horror express - 26 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 26

વિજય ને ત્યાંથી નીકળું જ હતું કોઈપણ સંજોગોમાં.... અચાનક ઘરમાં એક બાજુ આરામખુરશી જોઈએ અને તે આરામખુરશીમાં કોઈ બેઠેલું હતું તે કોઈ ચોક્કસ માણસ હતું. અંધારામાં એટલું બધું સ્પષ્ટ દેખાતું ન હતું પણ ચોક્કસથી કોઈ માણસ હોય તેને ખ્યાલ આવી ગયો હતો. વિજય પોતાની ડોક ખેંચી તેને જોવાની કોશિશ કરવા લાગ્યો પણ જાણે કશુક તેને દેખાવમાં અવરોધ ઉભો કરતું હોય તેવું લાગી રહ્યું હતું.
"તેનાથી વધારે કશું જ રહ્યું ન હતું"
ધીમેથી તે આરામ ખુરશી ની પાછળ જઈ ઊભો રહ્યો દસેક ફૂટ દૂર જઈને તે આરામ ખુરશી ને જોઈ રહ્યો.
તે વ્યક્તિ એ એક કાળા રંગના કપડાં પહેરેલા હતા અને તેણે થોડુંક નજીક જઈને જોયું તો તે છોકરી હોવાનો ભાસ થયો. આ છોકરી આરામખુરશીમાં ચુપચાપ બેઠી હતી કોઈપણ જાતની હાલચાલ વગર જાણે કે તે મરી ગઈ ના હોય..... વિજય તેના કપડાં જોઈને રહેવાતું ન હતું.
કાળા રંગ ના કપડા માં એ સ્ત્રી માંગણ જેવી લાગતી હતી. વિજયના મનમાં ભય અત્યંત વધી જાય છે.
શા માટે આ છોકરી સુમસામ બેઠેલી હતી.
શું તેણે જ વિજય ને બોલાવેલો...
આવ.....આવ.... એ અવાજ વિજયના મનમાં પાછો અથડાયો તે આરામ ખુરશીમાં બેઠેલી સ્ત્રી ને મુકતમને જોઈ રહ્યો હતો.
તેણે વિજય ને બોલાવ્યો શું તે તેની ભૂલ હતી.
વિજય ની બાજુમાં જુના જમાનાના એક મસમોટું કબાટ હતું. તે કબાટમાં કેટલીક ચીજો રાખી હતી જે બધી વપરાયા વગરની જેમતેમ પડેલી.
તેમાં ઠેરઠેર કરોળિયાના જાળા બાઝેલા હતા.
કરે તો કરે શું......
વિજય ને તે સ્થળ પ્રત્યે જોરદાર સુગ આવી રહી હતી.
કેટલું વિચિત્ર હતું આ બધું વિજયને ત્યાં રહેવું નહોતું પણ તે સ્ત્રી જોડે વાત કર્યા વગર તેનો છૂટકો ન હતો તેથી તે થોડુંક આગળ વધ્યો.
તેની એકદમ નજીક જતો રહ્યો અને વિજય માટે આ બધું જ શક્ય નહોતું એકદમ નજીક જઈને ભૂતાવળ ને જાતે જોવી એટલે મોતને જાણે સામે ચાલીને ભેટવા જેવું હતું. વિજય એક બે ડગલુ આગળ વધી શક્યો.
ભયને લીધે મોડ મોડ ડગલાં આગળ ચાલી રહ્યો હતો. તેનામાં એટલી હિંમત નહોતી કે તે સામે ચાલીને ભૂતને મળે થોડીવાર નીરવ શાંતિ.....
કોઈ અવાજ આવ્યો નહીં. વિજય પણ અસમંજસ માં હતો કે તે સ્ત્રી જીવતી હશે કે નહીં.જો જીવતી હોય તો ચોક્કસ કશું અવાજ કર્યો હોય પણ એ તો શાંત હતી.
કોઈ કહેતા કોઈ હલચલ કરતી ન હતી વિજયની ધીરજ ખૂટી રહી હતી તેને બહાર નીકળવું હતું..... એ ઘરમાંથી નાસી જવા માટે તત્પર હતો પણ કરે શું તેને કેતન આપેલું વચન પૂરું કરવા નું હતું.
વિજય પાછો બે ડગલા આગળ વધી રહ્યો ધીમેથી પડેલી આરામ ખુરશી તરફ જઈને ઉભો રહે છે એકદમ સ્થિર ઊભા રહીને તે ઘણું વિચારવા લાગ્યો એટલા બધા વિચારોથી તે ગભરાઈ ગયો કે જાણે વિચારો તેની મશ્કરી કરવા લાગ્યા ના હોય.....
કેતન પણ ત્યાં હતો નહીં વિજય ને એકલો મૂકીને તે કાયમી માટે નાસી ગયો હતો આ તે કેવી અસમંજસ હતી. ડરના મન માં નગારા વાગતા હોય તેવી પરિસ્થિતિમાં મોત ની સામે ચાલીને મળવા જવું.
"આ તે કેવી કરુણતા."
ઘણીવાર સુધી વિજય પેલી ખુરશી ને જોઈ રહ્યો. તેના લોહીમાં ઠંડક પ્રસરી ગઈ તે જાણતો હતો કે જો પેલી સ્ત્રી તેની તરફ ફરી તો મર્યા સમજો......
કોઈ મળદુ એકદમ જીવતું થાય તો શરીરમાં કેવો ધ્રાસકો પડે... તે સ્ત્રી લગભગ આરામખુરશીમાં હતી.
રૂમમાં પાસે ભયંકર અંધકાર અને શાંતિ વિજયમાં ફફડાટ ફેલાવી રહ્યો હતો. એક ક્ષણમાં તેની દુનિયા બદલવા જઈ રહી હતી.
વધુ આવતા અંકે......