Depression books and stories free download online pdf in Gujarati

હતાશા

Depression એટલે ' હતાશા ' . આ એક એવો શબ્દ છે જેને તમે ગંભીરતા થી લ્યો તો બધું બરબાદ કરી દેશે, પણ સરળતા થી લેશો તો કઈ ફરક નહિ પડે. હતાશા એટલે કોઈ વસ્તુ, કોઈ ઈચ્છા કે કોઈ પણ ગમતી વ્યક્તિ કે કઈ પણ એવું જ તમને ગમે છે અથવા તમને જોઈએ છે, પણ એ મળતું નથી, તો એ ના મળવાથી જે તમે નિરાશ થાવ છો, એ જ છે ' હતાશા '. જીવન માં જો હતાશા ઘર કરી જાય તો તેને કાઢવી બહુજ મુશ્કેલ કામ છે.

માણસ હંમેશા આશાવાદી હોવો જોઈએ. માણસ જેટલો આશાવાદી હશે, એટલો તેના જીવન માં ઊર્જા નો સંચાર થશે. આજ ના આ કટોકટી ભર્યા જીવન માં આપડું ધ્યાન આપડે પોતે જ રાખવાનુ છે. કેમ કે બધા પોતપોતાની લાઇફ માં વ્યસ્ત છે, બધાને પોતપોતાના સ્વપ્ન છે, પોતપોતાની ઈચ્છાઓ છે, જે પૂરું કરવા તે સમાજ માં દોડ લગાવી રહ્યો છે. તો એ જરૂરી નથી કે જે પ્રયાસ કરે છે તેમાં તેને સફળતા મળી જ જાય, જેં એને જોઈએ છે એ બધું એને મળી જ જાય! આ તો જિંદગી ની રેસ છે સાહેબ!😊. ક્યારેક પાછળ રહી જાવ અને ક્યારેક જલ્દી પણ પોંચી જશો. જો હારી જાવ તો એનો મતલબ એવો નથી કે આપડે રેસ માં ભાગ લેવાનું જ છોડી દઈએ. પ્રયત્ન કરતા રહીશું તો જરૂર એક દિવસ આપડે આગળ રહીશું. એવી જ રીતે જિંદગી પણ આપણ ને ઘણા મોકા આપે છે, બસ વસ્તુ એ છે કે આપડ નિરાશ નથી થવાનું, હતાશ નથી થવાનું. જો અમુક પ્રયત્નમાં જ આપડે હતાશ થઈ ગયા તો આગળ તો ખૂબ જ સમસ્યાઓ આવવાની છે, તો શું હમણાં થી આવું!
આનો જવાબ છે ના. હતાશ અને નિરાશ થયા વગર આપડે કામ માં લાગી રેવું જોઈએ, પરિણામ કે અન્ય લોકો ની ચિંતા કરવા જશો તો તમે ખુદ અન્ય બનીને રહી જશો. જો આપડે સાચા છીએ તો કોઈ વાત થી ડરવાની જરૂર નથી. આપણને જરૂર પરિણામ પ્રાપ્ત થશે અને એ પણ જબરદસ્ત. અને જો તો પણ આપડે હતાશ થાય તો એને ગંભીરતા થી લેવાની જરૂર નથી. એ પરિસ્થિતિ, એ પરિણામ ને તમે બીજા કોઈ સાથે કે , તમારા માતા પિતા સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરો, અથવા તમારા નજીક ના કોઈ પણ વ્યક્તિ સાથે એની ચર્ચા કરો. આવું કરવાથી તમને કંઇક નવી વસ્તુ જાણવા મળશે, અથવા તો તમે જે મુશ્કેલ માં ફસાયા છો એમાં કઈ નવો રસ્તો મળે.
જો તમે તમારી સમસ્યા બીજા સાથે ચર્ચા કરશો તો તમારું મન ખૂબ જ હળવું થશે અને તમને થોડું સારું લાગશે. કેમ કે સમસ્યા બીજા સાથે ચર્ચા કરવાથી ઓછી થાય છે અને સારું પરિણામ પણ મળે છે.

એટલે આવી આપડી ઝડપી જિંદગી માં હું એવું જ કેવા માંગીશ કે તમારે કોઈ પણ સમસ્યા હોય તો તમે એકલા નિર્ણય ના લો, અથવા બીજા કોઈ ની સલાહ લો. પરંતુ સમસ્યા ને લીધે હતાશ ના થાવ, કેમ કે તમારા હતાશ થવાથી આપડા મગજ માં એ વાતો જ ફર્યા કરશે. અને એના લીધે કંઈ ના થવાનું થઇ જાય તો એનું પરિણામ તમારે તો ખરું જ પણ તમારા પરિવાર ને પણ બહુજ ખરાબ ભોગવવું પડે છે. એટલે કોઈપણ નિર્ણય લો તો પહેલા તમારા વડીલ કે તમારા મોટા ની સલાહ લેવી ના ભૂલશો.


આ મારા વિચારો છે. બધાના વિચારો અલગ અલગ હોય છે. તો જે કોઈ ને મારા વિચારો થી ખોટું લાગે તો મને માફ કરજો.


♥️ સલામત રહો, સુરક્ષિત રહો 🙏♥️