Love is a Dream Chapter 7 books and stories free download online pdf in Gujarati

Love Is A Dream Chapter 7

Chapter-7

“મમ્મી-પપ્પા આ રિશી છે, હેભાનો ફ્રેન્ડ, અહિયાં વીપરલામાં જ રહે છે અને રિશી, આ મારા મમ્મી અને પપ્પા છે.,” રિદ્ધિએ એના પેરેંટ્સને મારો પરિચય કરાવતા કહ્યું.

“નમસ્તે અંકલ, નમસ્તે આંટી” મેં હાથ જોડતા કહ્યું.

રિદ્ધિના પપ્પાએ મારી સામે ડોકું હલાવ્યું અને એના મમ્મીએ મને સામે અભિવાદન કર્યું “નમસ્તે બેટા.”

“congratulatios આપ બધાને... આ બૂટિક ઓપન કરવા માટે”

“થેંક્યું બેટા પણ આ તો બધી મારી દીકરીની મહેનત છે” રિદ્ધિના મમ્મી એ મારી બાજુમાં ઉભેલી રિદ્ધિ સામે ઈશારો કરતાં કહ્યું, જ્યારે મમ્મી-પપ્પા આપણને ગમતી વ્યક્તિની સામે આપણાં વખાણ કરે છે તેની તો ખુશી જ કૈંક અલગ હોય છે, રિદ્ધિએ પણ કઇંક આવુજ અનુભવ્યું,

“અને તમારા આશીર્વાદ...” રિદ્ધિએ તેમના મમ્મી-પપ્પાને સામે હસતાં કહ્યું, મારી સામે ફરી જોઈને તેણે તેના પપ્પા ને કહ્યું “પપ્પા! રિશીને હું અમદાવાદમાં હેભાના બૂટિકમાં જ મળી હતી” રિદ્ધિ ક્યારેક ખોટું પણ બોવ સારી રીતે બોલી જતી હતી.”અને રિશીએ થોડા સમય પેલાજ કન્સ્ટ્રકશનનો બિજનેસ ચાલુ કર્યો છે.” હા, આ તો સાચું હતું, હજી 2 મહિનાજ થયા છે બીજનેશ ચાલુ કર્યાને.

“સરસ. congratulations,” રિદ્ધિના પપ્પા કે જે ચશ્મામાં પણ ખતરનાક વિલ્લન જેવા લગતા હતા તેણે મારી પીઠ થ્પ્કરતા કહ્યું.

“થેન્ક યુ અંકલ”

“આજના છોકરા-છોકરીઓ નોકરી કરતાં બિજનેસ ને મહત્વ આપે છે એ જ સારું છે, અત્યારની નોકરીઓ પેલા જેવી નથી રય” તેના પપ્પાએ કહ્યું અને સણગારેલા મંડપની અંદર આવી રહેલા બીજા મહેમાનોને આવકારવા માટે આગળ વધ્યા અને આંટીએ પણ તેમાં તેમને સાથ આપ્યો.

“થેંક્યું અંકલ, થેંક્યું આંટી” રિદ્ધિએ આવી રહેલા મહેમાનોને કહ્યું કે જે તેને અભિનંદન આપી રહ્યા હતા.

“HI!, હું તમારી રાહ જોતી હતી, કેમ મોડુ થય ગયું?” રિદ્ધિએ તેની મોટી બહેન રામીને ગળે મળતા કહ્યું.

“સોરી, વિરાજના કામને કારણે થોડું મોડુ થય ગયું,” રામીએ તેના પતિ તરફ નજર કરતાં કહ્યું કે જે અંકલ-આંટી સાથે વાત કરી રહ્યો હતો.

“કય વાંધો નય, તમે બંને અહિયાં આવ્યા એના માટે થેંક્યું.”

“”આ જ છે ને એ રિશિ?,” રામીએ મને રિદ્ધિની બાજુમાં ઉભેલો જોઈને મારી તરફ આંગળી ચીંધતા રિદ્ધિને ધીમેંથી પૂછ્યું.

“હા” રિદ્ધિએ હસતાં કહ્યું. “રિશી! આ મારી મોટી બહેન રામી છે, અને રામી! આ રિશી!.”

“Hi” મેં રામીને કહ્યું, રામી અને રિદ્ધિનો ફેસ થોડોક મળી આવતો હતો, એવુજ નાક અને એવું કપાડ.

“Hi, તમને મળવાની બોવ ઈચ્છા હતી અને આજે ફાઇનલી એ સમય આવી ગયો, છેલ્લા 2 વીકમાં રિદ્ધિ પાસેથી મેં તમારી ઘણી વાતો સાંભળી છે”.

“આશા રાખું છું કે સારી વાત સાંભળી હશે!!” રિદ્ધિ તરફ મેં આશ્ચર્ય સાથે જોતાં કહ્યું.

“મેં દીદીને તારા વિષે બધી વાત કરી દીધી છે. સોરી, મેં તને નતું કહ્યું કેમકે હું તને સરપ્રાઇજ આપવા માંગતી હતી” રિદ્ધિએ મારી મોટી થય ગયેલ આંખો તરફ હસતાં કહ્યું.

“હું મમ્મી-પપ્પાને મળીને આવું” રામી આટલું કહીને સામે ઉભેલા તેના મમ્મી-પપ્પાને મળવા ચાલતી થય ગય.

“ચાલ! હું તને બૂટિક બતાવું, આમતો તે જોયેલ જ છે છતાં પણ પેલા તું.” રિદ્ધિએ મને કહ્યું અને અમે અંદર ચાલતા થયા.

“તું ગુલાબી કુર્તિ અને સફેદ દુપટ્ટામાં ખૂબ સુંદર લાગી રહી છે” આજુબાજુ થઈ રહેલી લોકોની હલચલને જોઈને મેં ધીરેથી રિદ્ધિના કાનમાં કહ્યું.

“થેન્ક્સ, કેવું પડે હો બાકી તે પણ આજેજ મારો ગિફ્ટ કરેલ ગુલાબી શર્ટ પહેર્યો છે, તું પણ સરશ લાગી રહ્યો એકદમ રોમેંટિક પિક્ચરના હીરા જેવો ” રિદ્ધિએ મારી સામે એની જમણી આંખ મારતા કહ્યું.

“તો રિધુ, ફાઇનલી તારું સપનું પૂરુ થઈ ગયું!!” બૂટિકની અંદર પ્રવેશતા મે રિદ્ધિને કહ્યું.

“હા! થય ગયું!!, થેન્ક યુ યાર!!, આમાં તારો પણ સાથ છે.”

“તારા પપ્પા ને અહી બેસાડી દેજે!, આમ પણ જોબમાંથી રિટાયર થય ગયા છે તો થોડો સમય પણ પસાર થય જશે.” બિલિંગ અને રિસેપ્શનના ટેબલે બેસેલ છોકરીઓને જોઇને મેં રિદ્ધિ સામે હસીને કહ્યું.

“પાગલ, પપ્પા બૂટિકમાં બેસેલા થોડા સારા લાગે અને આમ પણ પપ્પાને અહિયાં કંટાળો આવે”

“શું કંટાળો, અહિયાં બેઠા-બેઠા ખરીદી માટે આવતી આંટીઓને તાક્યા કરશે!!” મેં આગળ કુર્તિઓ નિહાળી રહી લેડી તરફ ઈશારો કરતાં રિદ્ધિને કહ્યું.

“બકવાસ બંધ કર, અને એવું હોય તો જા... પપ્પા બારજ છે, પૂછી જો...” રિદ્ધિએ તેની બત્રીશી દેખાડતા કહ્યું.

“ના હવે.. મારીતો અત્યારેજ ફાટેલ છે.” મેં કાચના દરવાજામાંથી બાર ઉભેલા તેના પપ્પા સામે જોતાં રિદ્ધિને કહ્યું.

“કેમ શું થયું? રિદ્ધિએ તેની આંખોની કીકીઓને મોટી કરતાં પૂછ્યું.

“થયું તો કાય નથી બસ તારા મમ્મી-પપ્પાને જોઈને મારી જીભ ઉપર આવેલા શબ્દો ત્યાજ ચોટી જાય છે,”

“તો તને આજે ડર લાગે છે? એમ?” રિદ્ધિએ મલકતા પૂછ્યું.

“હા.. થોડોક દર છે ..થોડૂક પ્રેસર છે એના કારણે,… એમને ગમતો વ્યવહાર કરું તો એમને સારું લાગે ને!”

“ગુડ્ડુ!!.. તું જેમ છે એમ જ સારો છે, મમ્મી-પપ્પાની સામે પોતાને બદલવાની જરૂર નથી” રિદ્ધિએ મારા શર્ટના કોલરને તેના હાથેથી શરખી રીતે ગોઠવતા કહ્યું, “મમ્મી-પપ્પાને પણ તું એમજ ગમીશ, એમને થોડો સમય આપીએ તને ઓડખવાનો અને હજી તો આપણી પાસે ઘણો સમય છે તો ચિંતા ના કર અને મારી સાથે અત્યારની પળોનો આનંદલે,”

“તો મારી પાર્ટી નું શું છે? આજે ડિનર માટે ક્યાં લઈ જઈશ?” મેં વાતને બદલાવતા કહ્યું.

“આજે? આજનું તો તું ભૂલીજ જા, ઇમ્પોસ્સિબ્લ”

“કેમ?”

“પપ્પાએ સવારેજ પ્લાન બનાવી નાખ્યો છે, મમ્મી-પપ્પા, દીદી-જીજુ અને હું, અમે બધા ડિનર માટે હોટેલ ઇડન જવાના છીયે અને હા, આજની રાતની મીટિંગ પણ કેન્સલ.” તેણે મારી સામે મલકતા કહ્યું.

“કેમ?” મેં ટેબલ ઉપર ટેકવેલ મારા ડાબા હાથને સીધો કરતાં આશ્ચર્ય સાથે રિદ્ધિને પૂછ્યું.

“દીદી,મારા રૂમમાં હશે એટલે“

“એમેને તે ક્યાક આપણી મીટિંગની વાત નથી કરી દિધીને?” મેં ગભરામણ સાથે રિદ્ધિને પૂછ્યું.

“ગાંડો થય ગયો છે શું?” રિદ્ધિએ મારા ગાલ ઉપર હળવેકથી તેની આંગળીઓને રાખતા સ્મિત સાથે કહ્યું. “બસ આજનો દિવસ, હું તને આવતી કાલે ડિનર માટે લઇજઇસ, પ્રોમિસ, આવીશ તો ખરાને?” બીજા કોય જોય એની પહેલાજ તેણે એના હાથને મારા ગાલ ઉપરથી હટાવતા કહ્યું.

“હા ઠીક છે,”

“પણ ક્યાં જશું?” રિદ્ધિએ પૂછ્યું.

“જગ્યા તો આ વખતે તારેજ સિલેક્ટ કરવાની છે”

“ઓકે, ઠીક છે, તો.....અમ્મ.. હા..યાદ આવ્યું, આપણાં શહેરમાજ નવું રેસ્ટોરેંટ ઓપન થયું છે, અપાર નામ છે, ખુલ્લા ગાર્ડનમાં આછા પ્રકાશમાં રોમાંટિક ડિનર લેશું અને હા! શિયાળાની ઠંડીથી બચવા ત્યાં ઘણા લોખંડના સ્ટેન્ડવાળા ફાયર પ્લેસ પણ ગોઠવેલ છે” રિદ્ધિએ ઉત્સાહ પૂર્વક કહ્યું.

“હા તો તત્યાજ જશું.....” મેં રિદ્ધિના મમ્મી જે બીજા સાથે વાતો કરી રહ્યા હતા તેની સામે જોઈને રિદ્ધિને કહ્યું “તો પહેલી વખત વીપરલામાં....હં...”

“હા!, કેમ કે હવે ફર્ક નથી પડતો” રિદ્ધિએ મારી સામે હસીને કહ્યું. “અને ગુડ્ડુ! મમ્મી ક્યારની આપણી બંનેની સામે વારે ઘડીએ જોયાકરે છે, એ તારે ધ્યાનમાં આવ્યું?

“હા તારી મમ્મી, પપ્પા અને દીદી બધા થોડી-થોડી વારે મારી સામે જુએ છે, મને તો લાગે છે કે આજેતો પાક્કુ બધા બેગા થઈને મને તેલમાં ફ્રાય કરી ડિનરમાં ખાઈ જશે” મારું આટલું બોલતાની સાથેજ રિદ્ધિ હસવા લાગી.

“ચિંતાના કર, બધા વેજિટેરિયન છે” રિદ્ધિએ તેની આંખોને જીણી કરતાં કહ્યું “અને તું કયારથી ડરવા લાગ્યો છે?”

“જ્યારથી તે ડરવાનું મૂકી દીધું ત્યારથી” મેં ટેબલ ઉપર રાખેલ ગુલદસ્તામાંથી એક ફૂલ કાઠીને રિદ્ધિના હાથમાં આપતા કહ્યું.

“ઓહ હો!” રિદ્ધિએ કાચની બાર નજર નાખતા કહ્યું “હું બાર બેસેલા બીજા લોકો સાથે પણ થોડી વાત કરી લવ, હું થોડીવારમાં પાછી આવું તારી પાસે”

“ઓકે,’ મેં કહ્યું અને રિદ્ધિ દરવાજા તરફ જવા લાગી “સાંભળ રિધુ.....રિદ્ધિ” મેં તેને બાર જતાં રોકી, મારાથી રિધુ બોલાય જતાં બૂટિકની અંદર જે થોડા લોકો ઊભા હતા એ મને ઘૂરીને જોવા લાગ્યા.

“હા બોલ..શું થયું?” રિદ્ધિએ આશ્ચર્ય સાથે મારી તરફ પાછા ફરતા પૂછ્યું.

“હું મારી ગર્લફ્રેંડ માટે અહીથી ખરીદી કરી શકું, પ્લીઝ? મેં ધીમેંથી હસતાં પૂછ્યું.

“ના, તારી ગર્લફ્રેંડને એ નય ગમેં, હા તું તારી દીદી માટે અને આંટી માટે ચોક્કસ પસંદ કર”

“તારા માટે પણ લેવા દેને યાર.....”

“ના! યાર..પ્લીઝ! એ થોડું વિયર્ડ કેવાય, એટલે નય”

“હું તો લઇશજ” મેં વાતમાં વજન મુક્તા કહ્યું.

“નય, જો લઇશ તો પાછું હતું ત્યાં રાખી દઇશ,” રિદ્ધિએ દ્રઢતા સાથે કીધું

“પ્લીઝ યાર, માંનીજાને” મેં તેના તરફ પ્રેમ પૂર્વક આંખો સાથે કહ્યું.

“ઓકે” રિદ્ધિએ આમ તેમ ડોકું હલાવ્યું અને પછી આગળ બોલી “ પણ 700-800 ની નીચે, જો ઉપર હશે તો તું જોય લેજે…..પાછું હતું ત્યાં...” રિદ્ધિએ તેના લાલ થયેલ ગાલ ઉપર આવતી લટને સરખી કરીને એ જ આંગળી મારી સામે તાકતા કહ્યું.

“હા ઠીક છે, તું બાર જા... લોકો તારી રાહ જુએ છે, એમને મળીને આવ, મારી રિધુ.., હું રાહ જોઈશ” મેં હડવેકથી તેની પીઠને ધકકો આપતા કહ્યું.

“તને ફ્રાય કરવાનો મસાલો લઈને આવું છું“ રિદ્ધિએ હસતાં કહ્યું અને દરવાજા તરફ આગળ ચાલતી થય ગય.

મેં બૂટિકમાં થોડા આમતેમ આંટા લગાવ્યા, લગભગ અડધિ કલાક પછી પસંદ કરેલી વસ્તુઓ લઈને બિલિંગ કાઉન્ટર ઉપર આવ્યો અને ત્રણમાંથી એક બોક્સને ગિફ્ટ પેપરમાં પેક કરવા કહ્યું, જેવી પેલી કાઉન્ટ વાળી છોકરીએ મને મારી ખરીદેલ સામાનની થેલી આપી, રિદ્ધિએ દરવાજામાંથી એન્ટ્રી કરી,

“શું લીઘું બતાવ” રિદ્ધિએ મારા હાથમાં રહેલ થેલી સામે જોઈને કહ્યું.

“ના!, તારા માટે કાય નથી લીધું, કાય ના ગમ્યું.”

“ઓહ! ખરેખર!, તને ખોટું બોલતા પણ નથી આવડતું, બતાવને!, તું નય બતાવે તો હું બિલિંગ ઉપર બેઠેલ રોશનીને પૂછીશ હો!” રિદ્ધિએ મારા હાથમાં રહેલ થેલિને તેની તરફ ખેચતા કહ્યું.”

“જોવાની એટલી બધી કેમ ઉતાવડ છે?”

“મારા બુટીકમાંથીજ હોય તો ઉતાવડ તો હોયને!” રિદ્ધિએ મલકાતા જવાબ આપ્યો.

“તો!, એનો મતલબ એમ ને કે તું ઇચ્છતી હતી કે હું તારા માટે અહીથીજ કૈંયક પસંદ કરું, પણ તું દિમાગ થી ના પાડતી હતી, હે..જવાબ આપ....”

“હા,..” રિદ્ધિએ કહ્યું અને માંરાહાથમાં પકડેલ બેગને તેના હાથમથી મૂકી દીધી અને રોશની કે જે ટેબલે બેસી અમારી વાતો સાંભળી રહી હતી તેની તરફ ફરી અને તેને પૂછ્યું “રોશની! તું કે આણે મારા માટે......”, રિદ્ધિ કઈ આગળ પૂછે એ પહેલાજ મેં રિદ્ધિના મોઠા ઉપર હાથ રાખી દિધો.

“હું કઇશ...” કહીને મે રિદ્ધિના મોઠા ઉપરથી મારો હાથ હટાવ્યો.

“હવે આવ્યો ને લાઈન ઉપર..” રિદ્ધિએ મારા ગાલને દબાવતા કહ્યું. “ચાલ થેલી જલ્દી ખોલ..”

“ઓહો!!.. હું તને તારી ગિફ્ટ આપીશ પણ બતાવીશ નય અને તને તારી ગિફ્ટ અત્યારે નય મળે, તારે એના માટે કાલની રાહ જોવી પડશે..”

‘અહહ.. ભલે ચાલ.. એટલી રાહ હું જોય લઇશ” રિદ્ધિએ એના હોઠને આગળ લાવી દૂરથીજ કિસ આપતા કહ્યું.

“તો હું જાવ?” વધી રહેલ ભીડને જોતાં મેં રિદ્ધિને પૂછ્યું.

“હા! જા હવે જગ્યા થોડી બરચક થઈ જશે, તું અહિયાં વહેલો આવી ગયો હતો એ મને ગમ્યું, તો.. કાલે ડિનર ઉપર મલ્યે..”

“હા, કાલે ડિનર ઉપર મળીએ, બાય.”

*

(ક્રમશ......)