Asamnajas. - 3 books and stories free download online pdf in Gujarati

અસમંજસ - 3

આપણે આગળનાં ભાગમાં જોયું કે, બધાં જ કૉલેજનાં મિત્રો મળવાનાં હોય છે. આ મુલાકાતમાં રોહન પણ આવશે જ...! તો મેઘા રોહનનો કેવી રીતે સામનો કરશે...??!! મેઘા અને રોહન મળશે પછી બંને વચ્ચે શું વાત થશે...?? શું મેઘા તેના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યા રોહનને જણાવશે કે નહિ....???!!!
ચાલો જાણીએ આગળ.......


#__________________*__________________#


મેઘાને તૈયાર થવામાં એક કલાક ઉપર થઈ ગયો. તેણે બ્લેક કલરની જેગિંસ,બ્લેક ટોપ અને એની ઉપર કલરફૂલ ક્રોપ ટોપ પહેર્યું.ત્યાં સુધી તો અંકિતા પણ આવી ગઈ હતી.
અંકિતા નીચે હોલમાં બેસીને મેઘાની રાહ જોતી હતી. મેઘાએ તૈયાર થઈને અરીસામાં પોતાની જાતને જોઈ અને તે મલકાઈ ઊઠી. ત્યારબાદ તે નીચે આવી. દૂરથી મેઘાને આવતાં અંકિતા જોઈ જ રહી.

મેઘા આજે ખરેખર કૉલેજમાં જેવી હતી તેવી જ લાગતી હતી, "એકદમ સુંદર".મેઘા જેવી અંકિતાની નજીક આવી તેવું જ અંકિતા બોલી, "કૉલેજમાં જેટલી સુંદર હતી તેવી જ આજે પણ લાગે છે." આ સાંભળીને મેઘાનાં ચહેરા પર હાસ્ય આવી ગયું.

ત્યારબાદ અંકિતા બોલી, "ચાલ,હવે આપણે નીકળીયે?" મેઘાએ કહ્યું, "હા" ,ઊભી રહે હું મમ્મીને કહીને આવું." અંકિતા તેને રોકતાં બોલી, "તારા મમ્મી - પપ્પા બહાર કામથી ગયાં છે, હું આવી ત્યારે મને કહીને ગયાં છે કે તું મેઈન ગેટ પર લૉક લગાવી દે." મેઘાએ કહ્યું "હા,ચાલ હવે નીકળીયે ". મેઈન ગેટ લૉક કરીને બંને કારમાં બેઠી. કાર મેઘા ડ્રાઈવ કરી રહી હતી.

મેઘાની ધડકન તેજ ગતિએ ચાલતી હતી. કૉલેજનાં રેસ્ટોરન્ટની બહાર કાર ઊભી રાખીને મેઘાએ અંકિતાને કહ્યું, "તું અંદર જા હું કાર પાર્ક કરીને આવું છું." કાર પાર્ક કરીને રેસ્ટોરન્ટની અંદર જતાં - જતાં તેની ધડકનની ગતિ બમણી થઈ ગઈ. અંદર જઈને મેઘાએ જોયું તો અગિયાર લોકો બેઠેલાં હતાં પરંતુ તેની આંખો ફક્ત અને ફકત રોહનને શોધતી હતી.

મેઘાએ જેવો રોહનને જોયો તેવી જ તેની નજર તેનાં પરથી હટતી જ ન હતી. રોહન પણ મેઘા પરથી પોતાની નજર હટાવી શકતો જ ન હતો. મેઘા આવીને બધાં સાથે મળી પરંતુ તેનું ધ્યાન રોહનમાં જ હતું. બધાં કંઇકને કંઇક મજાક કે વાતો કરતાં હતાં પરંતુ રોહન અને મેઘા એકદમ ચૂપચાપ બેઠાં હતાં. તેઓ આંખોથી જ વાર્તાલાપ કરતાં હતાં.

ત્યાં જ રોહનનો સૌથી ખાસ મિત્ર તુષાર બોલી ઉઠ્યો, "અરે, મેઘા! તું તો આજે પણ કૉલેજમાં જેવી સુંદર લાગતી હતી તેવી જ આજે પણ લાગે છે." મેઘાનાં ચહેરા પર હાસ્ય આવી ગયું. ત્રણ કલાક પછી બધાં છૂટાં પડ્યાં. મેઘા અને અંકિતા પાર્કિંગ ઝોન તરફ જવા લાગી. ત્યાં જ તુષાર અને રોહન તેમની નજીક આવ્યાં.


તુષાર મેઘાને રોકતાં બોલ્યો, "આપણે ક્યાંક બહાર ફરવા જઇએ?" તરત જ અંકિતા વચ્ચે બોલી, "પરંતુ કેમ?!" રોહને સીધું જ મેઘાને પૂછ્યું, "મેઘા તું આવી શકીશ?!" મેઘાએ જવાબ આપતાં કહ્યું, "હા...પરંતુ મારે મમ્મી - પપ્પાને કૉલ કરીને કહેવું પડશે.." રોહન બોલ્યો, " હા..તો જણાવી દે."

ત્યાં જ મજાકમાં તુષાર બોલ્યો, "હવે તું તો નથી આવવાની ને અંકિતા?"અંકિતા બોલી, " ના હું આમ પણ ફ્રી જ છું,હું પણ આવીશ". રોહન હસતાં - હસતાં બોલ્યો "સરસ..આમ પહેલાં જ માની ગઈ હોય તો, અને હા...આપણે એક જ કારમાં જઇએ તો....?" મેઘાએ કહ્યું, "સારું,તો મારા ઘરે આ કાર મૂકીને મારા મમ્મી - પપ્પાને જણાવીને પછી જઇએ. રોહને કહ્યું, "જેવી તારી ઈચ્છા."


ત્યારબાદ રોહન - તુષાર એક કારમાં અને મેઘા - અંકિતા એક કારમાં બેસી ગયા. બંને કાર "માતૃછાયા" તરફ જઈ રહી રહી હતી. માતૃછાયા આવતાં જ મેઘાએ કાર પાર્ક કરી અને અંકિતાની સાથે સાથે તુષાર અને રોહનને પણ અંદર આવવાનું કીધું.

મેઘાએ ડોરબેલ વગાડી. મેઘાની મમ્મીએ દરવાજો ખોલ્યો અને બધાંને આવકાર્યા. મેઘાની મમ્મીએ બધાંને બેસવાનું કીધું.


બધાં બેસે ત્યાં સુધી તે પાણી લઈને આવ્યાં. પાણી પીધા પછી બધાંનો પરિચય કરાવતાં મેઘા બોલી, "મમ્મી...આ તુષાર અને આ રોહન..બંને મારી સાથે કૉલેજમાં હતાં. મેઘાને વચ્ચેથી અટકાવતાં મજાકમાં અંકિતા બોલી ઊઠી, "કેમ હું તારી સાથે કૉલેજમાં ન હતી? મેઘાએ હસતાં - હસતાં કહ્યું, "મમ્મી....આ અંકિતા આ પણ મારી સાથે કૉલેજમાં હતી." આટલું કહેતાં જ બધાં હસવાં લાગ્યાં.


થોડીવાર પછી મેઘાએ કહ્યું, "મમ્મી...અમે બહાર જઇએ છીએ, રાત્રે આવતાં મોડું થશે" મેઘાની મમ્મીએ થોડું અચકાતાં પૂછ્યું, "બેટા..અંકિતા આવે છે ને તારી સાથે?" અંકિતા બોલી, "હા, હું પણ જાઉં છું,તમે ચિંતા ન કરશો. મેઘાની મમ્મીએ કહયું, "તો વાંધો નથી." રોહને ઊભા થતાં કહ્યું, "તો આપણે નીકળીયે?" મેેઘાએ કહ્યું, "હા..ચાલો".


ત્યારબાદ ચારેય બહાર આવ્યાં અને રોહનની કારમાં બેસી ગયાં. રોહન - તુષાર આગળ બેઠાં અને મેઘા - અંકિતા પાછળની સીટ પર બેસી ગયાં. કાર રોહન ડ્રાઇવ કરી રહ્યો હતો. સાંજ થવા આવી હતી. રોહને કાર રિવરફ્રન્ટ તરફ લીધી.


રસ્તામાં મેઘાએ પૂછ્યું, " રોહન આપણે ક્યાં જઇએ છીએ?" રોહને કહ્યું, "ત્યાં પહોંચીને જ જોઈ લેજે." રિવરફ્રન્ટ આવતાં રોહને કાર ગેટ આગળ ઊભી રાખી અને કહ્યું, "તમે અંદર જાઓ હું કાર પાર્ક કરીને આવું." કારમાંથી બહાર આવતાં જ મેઘાનાં ચહેરા પર હાસ્ય આવી ગયું. રોહન કાર પાર્ક કરીને આવ્યો તો જોયું તો મેઘા એકલી જ ગેટ પર ઊભી હતી.

રોહન મેઘાની નજીક આવ્યો અને પૂછ્યું, "અંકિતા અને તુષાર ક્યાં ગયાં?" મેઘાએ કહ્યું, "એ તો ગયાં અંદર અને મને કહીને ગયાં કે હું તારી રાહ જોઉં." રોહન હસતાં - હસતાં બોલ્યો, "તને નથી ખબર નહિ?!" મેઘા બોલી, "શું નથી ખબર મને?"


રોહને કહ્યું, "તુષાર આજે અંકિતાને પ્રપોઝ કરવાનો છે." મેઘાએ આશ્ચર્યતા સાથે પૂછ્યું, " શું બોલ્યો તું? ક્યારે થયું આ? અંકિતાએ મને કેમ ન કહ્યું?" તેને વચ્ચેથી જ રોકતાં રોહન બોલ્યો, "અરે..! પરંતુ અંકિતા પણ આ વાતથી અજાણ છે, આ તો તુષારને અંદાજ છે કે અંકિતા પણ એને પસંદ કરે છે એટલે તેની પણ હા જ હશે."


મેઘાએ કહ્યું, "તો આ વાત છે એમ ને.!" રોહને કહ્યું, "હા...આમ પણ તુષાર અંકિતાને કૉલેજનાં સમયથી પસંદ કરે છે." મેઘાએ જવાબમાં માત્ર હળવું સ્મિત આપ્યું. મેઘાને લાગ્યું કે રોહન આ વાત કટાક્ષમાં બોલ્યો.



*___________________________________*



એક તરફ અંકિતા કુનાલને હા પાડશે કે નહિ..??!! *______* બીજી તરફ મેઘા રોહનને આટલા સમય પછી એકલી મળશે તો તેમની વચ્ચે શું વાત થશે...??!! *______*
*_______* જાણો આગળનાં ભાગમાં...*_______*



*____Next part coming soon____*