manovyatha books and stories free download online pdf in Gujarati

મનોવ્યથા

સાંભળ્યું ધરતી અને આકાશ પરણી ગયા. બન્ને કેટલાય વર્ષો થી લગ્નગ્રંથી ma બંધાવા માંગતા હતાં પણ છેવટે કુદરતે તેમને પરણાવી દીધા, કુદરત એ ધરતી ના પિતાનું નામ હતું. લગ્ન કરી પોતાના બાકી રહેલા સ્વપ્નો પુરા કરવા માટે નો માર્ગ માટે પ્લાંનિંગ કરી દીધું


માર્ગ એટલે રસ્તો, રાહ, પથ, કેડી, વાટ, ડ ગ ર.....જે મંઝિલ નું દિશા સુચન કરે છે. જીવનયાત્રા મા માર્ગ આપણી મનોકામનાઓ, મનસૂબા અને મનોરથ ને મક્કમતા અને મજબૂતાઇ થી માર્ગદર્શન કરાવે છે. ઇચ્છિત માર્ગ ને પ્રાપ્ત કરવા માટે રાહી, પ્રવાસી, મુસાફર બનવું પડે...પ્રયાણ - પ્રસ્થાન કરવું પડે. સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ થવું પડે. કોઈ ચિંતકે સરસ કહ્યું છે...
તિમિર માં તેજ પુરે તો મજા છે..
અટકેલા માણસ ને પથ બતાવે તો મજા. છે...બધા જ અહી ભટકેલા માનવીઓ છે. ભટકેલા ને રાહ બતાવે તો મજા છે.
વિકટ પરિસ્થિતિ મા તો શ્રી હરિ નો માર્ગ છે તે શૂરાનો....શ્રદ્ધા અને શરણાગતિ ના ભાવ થી પ્રભુ કૃપા માટે પ્રાર્થના કરવી તે સર્વોચ્ય અને સર્વોત્તમ માર્ગ છે. પરંતુ જો હજારો માઈલ તમારે જવું હોય તો શરૂઆત તમારે એક કદમ થી
કરવી પડે અને આગળ જતાં આ વામન કદમ વિરાટ બની રહે તેવી તૈયારી.
પણ લગ્ન થયાં અને હજુ તો સમાજ માં પતિ પત્ની તરીકે માર્ગ પર ચાલવાનું અને દોડવાનું ચાલુ કયુઁ ત્યાં સુધી તો જોડિયા પુત્રો ના મા-બાપ બની ગયા. હવે સપનાઓ વધારે મોટા થયી ગયા, માર્ગ બહુ પહોળો થયી ગયો. બન્ને પુત્રો ના નામ રાખ્યા પૂર્વ અને પશ્ચિમ. બન્ને મોટા થવા લાગ્યા. બંનેના સ્વભાવ માં બહુ મોટો ફરક દેખાવા લાગ્યો. જેવું નામ તેવો સ્વભાવ દેખાવા લાગ્યો. પૂર્વ હમેંશા ભણવામાં, ધાર્મિકતામાં આગળ અને પ્રથમ જ આવે, રમત માં પણ પ્રથમ અને પશ્ચિમ બધામાં પ્રથમ પણ છેલ્લેથી. મોટા થતા ગયા તેમ માબાપ ની આશાઓ અને ધારણાઓ વધતી ગયી. સ્કૂલમાં માબાપ દર અઠવાડિયે જાય : પૂર્વ ના રેકોર્ડ માટે અને પશ્ચિમ ના તોફાની રેકોર્ડ માટે. પશ્ચિમ નું ક્યાય એક જ જગ્યાએ મન ચોંટે નહીં. પણ પૂર્વ ને ચેસ માં બહુ રસ અને પશ્ચિમ ને ક્રિકેટ માં બહુ રસ. બન્ને આ રમત માં આગળ, પ્રથમ જ આવે, બંન્ને ના રેકોર્ડ સરસ.
પણ હવે બન્ને દસમા માં આવિ ગયા, દસમા ધોરણનું વેકેશન બહુ લાબું અને એમાં ચેસ અને ક્રિકેટ ચાલુ, શું થયું, પશ્ચિમ ત્રણ દિવસે એક ટ્રોફી કે એવોર્ડ લાવે પણ પૂર્વ ચેસ માં જીતે નહીં અને કોઈ ટ્રોફી લાવે નહીં.
હવે ઘરનું વાતાવરણ બદલાયું અને સાથે સાથે પૂર્વ માં થયાં ફેરફારો, પૂર્વ ને સફળતાનો સ્વાદ બદલાયો, તેને કઈંક બતાવવું હતું એટલે અને ઘરમાં કહ્યું કે ચેસ ની મોટી હરીફાઈ થવાની છે તેમાં 1500 rs આપવાના અને winner ને એક મોબાઈલ મળે, બધાએ હા પાડી, પશ્ચિમ તો સર્ટિફિકેટ કે કાચના વાડકા જેવા કપ લાવતો હતો. પૂર્વ ચેસ માં વિનર થયો મોબાઈલ મળી ગયો પછી તો દર સાત દિવસે હરીફાઈ અને ચેસ માં winner, ઘરે mobile, computer, LED TV, મોબાઈલ રિચાર્જ PLAN, પાવર બેંક, HEADPHONE બધું WINNER તરીકે ઘરે આવવા માંડ્યું. પશ્ચિમ વિચારે કે પૂર્વ એટલો બધો આગળ નીકળી રહ્યો છે અને એની ભૂતકાળ ની બધી જરૂરિયાતો ઇનામ માં જીતી રહ્યો છે. પશ્ચિમ નાના નાના કપ, નાની નાની વસ્તુ ઇનામ માં આવે, સર્ટિફિકેટ તો ઢગલો થયી ગયો, પશ્ચિમ ને લોકો મોટિવેશન માટે લેકચર માટે બોલાવે, છાપા માં પશ્ચિમ નો ફોટો આવે, પૂર્વ એટલું બધું જીતે પણ ક્યાંય તેનું નામ છાપા માં ના આવે.
પૂર્વ અને પશ્ચિમ ના પિતા ક્યારેય કમાય ને તેનો હિસાબ ના કરે, તિજોરી માં પૈસા ગણ્યા વગર મૂકી દે, બેંક માં પૈસા ભારે પણ સ્ટેટમેન્ટ ના કઢાવે, મોબાઈલ માં આવતો sms પણ ના જૂએ. આ વાર્તા નો મોટો બદલાવ આવિ રહ્યો છે, એક જગ્યાએ બેસી જાઓ અથવા પાણી પી લો.
એક વાર બેંક ઓફિસર પિતાશ્રી ને બેંક માં બોલાવયા, statement બતાવ્યું, પિતાશ્રી ને heart attack આવતા બચ્યો. પિતાશ્રી ઘરે કેક લયી ને આવયા. પૂર્વ ની આટલી બધી મેહનત, આવડત, creativity, હોંશિયારી, ભોળપણ, કોઈ ને પણ પટાવવાની આવડત, negotiation skill, માર્કેટિંગ skill, ભણવામાં હોંશિયારી નું celebration.
ઘર માં બધાં ને only ફેમિલી ભેગા કર્યા, કેક કાપી, બધાં સાથે જમ્યા, પિતાશ્રી આજે કઈ બોલતા ના હતાં, બધાં લોકો મન માં વિચારતા હતાં કે કઈંક આજ નો દિવસ અલગ છે, કોઈંક આજે પ્રગટ થવાનું છે, પિતાશ્રી માં કાલકા દેવી પ્રગટ થયાં પણ તેમને શાંતિ થી પૂર્વ ને પૂછ્યું બધી વસ્તુ આવી કેવી રીતે? તું જીત્યો તો તેના કોઈ ફોટા કે સર્ટિફિકેટ છે? પૂર્વ ને એમકે હજુ પપ્પા ને ઉલ્લુ બનાવીએ, પપ્પા બધું જ ઘરકામ કરી ને આવેલા, હવે તેમને હાથ માં લીધી બંદૂક અને પોતાના કપાળ પર મૂકી ને કહ્યું બોલ પૂર્વ બધું ક્યાંથી આવયું?

પૂર્વ પપ્પા ને ભેટી મૉટે થી રડવા માંડ્યો, તેને પપ્પા નો મોબાઈલ વાપરી, જયારે ફી ભરી હતી તે પિન નંબર યાદ રાખ્યો હતો, કાર્ડ ના આગળ પાછળ ના નંબર લખી રાખ્યા હતાં, ઘરે બધાં બહાર જવાના હોય ત્યારે તે મિત્ર સાથે પ્રેકટીસ માં જવાનું બહાનું કાઢતો અને ઘરમાંથી તિજોરી સાફ કરતો. રાત્રે જ ONLINE ખરીદી કરતો, મોબાઈલ બહારના રૂમ માં મુકવાનો rule ભારે પડ્યો. સાફ થયી ગયા 4.5 લાખ રૂપિયા, પિતાશ્રી ની 10 વરસ ની બચત.
પૂર્વ ની એક વાર ની ચેસ competion માં હાર, સાંભળવૂં પડ્યું બસ એજ *મનોવ્યથા*
બધાને બતાવી દેવું હતું.
આ છે આજની નવી પેઢી.
આશિષ શાહ
Prism Knowledge Inc.