horror express -24 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 24

અહીંયા થી ચાલ વિજય જેટલું વધારે અહીંયા રોકાઈ શું એટલું વધારે ફસાયઈ જશું.
વિજય તેની વાત માનીને તેની પાછળ ચાલવા લાગ્યો. બપોરનો સમય હતો પણ તે જગ્યાની શાંતિ વિજયને પણ ભયાનક બનાવી રહી હતી દૂર દૂર સુધી કોઈ નજરે પડતું નહોતું.
અમુક કાગડા ઉડી રહ્યા હતા કા.....કા...... વગર તો બીજો કોઈ અવાજ પણ નહોતો. પાનખરની ઋતુમાં પાંદડા ખરી પડેલા હોય એવું શું ભયાનક વાતાવરણ બની ગયું હતું. વિજય કેતન ની પાછળ ચાલવા લાગ્યો અને તને ધોતી પહેરી હતી વિજય પૂછવા જતો હતો.......
તેઓ પોતાને પોતાના ઉપર આંગળી રાખીને ચૂપ રહેવાની સલાહ આપી. વિજયની ગુસ્સો આવ્યો પણ તે કશું કરી ના શક્યો.
આખું વાતાવરણ ગંભીર બની ગયું અને કેતન ને કોઇ રાહદારી મળે તેવું નહોતું.
એ જગ્યાએથી નીકળવા માટે એક જ રસ્તો જ હતો.
તે આ રસ્તાનો જાણકાર હતો આ રસ્તો એટલો વિશાળ અને ગૂંચવણ વાળો હતો કે તેમાંથી બહાર નીકળવું વધુ મુશ્કેલ હતું.
વળી વેરાન જગ્યામાં કેતન સાથે ચાલવું છે વિજયને સમજદારી લાગી.
"બંને એક કિલોમીટર જેટલું ચાલ્યા હશે"
કેતન તો ચાલવામાં એક્કો હતો અને વિજય પોતાના પગ નું જોર પણ કાઢી શકતો ન હતો ગરમી એટલી હતી કે પગમાં ફોલા પડી જાય છે. પાણી તો પીવડવો ભાઈ મને......
કેતન તેને પાછા વળીને વિજય ની સામે જોયું તેની આંખો પહોળી થઇ ગયેલી અને ખૂબ ગંભીર હતો.
તે વિજયને જોઈ રહ્યો કેતન નો સુર ઘેરો થઈ ગયેલો.
વિજય ભૂતિયા બાબતોથી જાણે અનુભવી પંડિત બની ગયો હતો.
આ થોડું વધારે પડતું થઈ રહ્યું હતું. થોડુંક ચાલ્યા પછી કેતન રોકાઈ ગયો.
તેઓ બંને એક જગ્યાએ ઊભા રહી ઘટાદાર વડ ના છાયા નીચે આરામ કરવા બેઠા હવે થોડીક વાર આરામ કરે છે. આપણે ભૂતાવાળને મળીશું.
કેતન બેબાકળો થઈ જાય છે.
વિજય બોલ્યો......
હું એકલો અવરા ઘરમાં એક ભૂત ને મળવા જઈશ.
જો તું મળવા જઈશ તો ....
એમ આપણું બંનેનું ભલું છે નહીં તો આપણે બંને આ જગ્યા કાયમી માટે રહેવું પડશે વિજયના મનમાં ગુસ્સાની લહેર દોડતી થઈ ગઈ આ બધું શું હતું.
આ કેવી વિચિત્રતા માં મને મૂકવામાં આવ્યો છે પેલી શાળામાં તે ઉપર એકલો ગયો હતો એટલે તેનામાં હિંમત તો હતી. આવું કામ કરવા માટે પણ મજબૂત મનોબળ વિજય માં આવી ગયું હતું. ભૂતની એકાંતમાં મુલાકાત લેવી એ કંઈ નાનીસૂની વાત ન હતી......
(વિજય તો સપનામાં ઉંડો ને ઉંડો ચાલતો ગયો)
કેતન હું જાવ છું પણ તને હું ગામમાં આવીને જરૂર મળીશ. વિજય ની આ વાત સાંભળીને કેતને નાનકડું સ્મિત કર્યું જાણે તેની વાત ઉડાવી દીધી હોય.......
અને તે ત્રિકાળ જ્ઞાની પુરુષ હોય તેમ બોલવા લાગે છે.
મને કઈ રીતે મળીશ એટલું બોલીને કેતન ચાલી નીકળ્યો.
તે જે રસ્તે આવેલા તે જ રસ્તે પાછો જવા લાગ્યો.
વિજય તેને જોઈ રહ્યો અને સાથે કેટલાય સવાલોનો મારો મનનો કરી રહ્યો હતો.
કેતન કેવી રીતે આ બધા રસ્તા જાણતો હશે?
તે કેમ એવું કેમ કહેતો હતો કે તેને મળી નહીં શકે.
જ્યારે તે તો ગામમાં જ થોડીવાર પહોંચી જવાનો હતો. વિજય એકલો એ જગ્યાએ ઊભો રહી ગયો જ્યાં પક્ષીઓ જતા ત્યાં કોઈ દેખાઈ રહ્યું ન હતું ફક્ત દૂર પેલું ઘર કાળું કાળું ભાસતું હતું.
લીલા પાંદડાં અને ડાળીઓ વચ્ચે તે અવાવરું ઊભું હતું.
ત્યાં કોઈ હતું નહિ.
કદાચ અંદર કોઈ હોઈ શકે પર બહાર તો કોઈ જ હતું નહીં તેની બહાર એક હીંચકો બાંધેલ હતો જે નાનકડા છોકરા માટે બાંધેલ હોવો જોઈએ.
એટલું જ દેખાઈ રહ્યું હતું વધારે જોવા માટે વિજય પાસે સમય જ નહતો.
વધુ આવતા અંકે.....