night food? books and stories free download online pdf in Gujarati

રાત્રિ ભોજન ત્યાગ?

*રાત્રી ભોજન દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.*

👉🏻 *જાણ્યું છતાં અજાણ્યું.* આપણે આજે ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાંય કરતા નથી. અને ના કરવાના ઘણા કામ કરીએ છીએ. *આરોગ્યના અને ધર્મના વિષય માં* આવું વિશેષ જોવા મળેછે. *લગ્ન સમારંભ હોય કે મિત્રો ની પાર્ટી માં* જાણતા હોવા છતાં ના ખાવા નું ખાઈએ છીએ ને *બહાનું આપીએ કે* મિત્રો ને ખરાબ લાગે, તેમનો આગ્રહ ખૂબ જ હતો. *બધાજ પારકા છે, પેટ પોતાનું છે.* *અંદર ભગવાન બેઠો છે. તે ભૂલી જઈએ છીએ.*

👉🏻 *ઉણોદરી* અને *ચૌવિહાર* એ *જૈન ધર્મ ના આયુર્વેદ માન્ય સિદ્ધાંતો* સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. *ચૌવિહાર એટલે* સૂર્યાસ્ત પછી પાણી કે ખોરાક નું સેવન કરવું નહિ. અને *ઉણોદરી એટલે* ભૂખ થી અડધું ભોજન કરવું.

👉🏻 *કમળ સમાન અંગ:* આપણા શરીર માં *હૃદય અને હોજરી* આ બંને અંગો એવા છે કે જેને *કમળ સાથે* સરખાવી શકાય. કાદવ માં ઉગતું ને *લક્ષ્મીજી નું આશ્રયસ્થાન* એવું કમળ એ *સુર્યમુખી* છે. *સૂર્યાસ્ત પછી* તેનું *પોયણું બંધ થઈ જાય* ને *સૂર્યોદય પછી જ તે ખીલે* છે. તેવી જ સ્થિતિ આપણા આ બંને અંગો ની છે. સૂર્યાસ્ત પછી હોજરી ને નાના આંતરડા ખોરાક ને વલોવવા નું ને પચાવવાનું કામ ધીમું કરી દેછે. અને સૂર્યાસ્ત પછી *હૃદય ની ગતિ એક્દમ મંદ કે ધીમી* થઈ જાયછે. આ વિષય નો *આયુર્વેદ ના શારંગધર સંહિતા અને સુશ્રુત સંહિતા માં ઉલ્લેખ* છે.

👉🏻 *રાત્રી ભોજન થી:* આજે દિવસે ને દિવસે અજીર્ણ- અપચો, કોલેસ્ટેરોલ, હૃદયરોગો, શરદી- શ્વાસના રોગો અને તેના *આનુસંગિક રોગો* વધતા જોવા મળે છે. તેના *ઘણા કારણો* છે. તેમાં એક કારણ- આજનું રાત્રી ભોજન છે. રાત્રી ભોજન કરવાથી ખોરાક નું પાચન યોગ્ય રીતે થઈ શકતું નથી અને *ભોજન નું પાચન થાય તે પહેલા સૂઈ જવાથી* ને પાચન નબળું પડવાથી ઉત્પન્ન થતા આમદોષ ની હૃદય ને મગજ તરફ ગતિ થાયછે ને તેથી *માનસિક રોગો,આંખ- નાક- કાન- ગળા ને દાંતના રોગો, શરદી ને શ્વાસના રોગો, હૃદયના રોગો, પાચન ની નબળાઈ ના રોગો* કાયમી ઘર કરી જાયછે.

👉🏻 *ઉણોદરી:* *પેટ ના ભરવું ચારે ખૂણ :* સામાન્ય કહેવત મુજબ ભોજન કરતી વખતે *કોઠા ના ચાર ભાગ* કરવા.
➖બે ભાગમાં ખોરાક,
➖એક ભાગમાં હવા ને
➖એક ભાગમાં પાણી રાખીને ભોજન કરવું.
*પરંતુ આયુર્વેદ પ્રમાણે* તો હવા, પાણી ને ખોરાક એમ સરખા ભાગે કોઠા માં જગ્યા રાખવી. એટલેકે *કોઠા ના ત્રણ ભાગ* કરવા. આ *ઉણોદરી છે.* આવી રીતે ભોજન કરવાથી કોઈ બીમારી પાસે આવે જ નહિ. બધા જ *રોગો ના મૂળ કારણ જ અહી* છે.... માણસ પોતાના આત્મા ઉપર કાબુ રાખ્યા વિના પશુ ની જેમ પ્રમાણ થી *અધિક ભોજન* કરેછે તેને રોગો ના સમુહ નું મૂળ તેવો *અજીર્ણ* નામનો રોગ થાયછે. આ રોગ થી બચવાનો એક માત્ર *ઉપાય એટલે ઉણોદરી.*

👉🏻 *ગરમ પાણી :* ગરમ પાણી પીવાથી *આમદોષ નું પાચન થાય,* વાયુ નું શમન થાય, મળ- વાયુ નું અનુલોમન- નીચે તરફ ગતિ થાય, *કફ નું નિષ્કાસન* થાય, *અગ્નિ પ્રદિપ્ત* થાયછે. કોઈપણ વ્યક્તિ સરળતા થી અપનાવી શકે તેવું ઔષધ એટલે *ગરમ પાણી* છે. લગભગ રોગો ની તે દવા છે. *શરદી, ખાંસી ને શ્વાસ ના દર્દી માટે તો તે ઉત્તમ ઔષધ છે.*

👉🏻આમ, *આ જૈન ધર્મ ના સિદ્ધાંતો સામાન્ય માનવી* પણ અપનાવશે તો સરળતા થી *તંદુરસ્તી પ્રાપ્ત કરશે* તે ચોક્કસ છે.
.......................................
ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીશો તો, થશે જબરદસ્ત ફાયદા*

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને આરોગ્ય માટે દવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને જરું અને ગોળના મિશ્રણથી થતાં ફાયદાઓ જણાવીશું.

ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ

એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી જીરું અને એક ચમચી ગોળ મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.

કબજિયાત

જીરું અને ગોળનો ઉકાળો પીવાથી ડાયજેશન સારું રહે છે. રેગ્યુલર પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

પેટની ગડબડ

જીરું અને ગોળનો ઉકાળો પીવાથી પેટમાં ઠંડક થાય છે અને ડાયજેશન સુધારે છે. સાથે જ પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.

એસીડીટી

જીરું અને ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની અને એસીડીટીની પ્રોબ્લેમ દૂર થાય છે.

બોડી પેઈન

જીરું અને ગોળનો ઉકાળો પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. મસલ્સમાં દુખાવો દૂર થાય છે. જેનાથી શરીર થતા દુઃખાવામાં આરામ મળે છે.

બોડી ડીટોક્સ

આ બોડી ટોક્સિન્સ બહાર નીકળે છે. આનાથી આખી બોડી ડીટોક્સ થાય છે એન્ડ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

તાવ

તાવમાં શરીર ખુબ જ ગરમ થઇ જાય છે. જુરુ અને ગોળનો ઉકાળો પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં આરામ મળે છે.

લોહીની ઉણપ

જીરું અને ગોળનો ઉકાળો ન્યુટ્રીઅન્ટસથી ભરપૂર હોય છે. જેથી તે રેડ બ્લડ સેલ્સને હેલ્થી રાખે છે અને લોહીની કામીથી બચાવે છે.

માથું દુઃખવુ


આ મગજને ઠંડક પહોંચાડે છે. માથામાં દુખાવો થાય તો પણ આ મિશ્રણ પીવાથી બહુ જ ફાયદો થાય છે.
[2]




*દરરોજ પીઓ સંચળનું પાણી, શરીર પર થશે આ 15 ફાયદા જેના કારણે તેને soul water પણ કહે છે*
*~~~~~~~~~~~~~~~~*

સંચળ કુદરતી મીઠું છે, જેમાં લગભગ 80 ફાયદાકારક તત્વો છે. તેથી પ્રાચીન સમયમાં કેટલીક ઔષધિઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે સંચળનું પાણી પી શકો છો.

આ પીણું મોટાપણું, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી તમને બચાવશે. સંચળના પાણીના અનેક ફાયદાના કારણે તેને soul waterનું નામ પણ અપાયું છે.

*માત્રા* : એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર મેળવીને પીવું.

*1. મજબૂત મસલ્સ –*
સંચળ શરીરને પોટેશિયમ પૂરું કરવામાં મદદ કરે છે તેનાથી મસલ્સ મજબૂત થાય છે અને માણસની તકલીફ દૂર થાય છે.

*2. વજન ઘટશે -*
સંચળનું પાણી શરીરમાં ચરબી ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. દરરોજ તેને પીવાથી મોટાપણું દૂર થશે.

*3. પાચનક્રિયા સુધરશે-*
સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીન પચાવવા વાળા એન્ઝાઇમ એકટીવ કરે છે તેનાથી પાચનક્રિયા સુધરે છે.

*4. સ્વસ્થ ચામડી-*
સંચળમાં રહેલા સલ્ફર જેવા ન્યુ ટ્રેન ન્યુ ફ્રેન્ડ્ઝ પોષકતત્વો અને ડ્રાય સ્કિનની સમસ્યા દૂર કરે છે. પાણી પીવાથી ચામડી સ્વસ્થ થશે અને તેજ વધશે.

*5. મજબૂત હાડકાં-*
સંચળમાં રહેલા તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.

*6. ગેસ અને કબજિયાત-*
સંચળમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ, પેટમાં બનતા ગેસની તકલીફ દૂર કરે છે. આ પાણી પીવાથી જમ્યા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

*7. પેટ ફૂલશે નહિ-*
સંચળનું પાણી પીવાથી પેટ ફૂલવું અને ખાવાનું ખાધા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

*8. આંખોનું તેજ-*
નિયમિત સંચળનું પાણી પીવાથી આંખોનું તેજ વધારવામાં મદદ મળશે.

*9. ઘટ્ટ વાળ-*
સંચળમાં રહેલા તત્વો વાળનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે રોજ તેનું પાણી પીવાથી વાળ મૂળમાંથી ખરશે નહિ અને ખોડો દૂર થશે.

*10. સ્વસ્થ હૃદય-*
સંચળ કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રોજ તેનું પાણી પીવાથી હૃદયની બીમારીનું સંકટ ટળશે.

*11. ડાયાબિટીસ-*
સંચળ ઈન્સુલિનનું સ્તર નિયંત્રિત કરે છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત
થાય છે અને ડાયાબિટીસનું સંકટ ટળે છે.

*12. સારી ઊંઘ-*
સંચળમાં રહેલા તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે. તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.

*13. ગળાની ખરરાટી-*
સંચળનું પાણી પીવાથી ગળાની ખરાશ અને ગળાના દર્દની તકલીફ દૂર થાય છે.

*14. લોહીની ઉણપ-*
સંચળમાં ભરપૂર આયર્ન હોય છે. તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપની તકલીફ દૂર થશે.

*15. રોગોથી બચાવશે-*
સંચળનું પાણી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. રોજ તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફનું સંકટ ટળે છે.

*16. પાચન માટે*
સંચળને છાશમાં નાખીને ભોજનની સાથે પણ લઈ શકાય છે. ભોજનને અંતે સંચળ યુક્ત છાશ પીવાથી ગેસ મટે. ભોજન સરળતાથી પચી જાય છે.

આશિષ બીના