Asamnajas. - 8 in Gujarati Fiction Stories by Aakanksha books and stories PDF | અસમંજસ - 8

અસમંજસ - 8

આપણે આગળનાં ભાગમાં જોયું કે, વિશાલનો એક્સિડન્ટ થઈ જાય છે અને તે હોસ્પિટલમાં એડમિટ હોય છે...! મેઘા આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે...??!! હવે, વિશાલની હાલત કેવી હશે...???!!!

ચાલો જાણીએ આગળ.......#__________________*__________________#મેઘા હોસ્પિટલ પહોંચે છે અને કારમાંથી ઊતરે છે ત્યારે તે બરાબર ચાલી પણ શકતી નથી. મેઘા કાઉન્ટર પર પૂછે છે તો ત્યાંથી તેને લેવા ઇન્સ્પેક્ટર A.K.singh આવે છે. તે મેઘાને એમની પાછળ આવવાનું જણાવે છે. મેઘા તેમની પાછળ પાછળ ચાલે છે. બંને એક વોર્ડમાં દાખલ થાય છે. ડૉક્ટર એક બેડની નજીક ઊભા હોય છે.


મેઘાને ત્યાં તે બેડની નજીક જવાનું નર્સ કહે છે. મેઘા નજીક જાય છે અને જોવે છે તો એક સફેદ કપડું ઓઢાડેલું કોઈક પડ્યું હોય છે. મેઘાનાં મનમાં દસ જ સેકન્ડમાં ઘણાં બધાં વિચાર આવી જાય છે. નર્સ એ કપડું હટાવે છે. મેઘા એ ચહેરો જોઈને જોરથી ચીસ પાડે છે. તે વિશાલની લાશ હોય છે. મેઘા જોર-જોરથી વિશાલની લાશને હલાવે છે પરંતુ કંઈ જ થતું નથી. આખા હોસ્પિટલમાં મેઘાનાં રડવાનો આવાજ આવે છે.


થોડીવારમાં વિશાલનાં નજીકનાં મિત્રો હોસ્પિટલ આવી પહોંચે છે. તેમાંની બે - ત્રણ સ્ત્રીઓ મેઘાને સંભાળે છે અને કારમાં બેસાડે છે. બીજા દિવસે સવારે અમદાવાદથી મેઘાનાં મમ્મી - પપ્પા અને અંકિતા - કુનાલ, રોહન સહિત પણ ઘણાં બધાં આવી પહોંચે છે. વિશાલને તો પરિવારમાં કોઈ હોતું જ નથી તેથી તેના નજીકનાં મિત્રો જ આવ્યાં હોય છે.


વિશાલની અંતિમ ક્રિયામાં મેઘાનાં આક્રંદથી આખો મહેશ્વરી બંગલો ધ્રૂજી ઊઠે છે. વિશાલનાં બેસણામાં ઘણાં બધાં મોટાં-મોટાં બિઝનેસમેન આવે છે. વિશાલની બધી જ અંતિમ ક્રિયા પત્યાં પછી હવે ઘરમાં મેઘાનાં મમ્મી - પપ્પા, અંકિતા - કુનાલ અને રોહન જ હોય છે. મેઘાને હવે ઘરમાં દરેક જગ્યાએ વિશાલનો જ ચહેરો દેખાય છે.


મેઘા પોતાનાં બેડરૂમમાં આવે છે અને ટેબલ પર પડેલી વિશાલની બધી જ વસ્તુઓ જોવે છે. વિશાલની ઘડિયાળ,પર્સ, ફૉન બધું જ એક્સિડન્ટ વખતે સુરક્ષિત હોય છે. મેઘા વિશાલની ઘડિયાળ પોતાનાં હાથમાં લે છે અને તેની ફરી માંડ સૂકાયેલી અશ્રુધારા ચાલું થઈ જાય છે. તે વિશાલનું પર્સ હાથમાં લે છે અને ખોલે છે, અંદર વિશાલનો અને પોતાનો ફોટો હોય છે. મેઘા તે ફોટો અંદરથી કાઢે છે અને વિશાલનાં ફોટોને જ જોઈ રહે છે.


થોડીવાર બાદ મેઘા વિશાલનો ફૉન લે છે. તે વિશાલનો કૉલ લોગ જોવે છે. તેમાં છેલ્લે તો તેનો જ કૉલ હોય છે. તે વિશાલનું વોટ્સએપ ખોલે છે. તેમાં ઘણાં બધાં મેસેજ હોય છે પરંતુ એક અજાણ્યા નંબર પર એક્સિડન્ટનાં ચાર કલાક પહેલાં જ એક મેસેજ આવ્યો હોય છે. મેઘા ચેટ ખોલે છે અને જોવે છે તો તે નંબર પરથી એક વિડિઓ આવ્યો હોય છે. મેઘા તે વિડિઓ સ્ટાર્ટ કરે છે, તે વિડિઓ જોતાં જ મેધાનાં હાથ ધ્રૂજવા લાગે છે અને આંખો ગુસ્સાથી રાતીચોળ થઈ જાય છે.


મેઘા તે જ સમયે રોહનનાં રૂમમાં જાય છે. રોહન ન્યૂઝપેપર લઈને બેઠો હોય છે. મેઘા ન્યૂઝપેપર રોહનનાં હાથમાંથી ખેંચીને તેને લાફો મારી દે છે. રોહનને તો ખબર જ પડતી નથી કે મેઘાએ કેમ તેને લાફો કેમ માર્યો! તે કંઈ બોલવાં જાય તે પહેલાં જ મેઘા તેને કહે છે કે, " મેં આવું ક્યારેય વિચાર્યું ન હતું કે તું આવી રીતે તું બદલો લઈશ! તે તો મારું જીવન જ બરબાદ કરી નાખ્યું!"


રોહન બોલ્યો, " પરંતુ મેઘા...મને જણાવ તો ખરી કે મેં કર્યું શું છે??" મેઘા જોરથી બોલી, "નામ ના લઈશ...તું મારું...!"આટલું બોલને મેઘા વિડિઓ સ્ટાર્ટ કરીને રોહનનાં હાથમાં ફૉન મૂકે છે. રોહન વિડિઓ જોવે છે તો કેફેની બહાર પાર્કિગમાં જે તેના અને મેઘા વચ્ચે વાત થઈ હોય છે તે વિડિઓ હોય છે. વિડિઓ પૂરો પણ નથી થતો અને મેઘા ફૉન રોહનનાં હાથમાંથી ખેંચી લે છે.


રોહન કહે છે, " મેઘા તું જે સમજે છે એ ખોટું છે...તું મારી પર વિશ્વાસ કર..." મેઘા જવાબ આપવાના બદલે જોરથી બોલે છે, "અત્યારે જ મારી નજરની સામેથી હટી જા અને ક્યાંક દૂર ચાલ્યો જા..." રોહન આંસુથી ખરડાયેલાં ચહેરાં સાથે પોતાની બેગ લઈને ત્યાંથી નીકળી જાય છે. મેઘા રડતી-રડતી જમીન પર ફસડાઈ પડે છે. થોડીવાર પછી મેઘા થોડી શાંત થઈને ઊભી થાય છે.


થોડા દિવસમાં અંકિતા - કુનાલ પણ મેઘાને સાંત્વના પાઠવીને પોતાનાં ઘરે જવા નીકળી જાય છે. મેઘા હજી પણ વિશાલની મૃત્યુનાં આઘાતમાંથી બહાર નીકળી શકી ન હતી. વિશાલની મૃત્યુને એક મહીનો થઈ જાય છે. મેઘાનાં મમ્મી- પપ્પાને કંઈક કામ હોવાથી તેઓ પણ જલ્દી પાછાં આવવાનું વચન આપીને અમદાવાદ જતાં રહે છે. હવે આખાં ઘરમાં મેઘા એકલી જ હોય છે.


બીજાં દિવસે સવારે મેઘા તેના અને વિશાલનાં ફોટોનો આલ્બમ લઈને બેઠી હોય છે ત્યારે જ ડોરબેલ વાગતાં મેઘા દરવાજો ખોલે છે, જોવે છે તો સામે એક અજાણ્યા વૃદ્ધ દંપતિ હોય છે. મેઘા તેમને જાણતી ન હોવાથી તે સીધું એમ જ પૂછે છે, "તમારે કોનું કામ છે?" તે વૃદ્ધ દંપતિમાંથી પુરુષ કહે છે, "મારું નામ મહેશ શર્મા અને આ મારી પત્ની કિરન શર્મા.


મેઘા બોલી, "હા... પરંતુ તમારે કામ કોનું છે તે જણાવશો?" સામેથી તેઓ જવાબ આપતાં કહે છે, "વિશાલ મહેશ્વરીનું કામ છે... તેઓનું જ ઘર છે ને આ?" આ સાંભળીને મેઘાની માંડ સુકાયેલી આંખો ફરી આંસુઓથી ઊભરી આવે છે. મેઘા પોતાની જાતને સંભાળીને કહે છે, "આવો... તમે અંદર આવો... આ તેમનું જ ઘર છે. "


વૃદ્ધ દંપતિ અંદર આવે છે, હૉલની સામેની જ દિવાલ પર વિશાલનો હાર ચઢાવેલો ફોટો જોઈ વૃદ્ધ દંપતિ રડતાં-રડતાં જમીન પર ફસડાઈ પડે છે. મેઘા પણ રડવાં લાગે છે, પરંતુ થોડીવારમાં એ સ્વસ્થ થઈને વૃદ્ધ દંપતિને જમીન પરથી ઉભા કરે છે અને સોફા પર બેસાડે છે. મેઘા બંનેને પાણી આપે છે. પાણી પીધાં બાદ બંને થોડાં સ્વસ્થ જણાય છે.


થોડીવાર રહીને મેઘા પૂછે છે, "તમે કેવી રીતે જાણો છો વિશાલ ને..??!" તેઓ જવાબ આપતાં કહે છે, "બેટા ... અમે સત્ય કહીશું તો તને પસંદ નહી આવે." મેઘા બોલી, "પરંતુ કહો તો ખરાં...!" મહેશ શર્મા બોલવાનું ચાલું કરે છે..., "વિશાલ અને મારી દીકરી સૌમ્યા સાતમાં ધોરણથી સાથે ભણતાં હતાં અને ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા બંધાઈ. ત્યારબાદ દસમું ધોરણ આવતાં સુધીમાં બંને મિત્રોમાંથી ક્યારે પ્રેમી બની ગયાં એ બંનેને ખબર જ ન પડી...! ભણવામાં પણ બંને હોંશિયાર હતાં. દસમાં ધોરણમાં બંને સારાં માર્કસ સાથે પાસ થયાં અને બંને એ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી."#__________________*__________________#

સૌમ્યા અને વિશાલ આટલાં જ ગાઢ પ્રેમમાં હતાં તો તેઓ છૂટાં કેમ પડ્યાં?! *___* મેઘાએ રોહનને વગર સબૂતે જ ખોટો માનીને આટલું ખરું-ખોટું સંભળાવ્યું તો મેઘા શું સાચી હશે..??!!*___* કે પછી આની પાછળ કોઈ ત્રીજી જ વ્યક્તિ છે???!!!*____**_______જાણો આગળનાં ભાગમાં...*_______*Rate & Review

Parash Dhulia

Parash Dhulia 2 years ago

Viral

Viral 2 years ago

Official Bunny

Official Bunny 2 years ago

Indrajit Chenva

Indrajit Chenva 2 years ago

Mehul

Mehul 2 years ago