Madhdariye - 4 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 4











પુષ્પા પરિમલના ઘરેથી એક અજબ ખુશી અને પિતાના મૃત્યુનું દુઃખ લઇને જતી હતી... પોતે હવે શું કરશે એ વિચાર તેના મનમાં ન હતો.હા તેણે પરિમલનો જેટલો સંગાથ કર્યો હતો તેના પરથી એક ઉત્તમ મિત્ર અને પરિમલના પિતાના રૂપમાં જાણે પોતાનાજ પિતાને પામી હોય તેવી લાગણી થઈ રહી હતી.. પરંતુ તેના કારણે કોઈ પરિમલ ના પરિવાર ને નડતર થાય તો? બસ આ ડરથી તે નીકળી ગઈ હતી.

પરિમલ મિરર માં તેને જ જોઈ રહ્યો હતો. પુષ્પા પણ જાણતી હતી કે પરિમલ તેને જ જોઈ રહ્યો છે..
પુષ્પા બોલી "ગાડી ચલાવવા માં ધ્યાન આપો, મને શું જોઈ રહ્યા છો? "

પરિમલ:"હવે ક્યાં રોજ જોવાનો છું? તુ આમ ચાલી જઈશ પછી ક્યાં મળવાની છો? અત્યારે ધરાઈને જોવાતો દે.મારા મનમંદિરમાં જે બિરાજમાન છે તેના દર્શન તો કરવાજ પડેને? "

પુષ્પા:"દર્શન તો કોઈ પુણ્યાત્માના કરવાના હોય. હુ તો અભાગણી છું.મા,બાપ બધાનો આશરો છીનવાઈ ગયો છે.જરુર મારા પાપોની સજા મને મળી રહી છે."

પરિમલ:"ના, તુ પાપી કે અભાગણી નથી. કિસ્મત ખરાબ હશે તારૂ..અને તુ વારંવાર કહે છે કે તુ સુંદર નથી, પણ મારી નજરથી જો તો તને ખબર પડશે કે દુનિયાની સૌથી સુંદર યુવતી તુ જ છો. તને પામુ તો હું પોતે પણ મારી જાતને ભાગ્યશાળી સમજીશ."

પરિમલ વાતોમાંજ હતો ત્યાં સામેથી નાનકડી છોકરી રોડ ક્રોસ કરી જતી હતી.. તેનુ જરાય ધ્યાન ન હતુ. પુષ્પાની નજર તરત એ બાજુ ગઈ તેણે જોરથી લગભગ ચીસ પાડીને પરિમલ ને તે તરફ જોવા કહ્યું.પરંતુ તે છોકરીને બચાવવા જતા સામેથી આવતી ટ્રક સાથે પરિમલની કાર ટકરાઈ ગઈ...

પરિમલ કે પુષ્પાને વધુ વાગ્યુ તો ન હતુ, પરંતુ પરિમલ બેહોશ થઈ ગયો હતો તેને માથાના ભાગમાં ઈજા થઈ હતી.

પુષ્પા તો રડવા લાગી ગઈ, તે પરિમલના માથામાંથી નીકળતુ લોહી જોઈને બાવરી બની ગઈ હતી, તેનુ મન આકુળ-વ્યાકુળ થતુ હતુ. તેની આંખોમાંથી દડદડ આંસુની ધાર થતી હતી..તેણે પરિમલનુ માથું પોતાના ખોળામાં લઇ લીધું હતું, મદદ માટે તે બૂમો પાડી રહી હતી.

એક ગાડીમાં પરિમલને બેસાડીને તે પરિમલને દવાખાને લઈ જાય છે.. તે એકજ શબ્દો વારંવાર બોલતી હતી "પરિમલ હું તમને કાંઈ નહીં થવા દઉં."

દવાખાને જઈ તેણે પરિમલના પપ્પાને જાણ કરી.તેઓ તરત તે દવાખાને આવવા નીકળી ગયા. તે આવ્યા કે તરત પુષ્પા એમને વળગી પડી ને હીબકાં ભરતી રડવા લાગી!!! "આ દુનિયામાં મારા કહી શકું એવા લોકો બહુ ઓછા છે પિતાજી પરિમલને ગમે તેમ કરીને બચાવી લો."

પરિમલના પિતાએ તેને શાંત્વના આપી,,,પુષ્પાને શાંત કરી તેઓ પરિમલને જોવા ગયા.ડૉકટરે એમને કહ્યું કે "માથાના ભાગે વાગ્યુ છે,વધુ ચિંતા કરવા જેવુ કાંઇ છે નહીં.સવાર પડતા લગભગ ભાનમાં આવી જશે,માથામાં સાત ટાંકા આવ્યા છે સવારે તમે લઈ જઈ શકો છો."

તેઓ બહાર આવ્યા ને આવીને જોયુ તો પુષ્પા હજુ રડતી હતી, બે હાથ જોડીને પ્રાર્થના કરતી હતી. બહાર આવ્યા એટલે પુષ્પા દોડીને તેમની પાસે પહોંચી ગઈ ને પૂછ્યું "ડોકટરે શું કહ્યું? પરિમલ ઠીક તો થઇ જશેને?આ બધું મારા લીધેજ થયુ છે મુજ અક્કરમી ને જોવામાં રહ્યાં એટલેજ એક્સિડન્ટ થયો, તેમને કંઈ થઇ જશે તો એક વધુ પાપ મારી સાથે જોડાઈ જશે.તમે કાંઈ બોલતા કેમ નથી? બોલોને શું કહ્યું ડોક્ટરે?"

પરિમલના પિતાએ કહ્યું"પરિમલની હાલત ગંભીર છે,કાંઈ કહી શકાય એમ નથી. મારો એકનો એક દીકરો છે, તેને કાંઈક થઈ જશે તો હું શું કરીશ? હજુ તો મારે એના છોકરા રમાડવાની ઈચ્છા હતી.. હશે!! જે ઉપરવાળો કરશે એમ થશે!!! "

પુષ્પા તરત પરિમલ પાસે દોડી ગઈ,તેના પલંગ પાસે આવી તેને વહાલથી બચ્ચીઓ ભરવા લાગી,"પરિમલ હું તમારી સાથે આખી જિંદગી જીવી લેવા રાજી છું, હું તમને સાચા હ્રદયથી પ્રેમ કરુ છું પણ તમારા લાયક નથી એટલે ના પાડતી રહી. એકવાર જાગી ને મારી સાથે વાત કરો હું તમને મરતા નહીં જોઈ શકુ.. પ્લીઝ મારી સામે વાત કરો."

પરિમલની આંખ ઉઘડી ગઈ તે બધુંજ સાંભળી ચૂક્યો હતો. કાંઇ પણ બોલ્યા વગર તેણે પુષ્પાને બાથમાં લઇ લીધી..કપાળે એક દીર્ઘ ચુંબન કરી લીધું.. પુષ્પા હરખથી રોઈ રહી હતી!!! પરિમલે તેના અધરો પર એેક ચુંબન કર્યુ.પુષ્પા શરમથી લાલચોળ થઈ ગઈ!!!!અનેક પુરૂષોનો સહવાસ માણી ચૂકી હતી પરંતુ તે એક જીવતી લાશ માફક.. જેને પ્રેમ કર્યો હોય તેની સામે સમર્પણ કાંઈક ઓર જ હોય છે!!!!

પરિમલના પપ્પા પાછળ જ હતા તેમણે ખોંખારો ખાઈને કહ્યું " તમને શરમ જેવુ કાંઇ છે કે નહીં? મારી થોડી મર્યાદા તો જાળવો!!!?

પુષ્પાના ગાલે શરમના શેરડા ફેલાયા તે લજ્જિત થઈ ને તેમની સોડમાં ભરાઈ ગઈ!!!તે બોલી"જોયુ પિતાજી તમે કેવુ ખોટું બોલ્યા?"

પરિમલના પિતા બોલ્યા"આ ખોટું બોલ્યો એટલેજ તારા જેવી વહુ કમ દિકરી મળી,મારા પુત્રને એનો પ્યાર મળ્યો!!! આ ખોટું ન કહેવાય..ખોટું તો તુ બોલી!! પ્રેમ હોવા છતાં ઈન્કાર કરતી રહી. હવે જો છોડીને ગઈ છો તો મારુ મરતું મોં જોઈશ."

પુષ્પાએ કહ્યું "તમને ને પરિમલને છોડી હું ક્યારેય નહીં જાઉં પણ તમે મરવાની વાત ન કરતા, એક પિતાનેતો હું ગુમાવી ચૂકી છું હવે મારા બીજા પિતાને ગુમાવવા નથી માંગતી."


ઘડિયા લગ્ન લેવાયા..ધામધૂમથી બન્નેના લગ્ન લેવાયા. પુષ્પાનું કન્યાદાન પરિમલના પિતાએ કર્યુ!!! વાજતે ગાજતે લગ્ન પૂરા થયા!! પુષ્પાની આંખો એ આ નવું કૌતુક જોયું.!!આજે એક પિતાને તે પામી પોતાની જાતને ધન્ય માનતી હતી...

રાત્રે પુષ્પા ફુલોથી સજાવેલ બેડ પર અનિમેશ નજરે પરિમલની રાહ જોઈ રહી હતી..પરિમલ આવ્યો, પણ પ્રકારનું હ્રદય ધબકારો ચૂકી ગયું!! આજે કાંઈક અંદરથી તેને રોમાંચ થઈ રહ્યો હતો!!! અનેક લોકો સાથે મડદું બની હમબિસ્તર થઇ હતી તેમા તે સમર્પિત નહોતી થઇ.. મનનો માણીગર ને સપનાનો શહેનશાહ આવે તો આમજ થાયને!!!

પરિમલે ધીમેથી ઘૂંઘટ હટાવ્યો.પુષ્પા શરમથી નીચુ જોઈ રહી!!તેની આંખોમાં લજ્જાનો ભાવ હતો!!!
પરિમલે તેને પોતાની બાથમાં લઇ લીધી એક તસતસતુ ચુંબન અંકિત કરી એકબીજા સુહાગરાતને યાદગાર બનાવવા લાગ્યા!!ચંદ્રની ચાંદની પણ જાણે બારીમાંથી બન્નેના મિલનને નિહાળી રહી હતી,પુષ્પા પરિમલની સોડમાં આજે જાણે પ્રથમ વખત તૃપ્તિ નો અહેસાસ થયો હતો ..

આમજ સુખેથી દિવસો પસાર થઈ રહ્યા હતા..પુષ્પા સંપૂર્ણ જવાબદારી સારી રીતે નિભાવતી હતી.. પરિમલ પ્રેમનો સાગર હતો , ને પિતાતૂલ્ય સસરા મળ્યા હતા.

એક દિવસ પુષ્પાને ઉલ્ટી થતી હતી.પરિમલ જોઈ ગયો ને તેણે દવાખાને જવાની જિદ કરી.પુષ્પાએ ના પાડી ને હળવે થી કહ્યું" મને તાવ નથી આવતો આતો ખુશખબર છે!! તમે પપ્પા બનવાના છો!! "પરિમલ હર્ષથી પુષ્પાને તેડી લે છે. પુષ્પા બોલી "અરે હળવે હવે ધ્યાન રાખવુ પડે.તમે પણ શું નાના બાળકો જેવુ કરો છો?"પરિમલ તેના પેટ પર કાન રાખીને જાણે કંઈક સાંભળતો હોય એવુ નાટક કરવા લાગ્યો. પુષ્પા બોલી "શું કહ્યું આપણા દીકરાએ? "પરિમલ બોલ્યો"અરે એતો મારી વહાલી દીકરી છે."

બંનેનો મીઠો ઝઘડો સાંભળી તેના પિતા આવી ગયા તે બોલ્યા "હું નાના ને દાદા બેય બની જવાનો."

અને જોતજોતામાં નવ મહિના ક્યાં વીતી ગયા ખબર પણ ન પડી,.પરિમલ અને તેના પિતાએ બધીજ જવાબદારી ઉપાડી લીધી ઘરની!! નાના મોટા દરેક કામ તે બંને કરતા...

આજે બાળકના જન્મની તારીખ હતી.. ત્રણેય દવાખાને હતા.પરિમલને કેમ જાણે કાંઈક અજુગતું બનશે એવો ડર લાગી રહ્યો હતો.. તેના પિતાએ હિંમત બંધાવતા કહ્યું"તુ નાહક ચિંતા કરી રહ્યો છો. કાંઈ નહીં થાય જોજે, પહેલી વખત બાપ બનવાનો છો એટલે તને ચિંતા થાય પણ બધુ ઉપરવાળા પર છોડી દે."
થોડીવારમાં નર્સે આવી કહ્યું કે "આપના ઘરે પુત્રીનો જન્મ થયો છે!!"પરિમલની ખુશીનો કોઇ પાર ન રહ્યો!!! તેણે કહ્યું "હું તેમને મળી શકુ?"નર્સે જવાબ આપ્યો "હા તમે મળી શકો છો."

પરિમલ અંદર ગયો તેણે પુષ્પાને વહાલથી જોઈ પછી હળવેથી ફુલ જેવી કોમળ પોતાની દીકરીને હાથમાં લીધી.. પુષ્પાને કહે"મેં કહ્યું હતું ને કે દીકરી જ આવશે?"
હરખના આવેગથી તે પુષ્પાને ભેટી પડ્યો!!

પોતાની દીકરીનું નામ તેણે રીવા રાખ્યું..રીવાને ઘડીક પુરતી પણ એકલી પડવા દેતા નહોતા બંને.

રીવા ૪ મહીનાની થઈ હશે. પરિમલ પણ પિતા સાથે કાપડના કારોબારમાં રોકાયો હતો. ને બધુ સરસ ચાલતુ હતી.. પરંતું એ સવાર પરિમલની જીંદગીમાં નવુ અજવાળું નહીં પરંતું કાયમ તેના જીવનમાં અંધકાર લઈને આવવાનું હતું.. ઘરેથી ફોન આવ્યો ને પરિમલ હાંફળો-ફાંફળો ઘરે ભાગ્યો!!

શું બન્યું હશે?

જાણવા માટે આગળનો ભાગ અવશ્ય વાંચો....