સાવધાન રહી તારે આ કામ કરવું પડશે કેમકે, તે લોકો બહું ખતરનાક છે. "

"હમમમમ. હું પરીની મદદથી તેમના સુધી પહોંચવાની કોશિશ કરી. પણ, એ પહેલાં મારે પરી પાસેથી તેમના પિતા વિશે જાણવું જરુરી છે. "

"તને લાગે છે કે તે કંઈ જાણતી હોય તેવું....?? તે પાંચ વર્ષની હતી ત્યાં તેમના પપ્પાએ તેમને વહેચી દીધી છે. "

"કોશિશ કરી જોવ જો કોઈ ઇન્ફોર્મેશન મળી આવે તો ઠીક છે નહીંતર હું ખુદ કોઈ રસ્તો ગોતી. "

"આમેય જાજુશી કરવામાં તો તુ ફાસ્ટ છે. "મમ્મી એ મજાક કરતાં કહયું.

"તારી જેમ, તું પણ મારી જાસુસ કરી જ લેઈ છે ને.." વાતોમાંથી અમે બંને મજાક પર ચડી ગયાં. એક દિવસમાં કેટલું પરિવતન આવી ગયું મારામાં તે હું ખુદ અનુભવી રહી હતી. ને આનું કારણ પણ પરિ જ હતી.

હું ને મમ્મી બંને વિચારોમાં ચડયાં હતા કે કંઈ કડી તે લોકો સુધી જલદી પહોચી શકે ને પરીને અહી સુરક્ષિત રાખી શકાય. કેમકે આ વાત બીજી ગમે તે જગ્યાએ ગઈ એટલે પરી ફરી તેના હલાવે થઇ જાય. જે મારે નહોતું થવા દેવું.

ત્યાં જ મારા મોબાઈલ પર એક અજાણ નંભરથી કોલ આવ્યો. મે ફોન ઉપાડયો " હેલ્લો....??"

"જાણું છું તે છોકરી તારા ઘરે છે. ચુપાચાપ તે છોકરીને મારા હવાલે કરી દેજે નહીંતર પરિણામ ભયંકર આવશે. " તું કોણ છે હું પુછતી રહી ને તેમને ફોન કટ કરી દીધો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
કોણ છે જેને આ વાતની જાણ પણ થઈ ગઈ છે કે પરિ તેમની પાસે છે...??? શું તે બ્લેકમેલ શ્રેયાને જાણતો હશે...??? શું શ્રેયા તે બાળકીને આઝાદ કરાવી શકશે...?? શું તેમની પણ કોઈ છોકરી હતી તો તેમનું શું થયું...??તેનો પરિવાર હોવા છતા શ્રેયા આમ એકલી કેમ રહે છે...?? શું આ બાળકીનું રહસ્ય તેમની જિંદગી સાથે જોડાયેલું હશે...???શું આ ખરેખર તેમની જ પરી તો નહીં હોય ને તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"