Of cloud - 13 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૧૩

અનુજે વીરાને ગળે લગાવીને થોડીવાર સુધી રડવા દીધી. પછી બંને એકબીજાથી અલગ થયાં પછી વીરાને પીવા માટે પાણી આપ્યું. પાણી પીધા પછી વીરા થોડી શાંત થઈ ગઈ. વીરાએ 5 મહિના પહેલાનો એ દિવસ યાદ કર્યો જ્યારે ભૂમિનો તેના ફોન પર કોલ આવ્યો હતો.

*************

વીરા : હેલ્લો, આપ કોણ છો?
ભૂમિ : વીરા, હું તારા મોટા ભાઈ રાજવર્ધનની મિત્ર છું. મારું નામ ભૂમિ છે. મે તને એક જરૂરી વાત કહેવા માટે કોલ કર્યો છે.

વીરા : બોલો, ભૂમિ હું તમારી વાત સાંભળું છું.
ભૂમિ : તું રિદ્ધિ અને ક્રિસ્ટલને ઓળખે છે ને ?

વીરા : હા. રિદ્ધિ મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે અને ક્રિસ્ટલ રિદ્ધિની બેસ્ટફ્રેન્ડ છે.
ભૂમિ : ગર્લફ્રેન્ડ છે નહીં હતી.

વીરા : મતલબ, હું સમજી નહીં.
ભૂમિ : તારો ભાઈ આર્યવર્ધન જે ફ્લાઇટમાં ન્યુયોર્ક જઇ રહ્યો હતો તે ક્રેશ થઈ ગઈ હતી અને તે ફલાઇટના બધા પેસેંજર તારા ભાઈની માર્યા ગયા હતાં.

વીરા : તું શું કહી રહી છે તેનું તને ભાન છે ?

ભૂમિ : મને ખબર છે કે હું શું કહી રહી છું. તારે મને યાદ કરાવવાની જરૂર નથી. (વીરા આ સાંભળીને કઈ બોલી નહીં એટલે ભૂમિએ આગળ કહ્યું)

ભૂમિ : તારા માટે બીજા એક સારા સમાચાર છે. તારા ભાઈની ગર્લફ્રેન્ડ રિદ્ધિએ તારા ભાઈ આર્યવર્ધન ના બાળકને જન્મ આપવાની હતી પણ અફસોસ કે તે બચી શકી નહીં. પણ ક્રિસ્ટલ કે જેને તે અનુજ સાથે મળીને આર્યવર્ધનને સોપી હતી તે હવે તારા ભાઈના બાળકને જન્મ આપશે.

વીરા : પણ તું આ બધું મને શા માટે કહી રહી છે ?
ભૂમિ : કેમકે તને આ વાત કોઈ કહેવાનું નથી. તારો ભાઈ રાજવર્ધન નહીં અથવા તારી ભાભી મેઘના પણ નહીં.

વીરા : મારા ભાઈ-ભાભી મારાથી કોઈ પણ વાત છુપાવતાં નથી. તેઓ મને બધી જ વાત કહી દે છે.
ભૂમિ (જોરથી હસીને) : તેઓ તને કઈ નહીં કહે. તેઓ તને દૂખ થશે એમ વિચારે છે એટલે તને કઈ પણ કહે. રાજવર્ધન મારો મિત્ર છે. હું તેને દુઃખી નથી જોઈ શકતી એટલે તને આ વાત કહેવા માટે કોલ કર્યો છે.

વીરા : હું કઈ રીતે માની લવ કે તારી કોઈ વાત ખોટી નથી અને તું સાચું કહી રહી છે.
ભૂમિ : તારે મારી વાત માનવી કે નહીં માનવી તેનો નિર્ણય હું તારા પર છોડું છું પણ એ પહેલાં એક પ્રશ્નનો જવાબ આપ.

વીરા : તારે જે પૂછવું છે ?
ભૂમિ : આર્યવર્ધને તને અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી ઊચકીને તને દત્તક લીધી ત્યારે તારી ઉંમર કેટલી હતી ?

(આ સાંભળીને વીરાના ચહેરાનો રંગ ઉતરી ગયો. વીરાને આર્યવર્ધને દત્તક લીધી છે તે વાત કોઈ જાણતું નહોતું, રાજવર્ધન પણ નહીં. તો ભૂમિને કઈ રીતે ખબર પડી. એ વિચારીને વીરા ચિંતામાં મુકાઇ ગઈ. તે કઈ બોલી શકી નહીં.)

ભૂમિ : મને ખબર છે કે તને હવે મારા પર વિશ્વાસ થઈ ગયો હશે. તો એક વાતનું ધ્યાન રાખજે કે રાજવર્ધન કે મેઘના ને ક્યારેય ખબર પડવી જોઈએ નહીં કે તને રિદ્ધિ અને આર્યવર્ધનના મૃત્યુ વિષે ખબર છે. બાય

***********************************************

અનુજે વીરાને બૂમ પાડી એટલે વીરા જૂના વિચારોમાંથી બહાર આવી. અનુજે તેને પૂછ્યું, “શું વિચારતી હતી ?” વીરા મૌન તોડતાં દુઃખી અવાજે બોલી, “ભૂમિએ કહેલી વાત યાદ કરતી હતી. ભાઈ અને ભાભી રિદ્ધિના અને મોટા ભાઈના મોત વિષેની બધી વાતો મારાથી છુપાવી રહ્યા છે.”

અનુજે કારમાંથી બહાર આવીને વીરાને પણ બહાર આવવા માટે ઈશારો કર્યો. વીરા કારમાંથી બહાર આવી એટલે અનુજ તેનો હાથ પકડીને કિનારે જ્યાંસુધી દરિયાના પાણીના મોજા આવતાં હતાં ત્યાં સુધી લઈ ગયો. પછી એક જગ્યા પર બેસી ગયો અને વીરાને પણ બેસાડી દીધી.

થોડો સમય પસાર થઈ ગયા પછી અનુજ બોલ્યો, “જો વીરા, જીજુ અને મેઘનાનો કોઈ ખરાબ ઇરાદો નથી તને આ નહીં જણાવાનો. તેઓ ફક્ત એટલુ જ ઈચ્છે છે કે તું દુઃખી ના થાય. આ વાત ખુદ જીજુએ મને કહી હતી.”

આ સાંભળીને વીરા કઈ બોલી નહીં. એટલે અનુજે આગળ કહ્યું, “અને બીજી વાત કે હવે મેઘના પ્રેગ્નેનટ છે. તો તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. રિદ્ધિ અને આર્યવર્ધન હવે પાછા નથી આવવાનાં. જે થઈ ગયું છે તેને બદલી શકવાના નથી. પણ હવે જે થશે આપણી ઈચ્છા મુજબ થશે.”

વીરા ના ચહેરા પર હાસ્ય આવી ગયું. તે અનુજની સામે જોઈને બોલી, “હું તારી વાત સમજું છું. મને હંમેશાથી અફસોસ હતો કે હું મારા મોટા ભાઈને એટલો પ્રેમ આપી શકી નહીં જેટલો પ્રેમ એ મને કરતાં હતાં. પણ હવે મારો બધો સ્નેહ ભાભી અને તેમના બાળકને આપીશ.” આટલું કહીને વીરાએ તેનું માથું અનુજ ના ખભા પર મૂકી દીધું.