Status vs Love books and stories free download online pdf in Gujarati

Love vs Status

જીવનના દરેક રસ્તાઓમાં મારે સંઘર્ષ કરવો પડતો હતો,
સ્કુલથી માંડીને કોલેજ અને કોલેજથી માંડીને કરિયર સુધી અને લવમાં પણ સંધર્ષ,
પરંતુ સંઘર્ષ કરવો મને ખુબ જ ગમતો,હા એક ચોપડીમાં લખ્યું હતું કે જે માણસ સંઘર્ષથી આગળ આવે છે પ્રગતિ એની સાથે હોય છે,
અને મારા પડોશી ચીમનભાઇની છોકરીનું નામ પણ પ્રગતિ જ હતું,
પછી શું લાગી ગયો પ્રગતિ માટે સંઘર્ષ કરવાં,આમ તો અમે બંન્ને સ્કુલના ટાઇમથી જ ફ્રેન્ડ હતા પરંતુ પ્રેમ એની સાથે ક્યારે થયો એની ખબર જ ન પડી ,
હું સ્કુલમાં ગેટ બંધ થતો ત્યાંરે જ પહોંચતો એટલે મારે રોજ રામુકાકા માટે બીડી લઇ જવાની અને રામુકાકા ગેઇટ ખોલી નાખે,બધાં માટે ગેઇટ જ્યારે બંધ થતો ત્યારે કોઇને ન આવવા દે પણ મને આવવા દેતા કેમ કે હું એમને બીડી આપતો,
મારો મેઇન વિષય હતો સમાજીક વિજ્ઞાન કેમ કે હું જાતે ગઢવી હતો એટલે મને ઇતિહાસમાં ફુલ ઇન્ટ્રેસ્ટ હતો,
પરંતુ હિન્દી અને સંસ્કૃત માંથી કોઇ એક વિષય પસંદ કરવાનો હતો એટલે મે પ્રગતિને પુછ્યું કે તું કયો વિષય રાખીશ એટલે એણે સંસ્કૃત નું કહ્યું એટલેમેં પણ સંસ્કૃત રાખ્યું કેમ કે એ બાને મારે એના ઘરે અવાય જવાઇ ને,
સ્કુલમાં ભણવા જતા મારાથી ઘણા વિદ્યાર્થીઓ ડરતા હતા,કેમ કે હું પહેલવાન જેવો લાગતો હતો,હા અત્યારે મે ઘણું વજન ઓછું કરી નાખ્યું છે પણ આ જુની વાત છે,મને પ્રગતિનો જન્મ દિવસ ખુબ જ યાદ રહેતો,તે દિવસે હું એની સાથે ચાર પાંચ કલાક સાથે રહેતો અને કોઇ બોલતું પણ નહીં,
સ્કુલમાં હંમેશા ફર્સ્ટ આવતી,હું આમ તો ઠીકઠાક હતો ભણવામાં 70% આવતા પણ બાકી બધી પ્રવૃત્તિ માં અવ્વલ આવતો હતો,સ્પોર્ટ માં,કોમ્પીટીશનમાં,અને પ્રગતિ જ્યાંરે મારી ક્રિકેટ મેચ હોય ત્યારે બધા લેક્ચર છોડીને મને ચીઅર કરવા આવતી હતી,
આમતો મારુ ઘર ખુબજ નાનું હતું પણ અમારા બધાના મન બહુજ મોટા હતા અને અમારા ઘરમાં મોટી બહેનના લગ્ન થય ગયા હતા અને ભાઇ કંપનીમાં નોકરી કરતા હતા,એટલે ઘરનું બધું જ કામ મમ્મી કરતી હતી,અને પપ્પા છકડો ચલાવતા હતા,
એક દિવસ મમ્મીની તબિયત બગડી એટલે હું એમને હોસ્પિટલ લઇ ગયો અને ડોક્ટરે એમને બે પાંચ દિવસ બેડ રેસ્ટનુ કહ્યું પણ જેમ કે ઘરનું કામ મમ્મી કરતી એટલે હવે કોણ કરે એનો સવાલ,એટલે પપ્પાએ ચીમનકાકાને રિક્વેસ્ટ કરી કે જો બે પાંચ દિવસ પ્રગતિ અમારા ઘરે જમવાનું બનાવી આપે તો ખુબ જ હેલ્પ થાત,ચીમનકાકાએ પણ હા પાડી અને મારા મનનો મોર નાચી ઉઠ્યો હતો, ભર ઉનાળે થનગનાટ કરવા લાગ્યો હતો અને ટેહુ ટેહુ ના નાદ કરવા લાગ્યો હતો,પ્રગતિની રસોઈ એટલે ફાઇવ સ્ટાર હોટલ કરતા પણ બેસ્ટ હતી,
જ્યાં સુધી ચીમનકાકાને ખબર ન પડે ત્યાં સુધી હું પ્રગતિને ખુબ ગીફ્ટ અને લવ લેટર આપતો અને મને એ પણ નહોતી ખબર કે પ્રગતિના મનમાં મારા માટે કાંઇ છે કે નહીં,એક દિવસ સંસ્કૃત લેક્ચરમાં એને મે પુછ્યું કે તે લેટરનો જવાબ કેમ ના આપ્યો,
તો એણે કહ્યું કયો લેટર? મને તો બસ ચોકલેટ જ મળી હતી લેટર કે એવું કાંઇ નથી મળ્યુ...!
શું મગજ ની....અરે મે તને ચોકલેટ ના પ્લાસ્ટિકમાં એક લેટર નાંખ્યો હતો,
અચ્છા શું લખ્યું હતું એમા...???
અરે તને પ્રપોઝ કર્યું હતું પાગલ....
ઓહ શીટ...તો તો એ લેટર નક્કી પેલા કચરા ટોપલીમાં હશે અને જો કોઇના હાથમાં આવ્યો તો હું તો ગઇ જ સમજ,
અરે તું જ નહીં હું પણ ગયો....
યાર હવે...
હવે શું ચાલ અહીંયાથી જલ્દી...
હું અને પ્રગતિ બંને ઘરે ગયા સ્કુલ અડધી મુકીને,અને ઘરે જઇને જોયું તો મહાભારત ચાલતી હતી,
આ બધું શું છે હે,આવડી ઉંમરે આ બધું સુજે છે તમને લોકોને....
હજી ભણવાનું બાકી છે,કરિયર બનાવવાનું બાકી છે અને તમે લોકો આવું બધું કરો છો...શરમ છે કે નહીં,
અને પ્રગતિ શું છે આ છોકરામાં,આની લાયકાત છે એની હેસીયત છે...!તો તુ આને લવ કરે છે? અને આવડી ઉંમર માં લવ કેમ થઇ શકે...!
ત્યાં પ્રગતી બોલી,કેમ ના થઇ શકે...! તમે પણ મારા મમ્મી જ્યાંરે પંદર વર્ષના હતા ત્યારે પરણીને ઘરે લાવ્યાં હતા અને હું સોળ વર્ષની લવ ના કરી શકું....અને શું ખામી છે આ દિપકમાં,આ એજ દિપક છે જેણે મને પેલા પોળના છોકરાઓ થી બચાવી હતી...
શું મતલબ બચાવી હતી એટલે....શું થયું હતું...???
એ લોકો હું જ્યારે સ્કુલે ભણવા જતી ત્યારે બાઇક લઇને નીકળે અને હાલતા જાઇને મારો દુપ્પટો કાંઢતા જાઇ,અને મને ન બોલવાનું બોલતા જાઇ....
હું જ્યારે ડરતી હતી,કોઇને કહી નહોતી શક્તી ત્યારે આ જ દિપક હતો કે જેની તમે હેસિયતની વાત કરો છો,એણે મને પુછ્યું કેમ હમણા તું ઉદાસ રહે છે,શું કાંઇ ટેન્શન છે,?
પણ હું ચુપ રહી કાંઇ બોલી નહીં કેમ કે એ અડિયલ છે, એનું મગજ કાબૂમાં રહેતું નથી જ્યાંરે છેડતી હોય કે ગરીબ લાચાર પર અત્યાચાર થયો હોય તો એનાથી સહન નથી થતું અને એ નો કરવાનું કરી બેસતો હોય છે,તો મારી એક સહેલી નૈત્રાએ બધું કહી દીધું અને સવારે મારી પેલા એ પોળ વાળા રસ્તે સંતાઈને બેઠેલો હતો અને જેવી મારી સહેલીઓ સાથે આવી એટલે પેલા છોકરાઓ જે કોલેજીયન હોય છે અને મોટા બાપના દિકરોઓ હોય છે એ આવે છે અને રોજની જેમ મારી છેડતી કરતા હોય છે,
અને જેવો એ લોકો મારો દુપટ્ટો ખેંચવાની ટ્રાઇ કરી તે તરજ જ એણે બાઇકનુ હેંડલ પકડીને એક બાજું ખેંચીને એ બે છોકરાઓને નીચે પાડ્યાં અને બસ મારવા જ લાગ્યો એ લોકોને બીજા ઘણાં છોકરાઓ છોડાવાની કોંશીશ કરતા હતા પણ એકેય છોડાવી ના શક્યા અને અંતે એ છોકરાઓ મારી પાસે આવીને હાથ જોડીને બહેન કહીને એ લોકોને છોડાવાની રિક્વેસ્ટ કરી એટલે મેં મારા સમ દઇને એ લોકોને છોડાવ્યા હતા,થોડોક અડિયલ છે પણ મારુ પુરેપુરુ ધ્યાન રાખે એવો છે પપ્પા...
તોય તે આ અત્યારના યુગ પ્રમાણે આ બધું સારું ના લાગે માટે આને અહીંયાજ પુરું કરી નાખો અને ભણવામાં ધ્યાન આપો,
અંકલ પુરું તો ત્યાંરે થશે જ્યાંરે હું પુરો થાઇશ,અમે તમે કહેશો એમ કરવા તૈયાર છીએ પણ એકબીજાને છોડવા ક્યારેય નહીં,અમે ભણવામાં અને જીંદગી બનાવવામાં કાંઇ કમી નહિં રાખીએ પણ અમારી જીંદગીને આમ જુદા કરીને એક બીજાની કમીઓ ના દાખવો,
ગઢવીભાઇ તમે કાંઇ નહીં બોલો આ તમારો છોકરો આટલી હદ સુધી પહોંચી ગયો છે અને તમે ચુપ કેમ છો?
ચીમનભાઇ મને મારા દિકરા પણ પૂર્ણ ભરોસો છે,એ પોતે પણ પવિત્ર રહેશે અને તમારી દિકરી પણ પવિત્ર જ રહેશે જ્યાં સુધી એમના લગ્ન નહિં થાય ત્યાં સુધી એ લોકો એવું કાંઇ જ નહીં કરે જેથી કરીને એમની પર કાળો ડાઘ લાગે,
પણ સ્ટેટસ તો જોવો તમારા લોકોની,તમે ક્યાં અને અમે ક્યાં,
ક્યાં તમે બધા મજૂરી કરવા વાળા અને ક્યાં હું સરકારી નોકરીયાત,
ક્યાં તારું આ ઝુંપડા જેવું મકાન અને ક્યાં મારો આ 4BHK નો બંગલો,
ક્યાં આ છકડો અને સાઇકલ અને ક્યાં આ કાર અને બાઇક,
બેટા લવ હંમેશા ઓકાત જોઇને કરાય ,કોઇની સંપતીને પડાવવા નહિં,
અંકલ મર્યાદા રાખો બોલવામાં અને આ બધું હું કરીને બતાવીશ અને આમેય તે અંકલ સમય સમયની વાત છે,આજે અમારો સમય નબળો ચાલે છે,પણ એક દિવસ સમયને હું બદલાવીશ,અને ત્યાર પછી જ તમારી દિકરીનું મોઢું જોઇશ,
લ્યો પત્યું.....સ્ટેટસ ના ચક્કરમાં લવ સ્ટોરીને બ્રેક લાગી ગયો અને પપ્પા એ મને મારા મામાના ઘરે ભણવા મોકલ્યો અમદાવાદ,
અમદાવાદની શું વાત કરુ તમને,એકદમ આઝાદ સીટી હતું,
અને ટાઇમનું ખુબજ પાકું હતું,સમય કોઇની પાસે ન હતો બે ઘડી વાત કરવાનો પણ,એક દમ ક્લીન અને ગ્રીન સીટી હતું,જ્યાંરે હું અને પ્રગતિ અલગ થયા ત્યારે અમે બારમું ભણતા હતા,સંસ્કૃત વાળો અને સામાજિક વિજ્ઞાન વાળો સમય તો 10th માં નો હતો,પ્રગતિ ભણવામાં હોંશિયાર હતી એટલે એણે બાર પછી સાયન્સ લીધું હતું અને મારા ત્યા ના એક મિત્ર અમિતે મને કીધું કે પ્રગતિએ સાયન્સ રાખ્યું છે અને ખુબ મહેનત કરે છે,
પછી તો આપણે કાંઇ પાછા પડીએ આપણે પણ મહેનત ચાલું કરી દિધી હતી,હવે સમય ધીમે ધીમે પસાર થતો જાઇ અને એમ મારી લાઇફમાં પણ ફેરફાર થતા જતા હતા,મારી લાઇફમાં રાગિણીએ એન્ટ્રી મારી,રાગીણી એટલે તમે માનો એક અપ્સરા જ હતી,કાળા છુટા કેશ, જીલ જેવી આંખો,ગુલાબની પાંખડી જેવા હોઠ,લાલ લાલ તમેટા જેવા ગાલ,સુંદર ત્વચા,અને જીણા જીણા આંગળા,બસ શબ્દો ખુટે નહીં એના સૌંદર્ય ની વાત કરવા બેસું તો એવી હતી રાગીણી ,
એક દિવસ કોલેજનો એન્યુઅલ ફેસ્ટિવલ હતો,અને એમા એક નાટક કરવાનું હતું અને પ્રિન્સિપાલ સર મને ખુબ જ માનતા કેમ કે એક તો હું કવિ હતો અને ઉપરથી ગઢવી હતો એટલે એમણે મને નાટકનું કીધેલું કે આપણે ગમે તેમ કરીને આ કોમ્પીટીશન જીતવી જ છે,તમે જેમ દર વર્ષે જીતાડો છો એમ આ વર્ષે પણ જીતવું જ પડશે કેમ કે આ વખતે સામેની કોલેજના લોકો એક ગુજરાતી ફિલ્મનું નાટક કરવાનાં છે અને એમની પ્રેક્ટીસ જોતા એમ લાગે છે આ વખતેના વિનર્સ એ લોકો જ છે,
અરે સાહેબ એ લોકો પાસે મુવીનુ નાટક છે તો મારી રીયલ સ્ટોરીનું નાટક છે,
એ વળી ક્યુ?
અરે એની પર મૂવી બન્યું હતું અને ત્રણ મહિના એક ધારું એ મુવી ગુજરાતમાં ચાલ્યું હતું....
હા પણ કયું...
રાંકનું રતન....
ઓહહહહ શું વાત છે...જોરદાર લ્યો આ વખતે પણ આપણી ટ્રોફી પાકી લ્યો...
પણ મને નહોતી ખબર કે મારા આ નાટકની હિરોઇન રાગીણી હશે,એટલે મેં બધા સાથી મિત્રો કે જેવો આ નાટક માં ભાગ લેવાના હતા એને બોલાવ્યાં તો રાગીણી પણ આવી અને મારી પહેલી મુલાકાત એની સાથે થઇ અને વાતો ના સંવાદ થયા...
જી આપ નવા આવ્યાં લાગો છો કોલેજ માં...???
જી હા હું થર્ડ યરથી જોઇન કર્યું છે,અને આ મારાં મામાનું શહેર છે અને ઘણા ટાઇમથી ઇચ્છા હતી કે હું અમદાવાદ ભણું....
ઓ સેમ ટુ યુ,હું પણ મારા મામાને ત્યાં જ રહું છું અને ભણવા માટે આવી છું,જી તમે પણ નાટક કરવાના છો...?
હા હું મુખ્ય ભૂમિકામાં છું....!
ઓહહહ તો તમને આટલી જલ્દી આવડી જશે...!
લે કેમ ના આવડે....
આ નાટક એક સત્ય ઘટના પર આધારિત છે એમાં પરોવાઈ જાશો તો જ મજા આવશે...
આ સત્યઘટના અમારા સૌરાષ્ટ્રમાં બની છે તો 100% મને બધી જ ખબર છે....
ઓહહહહ વાહ ધેટ્સ રિયલી ગ્રેટ....શો તમે રતન બનવા તૈયાર છો....હું પોરહા વાળો બનીશ....
ઓકે ગ્રેટ....
નાટક ચાલું કર્યું અને નાટકમાં એવું બને છે કે ચારણના ગામે દુકાળ પડ્યો હોય છે અને એ રાજ દરબારી માં એક બે ગામોની તલાશમાં એની પત્ની સાથેનીકળે છે,પણ સમય એ દિવસ ચોમાસાનો જ ચાલતો હતો અને એક ડુંગરીયાળ ગામના પાદરે પોરહાવાળો એની પત્ની રતનને એક નદિના પાદરે મૂકીને રજવાડે જાય છે પણ પોરહાને એની પત્નીને છોડીને જવાનું મન થતું નથી,એટલે બે ડગલા ચાલે એટલે એની પત્ની કહે અહીંયા ચાલતા નહિં હો,
એની પત્ની પણ એને કહે હા ચારણ નહિં હાલુ ક્યાય પણ હવે જટ જાઉં તમે,
વળી પાંચેક ડગલા હાલે એટલે એની પત્નીને કહે જો જો હો ચારણયાણી તમે અહીંયાથી જરાઇ હલતા નહિં,
ફરી ચારણયાણી બોલે હા ચારણ નહિં હલું,
એમ કરતા કરતા ચારણ ડુંગર પર ચડી ગયા અને ત્યાથી એની પત્નીને કહે જોજો હો ચારણયાણી તમે અહીંયાથી ચાલો તો તમને મારા ગળા ના સમ છે,એમ જોર થી સાદ પાડીને કહ્યું અને ચારણયાણી બોલી હા નહિ હલું અહીંયા જ ઉભી રહીશ જ્યાં સુધી તમે નહિં આવો....
ચારણ રજવાડામાં જાઇ છે,રાજન એમને આવકારો રૂડો આપે છે,કસુંબા લેવાઇ છે અને ચારણ એક પછી એક મોજ ના ફલ્લા છુટી જાઇ છે,દુહાની રમજટ બોલે છે, બરોબર એમ કહેવાય કે ચારણે અષાઢને ઠપકો આપતા દોહા ગાઇ છે અને જેને કેવા
કહેવાય કે ઇ ચારણ નો અવાજ મેઘરાજા સુધી પહોંચતો હોય અને ચારણ નો ઠપકો મેધરાજાને રિઝાવતો હોય એમ ભાઇ એક ધારો ગાજવિજ સાથે વરસાદ પડવા લાગ્યો,અને પડ્યો તો એવો પડ્યો કે નદી ,નાળા,કુવા,ઝરણા,દરિયા,બધું છલોછલ ભરાઇ જાય અને ઘોડાપુર આવી જાય એવો મેહુલો મેર કરતો રહે છે,એવામાં રાજ દરબારીમાં કોઇકે આવીને કહ્યું કે પાદર નદીના કાંઠે પુર આવ્યું છે અને કોઇક બેન દિકરી એમાં તણાય છે,
અને ઇ ચારણ ના હૈયે ફાળ પડ્યો હો ભાઇ,ફાળ એવો તે પડ્યો કે એ ગાંડા જેવી હાલત થઇ ગઈ,મારી રતન,મારી ચારણયાણી એમ બોલતો બોલતો પાદર કાંઠે જાય છે અને ઉભો ઉભો રતનની યાદ નો દુહો બોલે છે...
કેવો હોય છે એ દુહાઓ.....

હતું ઈ હું હારી ગયો,
ખજનો બેઠો ખોઇ,
મારુ રતન ગયું રોળાઈ,
પાદર તારે પોરહા,
મજબૂત રાખું કેમ મનને,
હૈયું રહે નહીં હાથમાં,
જે'દી એ હતી સધળું હતું,
મારુ સુખ એની સાથમાં હતુ,
મજબુર થઇ જીવવું રહ્યું,
મને નીંદરુ નો આવતી,
પાદર ગુમાવેલ પોરહા,
મને યાદ ચારણ આવતી,
વૈશાખ માસે આંબે પાકે,
કંથ લાવે કેરીયુ,
કામીની ઘોળે નીચોળે,
સુંગઘ થાતી શેરીયું,
પાસે બેસીને પીરસતી મને,
મને ખંતથી ખવરાવતી,
પાદર ગુમાવેલ પોરહા,
મને યાદ ચારણ આવતી......
એવું નાટક ચાલતું હતું પણ દિપક જાણે ખરેખર રતનને ખોઇ બેઠો હોય એમ રોવા લાગ્યો હોય,બધા એને છાનો રાખવાની કોશિશ કરે છે પણ એ છાનો રહેતો નથી,
રાગીણી દિપકની એટલે કે મારી નજીક આવે છે અને કહે છે,
શાંત થઇ જા દિપક આ એક નાટક હતું તે ખુબ જ સારું નિભાવ્યું અને બધાના આંખો માં આંસુઓ આવી ગયા છે જો,
(મીત્રો એક વાર આ મુવી મળે તો મુવી અથવા નાટક જોજો તમને પણ આંસુ આવી જાશે,એક નવું યુગલ એના કે જે પોતાના વિસ્તાર માં પડેલા દુકાળ માંથી બીજા જગાએ જતા હોય છે,અને એમા ગઢવીના દુહા થી બારેય મેઘ ખાંગા થાય એવો વરસાદ પડે છે અને એમા એની પત્નીએ પુરમાં તણાય જાઇ છે અને એ પાગલ બની જાય છે,આ આપણા સૌરાષ્ટ્રની સાચી ઘટના છે,એક વાર જરુર સાંભળજો)
એ દિવસે રાગીણીને મારા માટે પ્રેમ જાગ્યો હતો,પરંતુ મારા મનમાં તો પેલેથીજ પ્રગતિ હતી તો હું રાગિણી નો સ્વીકાર કેમ કરી શકું,એ દિવસે અમારી કોલેજ જીતી હતી અને સામેવાળી બધી કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિદ્યાર્થીઓએ મારું સન્માન કર્યુ હતુ,
રાગિણી દિવસે ને દિવસે મારી તરફ આકર્ષિત થતી હતી અને એક દિવસ એ મારી પાસે આવી અને બોલી કે દિપક તે કોઇ દિવસ પ્રેમ કર્યો છે...???
હા મારે તો પેલેથી જ ફિક્સ છે,સ્કુલ ટાઇમથી,
એ કોણ....?
મે રાગિણીને બધી વાત કરી અને રાગિણી દુખી થઇને ચાલી ગઈ ,મને પણ નવાઇ લાગી કે આમ અચાનક ઉતરેલું મોં લઇને કેમ ચાલી ગઇ...એવામાં અમિતનો મારી પર ફોન આવ્યો કે તું બને એટલું જલ્દી આવી જા,પ્રગતિને જોવા માટે આવે છે,
હું ફટાફટ ટીકિટ બુક કરાવીને જામનગર જવા નીકળ્યો હતો ત્યાં રાગિણી પણ સ્ટેશન પર હતી,એટલે એણે મને કિધું કે આમ અચાનક ક્યાં જાઇ છે,
જામનગર...
કેમ શું કામ જાય છે,હમણા તારી એક્ઝામ આવશે...
અરે એ એક્ઝામ તો ગમે ત્યારે દેવાઇ જશે પણ જો હું જામનગર ના પહોચ્યો તો મારી આખી લાઇફ ની દેવાઇ જશે....
મતલબ....!
મતલબ કે પ્રગતિની સગાઇ થવાની છે અને મારે ત્યાં પહોચવું ફરજીયાત છે,પણ તુ ક્યાં જાય છે...???
બસ ઘરે જઉં છું,મારૂ મન અહીંયા ભરાઇ ગયું છે,
મતલબ....તું કોલેજ છોડી જાય છે,,,????
ના ના બસ થોડા દિવસ પુરતી જાઉ છું,મમ્મી પપ્પાની યાદ આવી એટલે....
ઓહકે....સારુ હું નીકળું હો બાઇ...
હા ધ્યાન રાખજે તારું....
હા સારુ તું પણ....
હું જામનગર પહોંચ્યો અને ડાઇરેક્ટ પ્રગતિના ઘરે ગયો અને અંકલને કહ્યું ,
આ બધું શું કામ કરો છો,બસ હવે માત્ર બે મહિના રહ્યા છે, મારી કોલેજ પુરી થવામાં,
હા તો....કોલેજ પુરી કરીને તરત તને નોકરી મળી જશે એમ....
અંકલ બધું થઇ જશે....પ્લીઝ થોડો સમય તો આપો...
સમય જ નથી,પ્રગતિની મમ્મી બીમાર છે,કેંસર છે એને, એની ઇચ્છા છે કે એ પ્રગતિને સાંસરે વળાવે....
હું સીધો આંટી પાસે ગયો અને એમના પગ પાસે બેઠો અને બોલ્યો...
આંટી તમને તો ખબર જ છે ને કે હું પ્રગતિ વગર નહીં જીવી શકું,તમે કેમ અમને લોકોને અલગ કરવાં માંગો છો, અને એ બીજે લગન કરીનેનહિ ખુશ રહી શકે,કેમ કે એ મને પ્રેમ કરે છે,
બેટા એણે જ હા પાડી એટલે જ તો અમે દિકરા વાળાને બોલાવીએ છીએ...નહિંતર અમે રાહ જોતા જ હતા ને...
મને ફુલ જાટકો લાગ્યો હતો,હું ડાઇરેક્ટ પ્રગતિ પાસે ગયો અને બોલ્યો...
આ બધું શું છે,આપણે તો રાહ જોવાના હતા ને...
હા બટ આટલો ટાઇમ વીતી ગયો,ના તો તારો ફોન આવ્યો કે લેટર એટલે મને થયું કે તું મને ભુલી ગયો છે,
ભુલી ગયો....!અરે એમ કેમ ભુલી જાઉં યાર,ચાલ હમણાને હમણાં ચાલ આપણે લગ્ન કરી લયે..
ના દિપક હવે એ પોસીબલ નથી,હમણા દિકરાવાળા આવતા જ હશે,
અને શું ટામીંગ હતો દિકરા વાળાઓ પણ આવી ગયા અને જોત જોતામાં સગાઇ થઇ અને હું આ બધું સહન ના કરી શક્યો અને પાછો અમદાવાદ જતો રહ્યો અને એક્ઝામ પુરી કરી એટલે રિઝલ્ટની રાહ જોવા લાગ્યો અને રિઝલ્ટ આવે એ પહેલા મે પાસપોર્ટ બનાવી લીધો યુ.કે જવું હતું અને ત્યાં જ સેટ થઇ જવું હતું,
રિઝલ્ટ આવ્યું અને હું યુ.કે જતો રહ્યો હતો,એક બાજું હું યુ.કે જતો હતો અને બીજી બાજું પ્રગતિના લગ્ન થતા હતા,
યુ.કે માં હું આઇ.ટી કંપની જોબ કરવાં લાગ્યો દિવસ રાત એક કરવાં લાગ્યો બસ એક જ સપનું હતું કરોડપતી નહિં પણ ડોલરપતી બનાવા,હું ઘરે ખુબ જ પૈસા મોકલતો અને એક સરસ મજાનો બંગલો પેલા ચીમન કાકાની સામે જ બનાવાનું કહ્યું હતું એટલે એને પણ ખબર પડે કે હું પ્રગતિને પ્રેમ એની સંપતિ માટે નહિં એને પામવા કરતો હતો,
આઠ વર્ષ યુ.કે રહ્યા બાદ ભાઇના લગ્ન હતા એટલે હું ઇન્ડિયા આવ્યો અને ભાઇના લગ્ન પુરા કર્યા અને ઘરની છત પર કોઇ ના જોવે એમ તાજી હવા ખાતો અને સિગારેટ પીતો હતો ત્યાં મે પ્રગતિને જોઇ એટલે જોતો રહ્યો હતો,આ શુ સફેદ સાડી ,માંગ સુની,હાથમાં બંગડી નહિ,
હું ફટાફટ નીચે ઉતર્યો અને પ્રગતિ પાસે ગયો,પ્રગતિ ને વારેવારે પુછ્યું પણએણે એક પણ સવાલોના જવાબ નો આપ્યાં અંતે એના પપ્પા આવ્યા અને બોલ્યા,
એ કાંઇ નહીં બોલે બેટા,એની જીંદગી બરબાદ થઇ ગઇ, તમારા બંનેનો પ્રેમ સાચો હતો અને ખોટું બોલીને મેં પ્રગતિને પાસે ખોટું બોલાવ્યું કે જેથી કરીને તું પાછો જતો રહે અને એના લગ્ન ટાઇમે થઇ જાય,
મતલબ....???
મતલબ કે પ્રગતિની મા ને કોઇ કેંસર નોહતું,મારે મારી હેસિયતના ફેમીલી સાથે મારી દિકરીના લગ્ન કરાવા હતા અને એક અમેરીકા માં રહેતા છોકરા સાથે લગ્ન કરાવ્યા હતા,પરંતુ એક કાર એક્સીડન્ટમાં પ્રગતિના પતિનું મોત થયું અને એ વિધવા થઇ ગઇ,મારા પાપોની સજા મારી દિકરીને મળી બેટા મારી દિકરીને મળી...
બસ અંકલ અફસોસ નહિં કરો,જે થવાનું હતું એ થઇ ગયું,ભાગ્યમાં લખ્યાને કોઇ બદલી શક્યું નથી,ખુદ ભગવાન પણ નહિં,
પણ બેટા આની હજી આખી જીંદગી બાકી છે,અને એને પણ એક નાની દિકરી છે,હવે એનું કોણ,દિકરા વાળા રાખવાં તૈયાર નથી કેમ કે મારી દિકરીએ એને વંશમાં દિકરી આપી છે અને દિકરી તો પારકું ધન કહેવાય માટે અમે એ નર્કમાંથી અહીંયા લાવ્યાં,ખેર એ બધું જવા દે તું યુ.કે માં શું કરે છે ,,,?હવે પાછો ક્યાંરે જવાનો છે,,????
જી અંકલ એક વાત કહું....????
હા બોલને બેટા...!
જો તમને વાંધો ના હોય તો હું પ્રગતિ સાથે લગ્ન કરી શકું..?
પણ આ બધું જાણવા છતાય તારે એની સાથે લગ્ન કરવા છે,,,????
હા તો એમા શું થયું હું પ્રગતિને લવ કરતો હતો અને અત્યારે પણ કરું જ છું,મે એના સીવાય બીજી કોઇ સ્ત્રી કે છોકરીને અપનાવી જ નથી,અરે મે તો આખી જીંદગી લગ્ન ના કરવાનો સંકલ્પ લઇ લીધો હતો,
બેટા મને તો કાંઇ વાંધો નથી પણ પ્રગતિને પુછી લે...!
પ્રગતિ શું હજી તારા દિલમાં મારા માટે જગ્યા છે...???
પણ મારી દિકરીનું શું....????
હા તો એને મારું નામ આપી દે,એમાં ક્યાં મોટી વાત છે..!
પણ દુનિયા....!!!
જો પ્રગતિ દુનિયા તો બધું કહેશે પણ આપણે દુનિયા સારુ બોલતી હોય તો સાંભળી લેવાનું અને ખરાબ બોલતી હોય તો મનમાં નહિં લેવાનું અને દીકરી હજું તારી નાની છે,એટલે મોટી થતા એ મને બાપ માની લેશે,અને આપણે બીજું બાળક નહિં કરીએ બસ...
દિપક તું દયા કે હમદર્દી દેખાડતો હોય તો રેવા દેજે પ્લીઝ...
અરે આ હમદર્દી કેમ હોય શકે,દયા કેમ હોય શકે,કેમ ભુલી ગઇ હું કેવો ગાંડાની જેમ પ્રીત કરતો તને,અને હા છોડીને તું જતી રહી હતી હું નહીં,તારા પપ્પાની વાતમાં તું આવી હતી હું નહીં,તો મારો પ્રેમ એટલો જ પવિત્ર છે જે પહેલા હતો,હવે તારી ઇચ્છા તારે જે સમજવું હોય એ, તારી પાસે એક અઠવાડિયાનો ટાઇમ છે,પછી મારી ફ્લાઈટ છે યુ.કે ની,જો તું હા પાડીશ તો નહીં જાઉં અને તું ના પાડીશ તો યુ.કે જતો રહીશ ,
પ્રગતિના મમ્મી પપ્પા એ બહુ સમજાવી પ્રગતિએ પણ દિકરીનો અને પોતાનો વિચાર કર્યો અને એણે એના જુના મારી સાથેના દિવસો યાદ કર્યા તો એને દેખાયું કે હું ખરેખર સાચા દિલથી પ્રેમ કરુ છુ અને મારો પ્રેમ પવિત્ર છે,
ત્યાંર બાદ પ્રગતિ મારી પાસે આવી એની દિકરીને લઇને અને બોલી,
તું યુ.કે જઇશ કે ઇન્ડિયા રહીશ લગ્ન પછી...
ઇન્ડિયામાં, પણ કેમ પુછે છે....
કેમ કે હું તારી સાથે લગ્ન કરવા માંગું છું એટલે....!
ઓહહહહ માતાજી....રીયલી પ્રગતિ...!
હા જો આ પણ ઘણી ખુશ છે તારા પપ્પા સાથે...એ એને દાદા કહે છે...
વાહ....હાશ....તે તો મારું રૂણ ચુકવી દીધું....
એટલે....
તે દિવસ પેલા છોકરાઓથી બચાવી હતી તો એ રૂણ તારી પર મારું રૂણ હતું જે આજે ચુકવી નાખ્યું....
જા ને લુચ્ચા....

તો આ હતી આખી સ્ટોરી,બંનેએ લગ્ન કરી લીધા,એની દિકરી આરાધનાને પણ દિપક જાણે પોતાની દિકરી હોય એમ સાચવતો હતો,અને જામનગરમાં પોતાનો બિઝનેસ ચાલું કર્યો અને હંમેશને માટે પ્રગતિ અને આરાધનાની સાથે પુરા પરિવાર સાથે રહેવા લાગ્યો....

મિત્રો જરુર નથી કે દરેક પ્રેમી દિપક જેવા પવિત્ર પ્રેમી હોય પરંતુ ચિમન અંકલના ધાર્યા જેવા પણ અમુક હોય છે,
પરંતુ જે સાચા પ્રેમી હોય અને કદાચ દિપકની જેમ એમનો પણ નબળો સમય હોય તો જરા એ લોકોને ટાઇમ આપવો અથવા વેલસેટ થયા બાદ નિર્ણય લો,પણ આમ એ બંનેની જીંદગીને ખતમ ના કરી નાખો....
હંમેશા પ્રેમની સામે હેસિયત મોટી નથી હોત,કોઇ દિવસ પ્રેમ પણ મોટો હોય છે........