Sky Has No Limit - 34 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-34

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-34
મોહીતે સ્પષ્ટ શબ્દોમાં મલ્લિકાને ચેતવણી આપી દીધી હતી કે તારે અહીં બધાની સામે જ જવાબ આપવો પડશે કોઇ ત્રાગા કે નાટક નહીં ચાલે. મલ્લિકા કંઇ જવાબ આપે એ પહેલાં બધાંનાં મનમાં વિચારો આવી ગયાં કે હવે શું થશે ?
મલ્લિકાએ બધાની સામે પછી સોનીયાને સામે તિરસ્કારથી નજર નાંખી અને પછી બોલી" મોહીત પહેલાં એક સ્પષ્ટ કરી દઊ... અને પછી એણે વચ્ચે સમય લીધો મોંન થઇ ગઇ.
પછી બોલી "મારી માં એ ફોનમાં જે કંઇ કીધું એમાં કંઇ ખોટુ નથી કીધુ હું પ્રેગનન્ટ છું અને એ દરેક માં ને ચિંતા હોય કે એની દિકરીની તબીયત કેમ છે ? એણે ચિંતા કરી છે બીજુ કંઇ નથી કીધું મેં સાંભળ્યુ છે.
બધાં મલ્લિકાના જવાબ સાંભળી હક્કાબક્કા થઇ ગયાં કે આ બચાવ તો જો કરે છે ? કેટલી શૃડ અને ઢીઢ છે.
મલ્લિકાએ બધાંને વિચારમાં નાંખીને આગળ ચલાવ્યું કે વાત રહી મારી માંએ કહ્યું મારાં પાપાની સફળતા પાછળ પછી એણે એ વાક્ય અધુરુ છોડીને કહ્યું એ મારાં માં અને પાપાની વચ્ચેની પર્સનલ મેટર છે મારે એ આ બધાં સામે કહેવાની કોઇ જરૂર નથી...એ.. ઇટ્સ માય પર્સનલ મેટર... માય ફેમીલી મેટર.. એ આ કોઇએ જાણવાની જરૂર નથી અને મોમ ક્યાં કંઇ બીજુ બોલીજ છે ? કે મારે જવાબ કે ખૂલાસા આપવાનાં હોય ?
મોહીતને મલ્લિકા પાસેથી આવોજ જવાબ મળશે એવી ધારણાંજ હતી. મોહીતે પૂછ્યું કંઇ એવુંજ નહોતું તો તેં ફોન કેમ ફેંકી દીધો ? શું કારણ ? આગળ કેમ તું સાંભળી ના શકી કે અમને સાંભળવા ના દીધુ ?
મલ્લિકાએ કહ્યું "મારી માં ને અહીં કેવું દ્રશ્ય છે કોણ કોણ છે ? આપણે શું કરી રહ્યાં છે ? અને ફોન સ્પીકર પર છે કંઇ ખબર હતી ? અમારી માં દીકરીની કોઇ વાત પર્સનલ મેટર હોય મારે શા માટે કોઇપણ સાથે શેર કરવી જોઇએ ? મોમને ખબર નહોતી એટલે.... અને મને વ્હીસ્કીનો કેફ હતો કંટ્રોલ નહોતો ફોન બસ દૂર ફેકી દીધો. મેં શું ખોટું કર્યુ ? મારાં માટે બધાં આગળથીજ એવી છાપ રાખીને બેસી ગયાં?
મોહીત સમજી ગયો કે આ આમ હાથમાં નહીં આવે એ કોઇ પણ ચાલાકી કે ચરિત્ર અજમાવીને મને બેવકૂફ બનાવશે પણ આ વખતે હું બેવકૂફ સાબિત નહીંજ થઊ.
મોહીતે કહ્યું "ઓકે તારી માં કે તારાં પાપાની પર્સનલ વાત કે એમનું ચરિત્ર જાણવામાં આમ પણ મને રસ નથી મને ફક્ત તારાં ચરિત્રમાં જ રસ છે. સોનીયાએ તારો એનાં કબૂલાતમાં ઉલ્લેખ કરેલો... તું અને એ શું બંન્ને જણાં એવું કંઇક જાણો છો કે કર્યું છે જે મને નથી ખબર ? સોનીયા બધાની સામેજ બોલી ગઇ છે બોલ... તું જવાબ આપ
મલ્લિકાની નજર ફરીથી સોનીયા તરફ તંકાઇ ગઇ સોનીયાને ખબર નથીં મનમાં કેટલીએ ગાળો દીધી હશે. ફરીથી નજર હટાવીને બોલી સોનીયા હોય કે કોઇપણ હોય કોઇ મારી શું વાત કરતી હતી ? એની કોઇ એવી ઓકાત નથી કે મને ફસાવી શકે... આગળ બોલતાં કહ્યું" સોનીયા એ મને જાહેરમાં બ્લેકમેઇલ કરવાં પ્રયત્ન કર્યાં છે એની ભૂખી વાસનામય નજર તારાં ઉપર છે એ પોતે જ બોલી ગઇ છે... એણે તને કહ્યું છે ને આઇ લવ યુ મોહીત... બધાને એમ કે મારી નજર અને કાન સરવા નહોતાં ? સોનીયા એક નંબરની વિઘ્ન સંતોષી છે એને મારાથી લાભ લાટવો હતો એટલે મલ્લિકા મલ્લિકા કરતી હતી.
સોનીયા ને હું પહેલાં સાચી મિત્ર ગણતી હતી કે કોઇ અમારી સ્ત્રીઓની વાત એવી હોઇ શકે કે હું એની સાથે શેર કરું પણ એણે તો એનો ફાયદો નહીં ગેરફાયદો ઉઠાવ્યો. એ મિત્રનાં નામે ચંડાળ નીકળી. આવી સ્ત્રી એનાં પતિને તો ક્યાંથી સુખ આપે ? અને બીજાનાં ધણીઓ ઉપર નજર બગાડતી ફરે આવી...
મલ્લિકા આગળ કંઇ બોલવા જાય ત્યાં વચ્ચે સોનીયા ચિલ્લાઇ તું શું બકે જાય છે તારી વાતમાં.. મોહીત તને પૂછી રહ્યો છે તારાં જવાબ આપ વચમાં મને શેની ઘસેડી રહી છે.. હવે તારી ગાંડ તળે રેલો આવ્યો એટલે મને વચ્ચે ફસાવે છે ? તારાં ષડયંત્ર અને તારાં દગા બધાં સ્પષ્ટ કર મને વચ્ચે ના લાવ.
બધાં આં બન્ને જણાંને વિસ્મીત ચહેરે સાંભળી રહ્યાં મલ્લિકાએ કહ્યું "હું તને ક્યાંય વચમાં લાવીજ નથી હું તને શા માટે વચમાં લાવું ? હું બહુજ કેપેબલ છું તું તારી જાતેજ અમારી વચમાં આવી ગઇ છે. મારાં અને મોહીત વચ્ચે તું આવી છે તારું વર્તન અને તારાં ડાયલોગ બધું મેં જોયું છે સાંભળ્યું છે એટલે મારાં જવાબ આપુ એ પહેલાં તને હું સાચી રીતે વચ્ચમાંથી બહાર કાઢી રહી છું તારી કોઇ ઓકાત નથી અમારી વચ્ચે આવવાની.
અને તું કહે છે એમ રહી વાત દગાની કે વાત છૂપાવવાની... એવું કંઇ છેજ નહીં.. મારી મોમ અને પાપા માટે જવાબ આપી દીધો છે.
વાત હવે છૂપાવાવાની મોહીતથી.. તો એ કહી દઊં. જેથી અમારાં બે વચ્ચે ત્રીજો આવીને એનો ખેલ ના પાડી જાય એય ખાસ તારા જેવો સોનીયા કે જે બે પતિ પત્નિ વચ્ચે ઘોર ખોદી નાંખે... મોહીતનાં મનમાં તેં મારાં માટેની શંકા રોપી છે અમારાં સંબંધોમાં ખટાશ લાવીને વણસાવાનો પ્રયત્ન કર્યો છે પણ મારે જે કહેવુ હશે હું મોહીતને કહીશ જ.... કહીશ શું એને ખબરજ છે અમારી વચ્ચે ઘણી ચર્ચા થયેલીજ છે.
મેં જ મોહીતને કહેલુ કે હજી આપણે નાનાં છીએ થોડી જીવનમાં મોજ મજા કરી લઇએ પછી બાળક લાવીશું કારણ કે બાળક આવ્યા પછી આપણે એક ફરજમાં અને સાચવવામાં બંધાઇ જઇશું બાળક કરીશુ પણ ર-5 વર્ષ પછી શું ફરક પડે છે ? મેં એબોર્સન કરાવી લેવા માટે એની પરમીશન માંગી હતી.. એણે ના પાડી... એટલે હું અટકી ગઇ... એમાં છૂપૂ શું છે ?
સોનીયાએ તરત જ રીવર્ટ કર્યું "બોલી" વાહ બહુ સરળતાથી કહી દીધુ તો પેલા દિવસે મેં તને ફોન કર્યો આઇ મીન પરમ દિવસે તેં શું કહ્યું "હું ક્લીનીકમાં આવી છું મારી એપોઇન્ટમેન્ટ છે માટે જલ્દી ઘરે પહોચવું પડશે અને મોહીતને તો ખબર પણ નથી.
મલ્લિકા થોડી જંખવાઇ ગઇ પછી પાછી સ્વસ્થ થઇને બોલી... એમાં શું ? હું ચેક કરાવવા ગઇ હતી એબોર્શન કરાવવા નહીં બધાં પ્રશ્નોનાં જવાબ મારે તને આપવાનાં છે કે મોહીતને ? તું આરોપો મૂકે છે એટલે જવાબ મોહીતને આપુ છું તું તો મારો સંબંધ ખરાબ કરાવવા જ પાછળ પડી છું. મને ખબર છે ત્યાં ફાલ્ગુને સોનીયાને કહ્યું "તારી જીભડી બંધ રાખ આપણો તો સંસાર તારાં સ્વભાવે સળગાવ્યો છે બીજાનાં શાંત સંસારમાં કેમ આગ લગાડે છે ?
મોહીત શાંતિથી મલ્લિકા અને સોનીયાની ટપાટપી સાંભળી રહેલો. એણે કહ્યું "મલ્લિકા ભલે સોનીયા જે બોલી એ પણ મારે સાચું સત્ય જાણવું છે જે તારે હજી જણાવવાનું બાકી છે.
હું શાંતિથી ક્યારનો સાંભળી રહ્યો છું અને તારી મોમની વાત પણ મેં સ્પષ્ટ સાંભળી હતી કે મોહીતને ખબર તો નથી પડી ગઇને ? તો એવું શું મને ખબર પડી જવાનું હતું ? એ સત્ય મને જણાવો.
મોહીતનો પ્રશ્ન સાંભળીને સોનીયા હસવા લાગી અને નશાનાં કેફમાં બોલી "હવે આપ જવાબ તારાં ઘણીને ક્યારની સત્યવાદી હોય એમ બોલી રહી હતી.
મલ્લિકાએ મોહીત સામે જોઇને કહ્યું "એવું શું હોય કે જે તને ના ખબર હોય ? આ સોનીયાએ કહ્યું એજ છે હું કલીનીકમાં ચેકઅપ કરાવવા ગઇ હતી જે તને ખબર નહોતી...પણ કલીનીકથી મેં માં સાથે વાત કરેલી અને કહેલું હું અહીં આવી છું ઓફીસથી પરંતુ મોહીતને ખબર નથી.. બસ એજ અનુસંધાનમાં માં પૂછી રહેલી બાકી કંઇ જ નથી.
મોહીતે એને યાદ કરાવતાં કહેલુ કે મેં તને ફોન કરેલો તેં ઉપાડ્યો નહીં. સ્વીચ ઓફ કરેલો એ દિવસે ? પહેલાં બીઝી આવ્યો અને પછી....
મલ્લિકા વચમાં જ બોલી ગઇ હાં હાં એજ દિવસે... હું કલીનીક ગઇ હતી ઓફીસથી રજા લઇને મારે ચેકઅપ કરાવીને અપડેટ લેવું હતું પણ વાત બીજે જતી રહી... મોહીતે કહ્યું પણ ઓફીસમાંથી કહેલુ તું 12 વાગ્યાની નીકળી ગઇ છે. અને...
વધુ આવતા અંકે -- પ્રકરણ-35