Love is a Dream Chapter 6 books and stories free download online pdf in Gujarati

Love Is A Dream Chapter 6

Chapter-6

“તો ક્યાં મળશું? અને સમય?” મેં રિદ્ધિને મેસેજ કર્યો.

“મને નથી ખબર તું કે, પ્લીઝ!” રિદ્ધિએ મેસેજ કર્યો ”સાંજે 5 વાગે? શ્રદ્ધાને શોપિંગ કરવી છે તેવું બાનુ કરીને હું ઘરે થી નિકડી જઈશ, કૃષ્ણાપૂરી મંદિર આગળ હું તારી રાહ જોઈશ ત્યાથી તું મને લઈ જજે”.

“હા.ઓકે. સાંજે 5 વાગ્યે હું રાહ જોઇસ YY”

સાંજે 5 વાગ્યે હું મારું બાઇક લઈને કૃષ્ણપુરી મંદિરથી થોડે દુર ઊભો રહી ગયો, મારી નજર મંદિરના પાર્કિંગમાં ગય જ્યાં એક છોકરી પોતાની રેડ એક્ટિવાને સાવ છેલ્લે પાર્કિંગ કરીને ચાલીને બાર આવી રહી હતી, તેણે પીળા કલરની કુર્તી પેરી હતી અને મોઠે સફેદ કલરની બુકાની બાંધેલ હતી, હું ઓડખી ગયો કે એ રિદ્ધિ જ હતી, મે મારી બાઇક લઈને પાર્કિંગના ગેટ આગળ લઈ જઈને ઊભી રાખી.

“Hi! રિશી!” તેણે મને બાજુમાં આવીને ધીમેથી કહ્યું અને તરત મારી પાછડની સિટમાં બેસી ગય “ચાલ, અહિયાથી નિકડીએ” તેના અવાજમાં થોડી ધ્રુજારિ હતી એ હું જોય શકતો હતો.

“કેમ ડર લાગે છે?” મેં બાઇકનું સેલ્ફ બટન પ્રેસ કરતાં રિદ્ધિને હસતાં પૂછ્યું. તેણે હજી બુકાની બાંધેલ હતી.

“હા તો લાગેજને, કોયંક જાણીતું જોય જશે તો?” રિદ્ધિએ ડરતા કહ્યું, તેના બંને હાથ મારા ખંભા ઉપર હતા અને તે પણ એના શરીરની જેમ જ ધ્રુજી રહ્યા હતા, “આપણે ક્યાં જશું?”

“તે રિટર્ન ટાઈમ આઠ પછીનો આપેલ છે ને?”

“હા, કેમ”

“કલિંક ચોપાટ, અહીથી 40 કિલોમીટર દૂર, ત્યાં તને કોય જાણીતુ નહિ દેખાય.”

અમે કલિંક ચોપાટીએ પહોંચવા જ આવ્યા હતા, રસ્તાની બંને તરફ નારિયેળીના લાંબા વૃક્ષો હતા. રિદ્ધિએ ચાલુ બાઈકે જ એની બુકાની ખોલી નાખી હતી, એના માથાને મારા ડાબા ખંભા ઉપર ટેકવી દીધું અને એના બંને હાથ મારી કમરની ફરતે મજબૂત રીતે વીંટળી દીધા.

“આઇ લવ યૂ યાર..” રિદ્ધિએ અમારી બાઇક ઉપરથી નીચે ઉતરતાની સાથેજ મને બાથમાં લઈને સ્મિત સાથે કહ્યું અને પછી મારા ગાલ ઉપર કિસ કરી.

“લવ યુ ટૂ...માય રિધુ” મે રિદ્ધિને મારા હાથની અંદર સમાવતા એના ગુલાબી કોમળ ગાલ ઉપર કિસ કરતાં કહ્યું.

કલિંકનો બીચ એકદમ શાંત અને ગુરુવાર હોવાથી ભીડભાડ વગરનો હતો, ગણીને 10-12 લોકોજ દેખાઈ રહ્યા હતા, થોડા લોકો દરિયાની બાજુમાં ચાલી રહ્યા હતા અને બાકીના બેન્ચ ઉપર બેઠા હતા. અમે બંને એકબીજાના હાથને હાથમાં લઈને દરિયાથી થોડે દૂર રાખેલ બેન્ચ ઉપર બેસવા માટે આગળ વધ્યા.

“મને નતી ખબર કે તું આટલી ડરે છે” મેં રિદ્ધિ સામે હસતાં કહ્યું. દરિયો અમારી સામે ઉછાડા મારી રહ્યો હતો, સૂરજને આથમવાની હજી વાર હતી અને રિદ્ધિ મારી ડાબી બાજુ મને અડીને બેઠી હતી.

“મને પણ ખબર નતી, આજે બીજી વખત આવી બીક લાગી છે.” રિદ્ધિએ તેના બંને હાથ મને બતાવતા કહ્યું કે જે હવે ધ્રૂજતા બંધ થઈ ગયા હતા.

“બીજી વખત?....મારા કારણે ..” મેં તેની આંખમા આંખ નાખતા કહ્યું.

“હા! આ ડરમાં પણ મેં એક રોમાંચ અનુભવ્યો અને તે?” તેણે એના હાથને મારા બાયસેપ્સથી વીંટયો અને માથું મારા ખંભા ઉપર ટેકવ્યું. “ઓહ!” રિદ્ધિની નજર મારા શર્ટ ઉપર જતા ખુશીથી બોલી “આ તો મેં પસંદ કરેલ શર્ટ છે ને?”

“હા એજ છે., લાગુ છું ને સેક્સી”

“હા લાગે તો છે” તેણે હસતાં કહ્યું, થોડી વાર આજુબાજુનું વાતાવરણ નિહાળ્યા પછી તેણે મારી સામે જોઈને કહ્યું “એક વાત કઉ!! ’

“એક શું કામ સો કે” મેં મલકાતા કહ્યું પણ તેને આ ડાઈલોગ બાજી સાંભળીને મજા ના આવી અને મને છાતી ઉપર એક થપકી મારી દિઘી, મેં તેના તેજ હાથને કિસ કરતાં કહ્યું. “હા બોલ!”

“તે જ્યારે મને પેહેલી વખત પ્રપોસ કર્યો હતોને પેલા રેસ્ટોરેંટમા, હું તને એજ વખતે હા કેવા માંગતી હતી, પણ મારી હા બોલવાની હિમ્મત જ ના થય, આજના દિવસની જેમજ હું એ દિવસે પણ ડરી ગઈ હતી.. હું તો તને ત્યારથી જ પસંદ કરવા માંડી હતી જ્યારે ઇયરફોન સાંભળવા તે મને મારીબાજુમાં બેસવા પૂછ્યું હતું”

“ડરી તો હું પણ ગયો હતો જ્યારે થોડીવાર માટે તે મારા પ્રપોસનો કઇં જવાબ જ ના આપ્યો.” મે આથમતા સૂરજને જોઈને કહ્યું “પણ જો અત્યારે આપણે ક્યાં છીયે. હજી તો આપણે ઘણી લાંબી સફર સાથે કરવાની છે, સાથ આપીશને?”

“હા .પ્રોમિસ” રોદ્ધિએ મારા ગલ ઉપર કિસ કરતાં કહ્યું જ્યારે સુરજ સામેની બાજુએ દરિયામાં આથમવાની તૈયારીમાં હતો

*

“HI!” રિદ્ધિએ મારા કરેલ વ્હોટસપ વિડિયો કોલને એની પથારીમાંથી રિસીવ કરતાં કહ્યું.

“કેમ હજી સુતી છે? સવારના 8 થવા આવ્યા છે. મારા વગર નીંદર વધારે આવતી લાગે છે!” મેં હસતાં કહ્યું.

“ના યાર, તારા વગર રાત્રે નીંદર જ નથી આવતી, લાગે છે કે તારી સાથે સુવાની ટેવ છોડવી પડશે” રિદ્ધિએ મલકાતા કહ્યું

“એવું?” મે હસતાં પૂછ્યું.

“હા!! ગઈ કાલે રાત્રે તારો ફોન મૂક્યા પછી નીંદરના આવતા, મેં “બિફોર સનરાઈસ” અને આજે રાત્રે “50 ફર્સ્ટ ડેટ” મૂવી જોય નાખ્યું” રિદ્ધિને પાયજામામાં વધારે ઠંડી લાગતા તેણે ઓઠેલ સફેદ બ્લેંકેટને આમતેમ ફેરવી સરખું કરવાની કોશિશ કરી અને ફરીથી શરીરને વીંટતા કહ્યું. “અને આજે તો છેક સવાર પડતાં મને નીંદર આવી છે.”

“હું પણ તને મિસ કરું છું યાર, આજે રાજકોટની બિજનેસ ડીલ થઈ જશે અને સાંજે હું વીપરલામાં હોયસ”

“હું રાહ જોઈશ, ચલ બાય, મમ્મી દરવાજો ખખડાવે છે, લવ યુ” તેણે એના હોઠને કેમેરાની નજીક લાવીને કિસ કરીને મલકાતા ફોન મૂકી દીધો.

અમને વીપરલામાં પહેલીવખત મલ્યાને આજે પૂરા પાંચ મહિના થઈ ગયા હતા, અમે મળવા માટે તેજ કૃષ્ણાપૂરી મંદિર અથવાતો તેની ફ્રેન્ડ શ્રદ્ધા કે જેના ગયા વર્ષે જ મેરેજ થયા હતા તેનું ઘર પસંદ કરતાં હતા અને ત્યાથી રિદ્ધિ મારી બાઇકમાં બેસી જતી અને અમે વીપરલાની બાર નિકડી જતાં, વીપરલા શહેર આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારમાં સૌશી મોટી શહેર હતું, મોટા રસ્તા, રસ્તાની બંને બાજુ મોટા વૃક્ષો, બગીચાઓ, મંદિરો અને ખાસ કરીને અહીની 3 કિલોમીટર લાંબી ચોપાટી આ શહેરની ઓડખ હતી પણ અમારી ફરવાની જગ્યા આ શહેરની બાર પસંદ કરવાનું કારણ તો માત્ર બીક જ હતી કે ક્યાંક અમારા પેરેંટ્સને અમારા વિષે જાણ ના થય જાય, મેં એક વખત રિદ્ધિને કહ્યું પણ હતું કે હું રાજી છું, અને આપણાં પેરેંટ્સ પણ માની જશે અને જ્યારે તું કે ત્યારે આપણે આગળ વધશું પણ એનો જવાબ હતો “હું મારી લાઇફ તારી સાથેજ પસાર કરવા માંગુ છું. હું તારી સાથેજ છું બસ આપણે યોગ્ય સમયની રાહ જોઈએ તો?”. હું તેને જાણવા અને સમજવા મંડ્યો હતો એટલે મેં પણ ક્યારેય એ વિશે બીજી વખત વાત ના કરવાનું જ ઠીક સમજયું, રિદ્ધિ એની અમુક ઈચ્છાઓ અને સપનાઓને પહેલા પૂરા કરવા માંગતી હતી, હું તેને તેમાં સાથ આપવા તૈયાર હતો અને મારી પણ અમુક ઈચ્છાઓ હતી જેને પૂરી કરવા હું પ્રયત્ન કરી રહ્યો હતો.

હમેંશાની જેમ જ રાત્રે એક વાગ્તાજ હું ચોરી ચૂપેથી મારા બ્લેક ટ્રેક પેન્ટ અને ગ્રીન ટિશર્ટમાં મારા ઘરનો ડેલો કુદીને બાર પાર્ક કેરલું બાઇક લય, ચાર કિલોમીટર દુર રિદ્ધિના ઘરે જવા માટે નિકળી પડ્યો, તેનું ઘર દ્વારકા સોસાયટીમાં શેરી નંબર એકમાં હતું, બંધ શેરીમાં છેલ્લેથી ત્રીજું અને ઘરની બંને બાજુ હજી કોય મકાન બનેલા ન હતા.

“હું પહોંચી ગયો છું” મે રિદ્ધિના ઘરની શેરીની બાર થોડે અંતરે એક બંધ દુકાનપાસે બાઇક પાર્ક કરતાં ફોન ઉપર કહ્યું.

“એક મિનિટ, હું દરવાજે આવું છું” રિદ્ધિ ધીમેંથી તેના રૂમમાંથી હોલમાં પ્રવેશી અને ઘરનો મૈન દરવાજો અવાજ ના કરે તે રીતે ધીમેથી અડધો ખોલ્યો, મને ફળિયામાં બાર સંતાઈને ઉભેલો જોય હાથના ઈશારો કરતા મોઠું હલવ્યું “આવી જા, ઝડપ કર!”.

તેના ઘરના મૈન દરવાજાની અંદર પ્રવેશતાની સાથેજ હું અવાજ કર્યા વગર દોડીને સામે ખુલ્લા રાખેલ દરવાજા વાળા રૂમમાં પહોંચી ગયો, રિદ્ધિએ ધીમેંકથી પેલા મૈન દરવાજા ની સ્ટોપર લગાવી અને પછી રૂમમાં આવીને એમાં પણ સ્ટોપર મારવા લાગી.

રિદ્ધિના રૂમની દીવાલો આછા બ્લુ અને સફેદ કલરના પટ્ટાઓથી પેંટ કરેલ હતી, રૂમના એક ખૂણામાં ડ્રેસિંગ ટેબલ રાખેલ હતું, તેની બાજુમાં લાકડાનો કબાટ અને એની બાજુમાં એટેચ બાથરૂમ હતું જેને અડીને ઓટીએસનો દરવાજો હતો., દીવાલના બીજા ખૂણે એક વાંચવા માટે ટેબલ રાખેલ હતું અને તેના ઉપર ઘણી નોવેલ્સ અને બીજી બુક્સની થ્પ્પીઓ પડી હતી, રૂમની વચ્ચે રાખેલ મોટા બેડ ઉપર ગુલાબી કલરના નાના ફૂલની પ્રિન્ટવાળી ચાદર પાથરેલ હતી, વ્હાઇટ કલરનું મોટું બ્લંકેટ બેડ ઉપર વિખરેલી હાલત પડ્યું હતું જે શિયાળાની શરૂઆતની સાક્ષી આપતું હતું અને તેની જ વચ્ચે લેપટોપ પડ્યું હતું જેની સ્ક્રીન ઉપર ફોલ્ટ્સ ઇન અવર સ્ટાર્સ નું વોલપપેર હતું. મેં રિદ્ધિ સામે જોયું, એ રૂમના દરવાજાને ધીમેંથી સ્ટોપર મારી રહી હથી કે જેથી કરીને અવાજ બાજુના બીજા રૂમ સુધી ના જાય કે જ્યાં તેના પેરેંટ્સ સૂતા હતા. રિદ્ધિએ સિલ્કના કાપડમાં ગુલાબી કલરના બેગ્રાઉન્ડમાં લાલ કલરના ગુલાબવાળી પ્રિંટના પાયજામાં પહેરેલા હતા.

“HI” રિદ્ધિ દરવાજા તરફથી મારી બાજુ સ્મિત કરતાં ફરી અને તેના વધી ગયેલ શ્વાસે ધીમેંથી કહ્યું.

“HI” કહીને હું એની તરફ બે ડગલાં આગળ વધ્યો અને મેં મારા હાથમાં રહેલ થેલિમાંથી લાલ કલરના કાગળમાં વીંટાળેલ બોક્સને બાર કાઠ્યું અને રિદ્ધિને હાથમાં આપ્યું “રાજકોટથી લાવ્યો છું, આ તારા માટે”.

“શું છે, ગુડ્ડુ?” તેણે મલકતા પૂછ્યું. અને હા, એ મને ગુડ્ડુ કહીને બોલવતી હતી અને હું તેને રિધુ કહીને.

“ખોલીને જોયલે!!”

“અરે વાહ, અનારકલી!! ખૂબ સુંદર છે,”તેણે બદામી કુર્તિ કે જેમાં સોનેરી અમેરોડરી હતી તેને પેરેલ પાયજાની ઉપર રાખતા કહ્યું “મને ખૂબ ગમ્યું, થેંક્યું યુ યાર!!”

“બસ થેન્ક યૂ બીજું કાય નય?”

“તો, બીજું શું?” તેણે એના ચહેરા ઉપર ખુશી દર્શાવતા કહ્યું.

હું તેની વધુ નજીક આવીને ઊભો રહી ગયો, મને એકદમ નજીક જોય તેણે એની આંખો બંધ કરી દીધી, તે હવે એકદમ ધીમેંથી શ્વાસ લઈ રહી હતી છતાં પણ હું એના શ્વાસનો અને એના હદયના ઝડપથી વધી રહેલ ધબકારાનો અવાજ સાંભળી શકતો હતો, મેં મારા જમણા હાથને રિદ્ધિની કમરથી વીંટાળ્યો અને તેને મારી તરફ હળવેકથી ખેંચી, મારો ડાબો હાથ તેના ગાલ ઉપર રાખી તેના હોઠો ઉપર મારા હોઠ દબાવી દીધા અને તેમાં મને એનો પણ સાથ મળ્યો.

રાત્રે મારી ઉંઘ ઉડતા મેં પથારીમથીજ બાજુમા ડ્રેસિંગ ટેબલ ઉપર રાખેલ મારા ફોન ઉપર નજર કરી જેમાં સવારના 5 વાગ્યા હતા,

“રિધુ!!” મેં મારા છાતી ઉપર માથું ટેકવીને ગાઠ નીંદરમાં સૂતેલ રિદ્ધિને ઉઠાડવા પ્રયત્ન કર્યો.

“હમ્મ....” રિદ્ધિએ બંધ આંખે જવાબ આપ્યો અને તેની કમર સુધી ઓઢેલ સફેદ બ્લેકેટને ખંભા સુધી લાવવાનો પ્રયત્ન કર્યો અને પછી એજ હાથ મારા ખંભા ઉપર રાખ્યો.

“હવે મારે જવું જોઇયે”

“કેટલા વાગ્યા છે?”

“પાંચ”

તેણે એનું શરીર મારી છાતીથી નીચે ઉતાર્યું, ”અમ્મ.., થોડીવાર પછી જજે.” મારી તરફ પીઠ બતાવીને એનું મોઠું ટેબલ તરફ ફેરવ્યું કે જ્યાં તેના પાયજામા અને મારુ ટીશર્ટ રાખેલ હતા, રિદ્ધિએ ફરી આંખો બંધ કરતાં કહ્યું “ત્રિસ મિનટ પછી”

મેં તેની મુલાયમ પીઠ ઉપર હાથ ફેરવ્યો, તેની પીઠનો રંગ દરિયાની રેતીને મળી આવતો હતો, “અમ્મ.!!... ઓકે...” મેં તેના ગળાની પાછડની બાજુએ હળવેકથી કિસ કરતાં કહ્યું, તેણે મારા હાથને એની પીઠ ઉપરથી ખેંચીને એની છાતી ઉપર રાખી દીધો અને તેના બંને હાથેથી મજબૂત રીતે પકડી રાખ્યો, મેં તેને મારી બાહુમાં જકડી લીધી અને અમે બંનેએ ફરી આંખ બંધ કરી દીધી.

5;30 નો ધીમો એલાર્મ વાગતા હું પથારીમાંથી ઉઠી ગયો, ટેબલ ઉપર રાત્રે મુકેલ નાસ્તાની ખાલી ડિશની બાજુમાંજ રાખેલ રિદ્ધિના પાયજામાની સાથે મારા વીંટાયેલ ટીશર્ટને મેં અલગ કર્યું અને મારા ઘરે જવા માટે તૈયાર થઈ ગયો. રિદ્ધિ તેના ખંભાતી થોડે નીચે સુધીના શરીરને બ્લેકેટનથી વીંટાળેલ રાખીને પથારીમાંથીજ મારી તરફ જોય રહી હતી. “બાય રિધુ!!” મેં તેની નજીક જઈને તેના કપાળ ઉપર કિસ કરતાં કહ્યું.

“બાય, સાંજે 5 વાગે મળીએ,” રિદ્ધિએ મને ગાલ ઉપર કિસ કરતાં કહ્યું “લવ યૂ ગુડ્ડુ!”.

“હું રાહ જોઈશ” કહીને હું રૂમના ઓટીએસમાંથી કૂદીને બાજુની ખુલ્લી જગ્યામાં ઉતરી ગયો. હું આ રસ્તો અંદર આવા માટે ઓછો પણ પણ બાર નિકડવા માટે વધારે ઉપયોગ કરતો હતો કેમ કે ઓટિએસની દીવાલ થોડી ઊંચી હતી.

*

(ક્રમશ......)