DEATH AFTER DEATH. the evil of brut - 1 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 1

આ કથા ને વાંચતા પહેલા આપણે એ સત્યને બરાબર રીતે સમજી લેવું અનિવાર્ય છે કે પ્રેત આત્માઓ એક માત્ર મનુષ્ય ના જ હોય છે તેવું નથી મનુષ્યથી અતિરીકત સંસારમાં જે પણ મૃત્યુ પામે છે તે બધાના પ્રેતાત્મા તો હોય છે જે પછી આવા મૃત્યુ પામવા વાળા બેક્ટેરીયા વાયરસ કે પછી મહાકાય ગજરાજ જકેમ ના હોય ? મૃત્યુ પછી તેઓ પણ પ્રેત ના દેહ ને પ્રાપ્ત કરે જ છે .આ સત્ય છે અને પરમ સત્ય છે.શાસ્ત્રો ક્ત મંતવ્ય છે કે જે પશુઓની બલી ચડે છે તે પશુ ઓ ને સદગતિ મળે છે. અન કેટલાક તંત્રોક્ત શાસ્ત્રમાં માનવ બલિનો પણ ઉલ્લેખ હોય છે .પરંતુ બહુ જ ઓછા લોકો એ સત્યને જાણે છે કે આ સંસારમાં એવા બહુ જ ઓછા તાંત્રિક છે કે જેઓ પશું બલી અને માનવ બલિ ની વિધિ સંપૂર્ણપણે જાણે છે .કદાચ એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે આવા તાંત્રિકો હવે રહ્યા જ નથી .વાસ્તવમાં આ કથાને અને બલીને કોઈ જ સીધો સંબંધ નથી પરંતુ મૃત્યુ પછી પ્રાપ્ત થનાર ગતી નો સંબંધ અવશ્ય છે .દોસ્તો‌ સદગતી અને દુરગતી નો સિદ્ધાંત પણ સર્વવ્યાપી છે .
આ નિયમ પણ ચરાચર જગત ઉપર લાગુ પડે છે .

જેમ કોઇ હત્યા કરી નાખવાથી મૃત્યુુ પામનારને દુર્ગતિ મળેે છે તેમજ કોઈ પશુની પણ જો હત્યા થઈ હોય તો તેેે પશુને પણ અવશ્ય્ય્ય્ય દુર્ગતિ જ મળે છે . અર્થાત જે બલી વિધિ યથાર્થ સ્વરૂપે નથી જાણતા તે લોકો બલી નહિ પરંતુ કશું કેેેે માનવીની હત્યા જ કરે છે .અને તેમને હત્યાના જ પાપ લાગે છે . તથા મરનારને સદગતિ નહીં બલ્કેે દુર્ગતિ જ પ્રાાાપ્ત થાય છે . વન્ય જીવનની અંદર આવી દુર્ગતિ ઓ પલ પ્રતિપલ ઉદભવ પામતી હોય છે. અને એટલે પણ કદાચ મનુષ્ય જન્મ ને સર્વશ્રેષ્ઠ જન્મ કહ્યો છે કે જેમાં માનવી ધારે તો તેની ગતિ સુધારી શકે છે પરંતુ વન્ય જીવનની અંદર આવી સંભાવનાઓ લગભગ શુન્ય પ્રતિશત હોય છે કારણકે ત્યાં લગભગ બધા જ પશુ-પક્ષીઓની એકબીજાના હાથે હત્યા થતી હોય છે ..એટલે વન્ય વિસ્તારની અંદર દુર્ગતિઓ નિરંતર ઉદભવતી જ રહેતી હોય છે અને મરનાર પશુ કોણ જાણે કેટલા જન્મ સુધી વન્ય વિસ્તારો નું પશુ જ બન્યા કરતું હોય છે. .સૂક્ષ્મ વિજ્ઞાન કે જેને ડિવાઇન સાયન્સ પણ કહેવામાં આવે છે કે જેમાં ઘણા બધા miracles નો ઉલ્લેખ હોય છે .તેમાં કોઈ રક્ત સંબંધી વિનાનો પ્રેતાત્મા પણ કોઈ મનુષ્ય પાસે કોઈ માગણી કરી બેસે છે અને એ મનુષ્ય જ્યારે એ પ્રેતાતમા ની ઇચ્છા પૂરી કરે છે ત્યારે મહા આશ્ચર્યજનક રીતે તે પ્રેત આત્માને સદગતિ પણ મળી જતી હોય છે. પરંતુ જો એ પ્રેતાત્મા મનુષ્ય નો હોય તો તેની ઈચ્છાને સમજી શકાય છે. પરંતુ જો આ પ્રેતાતમા કોઇ વન્ય પ્રાણી નો હોય અને તે કોઈ મનુષ્ય પાસે તેની ઈચ્છા નું પ્રદર્શન કરે તો કેવી પરિસ્થિતિઓ નિર્માણ પામશે .મહદ અંશ પ્રેત આત્માઓને વાંચા નથી હોતી છતાં પણ તેઓ સ્વપ્ન ઇત્યાદિ માધ્યમો વડે માનવીને પોતાની ઈચ્છા ની જાણ કરી દે છે . પરંતુ પશુ ના પીડીત આત્મા માનવીને કેવી રીતે જાણ કરી શકે? અને તે કદાચ જાણ કરે તો પણ તેને એક મિરેકલ જ કહેવાય. હજારો લાખો અને કરોડો માં જોવા મળતો એક ચમત્કાર .
સંભાવનાઓ અને અસંભવને સૂંઘવાની શક્તિ માનવી કરતાં પશુઓ ની પાસે હજારો ગણી વધારે હોય છે તો જો મૃત્યુના એક જ પળ પહેલા કોઈ પશુ ને તેના જીવન રક્ષા ની સંભાવના કોઈ માનવીમાં દેખાઇ ગઇ હોય અને તેમ છતાં પણ તે પશુ નું મૃત્યુ થયું હોય તો સંભવ છે કે મરનાર પશુ નો પ્રેત તે માનવી પાસે પોતાની ઈચ્છા નું પ્રદર્શન કરી શકે છે. અને તે માનવીનું પણ કર્તવ્ય બને છે તે એ પશુ પ્રેતઆત્મા ને સદગતિ અપાવે .બસ આ કથા પણ આવા જ કોઈક બેનામ સંબંધ પર આધારિત છે.