ganika books and stories free download online pdf in Gujarati

“ ગણિકા ”થોડા વિચારો ને દ્રષ્ટિકોણ બદલીએ...

“ ગણિકા ”
થોડા વિચારો ને દ્રષ્ટિકોણ બદલીએ...


આપણા સમાજમાં સારાને ખરાબ , ને ખરાબને સારું માનવાની ખુબ જ સારી આદતો છે. આપણો લાભને સ્વાર્થ દેખાય તો તે સારું નહીંતર ખરાબ પણ આજે વર્તમાન આધુનિક યુગમાં આજે આપણે આપણા વિચારો – દ્રષ્ટિકોણ ને જોવાનો નજરીયો બદલવાની જરૂર છે. આપણા ઘાર્મિક ગ્રંથો ને સંસ્કૃતિ માં ચાર વર્ણો નો ઉલ્લખે કરવામાં આવ્યો છે. જેમાં ક્ષેત્રીય , બ્રાહ્મણ , શૂદ્ર , અને વૈશ્ય નો સમાવેશ થાય છે. જેમાં ગણિકાઓને આપણા સમાજમાં ખરાબ દ્રષ્ટી એ જોવામાં આવે છે. પણ સાચી હક્કિત તો આપણે જાણતા જ નથી .
ખરેખર તો ગણિકાઓ આપણા દેશમાં ધાર્મિક ગ્રંથો અને મધ્યકાલીન યુગમાં ગણિકા ઓ એક સંસ્થાનરૂપે સ્થાપિત થયેલી હતી તેનું વર્ણન જોવા મળે છે , ત્યારના સમયમાં રાજાઓ , મહારાજાઓ , ઉચ્ચ અધિકારીઓ , પૈસાદાર વેપારીઓ પોતાના યુવાન દીકરાઓને ગણિકાઓને ચતુરાઈનું , વ્યવહાર બુદ્ધી નું , શિક્ષણ લેવા માટે મોકલવાનો રીવાજ હતો.એ સમય દરમિયાન ગણિકા અથવા તેની સાથે રહેતી જુવાન છોકરીઓ સાથે સંબંધ બાંધે તેમાં કશું અજુગતું નહોતું ગણાતું . મંદિરોમાં છોકરીઓ ને દેવદાસી તરીકે રાખવામાં આવે અને પુજારીઓ કે મંદિર સાથે લાગવગ ઘરાવનાર શ્રીમંતો કે સતાધારીઓ એમને પોતાની દાસી તરીકે રાખે , એ સામાન્ય વાત માનવામાં આવતી .ભૂતકાળ માં વૈશ્યા સંસ્થા વિષે સમાજનો મત ગમે તે હોય , પણ આજની વિચારસરણી મુજબ કોઈ પણ સ્ત્રીનું આ પ્રકારે શોષણ થાય એ દેશને માટે કલંકરૂપ છે , સમાજકલ્યાણ મંડળ તરફથી નિયુક્ત સમિતિ ના અધ્યક્ષ અને એમના સાથી સભ્યો એ દેશમાં ચારે તરફ ફરી વૈશ્યાવૃત્તિ અને લોહીના વેપાર સંબંધી તપાસ કરી હતી એમણે પોતાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે એ વાચતા હૈયું સળગી ઉઠે છે.
વૈશ્યાવૃત્તિમાં સ્ત્રીઓ પડે છે તેનાં મુખ્ય કારણોમાં તેમણે સાસરિય કે પતિના જુલમ ને લીધે કરેલો ઘરનો ત્યાગ , વિધવાઓ પ્રત્યે કરવામાં આવતો અમાનવીય વ્યવહાર . એક વખત થયેલી ભૂલને લીધે થતો સામાજિક બહિષ્કાર , એ બધાને લીધે જ વૈશ્યાવૃત્તિ જોવ મળે છે. દેવદાસી – વિરોધી કાયદો અસ્તિત્વ માં હોવા છતાં મંદિરો – મઠોમાં કુમારિકાઓનો વિરોધ કરવાનું હજીયે ચાલુ છે. બનારસ માં ગરીબ માં- બાપ પોતાની વિધવા દીકરીઓ-વહુઓ ને કાશીવિશ્વેશ્વર ના મંદિરમાં મૂકી આવે છે અને ‘ જાતે કમાઈ ને ખાવાની’ સુચના આપે છે - મતબલ કે વૈશ્યાવૃત્તિ કરવાનું જ કહે છે. ગામડામાં ગરીબાઈ પુષ્કળ પ્રમાણે વ્યાપેલી હોવાથી શહેરોમાં ફૂટણખાના ના દલાલો યુવાન છોકરીઓ ને સારી નોકરીઓ અપાવવા ને બહાને લઇ જાય છે અને તેમને અનીતિના ખરાબ ઘંઘા માં વેચી મારે છે.
સમિતિએ કૂટણખાના અને વૈશ્યાગૃહોની મુલાકાતો લેવા ઉપરાંત કહેવાતા “આશ્રમો” ને પણ અણધારી મુલાકતો લીધી હતી . મોટા ભાગના આશ્રમો એ લોહીનો વેપાર કરવાના ધામ જ તેમને ગણાય , આમાંના કેટલાકની વ્યવસ્થાપક સમિતિમાં એ ગામના આગેવાન સ્ત્રી – પુરુષો પણ બિરાજે છે, પણ મહીને બે મહીને મળી ગૃહપતિ ના અહેવાલ ઉપર આધાર રાખી તેઓ છુટા પડે છે . ગુંડાઓના હાથમાંથી સ્ત્રીઓ ને બચાવ્યાનો દાવો કરનાર આશ્રમ ના સંચાલકો એમને બીજા ગુંડાઓને સોપી દે છે કે લગ્નના નાટક ભજ્વાવે છે .ને આવા નાટકો થી છેવટે એ સ્ત્રી વૈશ્યાવૃત્તિ માં જોડાઈ છે.
આશ્રમોની બાબતોમાં આપણે શરમાઈ ને ડૂબી મરવા જેવી વાત એ છે કે ખ્રીસ્તી મિશનરીઓ દ્વારા ચાલતા આશ્રમો સમિતિઓ ને શ્રેષ્ઠ જણાવા .દુઃખી ,ભોગબનેલી ,વિધવા બધી જ સ્ત્રીઓ એ આશ્રમોમાં પણ આવે છે , પણ તેમના તરફ સંપૂર્ણ સહાનુભૂતિભર્યું વર્તન વ્યવહાર રાખી એમને શિક્ષણ આપી સારા માર્ગે ચઢાવવા મિશનરીઓ તરફ થી પ્રયત્નો થાય છે . જયારે આપણા “ઘર્મ” અને “સંસ્કૃતિ” ના રક્ષણ ના બચાવને બહાને ચાલતા આશ્રમોમાં ક્રુરતા , અમાનવીય વ્યવહાર વર્તન અને દેહવ્યાપાર માટેની પૂર્વતૈયારી ઓ જ મોટે ભાગે જોવા મળે છે. આ ઘણા અપવાદ બાદ કરતાં ઘણા ખરા આશ્રમો વૈશ્યાવૃત્તિ વધારવાનું જ કાર્ય કરે છે .
પશ્ચિમના દેશોની કુમારીકોના દેહવ્યાપાર ના દાખલા કે આંકડા વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થાય ત્યારે આપણા રૂઢીચુસ્તોનો આનંદ ક્યાંક સમાતો નથી. નવી વિચારશ્રેણીવાળાતો કહે છે કે , “ લો , લેતા જાવ ; પશ્ચિમ ની સંસ્કૃતિ ના વખાણ કરો છો તે જોઈ લો એમની સ્થિતિ!” પણ આપણી ચારે તરફ આ સ્ત્રીઓ ના દેહવ્યાપાર નો જવાળામુખી ભભૂકી રહ્યો છે તે તરફ આપણે આંખમિંચામણી જ કરી એ છીએ . ખરાબ બાબતો પૂર્વમાં હોય કે પશ્ચિમ માં પણ તે સમાજને લાંછન રૂપ જ છે. આપણે ત્યાં વિધવા અને તરછોડાયેલી તેમ જ ભુખે મરતી સ્ત્રીઓમાંની કેટલીયે પરિવાર-કુટુંબોની , શેઠની , આડોશી – પાડોશીની વાસનાઓનો શિકાર બને છે અને ફસાઈ પડતા કેટલી વૈશ્યા બને છે , સાસરિયાથી ત્રાસેલી કૂટણખાનામાં જાય છે , એ બધાના આંકડા કોણ બહાર પડે છે ?
વાત થોડી કડવી છે પણ આજ સાચી હક્કિત ને વાસ્તવિકતા છે આપણી , ને છેલ્લે તો આપણે એમ જ કહેશું કે આપણે શું ફરક પડે ...!!! આવું આપણા પરિવારની બહેન – દીકરી સાથે થાય ત્યારે પણ આપણે એમ કહેશું કે આપણે શું ફરક પડે.????
શકાય હોય તો આવી સ્ત્રીઓ ની મદદ કરો એને તરછોડો નહિ .


“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”