sunset books and stories free download online pdf in Gujarati

સૂર્યાસ્ત

આ લૉકડાઉનમાં ટાઇમપાસ પણ નઈ થતો. હું ઘરમાં ગૂંગળાઈ રહી છું.. બૉર થઈ ગઈ છું.. કંટાળી ગઈ છું. સાંજ થઈ ગઈ મારો સનસેટ જોવાનો સમય થઈ ગયો.. દમણનો દરિયાકિનારો,જે.ટી,સૂર્યાસ્ત, હું ..મારા મિત્રો .. તીખી-મીઠી પાણી પુરી.. ખૂબ યાદ આવે છે.. કેટલું નજીક છે ઘર થી છતાં જઈ શકુ નઈ.. આ વાયરસે આનંદિત જીવનને ઉદાસીનતામાં પરિવર્તિત કરી નાખ્યું..
અવની બેટા શું બબળે છે એકલી એકલી ગાંડી થઇ ગઈ છે કે શું!?
હાં મોમ આવું જ ચાલતું રહ્યું તો હું ચોક્કસ ગાંડી થઈ જઈશ. બહુ યાદ આવે છે મને દરિયાકિનારે માણતા સમીસાંજ ના સમયની... આ સમય મારો સનસેટ જોવાનો મોમ..બટ.. લોકડાઉન ... હું શું કરું..!
હા બેટા પણ આ પરિસ્થિતિ સૌની છે. સમય- જતા બધું પેહલા જેવું થઈ જશે. બસ બધાંએ કો ઓપરેટ કરવાની જરૂર છે અને વાત રહી તારા પ્રિય એવી સમીસાંજની ઢળતા સૂર્યાસ્ત જોવાની, એ તો તું આપણા ઘર ટેરેસ પરથી ય જોય શકે છે.

હૈં?!..ના.. શું વાત કરે છે મોમ.., ત્યાંથી ય દેખાઈ? હુંએ તો ક્યારે ધ્યાન ન આપ્યું.

શું વાત કરે છે અવની બેટા..! તે ક્યારેક નથી જોયો? હું અને તારી મોમ તો ઘણીવાર સાંજની ચા સાથે રમણીય રંગ રેલાવતા સૂરજને જોઈએ છીએ પરંતુ તારી સાથે જોયો નથી ચાલ આજે આપણે બધાં સાથે પ્રકૃતિને માણીયે.તમે ઉપર જાવ હું બધાંના માટે ગરમાસાલેદાર ચા લઈને આવી.. હા મોમ જલ્દી આવો આઇ એમ વેરી એક્સાઈટેડ..

અવની: વાવ આપણા ટેરેસ પર કેટલી સરસ ઠંડી ઠંડી હવા આવે છે ને ડેડી..!

ડેડી: બીચ જેવો જ સ્પર્શ છે ને બેટા. સૂરજ ડૂબતાં પેહલા જો પેલા પક્ષીઓનું ટોળું પોતાના માળા તરફ જઈ રહ્યાં છે નઈ!

અવની: હા ડેડી કેટલા લકી છે ને! ગગન, અવની,વનમાં જ્યાં મન થાય ત્યાં મુક્ત રીતે ફરી સકે છે. અને અહીંયા હું આપણાં આવા દિવસ ફરીથી ક્યારે આવશે ડેડ?!
ડેડી: બધાજ પક્ષીઓ લકી નથી હોતા બેટા!

અવની :(મુંજવાઈને) હા આપણા પાડોશી રમેશકાકા નેજ જોઈલો પોતાના શોખ ખાતર કેટલાય નાદાન પક્ષીને પાંજરામાં કેદ કર્યા છે.!
ડેડી :હમમ...
આલો આપણી ગરમાગરમ ચા આવી ગઈ..
અવની: મોમ તમે પણ અહીં જોલા પર જ બેસો.. આપણે ત્રણેય સાથે આજની સાંજ માણીયે.
ડેડી: જોલો કઇ ખવાતો હસે!.
અવની: હાહા.. પણ હું તો ખાવું છું જોવો તમારી સાથે.

અરે જૂઓ સવારનો પીળો સૂરજ રાતો,પીળો કેસરી એવા રંગો લઇને આવી ગયો... મમ્મી સમુદ્રનું જળ તો જોવો સરબત જેવું થઈ ગયું છે ને!. હાં બેટા ઉપર તો નજર નાંખ નભ પણ રંગોથી રંગાઈ ગયું છે જાણે વાદળાં રંગોથી છલકાય ગયા હોય.!
હા મોમ અમેઝિંગ ખૂબ જ રમ્ય દૃશ્ય છે અદભૂત! ડેડી તમને કેવું લાગે છે..
મને!, એવું લાગે છે જાણે સૂરજ ત્રણ દિશામાં ત્રિકોણ રચના બનાવતો હોય એવું...એના કિરણો પરાવર્તિત થતાં દેખાય છે. સૂરજથી નભમાં અને નભથી સમુદ્રના જળમાં ફરી પાછું જળથી નભમાં અને નભથી સૂરજ - સમુદ્રમાં..! અરીસા જેવું લાગે..
વાહ ડેડી આવી રીતે તો મેં વિચાર્યું જ નઈ! યુ આર ટુ ગુડ! સાચું કહું ?મારા વ્હાલા ડેડી એન મોમ તમારી સાથે મેં સનસેટ ને અલગ રીતે નિહાળ્યો ખરેખર તો સાચી રીતે!કાશ આ સાંજ અંહી જ અટકી જાય તો કેટલી મજા આવે!
ગાંડી સાંજ કંઈ અટકે ખરી? આવતી કાલે પાછી થશે ત્યારે પાછી જોજે હવે હું રસોઈ બનાવવા જઉં છું તમે બેસો અહી .. મમ્મી વેઈટ એક સેલ્ફી લઇ લઇએ આપણો આ પેહલો સનસેટ છે મેમોરબલ ચાલો સ્માઈલ કરો.. સ્માઈલ...
અવનીની આ પેહલી સેલ્ફી કદાચ છેલ્લી થઈ જવાના દિશામાં હતી.
રાત્રીના ૮:૩૦ વાગ્યે અવની અને એના મતા પિતા સાથે જમવા બેઠા ..આજે રસોઈમાં અલગ અલગ વાનગી હતી અને અવનીની પાણી પુરી પણ..
વાવ મોમ તમે પાણી પૂરી પણ બનાવી ! ઇટ્સ માય ફેવરિટ.. લવ યૂ મોમ...આજે કંઇક સ્પેશિયલ છે કે શું?! કંઈ સ્પેશિયલ નથી આ તો તારું મન હતું તો બનાવી .. ઓહ સો સ્વીટ મમ્માં યું આર ધ બેસ્ટ...ચાલો વાતો ઓછી અને ખાવ હવે અવની. હાં ડેડી ખાવું છું..

જમ્યાબાદ અવનીના માતાપિતા હંમેશાં પોતાના ઘર પાસેના સુવાળા સીધાં રસ્તાની પારે વોકીંગ માટે જતા જ એ એમનો નીત્યનો ક્રમ હતો અને આમેય એમનો એરિયો ગ્રીન- ઝોનમાં હોવાથી કોઈક ઝાઝું બંધન ન હતું જેને જ્યાં મન હોય ત્યાં પોતાની સમજદારી દાખવીને હરીફરી શકતું પરંતુ સમગ્ર દેશની લોકડાઉનની અસર કહો કે પછી વાઇરસનો ભય એની અસર દરેક ઝોનમાં જોવા મળતી, તેથી અવનીના માતાપિતા જાજુ દૂર નઈ જતા કારણ કે રસ્તા સૂમસામ હતા જ્યાં અધળક આડોશી- પાડોશી રસ્તામાં મળતાં એ હવે ઘરમાં બંધ હતા અને રાત્રે ફરવા નીકળતાં વાહનચાલકો તો ભાગ્યે જ રાત્રે જોવા મળતા,કારણ કે હવે વાહન ફરવાનું નઈ પણ કામ માત્ર નું વાહન બની ગયું હતું..તેથી અવનીના માતા પિતા ૧૦ મિનિટ માં વૉકિંગ કરી ઘરે આવી જતા. આજેય તેઓ વૉકિંગ માટે નીકળ્યાં..

અહીં અવની ઘરે ફોનમાં ટાઇમપાસ કરે છે. અરે આજનો સૂર્યાસ્તનો પિક હું શેર કરવાનું તો ભૂલીજ ગઈ..અમમ...હા આ રહ્યો લાવ ઇન્સ્તા અને વોટ્સ અપમાં મૂકી દેવ... #હેષ્ટેગ #બેસ્ટ સી વ્યુ # સનસેટ વ્યુ #એટ હોમ #વિથ મોમ ડેડ # અમેઝિંગ ડે # મેમોરેબલ ડે# સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ....

મોમ ડેડ આવતા જ હશે હું ગાર્ડનમાં એમની રાહ જોવ એ ઠીક રહેશે. અવની ગાર્ડનમાંથી પોતાના મોમ ડેડને આવતા જોઈ શકે એ રીતે એ ચેર પર બેસે છે. પરંતુ અચાનક એ ત્રણ થી ચાર કારને હવાની માફક સ્પીડ પર દોડતાં જોય છે,જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તેમની વચ્ચે હરીફાઈ લાગી હોય..! ક્ષણભરમાં કાર રસ્તાની આગળ ગાયબ થઈ ગઈ.. જોવા વાળા જોઈને ડરી જાય એવું ક્ષણભરનું દૃશ્ય હતું.

અવની પર પણ એની અસર થઇ. થોડા સમય માટે જાણે એના શ્વાસ અટકી ગયા હોય પાછો ઊંડો શ્વાસ લઈ માય ગોડ આવી સ્પીડથી કોઈ વાહન ચલવતું હશે!? અને અચાનક એને ભાન થાય છે કે વોકીંગ પર ગયેલા માતાપિતા પરત થયા નથી... એ મનોમન ગભરાઈ છે ફટાફટ એ એના પિતાને કોલ કરે છે પણ કારોનાની સૂચનાઓ એને વધુ બેચેન કરે છે ...આ સૂચનાઓ વચ્ચે અવનીના મસ્તકમાં ઘણાં વિચારો દોડે છે કશું થયું તો નઈ હોઈ ને કેમ મોડું થયું હશે?! અને પેલી કાર કેટલી ઝડપથી!...નઈ નઈ.. હું આવું કેવી રીતે વિચારી શકુ..! પણ હજુ આવ્યાં કેમ નઈ? હે ભગવાન આ કરોનાની સૂચનાઓ જલ્દી પુરી કેમ નથી થતી ..ત્યાં જ રિંગ વાગે છે પરંતુ તો માત્ર રિંગ જ વાગે છે કોઈ ઉપાડતુ નથી. અવની વિહવળ બને છે પાછો કોલ કરે છે પણ ફરી પાછું કરોનાની સૂચનાઓ અને એના મનોમંથનો... હવે એ ગેટ ખોલી પડોશમાં રહેતા અંકલની મદદ લેવા દોડે છે..

પરંતુ પાછળથી રમેશકકાનો અવાજ સંભળાય છે, જલ્દી દોડો... જલ્દી કરો... કોઈ એમ્બ્યુલન્સને ફોન કરો.. બીજા ચારપાંચ લોકોના સ્વરો પણ સંભળાઈ રહ્યાં હતાં.. કારચાલકે ૩-૪ ને ઘાયલ કરી દીધા.. બે તો જગ્યા પર મુત્યુ જ પામ્યા.. એકનું શવ તો કપાઈ ગયું છે.. ખૂબ ભયાનક અકસ્માત થયું છે.. હે ભગવાન.. એટલામાં પોલીસની ગાડી લાલ બત્તી પાડી જાણે બધાને જગાડતી અવનીની સામેથી પસાર થાય છે.. અવનીની આંખોમાં અશ્રું છલકાય છે.. એના પગ જાણે ત્યાજ થંભી ગયા.. એની હાર્ટબીટ વધવા લાગી.. છતાં સાહસ કરી રમેશકાકા તરફ જવાનો પ્રયાસ કરે છે પરંતુ એના પગલાં ન જાણે કેમ એને રોકતા હતા..

પરંતુ દૂરથી રમેશકકા જાણે અવનીને ઓળખી ગયા હતાં. એ દોડતાં દોડતાં અવની તરફ આવે છે.. એના ગળાનો સ્વર જાણે રોકાઈ ગયો હતો એની આંખોમાં આસું અને વસવસો અવની જોઈ રહી હતી...

અવનીને જાણે બધું સમજાય ગયું હોય છતાં એની આંખ અને એના કાન જવાબ માંગી રહ્યાં હોય! એવું રમેશકાકા અનુભવી રહ્યાં અને તેઓ સાહસ કરી બોલી પડે છે કે "તારા માતા પિતા નઈ રહ્યાં અવની દીકરા"... આટલું બોલી રમેશકાકા રડવા લાગ્યા..

આ સાંભળી અવનીના પગથી જાણે અવની સરકી ગઈ હોય..! એમ અવની ઢીલી પડી જાય છે.... એના આંખમાં સચવાયેલ અશ્રું બધી પાળ તોડી વહેવા લાગે છે , એના હાથમાંથી ફોન નીચે પડે છે અને અવનીની સામે આજની સાંજ ના ફ્લેશબેકના ચિત્રો રચાય છે... ટેરેસ..સનસેટ..સેલ્ફી.. અને એ ખૂબ જોર જોરથી રુદન કરવા લાગી..

આજના સૂર્યાસ્ત સાથે અવનીનાં માતા પિતા પણ અસ્ત પામ્યા..!

લેખક: રીંકલ