prem ni anubhuti books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુભૂતિ

બસ એક વખત પ્રેમની અનુભૂતિ થઇ જાય પછી તો સ્વર્ગ હાથવેંત જ છેટું લાગે . બસ એના જ વિચારો એના જ ખયાલો અને એની સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના " અગર તુમ મિલ જાઓ તો જમાના છોડ દેંગે હમ ".દરેક પળે , દરેક સેકન્ડે બસ એ જ એ. જો સામેથી મેસેજ આવે કે કોલ આવે તો તો બસ પૂરું કોઈ પણ ભોગે એને મેળવીને જ જંપે .

બસ આ જ આગ ધીમે ધીમે બંને તરફથી શરુ થઇ જાય, હવે તો જન્નતમાં જીવતા હોઈ એવું જ લાગે . મોબાઈલની બધી જ સ્કીમોની ખબર હોઈ આખો દિવસ " શું કરે જાનું , જમી લીધું? " એક બીજાની કેર કરવામાં અને હુ સાથે જ છું નો અહેસાસ આપવામાં જ બધું સુખ. બસ પ્રેમ ની જ વાતો અને ભવિષ્યની જ કલ્પનાઓ

રાહુલ ખૂબ જ શાંત છોકરો હતો. કોલેજ માં તેના મિત્રો ઓછા હતા. બી. કોમ ફાઇનલ યર રાહુલ તેની ક્લાસમેટ જિયા સાથે ખૂબ પ્રેમ કરતો હતો. બંને નું છેલ્લું વર્ષ હતું પણ રાહુલે વૈશાલી ને પ્રેમ વ્યક્ત કરવો બાકી હતો. ક્લાસમેટ હોવાને કારણે રાહુલ અને વૈશાલી વચ્ચે ખુબ વાતચીત થતી હતી, પરંતુ જરૂર પૂરતી વાતો કરતા હતા.

રાહુલ વૈશાલી ને પ્રેમ કરતો હતો પણ વૈશાલી વિશે રાહુલના મનમાં શું અનુભવાઈ રહ્યું હતું, તેના એક મિત્ર શ્યામને આખી કોલેજમાં ખબર હતી. શ્યામ ઘણી વાર રાહુલને કહેતો હતો કે તું વૈશાલી ને તારા દિલ ની વાત કહી દે.

કોલેજ છેલ્લા દિવસોમાં ચાલી રહ્યા હતા ત્યારે શ્યામે રાહુલને કહ્યું હતું કે 'રાહુલ થોડા જ દિવસોમાં આપણી કોલેજ પૂરી થઈ જશે અને જો તું વૈશાલી ને તારા દિલ ની વાત નહિ કરી શકે તો તું પછી પસ્તાઈશ, પછી તું કઈ કરી નહિ શકે.' શ્યામના આ શબ્દો સાંભળીને રાહુલે પણ આ વિશે વિચાર્યું.

એક દિવસ રાહુલ હિંમતભેર વૈશાલી પાસે પહોંચ્યો અને બોલ્યો - "વૈશાલી, હું તને કંઈક કહેવા માંગુ છું."

વૈશાલી- હા રાહુલ, બોલો

રાહુલ (સહેજ ડરી ગયેલા અવાજમાં બોલે) - વૈશાલી, હું તને ખૂબ પ્રેમ કરું છું.

વૈશાલી - શું?

રાહુલ (થોડો આત્મવિશ્વાસ સાથે) - હા વૈશાલી, હું તમને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ લાંબા સમયથી હું તને કહેવાની હિંમત કરી શક્યો નહીં કે તને જ્યારથી જોઈ છે ત્યારથી તું મારી દુનિયા બની ગઈ છે.

વૈશાલી - તું પાગલ થઈ ગયો છે રાહુલ. તું ભાનમાં તો છે ને ? તું શું કહે છે

રાહુલ ( આત્મવિશ્વાસ સાથે) - હા વૈશાલી, હું તને મારા દિલથી કહું છું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું.

વૈશાલી (ગુસ્સાથી) - પણ હું તને પ્રેમ કરતી નથી. હું વિચારતી હતી કે તું બહુ સીધો છે, પણ તું તો….

વૈશાલી ના આ શબ્દો સાંભળીને રાહુલની આંખોમાં આંસુ આવી જાય છે અને રાહુલ ત્યાંથી રવાના થઈ જાય છે. કોલેજ પૂરી થયાના કેટલાક દિવસો પછી, વૈશાલી વધુ અભ્યાસ માટે બહાર ગઈ.

પરંતુ હવે રાહુલ હંમેશા વૈશાલી ની સ્મૃતિમાં હતાશ રહેતો હતો 24 કલાક રાહુલ માત્ર વૈશાલી ને યાદ કરતો. તેનું સ્મિત, તેની ચાલ, તેની શૈલી અને તેનો ઇનકાર. રાહુલ ને યાદ આવી રહ્યો હતો. રાહુલની હાલત દિન પ્રતિદિન ખરાબ થવા લાગી.

પછી એક દિવસ જ્યારે રાહુલના મિત્ર શ્યામને ખબર પડી કે રાહુલે વૈશાલી ની યાદ આ સ્થિતિ બનાવી છે, ત્યારે તે રાહુલ પાસે જાય છે અને પૂછે છે 'જ્યારે વૈશાલી તને ચાહતી નથી અને હવે તે દૂર થઈ ગઈ છે. તો તેના કારણે તું તારી તબિયત કેમ જાળવી નથી રાખી શકતો. તું તેને હજી પણ તારા દિલ માં કેમ રાખે છે.? તને કોઈ બીજી પણ મળી જશે. '

રાહુલ - અરે શ્યામ દરેક ને પોતાનું ગમતું પસંદ હોય છે, પરંતુ ખોવાયેલાને પ્રેમ કરવો એ વાસ્તવિક પ્રેમ છે. હું વૈશાલી ને ખુબ પ્રેમ કરું છું અને પ્રેમ પણ કરીશ. મારી પાસે ભલે તે હોય કે ન હોય.

જીત ગજ્જર