Madhdariye - 10 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 10

આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ સુગંધાની સચ્ચાઇ સામે લાવે છે પણ પ્રિયા જે સુગંધાની નાની બેન હતી..એની વાત કરી સુગંધા પોતાનો બચાવ કરે છે...

પરિમલ:પણ પ્રિયાની લાશ તમને મળી પછી તુ કઈ રીતે પ્રિયાને જીવતી બતાવી શકે છે.???

સુગંધાએ હવે માંડીને વાત કરી..
"પ્રિયા નાનપણથી જ જિદ્દી હતી.. એ પોતાની જીદ ક્યારેય ન મુકતી..પપ્પા અને મમ્મી એને બહુ સમજાવતા હતા પણ પ્રિયાના વર્તનમાં કોઈ ફેરફાર થતો જ નહીં..જો કે ક્યારેય એની માંગણી ખોટી ન હોતી.. ઘરકામથી લઇ અભ્યાસમાં દરેક ક્ષેત્રમાં એ પારંગત હતી..એ રમતગમતમાં પણ કાઠું કાઢે એવી હતી..

એક વખત 12 ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે એને અમિત મળ્યો.. અમિત ભણવામાં એકદમ તેજસ્વી હતો.. એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી..ભણવામાં અવ્વલ આવતો, પણ એની ગરીબી એને નડતી હતી.અમિત અને પ્રિયાની પ્રથમ મુલાકાતની હું સાક્ષી હતી..

અમિત એકદમ ઓછું બોલતો હતો.. મને એ ખૂબ જ માન આપતો હતો.. પ્રિયા જ્યારે પહેલી વખત એને મળી ત્યારે મને ખબર પડી ગઈ હતી..ગાર્ડનમાં એ બન્ને મળ્યાં હતા.. મને જોઈને અમિત ખૂબ ગભરાઈ ગયો હતો.. મેં એને હેરાન કરવા માટે કૃત્રિમ ગુસ્સો કર્યો..અમિત રીતસર પગમાં પડી ગયો અને બોલ્યો "મને માફ કરી દો દીદી, હું પ્રિયાને સાચા દિલથી ચાહુ છું..અમારો પ્રેમ ગંગા કરતા પણ પવિત્ર છે.. પણ પ્લીઝ અત્યારે ઘરે કાંઇ ન કહેતા.. તમારે જે સજા કરવી હોય એ મને કરજો.."

પ્રીયા હસવા લાગી અને બોલી"બુદ્ધુ દી ને બધી ખબર છે આપણા વિશે.. એ તને હેરાન કરે છે.."

અમિતના જીવમાં જીવ આવ્યો.."દીદી તમે તો મને ડરાવી જ દીધો હતો.પણ દીદી હું સાચું કહું છું,પ્રિયાને હું દુનિયાની બધી ખુશી આપીશ.."

મેં કહ્યું"બચ્ચું હજુ તો રહેવા માટે સારૂ ઘર પણ નથી અને દુનિયાની ખુશી આપવા નીકળ્યા છો??"

એ ગંભીર થયો અને બોલ્યો"ગરીબ તરીકે જન્મ ભલે લીધો પણ આખી જિંદગી એ ગરીબીમાં સબડતો નહીં રહું.. એક વખત આ શહેરનો સૌથી અમીર આદમી અમિત હશે એ મારા શબ્દો યાદ રાખજો..

હું અમિતની મહત્વાકાંક્ષા જોઈ રહી!!! એનું સપનું ખૂબ જ ઊંચુ હતું.. ભગવાન કરે અને એ સત્ય બની જાય..પણ કદાચ ન બને તો??? વિચાર માત્રથી હું ધ્રુજી ઉઠી..

જો કે મને ગર્વ હતો પ્રિયા પર.. એટલો વિશ્વાસ હતો કે એ પોતાની હદ ક્યારેય નહીં વટાવે .હું પ્રિયાની પસંદગીથી ખૂબ જ ખુશ હતી..

અમારા ઘરનું વાતાવરણ એકદમ ફ્રેન્કલી હતું.. પ્રિયાની પસંદ મેં ઘરમાં જણાવી.. બધા રાજી હતા..

સાંજે પ્રિયા ઘેર આવી એટલે બધા એ એને "કેમ છો પ્રિયામિત? " એમ કહી બોલાવી.. પ્રિયા શરમાઈને ચાલી ગઇ..મને જોતા જ એ મુક્કા મારવા લાગી. "ચિબાવલી તે ઘરમાં બધાને જાણ કરી છે ને?? તુ રે ઊભી દી હું આજે તને છોડવાની નથી." એમ કહી એ મને મારવા દોડી..

મેં એને રસ્તામાં જ રોકી અને પૂછ્યું"સાચું બોલજે તને દિલથી અમિત ગમે છે ને?? કોઈ ક્ષણિક આકર્ષણ તો નથીને?? તમારા વચ્ચે બીજો કોઈ સંબંધ તો નથી સ્થપાયો ને?? અને અમિતને હું વધારે ઓળખતી નથી,પણ એના પર પુરો ભરોસો તને છે ને??"

પ્રિયા મને વચ્ચે જ રોકતા બોલી"અરે બસ કર રાજધાની એક્સપ્રેસ.. મને મારી જાત કરતા અમિત પર વધું ભરોસો છે...કદાચ એના માટે જીવ પણ આપવો પડે તો મંજુર છે એટલો પ્રેમ છે.. અને ભરોસો તારે જોવો હોય તો ખમ." એમ કહીને એણે અમિતને ફોન કર્યો અને એને એ બગીચામાં મળવા બોલાવ્યો..

મને કહે "દી હવે તુ જોતી જા શું થાય છે તે."

સ્કુટી લઇ અમે બન્ને બગીચામાં ગયા.મને બગીચામાં એક ખુણે ઊભી રાખી એ અમિતની રાહ જોવા લાગી..

અમિત થોડીવારમાં આવ્યો એટલે પ્રિયા એને વળગી પડી..મેં જોયું કે અમિત થોડો મુંઝાતો હતો.. એણે પ્રિયાને પોતાનાથી અલગ કરી અને બોલ્યો"કેમ મને રાતના અંધારામાં આમ બોલાવ્યો પડ્યો??"

પ્રિયા બોલી"દિવસે આપણે એકબીજા સાથે ક્લોઝ ક્યાં થઇ શકીએ છીએ? મળવાની મજા તો આ અંધારામાં જ આવે,જ્યારે કોઈ આપણને જોતું ન હોય.. ચાલ આપણે કાયમ માટે એક થઈ જઈએ.."

અમિત એને હડસેલી ને બોલ્યો"તુ પાગલ બની ગઈ છો કે શું?? લગ્ન પહેલા આ બધું ખોટું છે.. આપણે આપણા પ્રેમને કલંકિત નથી કરવો.. તુ અત્યારે ભાન ભૂલી છો.. વાસનાનો નશો ક્ષણિક હોય છે પણ એનું પરિણામ કેટલું લાંબા સમય સુધી અને ભયંકર હોય છે એ ખબર છે??"

પ્રિયાએ તરત મને બહાર આવવા કહ્યું..મને અમિત પ્રત્યે માન ઊપજ્યું..ખરેખર આ સમયમાં અમિત જેવા છોકરા પણ હોય છે?? આજે તો છોકરા બસ એકાંત શોધતા હોય છે.. જેવો સમય મળે કે લાગ મળે તો વાસનાથી તરબતર થઇ જતા હોય છે.. પણ અમિત એવો ન હતો..

તો પછી એવું તે શું બન્યું કે પ્રિયાના ઘરના સભ્યો લગ્ન માટે ના પાડતા હતા??

શું આમા કોઈ ભેદ હશે???

પ્રિયા ખરેખર જીવતી હશે?? કે સુગંધા બચવા માટે કહેતી હશે..

આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો.. મધ દરિયે,,

આપના પ્રતિભાવની રાહે

રાજેશ પરમાર સંગમ સોસાયટી પ્રાથમિક શાળા