Thodak divas books and stories free download online pdf in Gujarati

થોડાક દિવસ





"જીવન પણ ગજબ છે.. મારા અને તારા વચ્ચે કેટલું બધું આવી ગયું છે એની જાણ તને કે મને નહીં રહી...ખેર ..! આપણા બન્ને વચ્ચે વધતી જતી આ દુરી શુ છે.. હું સમજી શકતી નથી.. જીવન જાણે જંજાળ થતું જાય છે.. મારા માં રહેલુ કંઈક ખૂટતું જાય છે... તારી હાજરી અસહ્ય થઈ પડે છે... એજ વ્યક્તિ જેને મેં અનહદ પ્રેમ કર્યો હતો...એજ વ્યક્તિ સાથે રેહવું ઘૂંટન જેવું લાગે છે... જાણે મારો શ્વાસ દબાતો હોઈ...એવું થઇ રહ્યું છે.. અહીં રહી ને પણ તારા વિચારો કરવા કેટલું સાચું.. નથી રેહવું મારે એ જગ્યાએ જ્યાં હું શ્વાસ પણના લઇ શકું .... રોજ રોજ રિબાયને મરવા કરતા એક જાટકે અંદરનું કૈક મારી નાખવું વધુ સારું છે.. એક જ રસ્તો છે . જે માણસ મને પ્રેમ જ નથી કરતો એ વ્યક્તિ સાથે રહી ને ફાયદો પણ શું છે.. આ સંબંધ પૂરો કરવો એ જ ઉપાય છે. ...! તલાક...એ જ ઉપાય છે "
મેં વિચાર્યું ને પર્સ લીધું ને ઘરની બહાર નીકળી એક જાણીતા વકીલ ને ફોન જોડ્યો....
"થોડું કામ છે...તમારી સલાહ જોઈએ છે.. મળી શકાય!?" મેં પૂછ્યું
"હું કોર્ટ છું ત્યાં આવી શકો!?" એમને સામે કહ્યું...
"હા..." મેં જવાબ આપ્યો....
રીક્ષા બાંધી... કોર્ટ તરફ જવા નીકળી રસ્તા સામે જોતા એવું જ લાગતું હતું કે સમગ્ર વિશ્વ ખુશ છે.. ને હું જ ઉદાસ બધાના જીવનમાં પ્રેમ છે ...ખુશી છે... ને હું! પ્રેમ માટે વલખા મારી છું .. નીરવ પાસે રીતસર હું પ્રેમ માટે કરગરતી ને મારી સામે સુદ્ધા ના જુએ... પ્રેમ માંગી થોડો શકાય!? પ્રેમ માગવો પડે!? માગવાથી પ્રેમ મળે!? માંગેલો પ્રેમ કેવોક હોઈ!?

કેટકેટલાય પ્રશ્નો મારે સામે ઊભા રહી ગયા મને ચક્કર આવવા માંડ્યા. મેં સીટનો ટેકો લીધો..આંખો બંધ કરી.. નીરવ.. એ જ દેખાયો મને... શા માટે તું મને છોડી નથી દેતો... તને છોડવાથી મને શાંતી મળતી હોઈ તો એમ જ સહી... હું સાચું કરું છું!?
ખોટું કરું છું!? હું શુ કામ આમ કરું છું!? કેમ નિરવ તું મને પહેલા જેવો પ્રેમ નથી કરતો કેમ!? કંટાળી ગયો મારા થી!? થાકી ગયો મારા થી!? એક આંશુ મારા આંખ સુધી આવી ગયું.. .. મેં એને લૂછયું.. અને આશુ ખાળવા હું ફરી રસ્તા તરફ જોવા લાગી...

શહેરના રસ્તા કેટલા હર્યાભર્યા લાગે... જાણે બધા દોડતા હોઈ ને આ રેસ માં બધા જ ખુશ હોઈ એમ... અચાનક રીક્ષા માં બ્રેક લાગી... સિગ્નલ પડ્યું હતું.. રીક્ષાનીબાજુ માં એક દંપતી ઉભા રહ્યા.. કોઈક વાર લર ઝઘડો કરી રહ્યા હોય એમ લાગ્યું...
"તમારે એને જવાબ આપવાની શુ જરૂર હતી!?" પાછળ બેસેલી સ્ત્રીએ પૂછ્યું...
"બસ કરને યાર.. ખોટી શનકાઓ જ કરતી હોય...!? તારા મન તો એવું જ ને કે હું કોઈ બીજી સ્ત્રી સાથે વાત પણ ના કરૂ સામે પણ ના જોવ... ?!"
"હ ... હા એમ જ હોવું જોઈએ..." પેલી સ્ત્રી હુકમ કરતી હોય એમ બોલી..
"તો તો મારા બોસ પણ લેડી જ છે કાલથી હું કામ પર પણ ના જાવ એમને!?" પેલો પુરુષ એકદમ ઢસ્સાથી બોલ્યો..
"ના... ના... મેં એવું ક્યાં કહ્યું..." પેલી સ્ત્રી ઝાંખવાય ગઈ.. ને એનો પતિ હસવા લાગ્યો.. એને હસતો જોઈ પેલી સ્ત્રી પણ હસવા લાગી...
હું જોઈ રહી.. મારા ને નીરવ વચ્ચે આટલી સહજતા કેમ નથી!? નિરવ મને સમજતો નથી.. કે એની પાસે હસી કાઢવાની ક્ષમતા જ નથી...!

રીક્ષા ચાલતી હતી ને મારા વિચારો એનાથી પણ વધુ ગતિએ ચાલતા હતા.. આ એજ નીરવ જેને મેં અનહદ પ્રેમ કર્યો હતો.. એ સાંભળ્યા કરે મારી ફરિયાદો સાંભળતો પણ હશે કે કેમ!? નીરવ સામે કશું જ ન બોલતો.. પ્રેમ દેખાય ને જો એ મને પ્રેમ કરતો હોત.. કદાચ એ મને પ્રેમ જ નથી કરતો...એટલે જ ...એ કેમ જડ ની જેમ ઉભો રહેતો.. મેં એક જડ ને પ્રેમ કર્યો છે!? હજુ હું ઉતાવળ નથી કરતી ને!? હજુ નીરવ ની દલીલો મેં ક્યાં સાંભળી છે!? એ દલીલો કરશે પણ ખરો? હું ભૂલ નથી કરતી ને? હું સાચું કરું છું ને!? શુ એના થી દુર થઇ ને હું જીવી શકીશ!? અનેક પ્રશ્નો મારા મન માં ફરી રહ્યા હતા...

રીક્ષા કોર્ટ પહોંચી ચુકી હતી.. હું બહાર નીકળી પૈસા ચૂકવ્યા..! વકીલને ફોન જોડ્યો.. ફોન વ્યસ્ત આવ્યો.. એક મિનિટ પછી મેસેજ આવ્યો.. આઇ એમ લિટલ બીઝી વુડ યુ વેઇટ ફોર ફિફટીન મિનિટ્સ!?

મેં સામે એક બાંકડો જોયો.. ત્યાં જ બેસી ગઈ... હજુ વિચારોનું ઘમાસાણ શરૂ જ હતું... અચાનક એક વ્યક્તિ મારી સામે આવી ને ઉભો રહી ગયા...હું એમની સામે જોઈ રહયા

" ખૂબ ગરમી છે આજ નહીં!? " એને પૂછ્યું...

મને એમ થયું કે ના હું આમને ઓળખું છું ના બીજું કાંઈ છતાંય મને આમ કેમ પૂછે છે !? કોણ છે ક્યાંથી આવ્યા છે રેમ જાણે!? છતાં મેં જવાબ દેવાનું ઉચિત માન્યું...

" હ.. હા..."

" હું અહી બેસી શકું ... એમ છે કે બીજે ક્યાંય જગ્યા નથી બેસવાની.!??" એને મને પૂછ્યું...

મેં એમની સામે જોયું... ઊંચી પડછંદ કાયા.. થોડાક સફેદ વાળ ઉંમર લગભગ પચાસેક વર્ષની લાગતી હતી એમના હાથમાં એક ફાઇલ હતી.... શુ હશે આ ફાઇલ માં મેં વિચાર્યું... અચાનક મને યાદ આવ્યું કે એ મારા જવાબ ની વાત જોઈ ને ઉભા હતા..

"હ.. હા કાઈ વાંધો નહીં.. બેસો" મેં મારું પર્સ ખસેડયું ને હું પણ સહેજ ખસી..

એને રૂમાલ કાઢ્યો કપાળ પર નો પરસેવો લૂછયો અને રૂમાલ મૂકી દીધો.. અને ફાઇલ પર હાથ ફેરવ્યો...

પછી અચાનક મારા પર્સ તરફ એકધારું જોવા લાગ્યા... મને થોડુંક અજીબ લાગ્યું... મેં મારું પર્સ હાથમાં લઈને મારા ખોળામાં મૂકી દીધું...

એ હસ્યાં..." મેં આવું જ પર્સ મારી નિતાને ગિફ્ટમાં આપેલું.મ કેટલી હરખાઈ હતી..એ... ! હું નાનકડો ગજરો લઈ ને જતો તોય કેટલી હરખાઈ જતી એ.. ! અને હવે એને હું લાવું એ કઈ ગમતું જ નથી...રોજ ઝઘડ્યા કરે મારી સાથે .. આવતી પણ નથી પિયરથી.. કીધું મેં એને મને તલાક આપી ને મને મુક્ત કર.. તોય એ માનતી જ નથી...."

એ ફાઇલ સામે જોતા જોતા બોલ્યા.....



હું તેમની સામે જોઈ રહી...આ અજાણ્યો માણસ મને શું કામ એની વાત કહે છે એ સમજાતું નથી... પણ એને પાછું કહ્યું...
"આ અમારા ડિવોર્સના પેપર્સ છે... પણ આવતી જ નથી અહીં. ... કહે છે કે મારે ડિવોર્સ નથી જોતા... ને પાછું પણ નથી આવવું.. બોલો કરે તો ક્યાં કરે મનુષ્ય...! " એ હાસ્યા... અને બેપરવાહ ગીત ગાવા લાગ્યા ....

વાદા કરો... જાયોગી ના સાથ છોડ કર. ...

હું વિચારવા લાગી...ફરી... શુ એક પ્રેમ વગરના સંબંધમાંથી મુક્તિ માણસને ખુશ કરી શકે!? શુ નિરવથી દૂર થઈ ને હું ખુશ રહીશ!? નીરવ કેવું રીએક્ટ કરશે!? એ ખુશ થશે!?

કેટલા અજીબને સંબંધો પણ!? હું પહેલાથી જ થોડિક અલગ રહેલી.. પહેલી વાર નીરવ મને જોવા આવેલો એણે તો હા પાડી દીધેલી પણ મારે એની સાથે વાત કરવી હતી ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા. ... એ કેવી સરસ સાંજ હતી. ... મારા માતા પિતા ને એના માતા પિતા બહાર હોલમાં દુનીયાદારીની વાતો કરતા હતા... અને હું અને નિરવ આગાશી પર.. ડૂબતા સૂરજને જોઈ રહ્યા હતા...મેં એને કેટલા બધા પ્રશ્નો પૂછેલા ...કે શું વાંચવું ગમે!? કેવી ફિલ્મો ગમે!? કયો રંગ ગમે!? પણ એ કેવો શાંત રહેલો એણે તો મને કશું પૂછ્યું જ નહોતું.... મેં જ અકળાય ને પૂછ્યું હતું . ...
" કે તમારે કાઈ નથી પૂછવું?!"
"ના મારે કશું નથી પૂછવું. તારે હજુ કાઈ પૂછવું કે કહેવું હોય તો કહે?"
હું એની સામે તાકી રહી . ... આમ તો મેં વિચારેલો એવો જ દેખાતો નિરવ.. સહેજ ભૂરા વાળ બદામી આંખો.. એના પર સારી લાગે એવી બીયર્ડ..! મને બે ઘડી વિચાર આવ્યું.. આટલો હેન્ડસમ તો છે નીરવ.. મને આમ જ કેમ પાસ કરી દીધી.... અચાનક મારુ ધ્યાન હાથ પર ગયું.. કોઈક નિશાન હતું..ઘાવનું નિશાન મેં પૂછ્યું નહીં . ..પણ હું અચાનક બોલી..

"મને રસોઈ કરવી ખાસ ગમતી નથી!" ને એ હસવા લાગ્યો...મને સમજાયું નહીં કે એ શા માટે હસે છે! એને હસતા હસતા મારી સામે જોયું. ..અને પૂછ્યું...

"મને પ્રેમ કરવાનું તો ગમશે ને!?"ને હું શરમાઈ ગઈ એની સામે હસવા લાગી અને મને સમજાઈ ગયું કે નીરવ જ અસ માણસ છે જેની સાથે હું આખી ઝીંદગી રહેવાનું પસંદ કરીશ...

કેટલો પ્રેમ હતો ને અમારા વચ્ચે.. એ મને એના હાથથી જમાડતો... ક્યારેક મારા વાળની ગૂંચવાઈ ગયેલી લટો સવારતો મને વાળ ઓળવી દેતો... મને રસોઈમાં હેલ્પ કરતો... સાંજે તારાઓ જોતા વાતો કરતા...પણ ધીમે ધીમે તેને એ પ્રેમ દેખાડવાનું છોડી દીધું... અતિશય પ્રેમ માંથી જમીન પર ધરાશાયી કરી નાખી શુ કામ નીરવ શુ કામ!? આટલો પ્રેમ પર થી સાવ નિરસતા!? શુ વીતી હશે મારા પર એ તો વિચાર..!?

અચાનક કાગળનો એક ટુકડો મારાં પગ પર આવ્યો ...
" આપી દે .. મને એ" મારી બાજુ માં બેસેલા પુરુષે કહ્યું...
મેં એ ટુકડો ઉઠાવ્યો એમને પરત આપ્યો... મારાથી ના રહેવાયું...

"શુ કામ આપો છો ડિવોર્સ!?" એ ચોકયા મારી તરફ જોયું પછી ફાઇલ તરફ જોયું..અને બોલ્યા..

"અમુક વખત માણસ કંટાળી જાય થાકી જાય સામે વાળા માણસને મનાવી ને કદાચ એ માણસને હારી જવું વધુ યોગ્ય હોઈ.. કહેવાય ને! હાર મેં ભી જીત હૈ.! તું પ્રાર્થના કર ને નીતા આવે ને બસ મને તલાક આપી દયે હું છૂટી જાવ...બસ...."
એ આકાશ તરફ જોવા લાગ્યા...

એવું પણ હોઈ કદાચ... હું પણ થાકી જ ગઈ હતી બે નીરવ થી... એવું નથી કે મેં અમારા સંબંધને પહેલા જેવો બનાવવાના પ્રયત્નો નહોતા કર્યા કર્યા જ હતા ..એ અમારી મેરેજ એનિવર્સરી હતી.. મેં એને સરપ્રાઈઝ દેવા માટે કેન્ડલાઈટ ડિનર નો પ્લાન કર્યો હતો...એને તો યાદ જ નહતું કે અમારી મેરેજ એનિવર્સરી છે... મેં એને કહેલુ ઓફિસથી વહેલા આવજો... પણ એ દિવસે એ સાત વાગ્યના બદલે નવ વાગ્યે આવ્યો...! દરવાજો ખખડયો. મેં દારવાજો ખોલ્યો..મારા આંખ માં આંસુ હતા.. એને મારી તરફ જોયુંને બોલ્યો
"અરે ... ઓહ... સોરી ... યાર... હું ભૂલી જ ગયેલો...! ચાલ જલ્દી હવે જઇ આવી... ચાલ જલ્દી તૈયાર થઈ જા .." એ બોલ્યો...
" ના... મારે નથી જવું ક્યાંય .... તને તો યાદ પણ નથી કે....! "
હું કશું બોલી જ ન શકી.. રડતા રડતા હું મારા રૂમ તરફ દોડી... ક્યાંય સુધી એ મારી માફી માંગતો રહયો .. મારા પાસે બેસી ને મને ના રડવા માનવતો રહ્યો...ને એને હજુ પણ મેરેજ એનિવર્સરી યાદ નથી એ વાત થી મારો ગુસ્સો વધતો જતો હતો...

કોલાહલ થઈ રહ્યો હતો...ચાર પાંચ વકીલો માથાકૂટ કરી રહ્યા હતા... મેં મારી આંખો ત્યાંથી ફેરવી.. બીજી તરફ જોયું ચાર પાંચ પોલીસ વાળા કોઈક કેદીને લઈને જતા હતા.. થોડાક દિવસ પછી હું અને નીરવ પણ આમ જ કોઈક ફેમિલી કોર્ટ માં જઈશું...એવો વિચાર આવ્યો...

ત્યાં જ કોઈ નવપરણિત લાગતા વ્યક્તિ એકબીજા સામે જોઈ મલકાય રહ્યા હતા...મને નીરવ વળી યાદ આવ્યો... આમ જ ને અમારા લગ્ન થયા ત્યારે અમે પણ આટલા જ ખુશ હતા.. મારા તો જાણે ભાગ્ય ખુલી ગયા હોય એવું લાગતું હતું...જીવનને એના રંગો..બધું ..કેટલું સોહામણું લાગતું હતું...પણ હવે.. જાણે બધું જ બદલાય ગયું છે.. એ બધું જ ખૂંચે છે...!

"ખૂબ તાપ છે નહી!? " અચાનક મારી બાજુમાં બસેલા પુરુષ બોલ્યા.. મેં મારા પર્સમાંથી પાણીની બોટલ કાઢી ને એને આપી...

"આભાર.. " એ બોલ્યા ને પાણી પીધું...

અચાનક એને પુછ્યું...

"તારે કેમ ડિવોર્સ લેવા છે!?"



તેમના પ્રશ્નથી અમુક પાંદડા ખખડયા... કદાચ મારા અઅંદરનું મન ખડભળ્યુ હોય એવું લાગ્યું .. પણ કેમ!? શુ કામ!? શુ મને દર છે!? શેનો ડર સમાજનો!? મારી જાતનો?! કે ... કે નીરવથી દૂર થવાનો!?

" તમે કહો ડિવોર્સ લેવા સાચો નિર્ણય છે કે નહી!?" મેં વળતો પ્રશ્ન કર્યો..

"એ તો ડેપેન્ડ કરે કે તારે શુ કામ ડિવોર્સ જોઈએ છે...!? ક્યારેક ડિવોર્સ લેવો સાચો નિર્ણય હોઈ જે સંબંધ વજન બની જાય તો વજન ઓછો કરવો શુ ખોટો!? ને ક્યારેક ઉતાવળમાં ખોટા નિર્ણય લઈ લઇએ ને આખી જિંદગી પસ્તાતા રહીએ... આવા નિર્ણયો ખૂબ નાજૂક ખૂબ નાજુક.. ક્યારેક આપણને આપણી ભૂલ ન દેખાય એવું પણ બને! "

અવ વળી આકાશ સામે જોઈ ગીત ગાવા લાગ્યા....

"રુઠ ના જાના મેં એ કહું તો ..."...

સાચી વાત કરી એમને નિર્ણય ઉતાવળે લેવાય જાય તો.!? હું આખી જિંદગી પસ્તાવામાં રહીશ! ને સાચુ પણ ક્યારેક આપણને આપણી ભૂલો દેખાતી હોતી જ નથી ... મેં કોઈ ભૂલો નથી કરી ને!?

નીરવ મને પહેલા તો સારી રીતે જ રાખતો ..કદાચ... મેં કોઈ ભૂલો કરી!?.. બધું પહેલા જેવું જ હોત કદાચ.. બધું પહેલા જેવું ના રહ્યું એમ ક્યાંક વાંક મારો નહોતો ને!? શુ મેં બધી જવાબદારી બરાબર નિભાવી!?

વારે ઘડીએ અમારા ઝઘડા થતા રહેતા... મોડું આવવાના લિધે મને.. સમય ન આપવાના લીધે... એ બધું ભૂલી જતો .એક પત્ની જમવા માટે એની વાટ જોઇને બેઠી છે એ ભૂલી જતો ને બેશરમાઈથી કહેતો...

" સોરી યાર... તું જમી લે.. હું તો બહાર જમી ને આવ્યો.."

એને મારી વાતો સાંભળવામાં કોઈ રસ હતો જ નહીં . છાપ માં મોઢું નાખી ને હા હા કરતો રહેતો... વળતો પ્રશ્ન કરી તો વળી એટલી જ બેશરમાઈથી કહેતો..

"મારૂ ધ્યાન છાપામાં હતું . ઇફ યુ ડોન્ટ માઈન્ડ પછી વાત કરીએ!?"

આવી અવગણનાથી હું ભાંગી પડતી... શુ કામ તે મને તે મને સાતમા આસમાને રાખી... ને આ આવા વર્તનથી તે મને સાવ જમીન પર પછાડી દીધી ...

હમણા જ ને કેટલો ખુશ હતો નીરવ!? જ્યારે એને ખબર પડી કે હું માં બનવાની છું.. ને એ પિતા... મારે આ વાત એને કરવી નહોતી...કારણકે હું હજુ તૈયાર નહોતી ... કદાચ નીરવ પણ નહીં અમારા વચ્ચે સતત એક મૌન રહેતું.... તાણ રહેતી.. આજ દિવસો માં આ ખબર.. ને એમાં પણ ખાસ હું જ તૈયાર નહોતી ... માં બનવા માટે ...એને તો હરખમાં બધાને કહી દીધું.... અને હું પછીના દિવસે હોસ્પિટલ જતી રહી .

ડોક્ટર એ પૂછ્યું.. "આર યુ સ્યોર?!"

મેં કહ્યું " હ.. હા.."

ને હું ઘરે પોહચી.. નીરવ બેડ પર બેઠો પણ એ કશું જ બોલ્યો નહીં... સતત બેડ શીટ તરફ એ તાકતો રહ્યો...
મેં કીધું... "હું તૈયાર નહોતી..પણ.....!

એને મારી વાત અધવચ્ચે જ કાપી નાખી..."તુ થોડાક દિવસ તારા ઘરે જતી રે.. પ્લીઝ..!" ને મને ધ્રાસકો લાગ્યો.... હું બીજા જ દિવસે અહીં મારા પિયર આવી ગઈ....

મને ખાંસી નો અવાજ સંભળાયો.. હું મારી તંદ્રા માંથી બહાર આવી.. બાજુ માં બેસેલા પુરુષ ખાંસી રહ્યા હતા.. મેં ફરી મારી બોટલ એમના નજીક કરી... તે પાણી પી રહ્યા હતા...

અચાનક કોઈક અઢાર ઓગણીસ વર્ષની છોકરી લગભગ દોડતી દોડતી અમારી પાસે આવી.. એને પહેલા મારી સામે ને પછી મારી બાજુમાં બેસેલા પુરુષ સામે જોયું.. ને તે બાંકડા પાસે જ બેસી ગઈ...

"પપ્પા તમે... પાછા અહીં આવી ગયા...!? ચાલો ઘરે...ચાલો..!"
તેની આંખોમાં દુઃખ, હતાશા ,થોડોક હાશકારો મને દેખાયો... તેણી એ મારી સામે જોયું ને કહ્યું

"થેન્ક યુ!"

ખબર નહીં સાવ અજાણ હોવા છતાં મને એને કેટલાય પ્રશ્નો પૂછવા હતા. .મારુ મન કેહતું હતું કે આવા પ્રશ્નો ના પૂછાય છતાંય મારાથી પુછાય ગયું...

"તમારા પપ્પાને તમારી મમ્મીથી ડિવોર્સ કેમ જોઈએ છે!?"

એ છોકરી મારી સામે તાકી રહી એની આંખો ભરાય આવી હતી એ ઉભી થઇ અને અમારી વચ્ચે બેસી ગઈ.

"ખૂબ પ્રેમ હતો મારા મમ્મી અને પપ્પા વચ્ચે.. પણ થતું એવું કે પપ્પા અમુક સમય પછી મમ્મીને વધુ સમય ન આપી શકતા... ઓફિસનું કામ અમારા જવાબદારીઓ ભણવાના ખર્ચા.. બધે પોહચવા પપ્પા એટલા વ્યસ્ત રહેતા કે એ મમ્મી માટેનો પ્રેમ જતવવાનું જ ભૂલી જતા... ક્યારેક ખૂબ ઝઘડા થતા પણ મારી મમ્મી મારા પપ્પાને મૂકીને ક્યાંય નહીં જાય એવી બધાબે ખાતરી હતી.. મમ્મી પણ ખુદ રોશે ઝઘડશે પણ પપ્પાથી દુર જવાની વાત નહીં કરે... ગમે તે થાય મમ્મી પિયર ક્યારેય ન જતી..."

એના ગળા માંથી ડૂસકું નીકળ્યું... પોતે એ ડૂસકું ગળી ગઈ.. મેં એનો હાથ પકડ્યો....એને મારો હાથ વધુ સખ્તાયથી પકડ્યો...

"મારો જન્મદિવસ હતો...પપ્પા ભૂલી ગયેલા... મમ્મીએ નાની એવી પાર્ટી રાખેલી સૌ પપ્પાની વાટ જોઈ જોઈને થાક્યા .ને જતા રહ્યા . .. ને તે દિવસે પપ્પા ખૂબ મોડા આવેલા.. ને સરપ્રાઈઝ આપવાની વાતમાં મમ્મીએ પપ્પાને યાદ પણ ના કરાવ્યું..કે મારો .... જન્મદિવસ ... છે...! ખાલી કહેલુ કે વહેલા આવજો...! તે દિવસે ખૂબ ઝગડો થયેલો... ને મમ્મી પિયર જતી રહી. ..."

"પપ્પા એ ખૂબ વિનંતીઓ કરી માફી માંગી લેવા ગયા.. તોય તે ના આવ્યા... એટલે પપ્પાએ ડિવોર્સની વાત કરી... મમ્મીએ જ્યારે ડિવોર્સની વાત સાંભળી તે દોડતી ઘરે આવવા નીકળી... ને....ને.... રસ્તામાં એને કાળ આંબી ગયો...એક્સિડન્ટ થયું ...એમનું રસ્તામાં મૃત્યુ પામ્યા...ને આની અસર પપ્પા પર એવી થઈ કે.. તેઓ... જોવો છો ને!? એ માનવા જ તૈયાર નથી..."

" ડિવોર્સ ના લેવાય.. ક્યારેય ન લેવાય... નીતા ને કહે ને જલ્દી આવી જાય... બોવ એકલું લાગે છે મને એના વગર..." અચાનક પેલો પુરુષ બોલ્યો . ..

મારા આંખો પણ ભરાઈ આવી ...
" તમે અહીં બેઠા છો ને!? હું રીક્ષા કરી ને આવું.." પેલી છોકરી આંસુ લૂછતાં લૂછતાં બોલી ..

"હા હું છું..અહીં..." મેં જવાબ આપ્યો ..

મારુ બાજુમાં બેસેલા પુરુષને જોઈને મને નીરવ યાદ આવી ગયો... એની હાલત આવી જ હશે ને !? મારા શોખ પુરા કરવા આવનાર સમય ને પોહચી વળવા એ પણ મહેનત કરતો હશે... ભૂલી જતો હશેને બધું ને હું પણ ક્યાં એને બધું યાદ કરાવું છું...

અચાનક મને મને વિચાર આવ્યો...
શુ વીતી હશે એના પર જ્યારે હું હોસ્પિટલથી આવી એના અંશને ખતમ કરી ને!? કેટલી મોટી ખુશ છીનવી લીધી મેં એની પાસે થી... મને મારી જાત પર શરમ આવવા લાગી...

અચાનક મારો ફોન રણક્યો... વકીલના ચાર મિસ્ડ કોલ હતા...
પેલો પુરુષ છોકરી જતા રહ્યા હતા...

મેં સીધો જ નીરવ ને ફોન જોડ્યો...ને અડધી જ રિંગમાં એને ફોન ઉપાડી લીધો...

" હેલો..." એ બોલ્યો...

"હેલોઓ..." હું બોલી...

થોડીક હિંમત ભેગી કરી ને હું બોલી...

"થોડાક દિવસ થઈ ગયા...!? "

"હ...હા..." એ બોલ્યો...

"તો હું પાછી આવી જાવ!?" હું બોલી..

" નાં... હું આવું છું તને લેવા અત્યારે જ તૈયાર રહેજે..." મારા આંખ સુધી આવેલા આંસુ લૂછી હું રીક્ષા તરફ લગભગ દોડી જ પડી...