Love is a Dream Chapter 2 books and stories free download online pdf in Gujarati

Love Is A Dream Chapter 2

Chapter-2

રૂમે આવ્યાની સવારની બપોર થઈ ગય હતી અને હું મારા મન સાથે વાતો કરી રહ્યો હતો “હું રિદ્ધિને મેસેજ કરુ કે કોલ?, હજી ઝુંટા પડ્યા થોડી કલાકો જ થય છે તો અત્યારે કરુ કે પછી?, આજે વાત કરુ કે કાલે? તેના ફોનની રાહ જોવ કે એ મારા ફોનની રાહ જોતી હશે?” ત્યાજ મારા ફોનની મેંસજ રિંગ વાગી, મેં જોયું તો રિદ્ધિનો જ મેસેજ હતો લખ્યું હતું “”Hi! આવતીકાલે સાંજે 6 વાગ્યે સ્કાય મોલ આવી શકીશ?” મેસેજ વાંચીને હું આનંદિત થય ગયો અને તરત રિપ્લાય કરી દીધો “હા, હું આવી જઇશ.” તે રાત્રે તો મને ઉંઘ જ ના આવી, રિદ્ધિના વિચારો મનમાં ફરી રહ્યા હતા કે તે મળશે ત્યારે હું શું કહીશ અને બસ પછી સવાર પડી ગય.

*

સાંજે 5-45 વાગ્યે હું મારો ફેવરેટ તેમજ લકી બ્લૂ શર્ટ પહેરી, ડીઓ લગાવી, બાઇક લઈને સ્કાય મોલની સામે રિદ્ધિની રાહ જોવા ઊભો રહી ગયો, મારા પહોંચતાની સાથેજ મે તેને રિક્ષામાંથી એકલી ઉતરતા જોઈ અને હું તેના તરફ ચાલવા લાગ્યો, મને સામેથી ચાલતો આવતો જોઈ તેણે હાથ ના ઇશારેથી મને “હાય!” કહ્યું, હું જેવો એની નજીક પહોચ્યો રિદ્ધિએ આશ્ચર્ય સાથે કહ્યું “તું વહેલો આવી ગયો હતો શુ?.. હજી તો 6 થવામા 10 મિનટની વાર છે!”

“બસ હમણા આવ્યો છું! અને તું પણ તો વેલી આવી ગય છે!” મેં હસતાં-હસતાં જવાબ આપ્યો.

“હા! હુતો શોપિંગના જોશમાં વેલી આવી ગય છું!” રિદ્ધિએ એક નેણને ઉંચો કરતાં ખુશમિજાજ અંદાજમાં કહયું.

“શું?” એની ચંચળ આંખોમાં આંખ નાખતા મેં આંચકો અનુભવ્યા નું દર્શાવતા પૂછ્યું.

“ના! ના! યાર!!” ખળ ખળાટ હસતાં કહ્યું “ચાલ હવે અંદર મોલમા જઇયે, મારે થોડી શોપિંગ કરવી છે અને તું મારી એમાં મદદ કરજે.”

અમે રસ્તો ક્રોસ કરીને મોલમાં પ્રવેશ્યા પણ ત્યા સુધીમાં મેં રિદ્ધિ વિશે અમુક બાબતોની નોંધ કરી લીધી હતી, જેમકે તેણે પેહેરેલ કુર્તીનો કલર પણ બ્લૂ છે અને એના સલવાર-દુપટ્ટાનો કલર વ્હાઇટ છે, તે ઉંચાઇમાં મને ખંભાથી થોડી ઉપર પહોંચે છે, તેના વાળમાંથી નિકડતી એક લટ પવનના કારણે તેના ડાબા ગાલને વારે ઘડીએ સ્પર્શી રહી છે, તેણે કરેલી લિપસ્ટિક નો કલર આછો ગુલાબી છે, તેની આંખો પેલા કરતાં વધારે ચમકી રહી છે અને આંખની કીકીઓ વારે ઘડીએ નાની-મોટી થઈ રહી છે.

*

“આ બુટિક હેભાનું છે, જો કેટલુ સરસ છે!” પહેલા માળે આવેલા બુટિક સ્ટોરની અંદર પ્રવેશતાની સાથે જ રિદ્ધિએ કહ્યું.

“હા! છે તો સરસ!!”

“ચાલ હું તને બૂટિક બતાવું, હેભા અત્યારે અહિયાં નથી બાકી હું તમારી બંનેની ચોક્કસ મુલાકાત કરાવેત, તને પણ ક્યારેક આગળ જતા ફાયદો થય શકેત,” અમે આગળ રહેલ રિસેપ્શનના ટેબલ તરફ જતાં હતા ત્યારે તેણે તેના ગાલ ઉપર આવતી લટ ને આંગળીથી કાનની પાછડ રાખતા મલકાતા કહ્યું.

“ફાયદો! મને વળી શું ફાયદો?” કુર્તિની લાંબી લાઈનમાંથી પેલાજ રાખેલ સફેદ અને પીળા કલરની કુર્તી ઉપર હાથ રાખતા મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

“અરે તુ કોઈને ગર્લફ્રેંડ બનાવીશ અને ક્યારેક ગિફ્ટ આપવાની થશે તો!!” રિદ્ધિએ હસતાં કહયું.

“હા! એ વાત સાચી, પણ પહેલા ગર્લફ્રેંડ બનાવી લવ, ગિફ્ટમાં પેલા તો હું તેને મારું દિલ આપવાનો છું કેમેકે પોકેટ તો હમણાં ખાલી છે.” મેં મારા ખીસ્સામાં હાથ નાખતા તેની સામે હસીને કહ્યું.

“હે!” રિદ્ધિની આંખો થોડી પહોળી થય ગય અને પછી ખળ ખડાટ હસી પડી.“હા! એ વાત પણ સાચી.”

“તુ બૂટિક ખોલીશ ત્યારે તારી પાસે ચોક્કસ લેવા આવિશ, 50 ટકા ડિસ્કાઉન્ટમાં, અને હા!. તુ ક્યારે બૂટિક ઓપન કરે છે”

“પ્લાનિંગ તો 6 થી 9 માહિનામાં જ છે, પપ્પા પણ મને ઈન્વેસ્ટમેંન્ટ તૈયાર થય ગયા છે પણ જોઈએ આગળ શું થાય છે.” રિદ્ધિએ બંને હાથ જોડી અને આંખ બંધ કરતાં કહ્યું.

“થઈ જશે, ચિંતા ના કર.”

“ચાલ હવે અહીથી જઇયે, મેં સવારે એક બોક્સ રિસેપ્શન ટેબલે રાખેલ હતું એ હું લય લવ,”

“તારે શોપિંગ નથી કરવી?”

“કરવી છે ને! પણ મારે જીન્સ અને ટોપ લેવુ છે, એ અહિયાં નથી, આપણે ઉપરના સ્ટોરમાં જઇયે”

“ઓકે. હા એ યુનુસેક્સ સ્ટોરમાં!, હુ પણ વિચારું છું કે ત્યાથી એકાદ જીન્સ મારા માટે લઈ લઉ”

રિદ્ધિએ રિસેપ્શનની પાછડ ઉભેલી લેડી પાસેથી છાપાના કાગળમાં વીંટાટેલ ફોનની સાઇઝનું બોક્સ લીધુ અને એના કેશરી કલરના પર્સમાં રાખી દીધું.

*

“આ બ્લુ જીન્સ સાથે કેમ લાગે છે?” રિદ્ધિએ એના હાથમાં રાખેલ જીન્સને હેંગરમાં લટકાવેલ લાલ ટોપની બાજુમાં રાખીને મને પુછ્યું.

“હા, સરસ લાગે છે પણ આ જો આ વ્હાઇટ ટોપ પણ સારું છે” મેં બાજુમાં બીજા ટિંગાળેલ હેંગરમાથી એક ટોપ બહાર કાઠતા કહ્યું.

“લાવ એ મને આપ, હુ ટ્રાયલ કરી જોવ.” રિદ્ધિ જીન્સ અને ટોપ લયને ટ્રાયલ રુમ તરફ ચાલતી થય.

“કેમ લાગે છે?” રિદ્ધિએ બ્લૂ જીન્સ અને સફેદ ટોપમા ટ્રાઇલ રુમની બહાર આવીને મને પુછ્યું.

“સરસ” મેં પેલી આંગળી અને અંગૂઠાને ભેગો કરીને’ ઈશારો કરતાં કહ્યું.

“ઓકે, આ ફાઇનલ, ચાલ હવે તારા માટે ખરીદી લઈએ.. પણ પેલા હુ ફરી ચેંજ કરી લવ.”

મેં મારા માટે ડાર્ક બ્લુ જીન્સ પસંદ કર્યું પણ રિદ્ધિને એ ના ગમ્યુ “એ નય, આ સારું છે, આ ઓફ વ્હાઇટ તને વધારે સારું લાગશે ડાર્ક બ્લુ કરતા” રિદ્ધિએ તેના હાથમાં રાખેલ જીન્સને મને આપતા કહ્યું.

મેં મારો શર્ટ પણ રિદ્ધિની પસંદનો લીધો, જો કે મેં તો મારા માટે પેલા બ્લેક પસંદ કર્યો હતો, કેમકે બ્લેક તો આપણા માટે ઓલ ટાઇમ હિટ પણ એણે મને કહ્યું “છોકરાઓ તો વ્હાઇટ શર્ટમા સેક્સી લાગે અને છોકરીઓતો સફેદ શર્ટવાળા છોકરાને પેલા નોટિસ કરે અને આ શર્ટતો તારી સફેદ સ્કીન સાથે વધારે સારો લાગે છે,” બસ આ સાંભળીનેજ મેં બ્લેક શર્ટ હતો ત્યા પાછો રાખી દીધો.

“લાગુ છું ને વ્હાઇટ શર્ટમાં સેક્સી?” ટ્રાઇલ રુમની બાર આવીને એની સામે ઉભીને મેં બળાફો માર્યો.

“સેક્સી તો નય પણ થોડો ઘણો હેન્ડસમ તો લાગે છે.” તેણે હસતાં ચહરે મને કીધું.

“મેંડમ અમે તો સેક્સી, હેન્ડસમ, હોટ અને કુલ એમ ચારેયનું કોમ્બિનેશન છીયે, પણ સાલી કોય મિનિ સ્કર્ટ વાળી છોકેરી નોટિસજ નથી કરતી.” મેં મારી મસ્તીમાં કહ્યું

“હું કરુ છુને!” એનાથી ઉતાવડે બોલાય ગયું પછી રોકાઈને પૂછ્યું “પણ આ મિનિ સ્કર્ટ વાળીજ શું કામ...?”

“કેમકે મિનિ સ્કર્ટ વાળી છોકરીઓ એકદમ.........” હું આગળ કઇ બોલું એ પેહલાજ રિદ્ધિએ મારી વાતને કાપી નાખી.

“હા ખબર છે, બકવાસ ના કર.” આટલુ કહી પાછડ ફરીને તે કેશ કાઉન્ટર તરફ ચાલતી થય ગય અને પાછડ ફરીને બોલતી ગય “ચાલ હવે ટાઇમ જોયો છે!, 8 થયા છે!, તારા કપડા લઈને આવ મારે મોંડું થાય છે.”

રિદ્ધિએ એની ખરીદીની ચુકવણી કરી અને મેં મારી, મારા કપડાની બેગ મેં મારા હાથમાં પકડી અને એણે એના, અમે મોલ ની બાર નિકડવા માટે ચાલતા થયા. સાલી આજ કાલની કપડામાટેની થેલીઓ પણ કેવી ડીજાઇનર થય ગય છે, એવું લાગે કે થેલીમાં કપડાં નય પણ ડાઇમંડ છે.

“રિદ્ધિ! સાંભળ” મેં તેને બોલાવી જ્યારે તે મારી બાજુમાં અળધો ફૂટ જ દુર ચાલતી હતી પણ એનું ધ્યાન સામેના એક્સિટ ગેટ તરફ હતું.

“હમ્મ..... બોલને”

“અમ્મ.....સાથે જમવા જઈએ?”

“રિશિ! તને ખબર છે મારે આજે રાત્રે 11 વાગ્યે વીપરલાની બસ છે. હેભા મારીસાથે જમવામાટે ઘરે રાહ જોતી હશે અને મારા બેગ્સ પણ તેના ઘરે છે, મને નથી લાગતુ કે આજે પોસિબલ છે, સોરી યાર...પણ પ્રોમિસ નેક્સ્ટ ટાઇમ...” તેણે મારી સામે જોઈને નિરાશા સાથે કહ્યું.

અમે મોલની બાર ઊભા હતા “બસ ખાલી એક ટ્રાય તો કરિજો, જો કદાચ કઈ મેંનેજ થય શકતું હોય તો?” મેં ભાર દઈને કહ્યું.

“રિશી!!...” તેણે થોડું વિચાર્યું અને પછી કહ્યું “ઓકે, મને હેભા સાથે વાત કરવા માટે 5 મિનટ આપ જો એ માની જાશે તો આપણે…. સાથે જમવા જશું.”

હું મારુ યામાહાFZ બાઇક લઇને પાર્કિંગની બાર ઊભો હતો અને રિદ્ધિ મારાથી થોડે દુર ફોનમાં વાત કરી રહી હતી, રાતના ટ્રાફિકના અવાજને કારણે રિદ્ધિનો અવાજ મારા સુધી પહોંચતો ના હતો, 15 મિનટ થય ગય હતી પણ હજી એની હેભા સાથે વાતો ચાલુ હતી.

“સોરી યાર....પોસિબલ નથી” રિદ્ધિએ ફોન મૂકી ઉદાસ ચહેરે મારી બાજુમાં આવીને કહ્યું.

“ઈટસ ઓકે.. પછી ક્યારેક...ચાલ બેસીજા હું તને હેભાને ત્યાં ડ્રોપ કરી દઉં.” મેં સ્મિત સાથે એની સામે જોઈને બાઇક ઉપર બેસવા ઈશારો કર્યો.

“તો જમવા નથી જાઉં?” રિદ્ધિએ હસતાં કહ્યું.

“હે?” હું મુંજાયો કે રિદ્ધિ શું કહેવા માંગે છે.

”સોરી… એ મહા.. મહેનતે માની ગય છે તો આપણે જય શકીએ છીયે.” એણે બે દાતની વચ્ચે જીભને દબાવીને તેના સફેલ દાંત બતાવતા કહ્યું “હેભા બસના સમયે બેગ્સ લઈને ત્યાં આવી જશે”

“તો ક્યાં જશું?” મેં ઉત્સાહથી પૂછ્યું.

“જ્યા તું કે ત્યાં!!” રિદ્ધિએ મલકાતા જવાબ આપ્યો.

મેં મારા હાથમાં રહેલ બેગને રિદ્ધિના હાથમાં આપી અને તેને મારી પાછળની સીટ તરફ ઈશારો કરતાં કહ્યું, “ચાલ બેસી જા”

રિદ્ધિએ એનો ડાબો પગ બાઇકના લેગ સ્ટેન્ડ ઉપર મૂક્યો, બંને હાથથી મારા ખંભાને પકડ્યા અને બીજો પગ ઊચો કરીને સીટની બીજી બાજુ રાખી મારી પાછડ બેસી ગય,અમે 20 મિનટ પછી એસજી હાઇવે ઉપર આવેલ મારૂતિ રેસ્ટોરેંટ આગળ પહોંચવા આવ્યા હતા પણ રિદ્ધિના બંને હાથતો હજી મારા ખંભા ઉપર જ હતા, તે મારી બાઇક ઉપર આગળના બદલે પાછળની તરફ વધારે નમીને બેઠી હોય તેવું લાગતું હતુ.

*

(ક્રમશ......)