Adhuro Prem. - 59 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 59 - મીલન

મીલન

આકાશ પલકને સમજાવી રહ્યો છે, વારંવાર એને મનાવવાં છતાં પણ પલક એની સાથે લગ્ન કરવાં માટે તૈયાર નથી થતી.એનું કારણ પણ છે,આકાશનાં લગ્ન થયેલા છે,અને ખુબ પ્રેમાળ પત્ની છે.બે બાળકો પણ છે,જાણી જોઈ અને એનાં જીવનમાં કેવીરીતે ઝહેર ઘોળી શકે.અત્યારે એણે આકાશને કહ્યું કે હું એની સાથે પ્રેમીકા બની અને રહીશ.પરંતુ એ તો માત્ર એને રાજી રાખવાં માટે જ કહ્યું છે.

આકાશ અને વંદના વાતો કરેછે, ને વંદના આકાશનાં ખોળામાં માથું મૂકીને સુ્ઈ ગ્ઈ. એને બાજુનાં રુમમાં ઉચકીને સુવાડી લીધી. લગભગ રાત્રીનાં નવેક વાગ્યાં છે.

આકાશને થોડું મોડું થશે એવો એણે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું. હું થોડો કામમાં વ્યસ્ત છું, થોડું વધારે મોડું થશે.
એની પત્ની નીરાલી સમજી ગ્ઈ એણે કહ્યું પલકનાં ઘેર છો ?
આકાશે તાડુકીને કહ્યું તું તારું કામ કર મારી વાતમાં વધારે ડાપણ કરવાની જરૂર નથી.(,ફોન કટ કર્યો)

આ બધું પલકે બરાબર સાંભળ્યું'' થોડીવાર પછી એનાં ફોનમાં એક ફોન આવ્યો. પલક રુમમાંથી બહાર જતી રહી. અને થોડીવાર પછી વાત કરી અને રુમમાં આવી.

આકાશે પુછ્યું કોનો કોલ હતો ?

પલકે કહ્યું મારી એક જુની બહેનપણીનો હતો કાલે અમારે બધાએ એક હોટેલમાં જમવાં જવાનો પ્રોગ્રામ છે.તો મને પુછ્યું હતું કે તારે આવવાનું છેને ? તો મે કહ્યું હાં .એમ

આકાશે કહ્યું પલક તને કોઈદિવસ જુઠું બોલયાનથી આવડતું મને ખડરછે.જ્યારે જ્યારે તું જુઠ્ઠું બોલેછે ને તો તારી આંખો કહીદેછેકે તું જુઠ્ઠું બોલેછે.

પલકે કહ્યું સારું સારું ઠીકછે, તું બહું મનોવૈજ્ઞાનિક છેને એટલે તને બધી ખફર પડી જાય.

હાં પલક કદાચ કોઈની મને ન ખબર હોય પણ તારી મને ખબર હોય જ " કેમકે મારી જેટલી કદાચ કોઈએ તારી આંખોને નહી વાંચી હોય. તારો માત્ર આંખનો ઈછારો કાફીછે વાતને સમજાવવાં માટે.

આકાશની વાત સાંભળીને પલકની આંખોમાં પાણી આવી ગયું. એણે આકાશ પાસે આવી અને એનાં ગાલને ચુમી લીધાં.

ને આકાશને મોકો મળી ગયો, એણે પલકને પોતાની બાહોમાં જકડી લીધી.પલક એ દરમિયાન આકશને કહેતી રહી કે આકાશ આ આપણે ખોટું કરી રહ્યાં છીએ, હું તારી પ્રેમિકા જરુર છું. પણ હું કોઈને વચન આપી ચુકીછું. કે હું કોઈ દિવસ આકાશ સાથે આડાસંબધ નહી રાખું. એટલે મને માફ કરજે આકાશ આપણું "મીલન"આ ભવમાં શક્ય નથી તે નથીજ.અને આ શબ્દો કહેતાં મારી જીભ ઉપડતી નથી પણ મારે તને કહેવું જરૂરી છે. અને હવે તું તારા ઘેર જ્ઈ શકેછે. આકાશ જો તને ખોટું લાગે તો માફ કરજે, અને મને ભુલી જજે હું તારી સાથે કોઈદિવસ નહી રહી શકું.

આકાશે કહ્યું પલક તારા ફોનમાં કોનો ફોન આવ્યો હતો. તું મને કહે નહીતો હું તારો ફોન ખેંચીને પણ જોઈ શકું છું.

એની કોઈ જરૂર નથી આકાશ મને લાગે છે કે તને અહીંયા ફરીને બોલાવી મે બહું મોટી ભુલ કરી છે. મારે એ ન ભુલવું જોઈએ કે તું કોઈનો પતી અને કોઈનો પિતા છે,માત્ર મારા સ્વાર્થ ખાતર તારું જીવન બરબાદ કરી ના શકું. અને તું જાણે છે કે મારું જીવન આમ પણ કેટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. પ્લિઝ આકાશ યુ કેન ગો નાવ પલકે આકાશને ઘરનાં દરવાજા સામે આંગળી ચીંધીને ઘરની બહાર
નીકળી જવાં કહ્યું.

આકશને હળાહળ અપમાન લાગ્યું પણ એને એ પણ ખબર હતીકે પલક કોઈપણ સંજોગોમાં એની સાથે આવું વર્તન કરે જનહી.જરૂર કોઈ વાત છે.

પલકને એણે કહ્યું હું જરૂર નીકળી જ્ઈશ પણ મને કહે ઈ ફોન કોનો હતો ? હું તરતજ જતો રહીશ.પલકને હચમચાવી નાખી એની આંખોમાં અંગારા વરસવાં લાગ્યાં. આકાશની આંખો લાલઘૂમ થઈ ગઈ. પલકને થોડો ડર લાગ્યો એટલે એણે રડતાં રડતાં કહ્યું વીભાભાભીનો ફોન હતો આકાશ. એણે મને કહ્યું છે કે પલક પહેલાં તારી અને આકાશ વચ્ચે જે કાંઈ હતી એ અમને સ્વીકાર હતું પણ હવે એ અયોગ્ય છે.ને એમની વાત સાચી પણ છે આકાશ આપણો સંબંધ માત્ર સમાજમાં તિરસ્કારનો ભોગ બનશે.જે લોકો મને આજે પ્રેમ કરે છે ને આકાશ એ પણ મને તિરસ્કારની ભાવનાથી જોવા લાગશે.હજી પણ વીભાભાભી મારી ઈઝ્ઝત કરેછે. અને કાલે જો ક્ઈક નવાં જુની થઈ જશે તો એ મને નફરત કરશે.અને હું હવે કોઈપણ વ્યક્તિની નફરત સહન કરવાની ક્ષમતા ધરાવતી
નથી.તો પ્લિઝ આકાશ તું અહીંયાથી જતો રહે.અને તારા ઘરે જ્ઈને કોઈને પણ કશું કહ્યું છે, તો તને તારી પલકનાં સોગંદ છે.
આકાશ વીભાભાભીને બહું જ આદરભાવ આપતો હતો. એણે નાનપણથીજ પોતાની ભાભીને માં નાં રુપમાં જ જોઈ હતી.કારણકે આકાશને જન્મ આપીને થોડાં જ સમયમાં એની માં મરી ચુકી હતી. પોતાનાં મોટાભાઈનાં જન્મ પછી કેટલાય વર્ષે આકાશનો જન્મ થયો હતો. એટલે બન્ને ભાઈઓ વચ્ચે ઉમરમાં ખાસ્સું અંતર હતું. સમજણ આવી ત્યારે ભાભીનાં ખોળામાં એથી એમની વાત ક્યારેય ઓળંગી નથી.

આકાશ પલકની સામે જોઈને આજે પહેલી વખત રડવાં લાગ્યો છે. એને પલકનું ભાવી સાફસાફ દેખાઈ રહ્યું છે. એણે પલકને કહ્યું પલક એક આખરી વખત ગળે.લાગી જા.પછી કોને ખબર આપણું મળવું થશે કે નહી.પલક દોડતી આવી આકાશને વળગીને રોઈરોઈને ગાંડી.થઈ ગઈ. પોતાનાં બે હાથમાં આકાશનો ચહેરો પકડીને વારંવાર ચુમવાં લાગી. થોડીવાર સામે જોવે વળી ચુમી લે.વળી સામે જોઈ રડવાં લાગે તો વળી આંખોને ચુમી લે.તો વળી એનાં ગાલ ઉપર હાથ ફેરવીને સલાહ આપે"આકાશ તું તારું ધ્યાન રાખજે હો, કદાચ હવે આપણે નહી મળીએ. પરંતુ તું તારા હ્લદયમાં મારી માટે એક ખુણો હંમેશા ખાલી રાખજે.ગમે ત્યારે મારી યાદ આવે ત્યારે તારા હ્લદય ઉપર હાથ રાખીને મને યાદ કરજે હું ચોક્કસ તને જવાબ આપીશ.

આકાશ આજે કદાચ સમજવાં શીખ્યો પછી પહેલી વખત રડ્યો હતો. એને પણ થાય છે કે જાણે એનાં શરીરમાંથી પ્રાણ
નીકળી રહ્યાં છે. પરંતુ ભાભીની વાતને ઈગ્નોર કરીને કોઈ કામ કરવું એ યોગ્ય નથી.પરંતુ એ પણ જાણતો હતો કે આજે પલકને સૌથી વધારે મારી જરૂર છે.બાળપણમાં કે યુવાનીમાં જ્યારે હું એને મદદરૂપ થતો ત્યારે એની સંભાળ રાખવાં વાળા ખુબ જ હતાં. એની આગળ પાછળ ફરવાં વાળી એની બહેનપણીઓ આજે એક પણ દેખાતી નથી. અને દેખાય પણ ક્યાં સુધી"દરેકને પોતાનું જીવન હોય છે. આ સંસારમાં કોઈને કોઈ વ્યક્તિને એકાદ બે દુઃખ હોય જ છે. જીવનમાં કોનું ધ્યાન રાખવું પોતાનું કે લોકોનું ? આવાં વીચારો આકાશને જાણે પરસેવે રેબઝેબ કરી નાખ્યો. એનું બ્લડ પ્રેસર હાઈ થવાં લાગ્યું. થોડીવાર ચક્કર ખાઈને સોફામાં બેસી ગયો.

પલક એની મુશ્કેલી સમજી ગ્ઈ,એણે આકાશને પાણી આપ્યું. અને કહ્યું આકાશ તું મારી જરા પણ ચિંતા કરતો નહી.જો મને પૈસા ટકેની જરાય પણ મુશ્કેલી નથી.અને રહી વાત જીવનમાં દુઃખ આવવાની તો આ સંસારમાં દરેકને કોઈ ને કોઈ હોય જ છે.ભગવાન એવાં લોકોને દુઃખ આપવાનુંં પસંદ કરેછે"જે હાર ના માને અને અધવચ્ચે જીંદગી હારી ના બેસે એનૅ કસોટી કરવામાં એ પાવરધો છે.એ મારી બરોબર કસોટી કરી રહ્યો છે.

આકાશે કહ્યું પલક હું તને આજ પછી ક્યારેય નહીં મળું કારણકે તને જો ભાભીએ કહ્યું હોય તો એની વાતમાં કોઈને કોઈ તથ્ય હોય છે. હું એમની કોઈ વાતને ઓળંગી નહીં શકું. અને જો ભાભીએ તને ખરેખર કહ્યું છે તો એ મને પણ કહેછે.હવે હું રજા લ્ઉછું,પલક તારું જીવન પાટા ઉપર ચડી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ.વંદનાને પણ ધ્યાન રાખજે અને સારી સ્કુલમાં ભણાવી અને સારું ભવિષ્ય બનાવી અને સમાજમાં ઉભી રાખજે.ક્યાં સુધી ભગવાન દુઃખ આપશે.કાલે સહુ સારા વાના થઈ જશે.હવે હું નીકળું છું. આકાશ સજળ નેત્ર સાથે ફરી એકવાર પલકને ભેટી પડ્યો. કદાચ આખરી વાર,આકાશે પલક સામે એકવાર ફરી વળીને જોયું અને એકવાર ફરીથી પાછો ફર્યો અને પલકને ગળે વળગાડી લીધી. એક આખરી ચુંબન કરીને પાછું વળીને જોયાં વગર નીકળી ગયો..................ક્રમશઃ

(એકજ આશરો હતો પલકને આકાશનો એ પણ આજે વીભાભાભીનાં ફોનથી છીનવાઈ ગયો......જોઈએ આગળ. ભાગ :-60 -જીવનસાર)