Dil ma prem books and stories free download online pdf in Gujarati

દિલમાં પ્રેમ

કોલેજ માં મૌલિક અને શ્રેયા એક બીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. બંને એ લગ્ન માટે પોતાના માતાપિતાની પરવાનગી માંગી પણ એક બીજાના માતાપિતા આ લગ્ન માટે તૈયાર ન હતા અને બંને પોતાના પરિવારને ગુસ્સે કરીને લગ્ન કરવા માંગતા ન હતા. એટલે બંનેએ નક્કી કર્યું કે આપણે જુદા થઈ પોતપોતાની લાઇફ જીવવા લાગી, અને આપણા માતા પિતા ની મરજી પ્રમાણે લગ્ન કરી લઈશું.

એક દિવસ બંનેએ છેલ્લી વખત મળવાનું નક્કી કર્યું, બંને મળ્યા ને ગળે વળગી ને ખૂબ રડ્યા અને બંનેએ એકબીજાને વચન આપ્યું કે જીવનમાં ફરી ક્યારેય નહીં મળીએ. પણ આ કહેવું બંને માટે બહુ મુશ્કેલ હતું. પણ એક સારા નિર્ણય તરફ બંને જઈ રહ્યા હતા. હા દુઃખી જરૂર હતા પણ માતા પિતા ને દુઃખી કરી સુખી થવા માંગતા ન હતા

મૌલિકએ તેનું પર્સ બહાર કાઢ્યું જેમાં મૌલિક અને શ્રેયાનો ફોટો સાથે હતા. મૌલિકએ તે ફોટો વચ્ચે કાપીને શ્રેયા નો ફોટો તેના પોકેટ માં મૂક્યો

શ્રેયાએ રડતાં પૂછ્યું, "તમે તમારા પોકેટમાં મારો ફોટો કેમ મૂક્યો ?"

મૌલિક કહ્યુ જેથી જ્યારે પણ મને તારો ફોટો જોવાનું મન થાય, ત્યારે હું તે ફોટો જોઈ આપણે માળેલી બધી ક્ષણો યાદ કરી મહેસૂસ કરી શકું.

પણ સૂકામ મૌલિક આપણે તો હવે ક્યારેય એક નહિ થવાના કે નહિ મળવાના તો પછી આવી યાદ રાખી ને સો અર્થ.?

તને નહિ સમજાય શ્રેયા. હું આ યાદ ને મારી જીવનની બેસ્ટ યાદ બનાવી ને ચાચવવા માંગુ છું.

છેલ્લે જતા જતા બંને એક બીજાને ગળે લગાવીને ચાલતા થયા.

શ્રેયા ના ગયા પછી મહિના સુધી મૌલિક હતાશ અને ઉદાસ રહ્યો , પરંતુ તે કહેતો કે દરેક ઘાને કોઈ સમય મટાડતો નથી. તે તો પોતાની જાતે જ મટી જાય છે. હા સમય જરૂર થી લાગે છે. ધીરે ધીરે મૌલિક હવે ખુશ રહેવાનું શીખી ગયો હતો અને હવે તે ખુબ ખુશ હતો. તે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. તે તેની નોકરી પર જતો, મજાક કરતો અને હસતો અને તે કરવા માંગતો હતો તે કરતો.

એક દિવસ મૌલિકએ તેના ઘરમાં પાર્ટી નું આયોજન કર્યું. પાર્ટી માં બધા મિત્રોને આવવાનું આમંત્રણ આપ્યું હતું. બધા મિત્રો પાર્ટી માં આવી ગયા હતા જેમાં મૌલિક ની ખાસ મિત્ર રૂચિકા પણ આવી. ઋચિકા ને કોલેજ સમય ની મૌલિક ની બધી વાત ખબર હતી રુચિકાએ પૂછ્યું કે તમે આ પાર્ટી કેમ આપી રહ્યા છો,? મૌલિક એ કહ્યું કે મને મિત્રો સાથે સમય પસાર કરવાનો મોકો નથી મળતો, એટલે વિચાર્યું કે એક પાર્ટી ની આયોજન કરું જેથી બધા મિત્રો ને મળી શકું.

બધા મિત્રોએ પાર્ટીમાં ખૂબ મોજ મસ્તી કરી. આ પાર્ટી માં ઠંડા પીણા, જમવાનું અને સંગીત ની ખુબ મજા માણી. બધા મિત્રોએ ખુબ વાતો કરી. જ્યારે બધા ઘરે જતા હતા ત્યારે બધાએ મૌલિકને પાર્ટી આપી તે માટે આભાર માન્યો હતો.

રુચિકા અને મૌલિક છેલ્લે રહ્યા હતા બાકી બધા મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા. વિદાય લેતી વખતે, રુચિકાએ મૌલિકને ગળે લગાવી અને કહ્યું, "મૌલિક… હું ખુશ છું કે શ્રેયાને છોડ્યા પછી હવે તમે ખુશ રહેવાનું શીખ્યા છો, હંમેશા આ રીતે ખુશ રહો… બાય હિમાંશુ"

રુચિકા ગયા પછી મૌલિકએ દરવાજો બંધ કર્યો અને તેના પર્સમાં શ્રેયા નો ફોટો કાઢી અને શ્રેયા તરફ નજર કરતાં કહ્યું "હેપ્પી બર્થડે શ્રેયા, હું તને પ્રેમ કરું છું, ભગવાન તું જ્યાં હોય ત્યાં તને આશીર્વાદ આપે."

મૌલિક ને તે દિવસો યાદ આવી ગયા. શ્રેયાને તે દિવસે મૌલિક સાથે વિતાવેલી ક્ષણ પણ યાદ આવી ગઈ જ્યારે મૌલિક તેને શ્રેયાના જન્મદિવસ પર તેની પ્રિય રેસ્ટોરન્ટમાં લઈ જતો હતો, સાથે બાઈક પર લોંગ ડ્રાઈવ કરતા, ખુબ હસી મઝાક અને રોમાંસ પણ કરતા હતા. આકે રીતે બંને આખો દિવસ એક સાથે વિતાવતા.

જો કે મૌલિક હજી પણ શ્રેયાને ચાહતો હતો પરંતુ શ્રેયા ક્યાં છે અને તે કેવી છે તે તેને ખબર નથી. છતાં પણ મૌલિક નાં દિલમાં શ્રેયા પ્રત્યે પ્રેમ હજુ કાયમ હતો.

જીત ગજ્જર