Amanush books and stories free download online pdf in Gujarati

અમાનુષ

તન્વી ને આજે છોકરો જોવા આવવાનો હોવાથી મહેશભાઈ ની ખુશી નો પાર નહોતો. કારણ ખુબજ પૈસાદાર કુટુંબ માં થી માગું આવ્યું હતું. સમાજ માં સમીર ભાઈનુ ખુબજ માન હતું. જ્યારે મહેશભાઈ એક સામાન્ય ગૃહસ્થ હતા.પોતાની દિકરી નું આટલા મોટા ઘરે થી માગુ આવશે તેવી કલ્પના સુધ્ધાં નહોતી. રસીલા બહેન ને તૈયારી કરવા બાબત સુચના ઓ આપ્યાં કરતાં હતા. અને સાથે સાથે મદદ પણ કરતાં હતા. તન્વી નું મન પપ્પા નો હરખ જોઈને બળી જતું હતું કારણ તન્વી ભણવામાં ખુબજ હોશિયાર હતી તેનું કોલજનુ છેલ્લું વર્ષ બાકી હતું. અને પછી આગળ તેને માસ્ટર ડિગ્રી પણ લેવી હતી. તેને ભણવુ હતું પણ પપ્પા નું કહેવું એમ હતું કે આટલા પૈસા વાળા ના ઘરે તારા લગ્ન થાય પછી ભણતર ની શું જરુર છે.તારે ક્યાં ત્યાં જઈને નોકરી કરવાની છે. રાજ પણ ક્યાં કંઈ ભણ્યો છે.સાત ચોપડી ભણ્યો છે. છતાં ધન ના ઢગલા માં આળોટે છેને. સમીર ભાઈનો એક નો એક દિકરો છે.ભગવાને ઘણું દીધું છે.માટે કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર હા પાડી દેજે. આને તું મારી વિનંતી સમજ તો વિનંતી અને ઑર્ડર સમજવો હોયતો ઑર્ડર.
મહેશભાઈ ની જીદ સામે તન્વી નું કંઈ જ ન ચાલ્યું અને સાજે પાંચ વાગે રાજ તેના માતા પિતા ની સાથે તન્વી ને જોવા આવી ગયો. રાજે તન્વી ને એક મેરેજ ફંક્શનમાં જોઈ હતી. ત્યારથી તે તન્વી ની પાછળ પડી ગયો હતો. આજે તો સીધો તેના માતા પિતા ને લઈને આવી પહોંચ્યો હતો. તન્વી ને રાજ જરાપણ નહોતો ગમતો. તેણે રાજને મોઢા મોઢ ના પાડી હતી. છતાં રાજ જબરદસ્તીથી તેના માતા પિતાને લઈને આવ્યો હતો. હવે તો તન્વી નું પણ કાઈ ચાલે તેમ ન હતું. મહેશભાઈ તો મહેમાન ની આગતાસ્વાગતા માં પડી ગયા. ત્યાં સમીર ભાઈએ મહેશભાઈ નું અપમાન કરતાં કહ્યું કે જુઓ મહેશભાઈ અમે છોકરી જોવા આવ્યા છીએ. અને છોકરી દેખાડી દો જેથી અમે કામ પતાવીને નીકળી જઈએ. અમને તમારી આગતાસ્વાગતા માં જરા પણ રસ નથી.અમને અહીં આવવામાં કોઈ રસ નથી. તમારા જેવા સામાન્ય માણસ ના ઘરે સામે થી માંગુ લઈને આવવાનું કારણ ફક્ત મારો દિકરો છે.તેની જીદ સામે અમારુ કંઈ ન ચાલ્યું તેથી અમારે આવવું પડ્યુ.બાકી મારા દિકરા માટે કરોડપતિ ઓની દિકરી ઓના માંગાની લાઈન લગાવી દઉ.મહેશભાઈ બિચારા ચુપચાપ અપમાન ગળી જઈને હસતો ચહેરો રાખીને સમીરભાઈની સામે ઊભા હતા. પણ અંદર ઊભી ઊભી સાંભળી રહેલી તન્વી થી આ વાત સહન ન થઈ. બહાર આવીને સમીર ભાઈને બે હાથ જોડી પગે લાગતા કહ્યું તમે મારા વડીલ છો એટલે બહુ તો નહીં કહું પણ એક વાત જરૂર કહીશ કે જે વ્યક્તિ મારા પિતાનું અપમાન કરે તેવા માણસો ના ઘરે ક્યારેય સગપણ બાધવાનુ ન વિચારું. બીજી રહી ધનવાન ની વાત તો અમે તમારા કરતાં ધનવાન છીએ સંસ્કાર ની બાબત માં અને એજ્યુકેશન ની બાબત માં. ફક્ત પૈસાદાર બનવાથી ધનવાન નથી બની જવાતું. માટે હાથ જોડીને કહું છું અમને બક્ષી દો. કહી અંદર જતી રહી. સમીર ભાઈ ધુવાફુવા થતાં ઘરની બહાર નીકળી ગયા અને જતાં જતાં કહેતાં ગયા કે તમને નહીં છોડું સમાજ માં થી બહાર ફગાવી દેતાં મને ટાઈમ નહીં લાગે. અને તારી દિકરી ને તો ઘરમાં થી બહાર નીકળવું ભારે પડી જશે.
મહેશભાઈ તન્વી ને ખીજાવા લાગ્યા કે તારે વચ્ચે બોલવાની શું જરૂર હતી. હું તે લોકો સાથે વાત કરતો હતો ને. તન્વી એ કહ્યું પપ્પા તમે વાત નહોતાં કરતાં તમે ફક્ત તેમની બેહુદી વાતો સાંભળતા હતા તેઓ મને જોવા નહીં પણ પોતાના દીકરાને માટે રમકડું લેવા આવ્યા હતા તેની સાથે જો સગપણ થાય તો આખી જિંદગી મારા પપ્પાએ નીચે મોએ અપમાન સહન કરવાનું. અને મારે એક મૂંગી ઢીંગલી બનીને રહી જવાનું મન પડે ત્યારે રમી લે અને મન પડે ત્યારે ફગાવી દે.
હું આવા ઘમંડી માણસો ને શી રીતે હા પાડું. કહી તન્વી રડવા લાગી.
બીજે દિવસ થીજ તન્વી ની સતામણી શરૂ થઈ ગઈ. રોજ રસ્તામાં રાજ ચાર પાંચ ગુંડાઓ સાથે ઉભો રહેતો અને તન્વી ને સતાવતો.સમાજ માં પણ તન્વી વિશે વાહિયાત વાતો ફેલાવા લાગ્યો. સમાજ માં સમીર ભાઈનું મોટું નામ હતું અને સમીર ભાઈ તરફથી સારું એવું દાન મળતું હતું આથી સમાજે પણ સમીર ભાઈને સાથ આપ્યો. અને મહેશભાઈ ના કુટુંબ ને સમાજ માં થી બહાર કાઢી નાખવામાં આવ્યું
મહેશભાઈ ના કુટુંબે કંટાળીને અમદાવાદ છોડીને મુબઈ જતાં રહ્યા. મુબઈ માં તન્વી એ પોતાનું ગ્રેજ્યુએશન પુરુ કર્યું. અને માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી મુબઈ માં કોલેજ કાળ દરમ્યાન તેને એક છોકરા સાથે લવ થઈ ગયો હતો. તેનું નામ વિરાજ હતું. વિરાજ પણ ભણવામાં ખુબજ હોશિયાર હતો બંને એ ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી સાથે જ પાસ કરી અને સર્વિસ પણ બંનેને એકજ ફાર્મ માં એકસાથે મળી. વિરાજ પણ સામાન્ય કુટુંબ નો દિકરો હતો. પણ સંસ્કારી ઘર નો હતો. તેમના પપ્પા એક કોલેજના પ્રોફેસર હતાં અને મમ્મી સ્કૂલમાં ટીચર હતા. તન્વી એ મહેશભાઈ ને નિખાલસપણે વિરાજ વિશે બધું જણાવી દીધું હતું. મહેશભાઇ તેના આ સબંધ થી રાજી હતા. અને વીરાજ ના મમ્મી પપ્પા પણ આ સબંધ થી રાજી હતા.આથી બંને કુટુંબે રાજી ખુશી થી તન્વી અને વીરાજ ના લગ્ન સાદાઈથી પતાવી દીધાં. કારણ વિરાજ અને તન્વી ને આવા ખોટા ખર્ચા પસંદ ન હતાં.
સરિતા બહેન અને બિપિન ભાઈ તો તન્વી જેવી વહુ મળવાથી ખુબજ ખુશ હતા તન્વી નો સ્વભાવ ખુબજ સરળ હતો. અને કામકાજ માં પણ ખુબજ ચીવટ વાળી અને હોશિયાર હતી. પોતે સર્વિસ કરતી હતી છતાં બધું ઘર નું કામકાજ કરીને સર્વિસે જતી આથી સરિતાબહેન નો પોણાભાગનો ભાર ઓછો થઈ ગયો હતો તન્વી નું અને વિરાજનુ જીવન પણ ખુબ જ પ્રેમ થી પસાર થતું હતું. જોતજોતામાં છ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.આ છ વર્ષ માં તેમને બે બાળકો થયા. મોટી દિકરી ચાર વર્ષ ની જેનુ નામ રુત્વી રાખ્યુ હતું. અને નાનો બાબો એક વર્ષ નો જેનું નામ મીત રાખ્યું હતું.
###############
તન્વી એ જ્યારે રાજ ને સગપણ ની ના પાડી હતી તેથી સમીરભાઈ ધુવાફુવા થઈ ગયા હતા. તેમના ક્રોધનો પાર ન હતો. આવા નાના માણસને ત્યાથી તેમને અપમાનિત થઈ ને નિકળવું પડ્યું ત્યારે જ એમણે નિર્ણય કરી લીધો કે રાજના લગ્ન પોતાના કરતાં પણ વધારે ધનાઢ્ય વેપારી ની દિકરી સાથે કરી ને સમાજ ને દેખાડી દેવું છે. આથી એકજ અઠવાડિયામાં પોતાના કરતાં પણ વધારે પૈસાદાર અને રાજકીય વગ ધરાવતા કિશનભાઈ ની દિકરી સાથે રાજનુ ગોઠવી દીધું. કિશનભાઈ પણ જલ્દીથી તૈયાર થઈ ગયાં કારણ તેની દિકરી ના લક્ષણોથી તે ત્રાસી ગયાં હતા.રોજ રાત સુધી પાર્ટી ઓ કરવી શરાબ પીને ઘરે આવવું. ઘરમાં નોકરો સાથે નો અભદ્ર વ્યવહાર આવું બધું તેના માટે રોજ નું થઈ ગયું હતું.જોકે મોના ના આવા સ્વભાવ નું કારણ પોતે હતા પાંચ વર્ષ ની હતી ત્યારે તેમની મમ્મી નો દેહાંત થઈ ગયો હતો. આથી મમ્મીની ખોટ ન સાલે એટલે કિશનભાઈ તેની બધી જીદ પુરી કરતાં રહ્યા. અને મોં માગ્યા પૈસા આપતા રહ્યા આથી પરિણામ એ આવ્યું કે મોના કોઈ ના કહ્યા માં ના રહી.
રાજ સાથે લગ્ન કરાવવા માટે કિશનભાઈ એ બળજબરી વાપરવી પડી હતી તેણે મોના ને કહ્યું હતું કે જો તું રાજ સાથે લગ્ન કરવા ની ના પાડીશ તો હું ઝેર પી ને આપઘાત કરી લઈશ. આથી કમને મોના એ રાજ સાથે લગ્ન કરવા પડ્યાં. મોના લગ્ન કરી ને સાસરે આવી ત્યારે પહેલી રાત્રે જ રાજને કહી દીધું કે મેં તો મારા પપ્પા ના કહેવા થી તારી સાથે લગ્ન કર્યાં છે બાકી મારો બોયફ્રેન્ડ તો ડેવિડ છે. માટે મારી નજીક આવવાની કોશિશ પણ ન કરતો. રાજ તો મોના ની વાત સાંભળી એકદમ ગુસ્સે થઇ ગયો. ઘરમાં મહેમાનો હતા તેથી નીચે જઈ શકે તેમ ન હતો. આખી રાત બેઠા બેઠા દારૂ પીધા કર્યો. અને સવારે સુધબુધ ખોઈને પડ્યો રહ્યો.
મોના બીજે દિવસે સવારે બાર વાગે ઊઠીને નીચે આવી ત્યારે સાસુ એ સહેજ ટકોર કરી કે બેટા થોડી વહેલી ઊઠી ગઈ હોત તો. અને મોના નો પિત્તો ગયો. તે તો મંડી સાસુ ને જેમ ફાવે તેમ બોલવા લાગી. સમીર ભાઈ પણ હંસાબેન ને ખીજાવા લાગ્યા. આવા નાટકો તો રોજના થઈ ગયા. મોના નુ રોજ લેટનાઈટ પાર્ટીમાં થી શરાબ ની દુર્ગંધ સાથે ઘરે આવવું આવીને ઘરમાં ઉધામા મચાવવા.રાજ પણ છેલબટાઉ તો હતો જ એમાં મોના ના આવા તુચ્છકારભર્યા વલણ થી સાવ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગયો. શરાબી અને જુગારી તો હતો જ હવે તે બાજારુ સ્ત્રી ના અડ્ડા માં પણ જતો થઈ ગયો અને જેમફાવે તેમ પૈસા ઉડાડતો રહ્યો. આવા મોજશોખ ને કારણે સમીર ભાઈને દેવાળું ફુકવાનો સમય આવી ગયો. સમીર ભાઈને પોતાની ભુલ પર પશ્ચાતાપ થતો હતો પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. અંતે કંટાળી ને સમીર ભાઈ અને હંસા બેને ઝેર ની શીશી ગટગટાવી ને આત્મહત્યા કરી લીધી.
રાજ ને હવે તો કોઈનો ડર નહોતો મોના પર તે પહેલેથી ગુસ્સે તો હતો એમાં એકવાર મોના સાથે પૈસા બાબત રકઝક થઈ તેમાં તેણે મોના ને ગળું દબાવી મારી નાખી.અને મોના ની લાશ ને બંગલા ની પાછળ ના બગીચામાં દાટી ને મુબઈ ભાગી ગયો. મોના ના પપ્પાને અઠવાડિયા સુધી મોના નો એકપણ ફોન ન આવ્યો તેથી ચિંતા થઈ અને મોના ને ઘેર તપાસ કરવા આવ્યા. પણ બંગલો તો બંધ હતો. મોના ગમે ત્યાં હોય પણ મને એક ફોન તો કરેજ.એ વિચાર થી પોલીસ માં ફરિયાદ કરી. પોલીસે આખા બંગલા ની તપાસ કરી પછી ગાર્ડનમાં તપાસ કરી ત્યારે ત્યાં થી મોનાની લાશ મળી આવી. પોસ્ટમોર્ટમ ના રિપોર્ટમાં ગળું દબાવી ને હત્યા થઈ છે. તેવું આવ્યું અને રાજનો પત્તો નહોતો આથી રાજના નામે ગુનો નોંધ વામાં આવ્યો.
રાજ મુબઈ માં લપાતો છુપાતો ફરતો હતો ત્યારે તેનો ભેટો એક અબ્બાસ નામના ગુંડા સાથે થયો.આમતો અબ્બાસ ની નજર ઘણા દિવસ થી રાજ ઉપર હતી. તેણે રાજની આખી હિસ્ટ્રી જાણી લીધી હતી. આથી તેને દબાવીને પોતાનું કામ કઢાવી શકાશે તેથી રાજ સાથે દોસ્તી વધારી ધીમે ધીમે પોતાની ગેંગમાં સામેલ કરી દીધો. અબ્બાસ ડ્રગ ની હેરાફેરી છોકરી ઓને કિડનેપ કરી બજારમાં કે વિદેશમાં વેચી દેવાની નાના બાળકો ને કિડનેપ કરી તેને બારોબાર વિદેશ વેચી દેવાના કોઈના મર્ડર ની સુપારી લઈ ખતમ કરી દેવો આવા બધાં ધંધા સાથે સંકળાયેલો હતો. રાજ પણ અબ્બાસ ને આ બધા માં સાથ દઈ અબ્બાસ નો જમણો હાથ બની ગયો.
મુબઈ ની પોલીસને અબ્બાસ ના આ બધા ધંધા ની જાણ હતી. પણ કોઈપણ રીતે તે પકડમાં નહોતો આવતો પોતાના એરિયામાં તે દેવતા ની જેમ પુજાતો કારણ પોતાના એરિયા ના લોકો ની નાના માં નાની જરૂરિયાત ને પોષતો.કોઈ ની દિકરી ના લગ્ન હોય તો આખું આણું પોતાના તરફ થી આપતો.બીમાર વ્યક્તિ ઓનો મેડિકલ ખર્ચો આપતો આવા બધા અહેશાનો થી આખો એરિયા દબાયેલો હતો આથી તેમને એરિયા વાસીઓ નુ પુરુ પ્રોટેકશન મળતું હતું.
એકવાર રાજ મોલ આગળ ઊભો હતો ત્યાં તેની નજર તન્વી પર પડી. તન્વી અને વિરાજ તેમના બંને બાળકોને લઈને મોલમાંથી બારે નિકળતા હતા રાજની આંખમાં ખુન્નસ ઉભરી આવ્યું.રાજ ના મગજમાં બદલો લેવાની ભાવના જાગૃત થઈ. રાજે સતત બે ત્રણ દિવસ તેનો પીછો કર્યો. તન્વી અને વિરાજ સર્વિસે સાથે જતા પણ આજે મીત ને જરા ઠીક નહોતું તેથી થોડી મોડું થઈ ગયું. વિરાજ તો તેમના ટાઈમે નિકળી ગયો હતો. રાજ ને મોકો મળી ગયો. તેમણે એક સુમશાન રસ્તા પર તન્વી ને આંતરી લીધી.અને કિડનેપ કરી પોતાની કારમાં ખેંચી લીધી. તન્વી તો આવા અચાનક હુમલા થી ડઘાઈ ગઈ.અને બુમો પાડવાની કોશિશ કરતી હતી ત્યાં તેના મોઢા ઊપર પટ્ટી લગાવી દીધી. રાજને જોઈને તન્વી ની આખો પોહળી થઈ ગઈ. રાજે તેના હાથ અને પગ બાંધી દીધા .ગાડી ના ડ્રાઈવરે કહ્યું સાહેબ અંધેરી નજીક છે.તન્વી ની આખો પર પટ્ટી બાંધી દો. આથી રાજે તન્વી ની આખો પર પટ્ટી બાંધી દીધી તન્વી છટપટાતી રહી
તન્વી હજુ સુધી ઑફિસે નહોતી પહોંચી તેથી વિરાજ ને ચિંતા થઈ તેણે ઘરે ફોન લગાડીને પુછી જોયું તો સરિતાબહેને કહ્યું કે તન્વી તો ક્યારની નીકળી ગઈ છે. હવે તો વિરાજ ને વધારે ચિંતા થવા લાગી. તેમણે તન્વી ને કેટલાય ફોન કરી જોયા પણ તન્વી ફોન રિસિવજ નહોતી કરતી. ઑફિસમાં રજા મુકી ને તે સીધો પોલીસ સટેશને ગયો. પોલીસ સ્ટેશન નો ઈનચાર્જ તેમનો ખાસ ફ્રેન્ડ ગૌરવ જ સંભાળતો હતો. તેણે તન્વી ગુમ થયા ની વાત ગૌરવ ને જણાવી અને કહ્યું જેમબને તેમ જલ્દી તન્વી ને શોધીએ કારણ મારો નાનો દિકરો સાવ એકજ વર્ષ નો છે.રાત્રે તેની માં વગર રાખવો ખુબ જ અઘરું થઈ જશે.ગૌરવે કહ્યું ચોવીસ કલાક પહેલાં તો ફરિયાદ નોંધાશે નહીં પણ હુ મારી રીતે શોધ ચાલુ કરી દઉં છું. વિરાજ રડમસ ચહેરે પાછો ફર્યો અને ઘરે જઈને તેમના માતા પિતાને બધી વાત કરી
તન્વી ની આખો પર પટ્ટી બાંધેલી હતી તેથી તેને કંઈ દેખાતું નહોતું પણ તેને મહેસૂસ થતું હતું કે ગાડી કોઈ ઝાડીમાંથી પસાર થઈ રહી છે. એક ખંડેર જેવો બંગલો આવ્યો ત્યાં ગાડી ઊભી રહી .રાજે તન્વી ની આખ ની પટ્ટી ખોલી નાખી અને પગમાં બાંધેલી દોરી છોડી નાખી અને ઢસડતો ઢસડતો એક ઓરડામાં લઈ જઈને તેનો ઘા કરી દીધો. સાથે તેનું પર્સ હતું તેનો પણ ઘા કરી ને એક ખુણામાં નાખી દીધું. પછી તન્વી પર ભુખ્યા વરૂ ની જેમ તુટી પડ્યો. તન્વી તડપતી રહી મોઢા પર પટ્ટી બાંધેલી હતીતેથી ઉહકારો પણ કરી શકે તેમ ન હતી. તન્વી ની આવી બેબસ હાલતમાં તેના પર હેવાનિયતને પણ શરમાવે તેવો પાશવી બાળાત્કાર ગુજાર્યો. તન્વી ના આખા શરીરે વીચકા ભરી લોહી લુહાણ કરી નાખી તરફડીયા મારતી તન્વી આખરે બેભાન થઈ ગઈ. તન્વી જ્યારે ભાનમાં આવી ત્યારે પોતાનેજ પોતાની જાત પર ધૃણા થવા લાગી અને સરકતી સરકતી ભીંત પાસે ગઈ અને ભીત સાથે માથું અફળાવવા જતી હતી ત્યાં તેમણે બે જણાને વાતો કરતાં સાંભળ્યા.એમાં એક માણસ બીજા ને કહેતો હતો કે અબ્દુલ મને બે દિવસ માં પાંચ છોકરી ઓ અને દસ બાળકોની ડિલિવરી ગમે તેમ કરીને પહોચાડવા ની છે દુબઇ જતાં જહાજ માં એ લોકોને રવાના કરવા ના છે. જેથી ઝાડી આગળની સિક્યુરિટી હટાવી લો અને બધા મોટા મોટા બોક્ષ બનાવી કંન્ટેનરમા ગોઠવવાની તૈયારી માં લાગી જાવ.તન્વી તો આ સાંભળી કંપી ઊઠી.તેને સમજાય ગયું કે અત્યારે કોઈ મોટી ગેંગ વચ્ચે ફસાઈ ગઈ છે તેને વિચાર આવ્યો કે મારી જીદંગી તો આમપણ પુરી થઈ ગઈ છે. જો મરવું જ છે તો આ બધાને બચાવી ને જ મરુ.એ વિચારે તેનામાં કોણજાણે ક્યાં થી સ્ફૂર્તિ આવી ગઈ.તે સરકતી સરકતી પલંગ પાસે ગઈ.મહામહેનતે ઊઠીને હાથ પાછળ બાંધ્યા હતા તે ખુટા માં નાખી ને મહામહેનતે દોરી છોડી પછી ધીમે ધીમે પોતાના બધાં બંધનો છોડી નાખ્યાં. પછી તે પોતાનું પર્સ હતું ત્યાં ગઈ ને પર્સ માં થી મોબાઈલ કાઢીને પહેલાં મોબાઈલ ચાલુ કર્યો બાબો નાનો હોવાથી તે રાત્રે મોબાઈલ સ્વીચઑફ કરી દેતી પણ આજે નશીબજોગે ચાલુ કરવાનું જ ભુલી ગઈતી.જેથી રાજને પોતાની વેરની વસુલાત માં મોબાઇલ નું ધ્યાન જ ન રહ્યું. તન્વી એ જલ્દીથી સાઈલન્ટ પર રાખી વિરાજને વિગતવાર મેસેજ કરી દીધો અને જગ્યા નુ લોકેશન પણ મોકલી દીધું અને જેવો મેસેજ વિરાજે જોઈ લીધો તેવો ડીલીટ કરી ને પર્સ પાછું તેજ જગ્યાએ મુકી પાછી પોતાની મેળે બંધાઈ ને હતી ત્યાં જ બેભાન થવાનો ડોળ કરતી સુઈ ગઈ.થોડી વાર પછી રાજ આવ્યો પણ તન્વી ને બેભાન જોઈને લાત મારી ને જતો રહ્યો.
તન્વી ને અસ્હય પીડા થઈ પણ તે ચુપચાપ સુતી રહી.
વિરાજ ને તન્વી નો મેસેજ મળી ગયો એટલે તેણે તરતજ ગૌરવ ને ફોરવર્ડ કરી દીધો અને લોકેશન પણ મોકલી દીધું .ગૌરવ તો મેસેજ વાચીને સ્તબ્ધ થઈ ગયો. આ તો અબ્બાસ ની ગેંગમાં ફસાણી છે.બહુ સાવધાની થી કામ લેવું પડશે. તેમણે કમીશ્નર ને ફોન કર્યો અને બધી વિગત જણાવી. મોટી પોલીસ ફોર્સ ને છુપા વેશે લઈ ને લોકેશન ને ફોલો કરતાં કરતાં ઝાડી સુધી પહોંચી ગયા. કમીશ્નર પોતે પણ સાથે આવ્યા હતા ઝાડની આગળ તો કંઇ પણ દેખાતું ન હતું પણ લોકેશન પ્રમાણે ઝાડી ની અંદર થી રસ્તો પસાર થતો હતો. ગૌરવે ઊતરી ને જીણવટથી તપાસ કરી તો માલુમ પડ્યું કે ટાયર ના નિશાન ઝાડી ની અંદર જાય છે. તેણે ઝાડી ને હાથે થી ખસેડવાની કોશિષ કરી તો આખી ઝાડી દરવાજા ની જેમ ખુલ્લી ગઈ અને અંદર એક સીધો રસ્તો દેખાયો. કાર બહાર જ રાખી ને બધા લપાતા છુપાતા બંગલા સુધી પહોંચી ગયા અને ચાર ચાર ની ટોળકી થઈ આખા બંગલા ની ફરતે ગોઠવાઈ ગયા. અને ધીમે ધીમે આગળ વધીને આખા બંગલા ને ઘેરી લીધો આવા અચાનક હુમલા થી અબ્બાસ ના માણસો માં અફડાતફડી મચી ગઈ પોલીસોએ બધાં ને પકડી લીધા રાજ અને અબ્બાસ પણ પકડાઈ ગયા.ભોયરામા છુપાવી રાખેલા બાળકો ને પચ્ચીસેક જેટલી છોકરી ઓને છોડાવી કરોડો રૂપિયા નુ ડ્રગ કબ્જે કરી લીધું એક અંધારી ઓરડીમાં થી તન્વી ને બહાર કાઢી તન્વી ને જોતાં જ સહુને અરેરાટી થઈ ગઈ.તન્વી સાથે એ નરપિશાચે એટલું પાશવી કૃત્ય કર્યું હતું કે તન્વી ની જીદંગી પણ નર્ક સમાન થઈ જાય.
તન્વી અર્ધ બેભાનવ્સથામા હતી. તેને હૉસ્પિટલમાં ટ્રિટમેન્ટ માટે દાખલ કરી પણ તન્વી ને ક્યાં જીવવું હતું. તેને એકજ જીજીવિષા હતી પોતાના બાળકો ને જોવાની. બંને બાળકોને જોઈ માથે હાથ ફેરવી સાસુ ના હાથમાં સોંપીને અનંતની વાટ પકડી લીધી
સમાપ્ત