ek mashum balki - 8 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 8

"તે વિશાલને મારવાનું કહયું......!! નો મમ્મી, તું મારા વિશાલને મારવાનું કેવી રીતે કહી શકે....!! " મારી લાગણી પળમાં ગુસ્સો બની મમ્મી પર તાડુકી પડી. હું ખરેખર ભાન ભુલી થઇ ગઈ. મને ના કંઈ સમજાય રહયૂં હતું. ના હું કંઈ સમજવા તૈયાર હતી.

"તારો વિશાલ......કયારે હતો તારો....??"

"તારી બિમારીની સાથે તારી આખો પણ જતી રહી છે શું....??એટલે જ તો તને દૂખાતું નહીં હોય કે તે મારો સુહાગ છે. જેના નામનું હું રોજ સિંદુર લગાવું છું, જેના નામનું મંગળસૂત્ર મારા ગળામાં રોજ રહે છે. "

"તો ભુસી નાખ તેને અને ફેકી દે આ ખોખલા રીશતા ને જેના કારણે તને ખાલી તકલીફ રહેતી હોય. "

"તકલીફ. તકલીફ તો મને આજે તને જોઈ ને થઈ રહી છે કે તું તારી જ બેટીનું સુહાગ ઉછાળી રહી છે. " હું ભાન વગરની પાગલ થઇ મમ્મીને ગમે તે બોલે જતી હતી.

"તેના પ્રેમમાં આટલી પાગલ ના બન, ને યાદ કરવાની કોશિશ કર કે છ વર્ષ પહેલાં તે જ માણસે તારી શું હાલત કરી હતી." હું સ્તંભ થઈ ગઈ ને મમ્મીના શબ્દો મારા દિલનો અવાજને ચુપ કરાવી ગયા.

તે બધી જ પળો એક પછી એક નજર સામે તરવરા લાગી. હું વિચારો વગરની શુન્ય બનતી જતી ને મારી નજરની સામે તે પળો જિવિત થઈ રહી હતી.

"વિશાલ, પ્લીઝ મને તારાથી અલગ ના કર."

"અલગ તો આપણે તે દિવસે જ થઈ ગયા હતા જે દિવસે તે તારી મનમાની કરી ને મારા પરિવારને હરાવ્યો હતો."

"મે તેમને નથી હરાવ્યા તે ખુદ હાર્યા કાતિલનો સાથ આપી."

"કયાં કાતિલની વાત કરે છે તું. ખરેખર કાતિલ તો તું જ કહેવાય કે તે મારી બેનને જીવતા જીવ મારી નાખી."

"મે કોઈને નથી માર્યા તેમને ખુદ આત્મહત્યા કરી છે. હું આ કેસ તેમના ખાતર જ લડતી હતી ને મારે તેમને ન્યાય અપાવવો હતો. "

"ન્યાય કેવો ન્યાય, કોઈ ને પોતાના પતિની ખિલાપ ભડકાવીને તું ન્યાયની વાતો કરે છે."

"હા તો શિખાનો પતિ તેમની સાથે શું કરતો હતો તે તને નહોતું દેખાય રહયું.....??વિશાલ, તે તેમની માર પિટ કરતો હતો. ને હું એક સ્ત્રીની જિંદગીને આઝાદ કરાવાની કોશિશ કરી રહી હતી. મને થોડી ખબર હતી કે શિખા આવું કરશે. "

"તે એવું ના જ કરત જો તે તેમના પતિ વિરુધ કેસ દાખલ ના કર્યો હોત."

"તો તારો કહેવાનો એ મતલબ છે કે મે શિખાને મારી....???"

"હા. તે તેમના પતિને પહેલાં જેલમાં પુર્યો ને પછી શિખાને હત્યા કરી. તું ગુનેગાર છે ને હું એક ગુનેગાર સાથે મારી જિંદગી ના જીવી શકું."

"આપણી પરી વિશાલ....??"

"તે ખાલી મારી પરી છે ને મારી સાથે જ રહેશે. હું તારા પર વિશ્વાસ કેવી રીતે કરું બીજી વાર કે જે રીતે તે મારી બેનને મારી તે રીતે મારી પરીને પણ....!!"

"તું આવું કેવી રીતે વિચારી શકે....??"

"હું વિચારતો નથી હકિકત કહું છું. તે એક નહીં બે જિંદગીને ખતમ કરી દીધી. હું હવે ત્રીજી ખતમ કરવા મારી પરી નહીં આપું. "

"મે તને એવું કયાં કીધું કે તું પરી આપી દે મારે તો તમે બંને જોઈએ છે. "

"મારે તારી સાથે નથી રહેવું. જે મારા પરિવારના ખાલી આસું બની શકતી હોય તેની સાથે હું કેવી રીતે જિંદગી જીવી શકું. તું વકિલ છે જો તને એવું લાગતું હોય કે તું પરિની કસ્ટડી લેવા માગે છે તો તું મારા ખિલાપ કેસ લડી શકે છે. હું તને તે કરવા નહીં રોકું. "

"તારા જેવી કઠોર દિલની હું નથી કે આટલી નાની બાળકીને કોટ કચેરીમાં મુકું. તને આટલો શોખ છે ને મારાથી દુર રહેવાનો તો તું રહી શકે છે. પણ યાદ રાખજે જો મારી પરીને કંઈ પણ થયું તો સાંભળી લે તારા પરિવાર શું તને પણ નહીં છોડું. તારી ખુશી માટે મારી ખુશી કુરબાન કરું છું તેનો એ મતલબ નથી કે હું તને ડિવોઝ આપી દેઈ. હું તારી નજરથી દુર જાવ છું તારી જિંદગી થી નહીં."

વિચારો તે વહેતા આસુંની સાથે વહી રહયા હતા. ભુલ કોની હતી ને તે બધું શું હતું તેનો જવાબ મારી પાસે કયાં કયારે હતો. હું હંમેશા બીજાની ખુશીમાં મારી ખુશી ગોતી રસ્તો બદલી લેતી.

"હજું પણ તને એમ જ લાગે છે કે વિશાલ ખોટો નહોતો....???" મમ્મીએ મારા વિચારોને તોડયા ને હું ફરી વર્તમાનમા આવી ગઈ.

તે બધી પળો યાદ કર્યો પછી પણ ખામોશી ખોવાઈ નહોતી ગઈ. હું મમ્મીને જોતી રહી. મમ્મીના સવાલનો મારી પાસે જવાબ નહોતો. શાયદ ત્યારે પણ મારી જ ભુલ હતી કે મે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા વગર જ વિશાલને છોડી દીધો.

"શ્રેયા, કોઈ પર આટલો પણ વિશ્વાસ ના રાખ કે સમય તને તે જ પરિસ્થિતિ પર નચાવી જતો રહે ને તું કંઇ ના કરી શકે. આજે તારા આત્મવિશ્વાસનું કારણ ભગીરથ પણ તને દગો દ્ઈ રહયો છે. "

"મારી સાથે બધાએ દગો જ કર્યો તો શું હું બધા પર વિશ્વાસ કરવાનું છોડી દવ...??કે પછી પોતાના પર જ વિશ્વાસ ના કરું..? " વિચારો સવાલ બની મમ્મી સામે થંભી જતા ને મમ્મી તે સવાલનો જવાબ તરત દેવા તૈયાર હતી. અમારી વાતો ચાલતી જ હતી ને હું રડે જતી હતી ત્યાં જ પરી બહાર આવી મારી ખોળામાં બેસી ગઈ.

"મમ્મા, શું થયું..???તું કેમ રડે છે...?? " તેના લાગણી ભરેલા ચહેરાને હું બે ઘડી જોઈ રહી. તેમને ફરી મારા ચહેરા પરના આસું લુછતા કહયું" મમ્મા, તું રડ નહીં. જેમને પણ તને હેરાન કર્યા છે તેમને ભગવાન સજા જરુર આપશે." મારી લાગણી મમતાનો દરીયો બની તેના પર વરસી ગઈ ને હું તેમને ચુંબન કરવા લાગી.

આજે મારી પાસે જીવવાનું પણ કારણ હતું ને જિંદગીમાં હસવાનું પણ કારણ હતું. મે મારા આંખના આસુંને સાફ કરી તેમની સામે હસતા ચહેરે નજર કરી.

"જોયું નાની આ પરીનો કમાલ, ખામોશ મમ્માને હસાવી દીધા. "

"ગુડ ગર્લ, આ બધું કોને શીખવ્યું તને....." મારા સવાલની સાથે તેમના ચહેરા પર ખામોશી પથરાઈ ગઈ છતાં પણ તેમને જવાબ તો આપ્યો.

"મારા પપ્પાએ." કોઈ તો એવી વાત છે જે જાણે છે પણ છુપાવી રહી છે. દિલની લાગણી ની ભીનાશ તેના ચહેરા પર દેખાય આવે છે. કંઈક પ્રેમની હુફ આખોમાં ખુશી લઇ ને આવતી હોય ને પછી તરત જ કંઈક ખોવાઈ જતી હોય તેમ તેની નાજુક નમણી આખોમાં સાફ નજરે જોતા સમજાય જાય છે.

પળમાં તેની ખુશી મારી ખામોશીને દુર કરી ગઈ ને બધું જ મને ભુલાઈ ગયું. હું વિચારો મુકત બની તેની સાથે વાતો કરવા લાગી. રસોઈનો સમય થતા હું રસોઈ બનાવવા ઊભી થાવ છું ત્યાં જ ફરી ભગીરથનો ફોન રણકી ઉઠયો. મમ્મી એ પુછ્યું કોનો ફોન છે. મે ફોન સ્પીકર મુકયો ને તે શું કહે છે તે ધ્યાનથી સાંભળ્યું.

"શ્રેયા, હજું તારી પાસે થોડો સમય છે. મે તારા વિશાલને કંઈ નથી કર્યું તું ધારે તો તેમને બચાવી શકે છે. તે છોકરી આપી દે. " મે મમ્મી સામે જોયું, તેમનો ચહેરો થોડો શાંત દેખાય રહયો હતો તે કંઈ બોલી નહીં પણ તેના હાવભાવ મને સમજાય ગયા."

"ઠીક છે તને જે યોગ્ય લાગે તે કર. રહી વાત વિશાલની તો તેમની સાથે મારો સંબધ છ વર્ષ પહેલા જ પુરો થઈ ગયો છે. હવે તે જીવે કે મરે મને કંઈ ફરક ના પડે. " મે ફોન કટ કર્યો ને પરીને વહાલથી ચુમી લીધી. "મમ્મી ઈઝ રાઇટ"

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું ખરેખર શ્રેયા વિશાલને મરવા માટે છોડી દીધો કે તેના પાછળ પણ કોઈ કારણ હશે...??? શું ભગીરથ વિશાલને ખતમ કરી દેશે...???પરીના પિતા સાથે જોડાયેલા લાગણી ભર્યા સંબધને શું શ્રેયા જાણી શકશે...??? શું તે પરીને પોતાની બેટી બનાવી હંમેશા પાસે રાખી શકે...??? શું શ્રેયા આ મુશકેલ ઘડીમાંથી પરીને બહાર કરી શકશે તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"