Minu books and stories free download online pdf in Gujarati

મીનું

" કાકા મને ઓળખો છો... ??.."
" ના બેટા ઓળખાણ નથી પડતી... "
" કાકા હું મહાવીર ભાઈની દીકરી મીનલ યાદ આવ્યું..?? "
" હા બેટા યાદ આવ્યું ચોપાસ આંગણામાં ઠેકડા મારતી મારી પાસે દરરોજ ચોકલેટનો કર ઉઘરાવતી મારી મીનુ... બરાબર ને..?.. કેમ છે બેટા..??.."
" સારું છે કાકા... "
" અરે આવ દીકરા બેસ બિચારા મહાવીર ભાઈ જીવનના દુખિયારા હતા તારા જન્મ વખતે તારી મા મરી ગઈ એકલા હાથે તને મોટી કરતા હતા તને સાવકી મા કનડે નહીં એટલે એમણે ક્યારેય બીજા લગ્ન કરવાનું વિચારેય ના કર્યો બિચારા તું કામ કરી શકે એવડી થઈ ત્યાં પોતે જ જતા રહ્યા... "
" બસ એ મારું નાનપણ જ વાગોળવા પાછી અહીં આવી છું.."
" છોકરી મેં સાંભળેલું કે તારા કાકા કાકી તને બહુ કનડતા.. ??.. "
" કાકા... જીવન છે ચાલ્યા કરે... કાકા મારે મારા ઘરને જોવું છે... ચાવી આપોને... "
" હા... બેટા.. લે જઈ આવ.. ને જમવાનું અહીં જ છે હો દીકરી.. "
" હા... કાકા.. "
( મીનલ ચાવી લઇ ઘર તરફ વળી તાળા માં ચાવી ભરાવી ને પાછી કાઢી લઈને ઉંબરે બેસી ગઈ એની આંખોમાં પાણી ભરાઈ ગયા ને એ ભૂતકાળ માં સરી પડી કેટલું વહાલ કરતાં હતા મને પપ્પા ને પપ્પા ના એક્સિડન્ટ પછી કાકા લાગણીવશ થઈ મને પોતાના ઘરે તો લઈ ગયા કાકી ને એ સમયે જ નહોતું ગમેલું મોઢું બગાડ્યું બિચારા કાકા એમને મનાવતા રહ્યા કે બિચારી છે એને આપણે નહીં તો કોણ રાખશે.... ત્યારે બિચારી ગણી મને રાખી તો લીધી પણ કાકી મને કામવાળીથી વિશેષ ના ગણી એનોય ક્યાં વાંધો હતો પણ મને સતત મહેણા ટોણા મારતા રહેતા બાપ ને ભરખી જનારી મા ને ભરખી જનારી કહેતા રહેતા ની સરકારી શાળામાં ભણતાએ જો મારી આવડતે પણ કાકાની દીકરી રીના કરતા જો વધારે માર્ક્સ આવી જાય તો મારું તો આવી જ બને બિચારા કાકા કાકી થી સંતાઈ ને ચોકલેટો અપાવતા મને કેટલું રાખતા પણ જો કાકી જોઈ જાય તો બિચારા કાકાનું આવી જ બને રીના ને મારી નજીક કાકી ક્યારેય આવવા જ ન દીધી અમારી વચ્ચે બહેન તો શું પણ સખી જેવો સંબંધ પણ ક્યાં બંધાવા દીધો કાકીએ... ને મારે તો દિવાળી હોય કે હોળી બધું સરખું મારી બહેન ના કપડા મને બીજા વર્ષે પહેરવા મળતાં એમાંય હું મારી ખુશી શોધી લેતી હા બિચારા મંગુબેન કચરા-પોતા કરતા એ કેટલો જીવ બાળતા મારો જ્યારે કોલેજમાં આવી ત્યારે તો દરરોજ મને કહે બિચારા.. )
" ગાંડી... હવે તો તું મોટી થઈ ભણવામાં આટલી હોશિયાર છે નીકળી જાને અહીંથી નોકરી કરી ખાજે રોજ રોજ ના મહેણાં- ટોણા બે-ચાર દિવસે પડતો ઢોરમાર ક્યાં સુધી સહન કરતી રહીશ... "
" મંગુબેન મારા કાકા મને અહીં લાવેલા એ બિચારા કાકી થી કંટાળે છે ક્યારેક તો શું છે એ એમને મૂકી ને ચાલ્યા જાય છે ને કાકી નો સ્વભાવ આવો જ છે પણ મન સાફ છે.. "
" છોકરી તારું મન સાફ છે એટલે તને બધાએ સારા દેખાય છે બાકી તારી કાકી તો ડાકણ થી ઓછી નથી ને હવે તું પગભર થઈ છો તો હવે આ નરકમાંથી નીકળી જાય તો સારું... "
" મંગુબેન આજ નહીં તો કાલ પરણીને સાસરે જતી રહીશ ને છૂટી જઈશ આ નરકમાંથી બસ... !!.. "
( એ બિચારા એક વખત કાકીના મારથી મને બચાવવા વચ્ચે પડ્યા કે આટલી મોટી દીકરી પર હવે હાથ ના ઉપાડશો ને કાકી એમના પર ગુસ્સે થઈ ગયેલા અને એમને આટલા વર્ષોના કામ પછી પણ કાઢી મૂકેલા બિચારા મારા નસીબ એમને પણ નડી ગયા ને... ગયા વર્ષે કાકા પણ અવસાન પામ્યા પછી તો જાણી હું એ ક્યાં જીવતી છું.. ??.. એક આશા હતી કે લગ્ન પછી કદાચ હું સુખી થઈશ પણ એના પર પણ કાકી એ પાણી ફેરવી દીધું રીનાને એક છોકરો ગમ્યો એ છોકરો અને એના ભાઈ બંને ઘરે આવેલા એ સમયે મને ઘરનું કામ કરતા જોઈ એના બે વાર પરણેલા જેઠને હું પસંદ પડી ગઈ ને ... એણે મારી સાથે લગ્ન કરવાની શરતે રીના ના લગ્ન નક્કી થશે એવું કાકી ને કહ્યું પૈસાદાર પરિવાર અને એ સાસુ સસરા વિના નું આવું ઘર કાકી એના માટે છોડવા નહોતા માંગતા અને તેથી જ એ દારૂડિયા સાથે મને બાંધતા ના અચકાયા હું અંદરથી ખૂબ ગભરાઇ ગયેલી જીવનમાં પહેલીવાર કાકી સામે બોલવાની હિંમત પણ કરેલી સામે તો ના થઇ શકી પણ ખૂબ કરગરી એમની સામે પણ એ ક્યાં માન્યા.. !!! છેવટે આ નાનપણની યાદો વાગોળવા માટે ત્રણ દિવસનો સમય માગ્યો જે એમણે ભીખમાં આપ્યો.. ને મીનલ ઊભી થઈ ઘરનું તાળું ખોલ્યું .... જાડા ખંખેરી એ અંદર આવી રૂંધાયેલા શ્વાસ સાથે પાલવથી મોઢા પર ડૂચો માર્યો ને આગળ વધી...કટાયેલા ભંગાર જેવું ફર્નિચર હટાવી આગળ વધી રહી હતી ઓરડાનું અધખુલ્લું તૂટેલું બારણું હડસેલી નિશ્ચેત ઓરડામાં એક અવાજ આવતાં એ દિશામાં આગળ વધી ખૂણામાં પડેલી તૂટેલી ખુરશીનીચે સંતાયેલી ગભરાયેલી એક બિલાડી ને બહાર કાઢી એ બિલાડી ને પંપાળી રહી જાણે પોતાની જાત ને એ બિલાડી માં જોઈ રહી હોય હાથમાં દબાયેલી એ બિલાડી અને ચાટવા લાગી જાણે એને કહી રહી હોય તુંય તારાય જીવનના કાટ ખાઈ ગયેલા આ વર્ષોને જાડા ની જેમ હટાવી દોટ મુક... ને જાણે મીનલ સમજી ગઈ હોય એમ ઓરડાની દીવાલ પર લાગેલા મમ્મી - પપ્પા ની તસવીર લઈ એ એક અજાણ્યા રસ્તે નીકળી પડી... )