Asamnajas. - 6 books and stories free download online pdf in Gujarati

અસમંજસ - 6

આપણે આગળનાં ભાગમાં જોયું કે, રોહનને સૌમ્યા વિશે કંઈક માહિતી મળે છે...! રોહનને આ માહિતી કેવી રીતે મળી હશે...??!! રોહન મેઘાને આ માહિતી કઈ રીતે જણાવશે...???!!!


ચાલો જાણીએ આગળ.......



#__________________*__________________#

મેઘા બીજા દિવસે સવારે વિશાલનાં ઑફિસ ગયાં બાદ રોહનને કૉલ કરે છે. રોહનનાં કૉલ રિસિવ કરતાં જ મેઘા કહે છે, "અરે...ક્યાં મળવાનું છે?...તું મને લોકેશન મોકલી દે ." રોહને "હા" કહીને ફૉન મૂકી દીધો. થોડી વારમાં મેઘાને "Cafe Coffee Day"નું લોકેશન રોહને મોકલી દીધું.

ત્યાં પહોંચીને મેઘાએ જોયું તો એકદમ પાછળની સાઇડ આવેલાં ટેબલ પર રોહન બેઠો હતો. મેઘા તેની સામેની ચેરમાં જઈને બેઠી. મેઘાની સામે રોહને જોયું ત્યારબાદ થોડી નોર્મલ વાતો કર્યા પછી રોહન મુખ્ય વાત પર આવ્યો.


રોહને કહ્યું, " મેઘા...તું વિશાલનાં સ્ટાફમાં બધાને ઓળખતી હોઈશ ને?" મેઘાએ જવાબ આપતાં કહ્યું, "હા... આમ તો બધાંને જ ઓળખું છું." રોહને કહ્યું, "તું અમન ગોયલને ઓળખે છે?" મેઘાએ કહ્યું, "હા કેમ ના ઓળખું...અમન તો વિશાલની સાથે કૉલેજનાં સમયથી છે." રોહને કહ્યું, "Correct".

ત્યારબાદ થોડીવાર રહીને રોહને ફરી બોલવાનું ચાલું કર્યું; "તો એ અમન સાથે મારી વાત થઈ" મેઘાએ કહ્યું, પરંતુ, "શું વાત થઈ?" રોહને કહ્યું, " અરે હા સાંભળ તો ખરી...હું વિશાલની ઑફિસની બહાર ઊભો રહીને બધી જાણકારી મેળવતો હતો,ત્યારે એક બ્લેક કલરની"Tata Tigor" કાર આવીને મારી સામે ઊભી રહી.


હું કંઈ વિચારી કે સમજી શકું તે પહેલાં મને કારની અંદર બેસવાનું કીધું, પરંતુ, મેં ના પાડી દીધી, ત્યારે અંદર બેઠેલ માણસે કહ્યું, "તું ઘણાં દિવસથી અહીંયા ફરે છે એ કેમ ફરે છે તું એ જાણવું છે અને જો તું અંદર નહિ બેસે તો હું ઓફિસમાં લઈ જઈશ. મને ઓફિસમાં ઘણાં લોકો દ્વારા જાણકારી પણ મળી છે કે તું ઑફિસ અને એના માલિક વિશે કંઇક ને કંઇક પૂછતો હોય છે એટલે તારા સારા માટે કહું છું કે બેસી જા અને મને જણાવ કે તારે શું જાણકારી જોઈએ છે... કદાચ હું તારી મદદ કરી શકું."


ત્યારબાદ હું કારમાં બેસી ગયો. કારમાં બેઠાં બાદ અમારા વચ્ચે કંઈ જ વાતચીત ન થઈ. કાર સીધી પનવેલનાં "Kinny Farmhouse and Resort" માં જઈને રોકાઈ ગઈ. ત્યારબાદ અમે બંને કારમાંથી ઊતર્યા અને ત્યાં એક શાંત જગ્યાએ અમન મને લઈને ગયો. ત્યાં અમે બંને બેઠાં.


થોડીવારમાં એક વેઈટર આવ્યો અને એ બોલવાં જાય તેના પહેલાં જ અમને મને પૂછ્યું, "would you like Tea Or Coffee" મેં કહ્યું, "Coffee." અમને આંખનાં ઈશારાથી જ ઑર્ડર આપી દીધો. થોડીવારમાં આવીને વેઈટર બે કૉફીનાં મગ આપી ગયો.

ત્યારબાદ અમને બોલવાનું ચાલું કર્યું. સૌ પ્રથમ તો તેણે પોતાનો પરિચય આપતાં કહ્યું, "હું અમન ગોયલ, સૌમ્યા પ્રા.લિ. કંપનીનો મેનેજર છું. તું સૌમ્યાની વિશે માહિતી શોધે છે ને?" મારા હાં પાડતાં જ અમન બોલ્યો, "તને ઑફિસનાં કોઈ પણ માણસ પાસેથી આ માહિતી મળશે જ નહી, કારણ કે, સૌમ્યા વિશે મારા સિવાય કોઈ જ નથી જાણતું."

ત્યારે મેં કહ્યું કે, "કેમ તમારા સિવાય કોઈ જ નથી જાણતું? આવું કેમ?!" ત્યારે અમન બોલ્યો કે, "એ તો હું જણાવી દઈશ પરંતુ પહેલાં તું જણાવ કે તારે શું કામ છે આનું?" હું બોલ્યો કે, "આ તો મેઘા મહેશ્વરીએ મને પૈસા આપીને આ કામ આપ્યું છે."

અમન હસતાં હસતાં બોલ્યો, "તારું નામ રોહન પટેલ, તું મૂળ અમદાવાદનો રહેવાસી પણ થોડાં વર્ષોથી બેંગલોરની એક કંપનીમાં મેનેજર, મેઘા મહેશ્વરીનો કૉલેજનો મિત્ર." ત્યારે મારો નવાઈથી ભરેલો ચહેરો જોઈને તે તરત બોલ્યો, "મને આ ખેલનો કાચો ખેલાડી ના સમજ."

મેં કહ્યું, " હા તો હવે તમને બધું જ ખબર છે તો હવે તો મને કહો કે તમને સૌમ્યા વિશે શું ખબર છે?!"

ત્યારબાદ અમને બોલવાનું ચાલું કર્યું; "દર મહિને અમારી કંપનીનાં બેંક એકાઉન્ટમાંથી 25,000₹ સૌમ્યા શર્મા નામનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. મેં ઘણીવાર વિશાલને પૂછવાનાં પ્રયત્નો કર્યા છે; એક વાર તો તેણે મને સંભળાવી પણ દીધું હતું કે, "આ વાતમાં તારે ધ્યાન આપવાની જરુર નથી, આ સિવાય પણ ઘણાં કામ છે તેમાં ધ્યાન આપો." બસ...આના પછી મે આ વિશે ક્યારેય વિશાલને નથી પૂછયું." આટલું બધું બોલ્યાં બાદ રોહને મેઘાને કહ્યું, "આટલી માહિતી અમન પાસેથી મળી."
ત્યાં જ રોહને મેઘાની સામે જોયું તો મેઘાની આંખોમાંથી અશ્રુધારા ચાલું થઈ ગઈ હતી. તેણે મેઘાને સાંત્વના આપતાં મેઘાનો હાથ ધીમેથી પોતાનાં હાથમાં લીધો અને બોલ્યો, "હું તારી સાથે છું ને...તું કેમ રડે છે! ચાલ...હવે ચૂપ થઈ જા." ત્યારબાદ મેઘા થોડી શાંત પડી.



#__________________*__________________#





મેઘા આ જાણ્યાં પછી શું કરશે?*____* અમન આ માહિતી આટલી આસાનીથી કેમ રોહનને આપી દે છે...??!!*____* રોહનને સૌમ્યા વિશે બીજી માહિતી મળશે કે સૌમ્યા જ મળી જશે...???!!!*____*



*________જાણો આગળનાં ભાગમાં...*________*




*____Next part coming soon____*