ek mashum balki - 7 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 7

"નો ભગીરથ, તુ આવું નહીં કરે."- મારી આખંમાંથી આસું વહી ગયા. મારે તેની સામે કમજોર નહોતું થવું પણ હું થઇ ગઈ. " તું જાણે છે હું વિશાલ ને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. "

"હા. ને એ પણ જાણું શું કે તું તેને મરવા નહીં દેઈ. તો જા તે છોકરી ને મારે હવાલે કરી દે, હું તારા વિશાલ ને છોડી દવ. "

"શું બગાડયું છે મે તારું કે તે તું આટલી મોટી સજા મને આપ છે...????" હું કોશિશ કરી રહી હતી કે શાયદ ભગીરથ મારી કોઈ વાત સમજે પણ તેના મગજમાં અત્યારે મારા પ્રત્યેની નફરત સિવાય બીજું કંઈ નહોતું સમજાતું.

"વિચારવામાં સમય ના બગાડ તારી પાસે ખાલી એક કલાક વધ્યો છે." તેમને એક કલાકનો સમય આપી તેમની ઓફિસમાંથી મને બહાર કરી દીધી. આટલા વર્ષમા ભગીરથે મારી સાથે પહેલી વાર આવું કર્યું.

હું ગાડીમાં બેસી તો ગઈ પણ મારા વિચારો મને શાંતીથી બેસવા નહોતા દેતા. એક બાજું તે માસુમ બાળકી છે જેની સાથે મારે કોઈ સંબધ નથી. ને બીજી બાજું વિશાલ મારો પ્રેમ, મારો પતિ મારી જિંદગી. હું કોને પસંદ કરું મને કંઈ જ સમજાય નહોતું રહયું.

ખરેખર મારી સામે એક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હતી કે મને કોઈ રસ્તો મળી નહોતો રહયો. તેમાં પણ મે મમ્મી ને વચન આપ્યું કે આ વખતે હું ખામોશ નહીં થાવ. ત્યાં જ ઊભા રહી બસ વિચારે જતી હતી. ના મને ભગીરથ સમજાય રહયો હતો, ના વિશાલનું કિડનેપ થવું.

હજું વિચારો બંધ નહોતા થઇ રહયા ત્યાં જ મોબાઈલ પર રિંગ વાગી. મે જોયા વગર જ ફોન ઉપાડયો. "મોમ, કયાં છો તમે...???નાની ને....... " તેનો રડતો અવાજ મારા કાને સંભળાણો.

હું પરિને કંઈ પુછું તે પહેલાં જ ફોન કટ થઈ ગયો. મે ફટાફટ ગાડી શરૂ કરી ને હાઈસ્પિડ પર હું ઘરે પહોંચી. જોયું તો મમ્મીની હાલત ગંભીર હતી ને પરી તેમની પાસે બેસી રડી રહી હતી.

"શું થયું પરી..????મમ્મી....!"

"મમ્મા, મે કંઈ નથી કર્યું. તે દવા લેવા ઊભા થયા ને...." તે બસ રડે જતી હતી. તેની આખોમાં સાફ લાગણી દેખાય રહી હતી.

"ઇટ ઇઝ ઓકે બેબી. નાની ને કંઈ નથી થયું." મે મમ્મી ને દવા આપી એટલે તે થોડીવારમાં એકદમ ઠીક થઈ ગઈ.

મમ્મીની બિમારી કોઈ મોટી નહોતી પણ તેને સમય સર દવા ના મળે તો તેની હાલત ગંભીર થઈ જતી. "મમ્મી, જાતે દવા લેવાની શું જરૂર હતી. પરી ને કહી દેતી તે આપી દેત"

"મને એમ થયું કે હું લઇ લવ."

"સોરી નાની, મારા કારણે...." તની આંખોમાં હજું આસું હતા. તેને એમ હતું કે હું કે મમ્મી તેમને કંઈ કહેશું એટલે તે વધારે રડતી જતી હતી.

"અહીં આવ. મારી પાસે બેસ." મમ્મીએ પરીને તેમની પાસે બેસાડીને વહાલથી ચુમી લીધી. હું તે બંનેના વહાલને જોઈ રહી.

"અરે તું શું વિચારવા લાગી હવે...??" મમ્મીએ મારો ખામોશ ચહેરો તરત જ પકડી લીધો.

"કંઈ તો નહીં."

"પરી, તું બહાર બાલકનીમા રમવા જા. હવે મમ્મા આવી ગઈ છે. " મમ્મી મારા ચહેરા ની ભાવના સમજી ગઈ હતી. શાયદ એટલે જ તો તેને પરિની સામે વાત કરવાનું ટાલી દીધું.

"શ્રેયા, શું થયું.....??તે ભગીરથ સાથે વાત કરી...!!" હું કંઈ વાત કરું મમ્મી ને ત્યાં જ ભગીરથ નો ફોન આવી ગયો.

કેટલી રીંગ વાગ્યા પછી મે ફોન ઉપાડયો. મારી પાસે હજું કોઈ જવાબ ના હતો. "પ્લીઝ થોડોક સમય આપી શકે મને......??એક દોસ્તી ખાતર....!!" મે એકદમ શાંતિપૂર્ણ તેમને કહી જોયું તાકી મને વિચારવાનો સમય મળી શકે.

"ઠીક છે. પણ, એક કલાકમાં જો તું તે છોકરીને લઇ ને ના આવી તો તારો સુહાગ ગયો સમજી લેજે." તેને ફોન કટ કર્યો ને હું મમ્મી પાસે જ્ઇ ઠળી પડી.

"હંમેશા મારી સાથે જ કેમ આવું.......શું હું આટલી ખરાબ છું...??" મમ્મીની સામે મારે રડવું નહોતું છતાં પણ મારાથી રડાઈ ગયું.

જે વાત દિલના એક ખુણામાં હંમેશા છુપાયેલી હતી તે વાત બહાર આવી ગઈ. આટલા વર્ષથી જે ખામોશી અને લાગણી ભીતરમાં છુપાઈને બેઠી હતી તે લાગણી બની મમ્મીના સામે વરસી પડી. કઠોરતા, પ્રેમ આ બધું જ હતું મારી પાસે એક સાથે, ને આજે તે બધું જ એક એવી પરિસ્થિતિ લઇ ને આવ્યું હતું કે હું વિચારો વગરની શુન્ય બનતી જતી હતી.

"શ્રેયા, મારી સામે જો. શું થયું..???"

"મમ્મી..... વિશાલ. "

"વિશાલ.....તે ક્યાંથી આવ્યો ફરી......??"

"ભગીરથે તેમને કિડનેપ કર્યો છે."

"શું.......????"

"ભગીરથ વિશાલના બદલામાં પરી માગે છે.-" મમ્મી મારી સામે જોઈ રહયા ને હું હજું રડે જતી હતી. "હું વિશાલ ને મરવા કેવી રીતે દવ....!!તે વિશાલને મારી નાખશે મારી સામે, જો મે પરીને ના આપી તો. "

"તો શું તું પરીને આપી દેવા માગે છે...???"

"નહીં, તેને મને તેમની માં કહી છે. એક મા પોતાની છોકરીની બલી કેવી રીતે ચડાવી શકે.....!!!"

"જેવી રીતે તારી પોતાની પરીની બલી ચડાવી હતી તેવી રીતે. " મારા આસું ગાલ સુધી પહોંચી અટકી ગયાં. હું મમ્મી ને જોઈ રહી. તેની આખોમાં આજે પહેલીવાર મે આવી કટાશ જોઈ હતી. અચાનક તેનું રુપ બદલતા હું જોઈ રહી.

"મમ્મી તું જાણે છે....છતાં પણ તને એવું લાગે છે કે મે ત્યારે કોઈના ખાતર મારી પરીની બલી ચડાવી હતી...??"

"હા. તે વિશાલની ખુશી ખાતર તારી અને પરી બંનેની જિંદગીને તકલીફમાં મુકી દીધી. પણ ,આજે હું તેવું નહીં થવા દવ. ભગીરથ ને ફોન કર." ના તેમની આખોમાં મારા પ્રત્યેની લાગણી દેખાય રહી હતી, ના કોઈ આસું કે ખામોશી હતી. તે આટલી કઠોર કેવી રીતે થઈ ગઈ તે મને ખુદ નહોતું સમજાય રહયું.

"નહીં. શું કામ છે તારે તેનું.....??"

"તું ફોન કરે છે કે હું જાતે કરું." તે મારી કોઈ વાત સમજવા તૈયાર ના હતી કે હું તેમની. પણ તેમની સામે હું વધારે કંઈ જીદ ના કરી શકી ને મે રડતા રડતા તેમનો નંબર લગાવ્યો. મમ્મીએ ફોન સ્પીકર પર મુક્યો.

હું તો એકદમ થંભી ગઈ હતી. મારા વિચારોને હું બંને મમ્મી શું વાત કરે છે ભગીરથ સાથે તે સાંભળવા સ્થિર થયા. ને મારી આખો તેને બસ જોઈ રહી. પહેલી જ રિંગ વાગતા તેમને ફોન ઉપાડ્યો.

"હા તો શું વિચાર કર્યો તે......?? " ભગીરથે કંઈ પણ બીજું ના પુછતા તે સીધો મુદાની વાત પર આવ્યો.

"વિશાલ સાથે તારે જે કરવું હોય તે કર આ છોકરી તને નહીં મળે." મે સાંભળ્યું કે ભગીરથનો અવાજ થોડો ધીમો થઈ ગયો હતો.

"હજું એક મોકો આપું છું વિચારવાનો......."

"મારે કોઈ મોકાની જરૂર નથી તારે જે કરવું હોય તે કર." આટલું જ બોલી મમ્મીએ ફોન કટ કર્યો ને તે મારી સામે જોતી રહી. હું તેના અજીબ બિહેયવ ને સમજી નહોતી શકતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શ્રેયા અને વિશાલનું અલગ થવાનું શું કારણ હોય શકે...??? ભગીરથ તે છોકરીને શું કામ મેળવવા માગે છે...?? શું પરિ સાથે જોડાયેલી કોઈ કડી શ્રેયાના સંબધ સાથે છે...??? શ્રેયાના મમ્મીનું આમ અચાનક બદલી જેવું શું તેના પાછળનું પણ કોઈ કારણ હોય શકે...???શું શ્રેયાની જિંદગીમાં કોઈ નવું તોફાન આવવનું છે કે આ તોફાન તેમની ખોમોશીને દુર કરવા આવી રહયું છે...... તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"