Sky Has No Limit - 36 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-36

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-36
મોહીતની શરૂ કરેલી રમતમાં માત્ર હિમાંશુ અને શિલ્પાજ ખરાં ઉતર્યા. બાકી ફાલ્ગુન સોનીયા અને હવે મલ્લિકાને કારણે મોહીત પણ વિચલીત થઇ રહ્યો હતો.
મલ્લિકાએ કહ્યું "બસ હવે કંઇ કહેવાનું મારે બાકી નથી જે હતું મેં બધુજ કહી દીધુ.. હવે કંઇ કહેવાનું રહેતુ જ નથી ફરીથી બોલી.
મોહીતે કહ્યું "અરે આતો તમે બધુ ઉપરછલ્લું જ કીધુ છે અસલ તો કહેવુ હજી બાકી છે મલ્લિકા મેડમ... બોલો તમે કહો છો કે હું જ બધો પર્દાફાશ કરુ.
એવુ સાંભળીને મલ્લિકાની આંખો ફાટી જ રહી ગઇ એ ખૂબજ આઘાત સાથે આર્શ્ચયમાં પડી ગઇ. એને થયુ મોહીત જાણે છે ? શું જાણે છે ? બધુ જ જાણે છે ?
મલ્લિકાએ સ્વસ્થ થતાં કહ્યું "કેમ એવું તે શું છે કે તારે પર્દાફાશ કરવો પડે ? મલ્લિકા બોલીને બેલેન્સ કરી રહી હતી. એવું જ તારવવા પ્રયત્નશીલ હતી કે એ કોઇ રીતે વિચલીત નથી થઇ. એણે ઉમેરતાં કહ્યું "તાતે જે કહેવું હોય કહી શકે છે...
મોહીતે મલ્લિકાનો ફોન ખીસામાંથી કાઢીને કહ્યું મલ્લિકા આ ફોન જ પુરાવો છે.. તને થોડું યાદ કરાવી લઊં કે આપણાં મિત્રો આવવાનાં હતાં અને કદાચ કલબમાં જવાનું થાય તો ? એટલે મેં તને કલબમાં બધી ઇન્કવાયરી કરવા કીધેલું અને ખાસ સૂચના આપી હતી કે તું ફોન રેકર્ડ કરજે જેથી બધીજ માહિતી આપણે સાથે સાંભળી નક્કી કરાય તેથી કોઇ પોઇન્ટ બાકી ના રહે.. મેં જ તારાં ફોનમાં કોલ રેકોર્ડીગ સેટ કરી આપેલુ એટલે તારાં જેટલાં ફોન કોલ્સ આવ્યાં ગયાં બધાં જ આમાં રેકર્ડ થયેલાં છે...
મલ્લિકા ડાર્લીંગ એમાંથી બે ફોન કોલ્સ તો મેં સાંભળી લીધાં રેકોડીંગમાં.. એમાં મને ઘણું સમજાઇ ગયુ છે.. પણ તારી જાણ માટે હમણાં હું ચર્ચા નહીં કરું.. પણ હું તને હજી એક ચાન્સ તને બોલવા માટે આપું છું કે તું હજી જે છૂપાવી રહી છે તું જ તારાં મોઢે મને કહી દે.. નહીંતર પછી હું તો તને જણાવીશ જ.
તું જણાવીશ તો હું માફ કરીશ.. પણ જો તું નહીંજ કબૂલ તો હું તને કદી માફ નહીં કરું એ પણ નક્કી જ સમજજે એ પછીનાં પરિણામ માટે તું જવાબદાર હોઇશ.
મોહીત આ બધું બોલી રહ્યો છે અને મોહીતનાં ફોન પર રીંગ આવી અને કોલર ટયુન પરથી ખબર પડી ગઇ કે એની મોમનો ફોન છે. મોહીત સ્વસ્થ થયો અ તરત જ ફોન ઊંચક્યો.
મોહીતે કહ્યું "હાં મંમી અત્યારે ફોન ? સામેથી અવાજ સંભળાયો અને એ હાંફળો ફાંફળો થયો. માં મંમી તું શું કહે છે ? ક્યારે થયું ? ક્યાં છો તમે ? પાપા ક્યાં છે ? તમે ડોક્ટરને ફોન કર્યો ? કાકાને ફોન કર્યો ? માં માં હવે કેમ છે ? શું કહે છે ? ડોક્ટર ?
મોહીતની પાસે બેઠેલાં બધાંજ અધિરાઇપૂર્વક સાંભળી રહ્યાં. મોહીતની નજીક આવી ગયાં.. હિમાંશુએ ઇશારાથી પૂછવા પ્રયત્ન કર્યો. કે શું થયુ ? કોને થયું ?
મોહીતે ક્યાંય લક્ષ્ય ના આપ્યુ અને માં સાથે જ વાત કરતો રહ્યો એની આંખો ભરાઇ આવી.. એનાં ગળામાં ડૂમો ભરાયો એ સ્વસ્થ થવાં પ્રયત્ન કરી રહેલો.. છેલ્લે એટલુ જ બોલ્યો "માં તમે ચિંતા ના કરો હું પહેલી જ ફલાઇટમાં ઇન્ડીયા આવુ છું તમારી પાસે ઘરે પહોચું છું. અને ફોન મૂક્યો.
મોહીતે ફોન મૂક્યો અને એનાંથી ધુસ્કુ મૂકાઇ ગયુ એ રડી પડ્યો. હિમાંશુએ એને ગળે વળગાવ્યો પૂછ્યું મોહીત શું થયું ? કહેતો ખરો શું થયું ?
મલ્લિકા પણ આવી પાસે મોહીતનાં કપાળે હાથ ફેરવી કહ્યું "મોહું શું થયું ? કેમ રડે છે ? એવાં શુ સમાચાર આવ્યા.
મોહીતે થોડાં સ્વસ્થ થતાં કહ્યું "મારાં પાપાને સીવીયર હાર્ટ એટેક આવ્યો છે. મને તાત્કાલિક પહોંચવા કીધુ છે. મારે પહેલી જ ફલાઇટમાં ઇન્ડીયા જવાનુ છે.
આખો માહોલ બદલાઇ ગયો. રમતની જે કંઇ ઠંડી-ગરમ-સારી-ખરાબ જે કંઇ રંગત હતી એ બધી સમેટાઇ ગઇ.
મેરી આ સ્થિતિ મોહીતની જોઇને દોડીને પાણી લઇ આવી હતી અને મોહીતે થેંક્સ કહીને પાણી પીધું સ્વસ્થ થયો અને કહ્યું "મારાં અને મલ્લિકાનાં નસીબ ખબર નથી શું છે આ સમાચારે હું અહીં. બ્રેક લઊં છું. પરિસ્થિતિ પ્રવાહી થઇ છે જ્યારે સ્થિર થશે ત્યારે વાત અને કહ્યું "તમે તમારાં નિયત સમયે જ્જો અહીં મલ્લિકાને કંપની આપો અને પછી હિમાંશુને કહ્યું "ફલાઇટનો સમય જો હું બેગ તૈયાર કરું છું એમ કહીને બેડરૂમ તરફ ગયો.
મલ્લિકાએ કહ્યું "મોહું હું આવું ? મારી જરૂર છે ? મોહીતે સાંભળીને એક ક્ષણ ઉભો રહ્યો. મલ્લિકાનાં પહેલાં પ્રશ્ને કંઇક બોલવા ગયો અને પછી તરત થયેલાં બીજાં પ્રશ્ને એણે તરત જ જવાબ આપી દીધો... ના કંઇ જરૂર નથી તારી તબીયત સાચવાની છે. હું પાપાને સારુ થાય તરત પાછો આવી જઇશ.
મોહીતે આગળ કહ્યું ? આપણે હમણાં અહીં શીફ્ટ થયાં છીએ એટલે તારે બંગલો સંભાળવો પડશે અહીં બધાં સ્ટાફ છે જ એટલે ચિંતા નથી વળી એણે ફેન્ડ્સની સામે જોઇને કહ્યું "ફેન્ડ્સ મારી એક રીકવેસ્ટ છે હું ઇન્ડીયા જઇને પાછો આવુ ત્યાં સુધી મલ્લિકા એકલી છે પ્રેગનન્ટ છે તો.. પછી હિમાંશુ સામે જોઇને બોલ્યો કે મલ્લિકા સાથે કોઇ રહે તો સારું અને પછી થોડો સમય ચૂપકીદી છવાઇ..
હિમાંશુએ કહ્યું "શિલ્પા અહીં મલ્લિકા સાથે રોકાશે અને જરૂર પડે હું અહીં ફલાઇટમાં આવતો જતો રહીશ ત્યાં સુધીમાં તો અંકલને સારુ થઇ જશે તું પાછો આવી જઇશ.
શિલ્પાએ તરત જ કહ્યું "હાં હું મલ્લિકા સાથે રહીશ એને કંપની આપીશ અને એનો ખ્યાલ રાખીશ..
મોહીતે કહ્યું "ઓહ થેંક્સ હિમાંશુ શિલ્પા. થેંક્સ પછી મલ્લિકાની સામે જોઇને કહ્યું હાંશ હવે હું નિશ્ચિંત છું હુ જવાની તૈયારી કરું.
મલ્લિકાએ વિચાર્યું.. હાંશ મને સાથે આવવાના કીધુ... હું શું કરત ત્યાં જઇને ? ખોટી દોડાદોડ કરવાની અને મને તો પૂછતો પણ નથી કે તારી સાથે કોઇને રાખું કે નહીં નક્કી કરી નાંખ્યું શિલ્પાનું... ઠીક છે.
મલ્લિકાએ મનમાં વિચાયુ "હાંશ ભગવાને ખરાં સમયે ફોન કરાવ્યો.. ખબર નહીં પાપાને કેવુ હશે ? પણ અહીં બેઠી હું શું કરવાની હતી ? એમનો છોકરો જાય જ છે ને મોહીતે એવુ શું જાણે છે ? મારાં ફોનમાં પછીથી હું ફોન કોલ્સ રેકોર્ડીંગ સેટ અપ જોઇ બંધ કરવાનું ભૂલી છું ખબર નહીં એણે ક્યા ફોન કોલ્સ સાંભળ્યાં છે ? એણે બધાં સાંભળ્યાં હશે ? હવે શું થશે ? જે થશે એ પડશે એવાં દેવાશે... હું એવું સ્ત્રી ચરિત્ર બતાવીશ કે એનુ કંઇ ચાલશે નહીં.. એને ઇન્ડીયા જવા નીકળી જવા દે પછી વાત... હું બધુ સેટ કરી લઇશ.
મલ્લિકા અત્યારથી જ સ્ત્રી ચરિત્ર કરી રહી હતી એને ખબર જ નહોતી કે એ કેવા રસ્તે ચાલી નીકળી છે આગળ જઇને એને શું થવાનું છે ? ક્યાં સ્ત્રીચરિત્ર એને કામ લાગશે ?
મોહીત તૈયાર થઇને પોતાનું વોલેટ, કાર્ડ, ફોન પાસપોર્ટ બધુ જ ચેક કરી લીધુ સાથે કેશ લીધી અને પછી બેગ લઇને રૂમની બહાર નીકળ્યો.
મોહીતે પોતાનાં સ્ટાફને પણ સૂચના આપી કે એ જઇને પાછો આવે ત્યાં સુધી ઘરનું અને મલ્લિકાનું ધ્યાન રાખે.. પછી એને કંઇક યાદ આવ્યું હોય એમ બેગ બહાર મૂકીને પાછો બેડરૂમમાં ગયો. બેડરૂમનો દરવાજો અંદરથી લોક કરીને એ એનાં વોશરૂમાં ગયો ત્યાં એણે ફોલ સીલીંગમાં કોર્નરની ટાઇલ ઊંચકી અને પછી અંદર હાથ નાંખીને એક સ્વીચ ઓન કરી દીધી અને પછી પેલી ફોલ સીલીંગની ટાઇલ સરખી બરાબર મૂકી.. ચેક કરીને પછી બહાર આવ્યો.
મલ્લિકા એને ક્યાથી જોઇ રહી હતી એને થયુ પાછો અંદર કેમ ગયો હશે ? કંઇ ભૂલ્યો હશે કે શું ? કે કાયમની જેમ બહાર જતાં પહેલાં પાછો સૂ સૂ કરી આવ્યો એને યાદ આવ્યું કે બહાર જતાં તૈયાર થઇને નીકળતાં સમયે જ એ પાછો બાથરૂમમાં ધૂસે.. એ કાયમ ટોકતી.. જા જવું હોય તો થઇ આવ નહીતર આખાં રસ્તો બોલ્યાં કરીશ કે સૂ સૂ જઇ આવ્યો હોત તો સારું થાય. સારું આ સેન્સેશન હેરાન કરે છે.. અને એનાં હોઠ પર સ્મિત આવી ગયું.
મોહીત બધાની સામે જોઇ કહ્યું "હું નીકળું.. પણ...
વધુ આવતા અંકે -- પ્રકરણ-37