sambandhoni mayajaal - 2 books and stories free download online pdf in Gujarati

સંબંધોની માયાજાળ - 2

સંબંધોની માયાજાળ_2


(( આગળના ભાગમાં જોયું કે ભૂમિજાનું જીવન કેટલી હદ સુધી બદલાઈ ગયું છે. હસી ખુશી અને આનંદથી જીવનારી છોકરી રોબોટિક લાઈફ જીવતી થઈ ગઈ છે. ))

(( પ્રિકેપ ))

તેજસ ક્યારનો ફોન કરતો હોવા છતાં પણ ભૂમિજા ફોન રીસિવ નથી કરતી હોતી. સુવા જાય છે ત્યારે સૂતા પહેલાં એક નજર ફોનમાં કરે છે તો એણે ખબર પડે છે કે તેજસના 34 મિસ્ડ્કૉલ છે. અને તેજસના મિસ્ડ્કોલ જોઈને ભૂમિજા તરત જ તેજસને ફોન કરે છે.

રાત્રીના ઓલમોસ્ટ 12 વાગી જ ચૂક્યા છે એટલે આશા નથી કે તેજસ ફોન રિસિવ કરે. પણ ખબર નહિ કેમ?? પરંતુ એનું મન કહી રહ્યું છે કે તેજસ ફોન રિસિવ કરશે. અને એટલે જ એક વાર ફોન ના લાગતાં ભૂમિજા ફરી વાર ફોન કરે છે. અને એક, બે, ત્રણ, ચાર રિંગના અંતે તેજસ ફોન ઉપાડી જ લે છે. અને એક તો ભૂમિજાએ એના ફોન રિસિવ નહોતા કર્યા અને ઉપરથી આટલી રાત્રે એણે ફોન કરીને એની ઊંઘ બગાડી એટલે એ બરાબરનો ગુસ્સે થાય છે ભૂમિજા પર. પરંતુ પોતાના ગુસ્સા પર સંયમ રાખીને તેજસ ભૂમિજા સાથે વાતની શરૂઆત બહુ જ શાંતિથી કરે છે. કારણકે એ સારી રીતે જાણતો હોય છે કે જો "ભૂમિજા કોને પ્રેમ કરે છે?? એ જાણવું હોય તો એણે સૌથી પહેલા તો અહી લાવવી પડે" અને જો એ જ ના આવી તો એનો બધો પ્લાન ચોપટ થઇ જાય.🤔🤔🤔🤔

તેજસએ બહુ જ શાંતિથી પૂછ્યું, " કેમ છે બેનામ?? "

બેનામ સાંભળીને ભૂમિજાને ગુસ્સો આવ્યો. એટલે એણે ગુસ્સામાં જ પૂછ્યું, " ઓ બેનામ વાળી!! એક ઝાપટ પડશે ને!! કેટલી વાર કહ્યું મે તને કે તારે મને બેનામ નહી કેહવાનું!! અને પેહલા તો તું મને એ જણાવ કે તારી કઈ દુનિયા લૂંટાઈ જતી હતી કે તે મને આટલા બધા ફોન કર્યા?? 😡😡"

" શાંત શેરની શાંત!! મારી કોઈ જ દુનિયા નહોતી લૂંટાતી. પણ!! મારી નવી દુનિયા વસાવા જઈ રહ્યો છું એટલે જ તને ફોન કરતો હતો. પહેલા તો એ કહે કે તને મારૂ ઇન્વિટેશન કાર્ડ મળ્યું?? " તેજસ જે નહોતો ઈચ્છતો એ જ થઈ રહ્યું હતું એટલે કે જાણે અજાણ્યે ય સહી પણ પોતે ભૂમિજાને ગુસ્સે કરી જ દીધી છે એટલે એણે શાંત કરવા માટે થઇને પોતે બહુ જ અને શક્ય એટલી શાંતિથી પૂછ્યું.

" હા!! મળ્યું. પણ જો તે એમ કહેવા માટે ફોન કર્યો હોય કે મારે તારી સગાઈમાં આવવાનું છે. તો એ શક્ય નથી. હું નહી આવું. Sorry. " ભૂમિજાએ પણ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરતા કહ્યું.

ભૂમિજાએ ભલેને ના પાડી. પરંતુ હાર માની લે તો પોતાનું નામ તેજસ નહી. છે તો પોતે ભૂમિજાનો જ મિત્રને!! એટલે જે કામ એકવાર હાથમાં લે એણે પૂરું કરીને જ જંપે.🤫🤫🤫🤫

" તને એક વાત જણાવી દઉં કે જેને કારણે તું આવવાની ના પાડે છે એ નહી જ આવે. કારણકે સાવજ ટીમમાંથી મે ખાલીને ખાલી સાવજ તથા ગબ્બરને જ આમંત્રણ આપ્યું છે. એટલે બાકી કોઈના આવવાનો તો સવાલ જ નથી રહેતો. એટલે જ કહું છું કે તું બિન્દાસ બનીને આવ. તારા ભૂતકાળ સાથે તારો સામનો નહી જ થાય એની ગેરંટી હું તને આપું છું. અને એમ પણ ધુળેટીનો દિવસ છે. એટલે તને રજા પણ નઈ પડે. " તેજસએ ભૂમિજાને મનાવવા માટે થઇને કહ્યું.


હ્રદય કેવું ચાલે છે?? એ તો ડૉક્ટર પણ જણાવી શકે..
પણ!!
હૃદયમાં શું ચાલે છે?? એ તો માત્ર એક સાચો મિત્ર જણાવી શકે!!


ભૂમિજાના મનમાં જે સવાલો ઉઠ્યા એણે તેજસએ સમજી લીધા છે અને એનો ઉત્તર પણ એણે પોતાના ધાર્યા કરતા વિપરીત જ આપ્યો એટલે એના મનમાં શંકા તો ગઈ. પરંતુ તેમ છતાં પણ આ વાત પોતાના મિત્રને ના ખબર પડે તે હેતુથી હકારાત્મક જવાબ આપતા ભૂમિજાએ કહ્યું, "Ok. હું તને વિચારીને જવાબ આપીશ. હજી અઠવાડિયાની વાર છે ને?? પ્રોમિસ નથી કરતી પરંતુ આવવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ."

" હું આશા રાખું કે તું જરૂરથી આવે. "

" બોલ બીજું!! શું ચાલે છે લાઈફમાં. "

" બસ શાંતિ છે. અમારે શું હોય?? નવાજુની તો તમારા જેવા લોકોની લાઈફ માં હોય. "

" હમમમ "

" ok. Bye Good Night. બીજી વાતો તું અહી આવે ને ત્યારે કરીશું. 😊😊 "

" Bye. Good Night. and yes!! lot's of congratulations for your new Life. 😊😊 "

ભૂમિજા તેજસ સાથે વાત કરીને સુઈ ગઈ. પરંતુ આ તરફ તેજસની ઊંઘ ઉડી ગઈ. કારણકે "જ્યારે ભૂમિજા અહી એની સગાઈમાં આવશે અને પૂરી સાવજ ટીમને જોશે અને ખાસ કરીને એના ભૂતકાળને. ત્યારે ખબર નહિ પોતાનું શું થશે??" આ વિચારે જ એની ઊંઘ હરામ કરી દીધી. કારણકે તેજસ ભૂમિજાનો ગુસ્સો સારી રીતે જાણતો હોય છે. જ્યારે ભૂમિજાને ગુસ્સો આવે છે ત્યારે એ એ નથી જોતી કે સામે કોણ છે?? આ વાત પણ એ સારી રીતે જાણતો હતો. અને એટલે અત્યારથી જ એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો.

તેજસ સારી રીતે જાણતો હોય છે કે ભૂમિજા પહેલેથી આવી નહોતી. પહેલા તો એણે ગુસ્સો ભાગ્યે જ આવતો. પહેલા તો એ બહુ જ કુલ હતી. પણ!! એનાં પ્રેમ((આદિત્ય))નો સાથ છૂટ્યા પછી પોતાના ઇમોશન્સને સંતાડવા માટે અને ખાસ તો પોતાના મનમાં શું ચાલી રહ્યું છે?? એ વાતની કોઈને જાણ ન થાય બસ એ જ હેતુથી એણે પોતાનું વ્યક્તિત્વ જ બદલી નાખ્યું. એક તેજસ જ તો હતો કે જે એનાં મનની વ્યથાને બહુ સારી રીતે સમજતો. પરંતુ પુણે આવ્યા બાદ તો ભૂમિજાએ તેજસ સાથેનો સંપર્ક પણ ઓછો કરી નાખ્યો. તેજસને હતું કે ધીમે ધીમે એ ભૂમિજા પાસેથી બધું જાણીને ઠીક કરી દેશે. અને એટલે જ તેજસ હમેશા ભૂમિજાના કોન્ટેક્ટ માં રેહતો. પણ ભૂમિજાએ અમદાવાદ છોડ્યા બાદ સૌની સાથેના સંપર્ક ઓછા કરી દીધા.

બીજે દિવસે સવારે પોતાના ડેઇલી કામ પતાવીને ઓફીસ પહોંચ્યા બાદ ભૂમિજા આખો દિવસ એ જ વિચારતી રહી કે શું એણે તેજસની સગાઈમાં જવું જોઈએ કે નહીં!! અને એટલે જ આજે એણે આદિત્યની યાદ પણ ના આવી. 🤫🤫🤫🤫

આમ ને આમ વિચારવામાં ને વિચારવામાં ભૂમિજાએ 2-3 દિવસ વિતાવી દીધા. અને આખરે એણે નક્કી કરી જ લીધું કે એ તેજસની સગાઈમાં નહિ જ જાય!!

પણ!! એનાં ભાગ્યમાં કઈક અલગ જ લખ્યું હતું અને એટલે જ એનાં ત્યાં જવાની સ્ક્રિપ્ટ ભગવાને પહેલેથી જ લખી નાખી હોય એમ એની કંપનીના કન્ટ્રી હેડ મિસ્ટર સેન એ દિવસોમાં પુણે આવ્યા હતા. ભૂમિજાનું નામ ઘણી વખત એમને પોતાના જુનિયર પાસેથી સાંભળ્યું હતું. પણ ક્યારેય એણે મળવાની કે જાણવાની પરિસ્થિતિ ઉભી નહોતી થયી. પણ આ વખતે પુણેની ટુરમાં એમને ભૂમિજાને મળવાનું થયું. મિસ્ટર સેન ભૂમિજાના કામથી ખુશ થયા. અને થાય પણ કેમ નહિ?? પુણે બ્રાન્ચનું કામ બીજી બધી ઓફિસીસ કરતા વધારે સારું હતુ અને કંપની છોડીને જનારા લોકોનું પ્રમાણ નહિવત હતું. અને એટલે જ સાથે સાથે એમને એણે પ્રમોશન આપવાનું નકકી કરી લીધું.પણ!! પ્રમોશન આપતા પહેલા એની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. અને એટલે જ ધુળેટી પછી યોજાનારી કંપનીની એન્યુઅલ મિટિંગ કે જે આ વર્ષે રાજકોટમાં યોજવાની છે, એની બધી તૈયારીઓ કરવાની જવાબદારી ભૂમિજાને આપી દીધી. અને એ પણ કંપનીના ઓફિસિલ લેટર પેડ પર લખીને આપ્યું. કે જેથી કરીને ભૂમિજા આ વાત માટે ઇનકાર ન કરી શકે. 😊😊😊😊

12, 13 અને 14 એમ ત્રિદિવસીય આયોજન માટે થઇને ભૂમિજાએ એટ લીસ્ટ 8 તારીખે તો રાજકોટ પહોંચવું જ પડે એમ હતું. અને જો એ રાજકોટ જાય અને તેજસની સગાઈમાં ન જાય તો તો એનું આવી જ બને. અને એટલે જ ના છૂટકે ભૂમિજાએ તેેજસને ફોન કરીને જણાવી દીધું કે એ એની સગાઈમાં આવી રહી છે. હોળી ધુળેટીની રજાઓને ધ્યાનમાં રાખીને ભૂમિજાએ બીજે દિવસે જ રાજકોટ પહોંચવાની પરમિશન મિસ્ટર સેન પાસે માંગી. અને સાથે સાથે હોળી ધુળેટીના દિવસે પોતે એક ફેમિલી ફંકશન માટે થઇને જૂનાગઢ જશે. તો એ બે દિવસ રજા માટેની વાત પણ કરી લીધી. મિસ્ટર સેનએ પણ એની વાત માનીને એણે આવતીકાલે જ ત્યાં જવાની તેમજ એની બે દિવસની લિવ માન્ય રાખી.

બીજે દિવસે સવારે એટલે કે 6 તારીખે સવારની ફ્લાઇટ હોવાથી ભૂમિજા જલ્દીથી પોતાનો સામાન પેક કરીને એરપોર્ટ જવા નીકળે છે. સાથે સાથે પોતાના ડ્રાઇવર અંકલને પણ 1 અઠવાડિયાની રજા આપતી જાય છે.


કોઈ આંગળી છોડી દે છે!!
ત્યારે ભગવાન કોઈ હાથ પકડનાર મોકલી જ દે છે..


(( પ્લેનમાં બેસતાની સાથે જ શરૂ થવા જઇ રહી છે ભૂમિજાના જીવનની નવી શરૂઆત. તો આ નવી શરૂઆત કેવી હશે?? કોણ હશે જેને ભૂમિજાનો હાથ થામ્યો??જૂનાગઢ શહેર એના નામની જેમ જ ક્યાંક ભૂમિજા માટે જૂની યાદોનો ગઢ તો સાબિત નહી થાયને?? કે પછી એના નામથી વિપરીત ભૂમિજા માટે નવી યાદોનો ગઢ બનશે?? આવા અગણિત સવાલોના જવાબ મેળવવા માટે થઇને વાંચતા રહો " સંબંધોની માયાજાળ ". ત્યાં સુધી Always be happy.😊😊😊😊 ))