Madhdariye - 7 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 7

પુષ્પાના ગયા બાદ પરિમલના પપ્પાએ બધો કારોબાર પરિમલને સોંપી દીધો..પોતાની હવે ઉંમર થઇ છે.. આ નાનકડી જીંદગીમાં કાંઇક સારું કામ કરી શકે એ માટે એમણે વૃદ્ધાશ્રમ ખોલી અને અસહાય માવતરની સેવામાં મન પરોવી દીધું..

એમને જ્યારે જરૂર પડતી ત્યારે એ પરિમલ પાસે મદદ માંગતા,અને પરિમલ પણ પોતાની શક્તિ મુજબ મદદ કરતો હતો..

અવની હવે ખુબજ મોટી થઈ ગઈ હતી..એ ખૂબ જ સમજણી હતી.. પુષ્પા જેવા જ નાક નક્શ હતા.. એને જોઈને હજું પણ પરિમલને પુષ્પા યાદ આવી જતી હતી..

પુષ્પાની મરણ તિથી હોય એટલે ઉત્સવ જેવો માહોલ સર્જાતો હતો.. બધા 'પુષ્પા વૃદ્ધાશ્રમમાં' ભેગા થતા..પ્રાર્થના કરતા,પુષ્પાના આત્માની શાંતિ માટે બધા પ્રભુને વિનવતા...

અવની હવે 10 વર્ષની થઈ હતી..એ અભ્યાસમાં હોંશિયાર હતી.. પરિમલની દરેક વાત માનતી હતી..સુગંધા તો સુગંધ જેમ ઘરમાં ફેલાઇ ગઇ હતી..પરિમલ પણ હવે કોલેજમાં લેક્ચરર અને સાઈડમાં કાપડની દુકાન ચલાવતો હતો..જો કે દુકાનનો બધો વહિવટ એણે પોતાના પિતાના એક મિત્રને આપી દીધો હતો.. પરિમલ હવે જથ્થાબંધ માલ ખરીદવો કે પેમેન્ટ કરવું,ઉઘરાણી કરવી વગેરે કામ કરતો હતો.. આમ સુખદ રીતે જીવન વ્યતીત થઈ રહ્યું હતું..

પરિમલને બિઝનેસ સંભાળવાનો હોય એટલે અવારનવાર બહાર પણ જવું પડતું હતું..બહારની પાર્ટી સાથે ડિલ કરવાની હોય એટલે એને ઘણી જગ્યાએ ફરવાનું થતું હતું..

આજે એને એક હોટેલમાં ડિલ કરવાની હતી.. રાયચંદ ખૂબ સારુ કાપડ રાખતા હતા.. બજારમાં એમની શાખ હતી.. એમણે જ પરિમલને ફોન કરીને જાણ કરી કે મિટીંગ 'પ્લાનેટ' હોટેલમાં રાખીએ.. પરિમલ માની ગયો..

એ હોટેલમાં જઈને કાઉન્ટર પર રાયચંદ વિશે પૂછે છે.. મેનેજરે કહ્યું"આપ મિસ્ટર પરિમલ છો?"

પરિમલ:"હા હું પરિમલ છું. મારે એમની સાથે બિઝનેસ મિટીંગ છે."

મેનેજરે એને રૂમ નંબર 24 માં જવા કહ્યું.

પરિમલ રૂમ નંબર 24 પાસે જઈ ડોરબેલ વગાડે છે.. રાયચંદ રૂમ ખોલીને પરિમલને અંદર બેસાડે છે..

રાયચંદ: "મિસ્ટર પરિમલ સોરી પણ મારે હજુ લંચ બાકી છે અને તમને તો કદાચ મારી ખબર જ હશે હું એકદમ રંગીનમીજાજી માણસ છું..કબાબ, શરાબ ને સુંદરી વગર મને ચેન ન પડે.. એક કામ કરોને તમે પણ મને કંપની આપો.."

પરિમલ: "ના હું પ્યોર વેજીટેરીયન છું..હું માંસ મચ્છી ખાતો નથી ને મારૂ ટીફીન દુકાનમાં પડ્યું જ છે એટલે જમવાની કોઈ તકલીફ નથી."

રાયચંદ:"તમે શરાબ પણ પીતા નથી.માંસ ખાતા નથી પણ સુંદરીનો સંગાથ તો માણશો ને? તમારા શહેરની હાઇ પ્રોફાઇલ યુવતી છે.. એકદમ હોટ છે.. રોકાઈ જાવ તો તમારી રાત પણ રંગીન બની જશે.. "

પરિમલ:"હું એકદમ પત્નીવ્રતા પતિ છું..ક્યારેય મારી પત્ની સિવાય કોઈને સ્પર્શ સુધ્ધાં કર્યો નથી..

રાયચંદ:(જોરથી હસતાં-હસતાં) "અરે યાર મેં સાંભળ્યું છે કે તમારો પીએચડી ના વિષય જ વેશ્યાલય પર હતો,અને કીચડમાં તો કમળ પણ પોતાની દાંડી ડુબાડે છે અને બગાડે છે.. તો યાર તમે કઈ રીતે બાકી રહ્યા??? યાર શરમાતા નહીં,તમે કહેશો એવી નંબર વન ક્વોલિટીની છોકરી શોધી આપું."

પરિમલ:"સોરી પણ હું મારા સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરતો નથી..તમારી મજા તમે માણી શકો છો.. હું ત્રણ કલાક પછી આવીશ.."

રાયચંદ:"બાય ધ વે તમારી પ્રથમ પત્ની તો અવસાન પામી છે.. બીજીવાર મેરેજ કર્યા એ બરાબર ચાલે છે ને?? હું તમારા મેરેજમાં ન આવી શક્યો અને એ પછી હજું પણ તમારા ઘરે નથી આવ્યો એ બદલ સોરી હો.. અને તમારા નવા લગ્ન માટે અભિનંદન પાઠવું છું..પણ એટલું ચોક્કસ કહુ છું કે નેક્સ્ટ ટાઈમ આવું એટલે ભાભીના હાથના રોટલા ચોક્કસ ખાવા આવીશ"

પરિમલ:"થેંક્યું,, આપ ગમે ત્યારે મારા ઘેર આવી શકો છો.. હવે હું રજા લઉં છું.."

પરિમલ ત્યાંથી નીકળી ગયો..પોતાની દુકાનનું કામ આટોપી એણે ઘેર જવાનો વિચાર કર્યો.સુગંધાને ફોન કરતા એણે કહ્યું કે એ ઘેર નથી..એને કાંઇક કામ હોવાથી એ બહાર ગઈ હતી.. આખરે પરિમલને હોટેલ પ્લાનેટ જવું યોગ્ય લાગ્યું..

એ હોટેલ પ્લાન્ટ જવા રવાના થયો.. આમ પણ 2 કલાક જેવું થઈ ગયું હતું એટલે ત્યાં પહોંચતા બીજી અડધી કલાક નીકળી જશે એમ માની એ ચાલતો જ હોટેલ પ્લાનેટ જવા નીકળ્યો.એનાથી શરીરને થોડો શ્રમ થશે એમ માની એ ચાલતો થયો..

હોટેલ પહોંચ્યો એટલે મેનેજર હવે એને ઓળખતો હતો એટલે પરિમલને રોક્યો નહીં..એ રૂમ નંબર 24 નથી પાસે ગયો.. એણે ડોરબેલ વગાડી પણ ડોરબેલ બંધ પડી ગઈ હતી.. એણે વિચાર કર્યો કે આમ પણ રાયચંદ ઘરના માણસ છે.. એટલે એમણામ અંદર જતો રહું.. એણે અંદર જવા ધીમેથી દરવાજો ખોલ્યો..

અંદરનું દ્રશ્ય જોઈને એના પગ તળેથી ધરતી ખસી ગઇ!!!!

અંદર રાયચંદ જે સુંદરીની વાત કરતો હતો એ સુંદરી સાથે એ બીભત્સ હાલતમાં હતો.. એ યુવતીના શરીર પર એકે વસ્ત્ર ન હતું!!રાયચંદ નશામાં ધૂત થઇને કામાતુર બની ગયો હતો.. એ યુવતીના દરેક અંગોને સહેલાવી રહ્યો હતો. યુવતીના દરેક અંગોપાંગને જોઇને એ સહવાસ માણવા અધીરો બન્યો હતો... યુવતી પણ એમ પાછી પડે એમ ક્યાં હતી???એ રાયચંદની કામોતેજનાને ઓર વધારી રહી હતી.

હવે બન્ને ભાન ભૂલી સહવાસ માણવા લાગ્યા હતા..એ યુવતી પણ કામોતેજનાને લીધે દરવાજો ખૂલ્યો છે એ બાબતે અજાણ હતી.. અંદર જાણે પ્રણયફાગ ખેલાઈ રહ્યો હતો.. બીભત્સ રસનું વરવું રૂપ જોઈને ઘડીભર તો પરિમલનું માથું ભમવા લાગ્યું..

પણ પરિમલ કેમ આટલો વિચલિત થયો??? કારણ કે એ યુવતી બીજુ કોઇ નહીં પણ એની પત્ની સુગંધા હતી!!!!!

જાણે પરિમલના હ્રદયના હજારો કટકા કરી નાખ્યા હોય.. એમ એને લાગતું હતું..એ હવે આગળ ન જોઇ શક્યો..

દરવાજો ધીરેથી બંધ કરી ભગ્ન હ્રદયે પગથિયાં ઊતરવા લાગ્યો..એના માટે એક-એક પગથિયું જાણે મોટો ડુંગર બની રહ્યું હતું..

એ વિચારવા લાગ્યો કે એવા તો એણે શું પાપ કર્યા છે કે સુગંધા જેવી પત્ની મળી??? ક્યારેય એણે આવુ સ્વરૂપ બતાવ્યું ન હતું.. કાયમ એ પોતાની મર્યાદામાં રહી હતી,એ મર્યાદા એણે ક્યારેય તોડી નહોતી.. પુષ્પાને એ પોતાની મોટી બહેન માનતી હતી..અવનીને ક્યારેય એણે રડવા નથી દીધી... એ અવનીને પોતાની દિકરીથી પણ વધુ સાચવતી હતી..

તો?? તો એ આમ અજાણ્યા સાથે આવા કાળા કામ કરશે એવી કલ્પના એણે કેમ કરી હોય???

પોતે એના તરફ ક્યારેય શંકાથી જોયું પણ ન હતું.. શું એ આ વ્યવસાયમાં પ્રોફેશનલ હશે?? કે પહેલાથી એને રાયચંદ સાથે અફેયર હશે??? જો એમ હોય તો એણે મારી સાથે લગ્ન કેમ કર્યા??અને પોતે પણ ક્યાં બીજા લગ્ન કરવા માંગતો હતો?? એ તો પુષ્પાના પ્રેમને વશ થઈને બીજા લગ્ન કરવા રાજી થયો હતો..

એ સુગંધાને પત્ની તરીકે સ્થાન આપવા ક્યાં માંગતો હતો?? પુષ્પાએ એને મજબૂર કર્યો હતો.. અને પછી સુગંધાનો સ્વભાવ અને ગૃહિણી તરીકેની કુશળતાએ પરિમલના દિલમાં લગાવ ઉત્પન્ન કર્યો હતો..

પોતે જાણે એક હરતી-ફરતી લાશ હોય એમ એ દુકાન તરફ જઈ રહ્યો હતો.. એને દુનિયાની કોઈ ભાન ક્યાં હતી??પોતે આ જીવનનો અંત કરી નાખશે એવા વિચારો એ એનામાં ખુન્નસ ઉત્પન્ન કર્યુ.. એણે પોતાના દાંત જોરથી ભીંસ્યા,મુઠ્ઠી બંધ થઈ ...

આત્મહત્યા કરવાના દ્રઢ નિર્ધાર સાથે એ આગળ ચાલવા લાગ્યો..

મિત્રો કદાચ વર્ણન એ મારી ખૂબી છે.. છતા પણ મેં આ ભાગમાં ધ્યાન રાખ્યું છે કે બીભત્સ રસનું વર્ણન ઓછું કરું.. છતા ક્ષમા માંગુ છું..

હવે આગળ શું થશે??

ખરેખર પરિમલ આત્મહત્યા કરશે??

શું સુગંધાની કોઈ મજબૂરી હશે??

તો અવનીનું શું થશે??

પરિમલ મરી જાય તો વાર્તાનો નાયક કોણ???

જાણવા માટે પરમ દિવસે મળશું..