Sambandhoni mayajaal - 6 books and stories free download online pdf in Gujarati

સંબંધોની માયાજાળ - 6

સંબંધોની માયાજાળ_6


ગર્વિતના ગયા બાદ ગરિમા બહેન બીજા રૂમમાંથી બહાર નીકળે છે. હકીકતમાં જ્યારે ગર્વિતે લાઉડ મ્યુઝીક વગાડ્યું ત્યારના ગરિમા બહેન ત્યાં હતા અને એમને બંને ભાઈઓ વચ્ચે ચાલતી વાતચીત પણ સાંભળી લીધી હતી.

ગઈ કાલની જેમ આજે રાત્રે પણ ગ્રંથને ઊંઘ ના આવી. અને આવે પણ કેવી રીતે?? ગઈ કાલે તો ખાલી એનું નામ જ સાંભળ્યું હતું, જ્યારે આજે તો દિવસમાં મોટાભાગનો સમય એની સાથે વિતાવ્યો હતો.😊😊😊😊


ઊંઘ આવતી હોય એણે રાત મુબારક!!
ના આવતી હોય એણે કોઈની યાદ મુબારક..
😍😍😍😍


આખી રાત ગ્રંથે ભૂમિજાના વિચારોમાં વિતાવી. અને જ્યારે સવાર પડવા આવી ત્યારે જઈને એણે ઊંઘ આવી. ઊંઘ આવી તો સ્વપ્નમાં પણ એણે ભૂમિજા દેખાવા લાગી. 7:00 વાગ્યે તો એણે લેવા જવાની હતી એટલે ગ્રંથે પોતે પણ એટલીસ્ટ 6:00 વાગ્યે ઉઠવું પડે એમ હતું. પણ આખી રાત સૂઈ ના શકવાના કારણે એની આંખ ખુલી જ નઈ. અને પરિણામે ભાઈ સાહેબ ઉઠ્યા જ નહી. 6:50 વાગ્યે જ્યારે ગર્વિત ઉઠ્યો અને એના રૂમની બહાર આવ્યો ત્યારે એણે જોયું કે એના ભાઈના રૂમનો દરવાજો ખુલ્લો જ છે. એનો મતલબ એમ કે હજુ ગ્રંથ ભાઈ ઉઠ્યા નથી. એમ વિચારી ગર્વિત ગ્રંથના રૂમ આગળ આવ્યો. આવીને જોયું તો એણે વિચાર્યું એમ જ હતું. ગ્રંથ હજુ પણ સૂતો જ હતો.

એકાએક એણે યાદ આવ્યું કે 7:00 વાગ્યે તો ભાઈએ ભાભીને એમની હોટેલ પરથી પિક અપ કરવાના છે. ઓલ રેડી 6:50 તો થઈ ગઈ છે. જો અત્યારે ભાઈ નઈ ઊઠેને તો પછી એમને લેટ થઈ જશે. આમ વિચારી ગર્વિતે ગ્રંથને જગાડ્યો. આમ અચાનક કોઈએ એણે ઉઠાડ્યો એટલે એનું સ્વપ્ન તુટી ગયું અને એટલે જ ગ્રંથ ગુસ્સે થયો. ગ્રંથના ગુસ્સાનો અંદાજો ગર્વિતને આવી જ ગયો અને એટલે જ એણે તરત જ મોબાઇલ સ્ક્રીન ઓન કરીને ગ્રંથની સામે ધરી દીધી. મોબાઈલમાં 6:55નો સમય જોઈને તરત જ ગ્રંથ બાથરૂમમાં સ્નાન કરવા માટે થઇને ચાલ્યો ગયો. બે જ મિનિટમાં નાહીને બહાર આવ્યો. બહાર આવીને સગાઈ માટે તૈયાર થવાને બદલે રોજના કપડાં પહેરીને તથા ગર્વિતને થેંક યું કહી બહાર નીકળી ગયો.

આ તરફ 7:00 વાગ્યા એટલે તરત જ ભૂમિજા હોટલમાંથી બહાર આવીને મેઈન રોડ પર આવી ગઈ જેથી કરીને ગ્રંથ આવે એટલે તરત જ તેજસના ઘરે જવા નીકળી જવાય. પાંચેક મિનિટ જેટલું ભૂમિજા બહાર ઊભી રહી, તેમ છતાં પણ ગ્રંથ આવ્યો નહી, એટલે એણે ગ્રંથનો નંબર ડાયલ કર્યો. રિંગ વાગી એ પહેલા જ સામે ગ્રંથની ગાડી દેખાઈ. એટલે એણે ફોન કટ કર્યો.

ગ્રંથે ગાડી ભૂમિજા પાસે ઊભી રાખી. અને પોતે ઉતરીને તરત જ બીજી તરફનો દરવાજો ખોલ્યો. ગ્રંથને આમ કરતો જોઈ ભૂમિજાને ગઈ કાલની સવાર યાદ આવી. ☺️☺️☺️☺️

ગ્રંથે ગાડીનો દરવાજો ખોલ્યો અને ભૂમિજા ગાડીમાં બેસી એટલે તરત જ ગ્રંથે ગાડી દોડાવી, પોતાના ઘર તરફ. તેજસના ઘર તરફ નહી. ભૂમિજાએ જોયું કે ગ્રંથ સાદા કપડામાં જ આવ્યા છે એટલે એણે કઈ અજીબ લાગ્યું. પરંતુ એ કઈ પૂછે એ પહેલા જ "આઈ એમ સોરી. બટ સવારે ઉઠવામાં મને થોડું લેટ થઈ ગયું. અને મારે તમને લેવા પણ આવવાના હતા એટલે હું તૈયાર થયા વિના જ આવ્યો." એમ કહી ગ્રંથે બધું જ સાચ્ચે સાચું કહી દીધું.

"તો પછી હવે?? તેજસના ઘરે જઈને તૈયાર થશો??" ભૂમિજાએ સામો સવાલ પૂછ્યો.

"અરે ના ના!! આપણે તેજસના ઘરે બાદમાં જઈશું. જો તમને કોઈ વાંધો ના હોય તો પહેલાં હું મારા ઘરે જવા માગીશ. જેથી કરીને હું રેડી થઈ શકું. જો તમારી હા હોય તો!!" ગ્રંથે ભૂમિજાની પરવાનગી માગતા પૂછ્યું.

"અરે!! એમાં મને શું પૂછવાનું હોય?? તમારા ઘરે જ ગાડી લઈ લો અને શાંતિથી રેડી થાવ. ત્યાં સુધી હું કારમાં બેસીને રાહ જોઇશ. અને હા!! હું તેજસને પણ ફોન કરીને જણાવી દઉં છું કે અમને આવતા થોડું લેટ થશે."

ભૂમિજાએ હા પાડતા ગ્રંથને હાશ થઈ. અને તેથી જ એણે ગાડી એનાં ઘર આગળ ઉભી રાખી. "હું પાંચ જ મિનિટમાં આવ્યો." એમ કહી ગ્રંથ દોડ્યો, એનાં ઘર તરફ.

ગર્વિતે જોયુ કે ગ્રંથની ગાડી આવી એટલે તરત જ એ બાલ્કનીમાં આવ્યો, પોતાની ભાભીને જોવા. કારણકે ગઇકાલે તો એણે ખાલી એટલું જ જોયું હતું કે કોઈ છોકરી એના ભાઈની ગાડીમાં બેઠી. ચહેરો નહોતો જોયો. અને એટલે જ આજે તો એ ભાઈની પસંદ કેવી છે એ જોવા માટે થઇને જ ક્યારનો ગ્રંથની રાહ જોતો હતો. એણે ખબર હતી જ કે ભાઈ પાછા આવશે જ!! કારણકે ગ્રંથને તૈયાર થવાનું બાકી હતું.

પરંતુ ધુળેટીનો દિવસ હોવાથી ભૂમિજા ગાડીની બહાર જ ના આવી. કારણકે એણે ડર હતો કે જો એ બહાર આવી અને ક્યાંક કોઈએ એની પર રંગ નાખ્યો તો!! તો તો એના કપડા ખરાબ થઈ જશે. ભૂમિજા બહાર ના આવી એટલે ગર્વિતને લાગ્યું કે "જો ભાભીને જોવા હશે તો જાતે જ ગાડી પાસે જવું પડશે. પરંતુ જો આમ જ ગાડી સામે જઈશ તો એમને સારું નઈ લાગે એટલે કોઈક તો બહાનું બનાવવું પડશે." આમ વિચારીને એણે પોતાનો ચહેરો પૂરો રંગોથી રંગી દીધો. જેથી કોઈ એણે ઓળખી ન શકે!!

ગર્વિતને આમ સવાર સવારમાં રંગોથી રંગાયેલો જોઈ ગરિમા બહેનને થોડું અજીબ તો લાગ્યું, પરંતુ એમને ગૌરાંગ ભાઈ માટે ચા બનાવવાની હોવાથી એમને એણે કઈ પૂછ્યું નઈ.

ગર્વિતે બહાર આવીને જોયું તો ભૂમિજા તો ગાડીમાં બેઠેલી હતી. અને એમની ગાડીના કાચ બ્લેક કલરના હતા. અને તેથી જ એણે અંદરનું કઈ દેખાતું નહોતું. એટલે નાછૂટકે એણે નાટક કરવું પડ્યું.

ગર્વિતે 500₹ની એક નોટ ગાડીની ડાબી સાઈડના દરવાજા પાસે નાખી. અને ગાડીના કાચ પર નોક કર્યું. એટલે ભૂમિજાએ કાચ થોડો સ્લાઇડ કર્યો. પણ એટલો જ સ્લાઇડ કર્યો કે જેથી અવાજ બહાર જઈ શકે, પરંતુ કોઈનો હાથ પણ ગાડીની અંદર ના આવી શકે!!જેવો કાચ સ્લાઇડ થયો તરત જ ગર્વિતે એણે "આ 500₹ની નોટ તમારી છે??" એમ પૂછ્યું.

"ના!! મારી નથી." એમ કહી ભૂમિજાએ ટુંકમાં જ વાતને પતાવી.

આ ડ્રામા કર્યા પછી પણ ગર્વિતને ભૂમિજાનો ચહેરો ના દેખાયો. એટલે એણે ગ્રંથને ફોન કરીને "ભાઈ!! કેટલી વાર લાગશે તમને આવતા??" એમ પૂછ્યું.

ગ્રંથે "બસ આ આવ્યો!!" એમ કહી ફોન મૂકી દીધો.

તરત જ ગર્વિત પોતાના ઘર તરફ ગયો. વરંડામાં જ એણે ગ્રંથ મળ્યો. "ભાભી બહું જ ચતુર છે." એમ કહી એણે ગ્રંથ સામે આંખ મિચકારી. ગર્વિતનું વર્તન ગ્રંથને થોડું અજીબ લાગ્યું. પણ એણે મોડું થઇ રહ્યું હોવાથી એ કઈ પણ પૂછ્યા વગર જ નીકળી ગયો.

ગ્રંથ ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ કરે છે ત્યાં જ ભૂમિજા "પહેલેથી જ નક્કી હતું કે હમણાં જ નક્કી કર્યું??" એમ પૂછે છે.

ગ્રંથને કઈ સમજાતું નથી કે ભૂમિજા શું કેહવા માંગે છે?? એટલે "મતલબ??" એમ કહી સામો સવાલ પૂછે છે.

ભૂમિજાએ ચોખવટ કરતા કહ્યું કે, " તમે જે કપડાં પહેર્યા છે એ તમે પહેલેથી જ નક્કી કરીને રાખ્યા હતા કે પછી અત્યારે જ નક્કી કર્યા??"

"ના ના!! પહેલેથી જ નક્કી હતા. બાય ધ વે!! આમ પૂછવાનું કારણ??"

"કારણ કઈ ખાસ નથી. આ તો તમારા અને મારા કપડા મેચિંગ છે એટલે પૂછ્યું. આઈ એમ સોરી જો તમને મારું આમ પૂછવું ના ગમ્યું હોય તો!!"

"અરે!! એમાં સોરી શું કામ બોલો છો તમે?? મને કંઈ જ ખોટું નથી લાગ્યું." ગ્રંથે સ્માઈલ કરતા કહ્યું.

આમ જ વાતો કરતા કરતા બંને તેજસના ઘરે પહોંચ્યા. સગાઈનું મુહુર્ત 12:00 વાગ્યાનું હોવાથી કોઈ મહેમાન હજુ સુધી આવ્યા નહોતા. ગ્રંથ ગાડી પાર્ક કરવા ગયો એટલે ભૂમિજા બહાર જ ઉભી રહી, ગ્રંથની રાહ જોઈને!!

ગ્રંથ ગાડી પાર્ક કરીને આવ્યો તો એણે જોયું કે ભૂમિજા એની રાહ જોઈને બહાર જ ઉભી રહી છે. અને એટલે જ એ હસ્યો. એનું હાસ્ય ભૂમિજાએ જોઈ લીધું છે એ વાતથી અંજાન તરત જ એ એની પાસે આવ્યો.

"એક વાત પૂછું??" ભૂમિજાએ ગ્રંથ તરફ જોતા પૂછ્યું.

"હા!! પૂછો."

"તમે હમણાં જ્યારે ગાડી પાર્ક કરીને આવ્યા ત્યારે હસ્યા કેમ??"

પોતાની ચોરી પકડાઈ ગઈ છે એટલે જવાબ શું આપવો એ ગ્રંથને સમજાતું નહોતું. એ કઈ બોલે એ પહેલા જ તેજસ આવ્યો. તેજસના આવવાથી એણે શાંતિ થઈ કે "હાશ!! ચાલો બચી ગયા." એમ એ મનમાં જ બબડ્યો.

"વાહ!! શું વાત છે!! વેરી નાઇસ!!" તેજસએ બંનેના વખાણ કરતા કહ્યું.

"શું નાઈસ??" ગ્રંથને કઈ ના સમજાતા તેજસને પૂછ્યું.

"એ જ કે તમે બંને આજે મેચિંગ મેચિંગ કપડાં પહેર્યા છે. બાય ધ વે, તમે બંનેએ પહેલેથી નક્કી કરીને રાખ્યુ હતું કે એક સરખા રંગના કપડા પહેરવા??"

"ઓહ રાજધાની એક્સપ્રેસ!! શાંત. તારા વિચારોને બ્રેક લગાવ. આ એક જસ્ટ કો-ઈન્સિડન્ટ જ છે. બીજું કંઈ નઈ!!" ભૂમિજાએ સફાઈ આપતા જણાવ્યું.

"ઓકે ઓકે!! ચાલો હવે અંદર. અને હા પહેલા તો બંને ચા નાસ્તો કરી લો. અને એ પછી ગ્રંથ તું મારી સાથે ચાલ. મારે તારું કામ છે. અને ભૂમિજા તું મમ્મીની સાથે જા. એમને થોડી મદદની જરૂર છે. તો સંભાળી લે જે ને જરાક!!" તેજસએ વાતને વાળી લેતા કહ્યું.

ત્રણેય જણ સાથે ઘરની અંદર ગયા. જઈને સૌથી પહેલા તો ચા નાસ્તો કર્યો. અને પછી તેજસના કહ્યા પ્રમાણે ગ્રંથ એની સાથે ગયો અને ભૂમિજા તેજસના મમ્મી પાસે ગઈ.

11:00 વાગ્યે પ્રિશા અને એનું ફેમિલી આવી ગયું. પ્રીશા આવીને સીધી જ તેજસ પાસે ગઈ. એટલે તેજસએ એની ઓળખાણ ભૂમિજા સાથે કરાવી. 11:15 વાગ્યા એટલે મહેમાનો આવવા લાગ્યા. પરંતુ હજુ એ લોકો નહોતા આવ્યા જેની રાહ તેજસ જોઈ રહ્યો હતો.

તેજસ પ્રિશાની સાથે વાતો કરી રહ્યો છે અને હાજર મહેમાનોમાંથી ભૂમિજા ગ્રંથ સિવાય કોઈ અન્યને જાણતી જ નહોતી. એટલે એ ગ્રંથની બાજુમાં આવીને ઊભી રહી. તેજસએ આ દૃશ્ય જોયું એટલે એણે સ્માઈલ કરી. એના આમ કરવાથી પ્રિશાએ એણે આમ કરવાનું કારણ પૂછ્યું. પરંતુ "હું તને પછી કહીશ." એમ કહી એણે વાત ટાળી દીધી.

ત્યાં જ તેજસની નજર ગેટ તરફ ગઈ. કારણકે એ જેની રાહ જોઈ રહ્યો હતો, એ લોકો આવી રહ્યા હતા. એમાંથી એક જણને જોઈને ભૂમિજા પહેલા તો સ્તબ્ધ થઈ ગઈ. અને તરત જ એને બાજુમાં ઉભેલા ગ્રંથનો હાથ બહુ જ મજબૂતીથી પકડી લીધો. ગ્રંથને એ ના ખબર પાડી કે એણે કેમ આમ કર્યું?? પરંતુ એ ભૂમિજાના ચહેરા પરની ઉદાસી અને આંખોમાં રહેલા આંસુને સારી રીતે જોઈ શક્યો. એટલે એણે લાગ્યું કે કઈક તો થયું છે. પણ શું??

(( એ કોણ હશે?? જેણે જોઈ ભૂમિજાના ચહેરા પર ઉદાસી આવી ગઈ?? શું એ આદિત્ય હશે?? કે કોઈ ઔર?? શું ગ્રંથ અને તેજસ ભૂમિજાના ભૂતકાળ વિશે જાણી શકશે?? અને સૌથી મહત્વનો સવાલ શું ગ્રંથનો પ્રેમ ભૂમિજા સ્વીકારીને એની સાથે જીવનમાં આગળ વધશે?? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija ))