Madhdariye - 6 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 6

આગળના ભાગમાં આપે જોયું કે પુષ્પાને કેન્સર હતું અને એ પરિમલના બીજા લગ્ન કરાવે છે.. એની પુત્રી અવની (રીવા) જેને પરિમલ રીવા અને પુષ્પા અવની કહે છે.. જે પુષ્પાની કૂખે અવતરી છે...

પુષ્પાને તો જાણે પાંખો લાગી હતી..એ દરેક કામ દોડતા કરતી હતી.. સૌને ખબર પડી ગઈ હતી કે પુષ્પાને કેન્સર છે,એ બહુ થોડા દિવસની મહેમાન છે..આમ તો આ દુનિયામાં પરિમલ સિવાય પુષ્પાનું કોઈ હતું નહીં,છતા પણ એના પ્રત્યે બધાને લાગણી થાય એ સ્વાભાવિક હતું..

એક સ્રી બધું સહન કરી શકે,બધું વહેંચી શકે પરંતું જીવતે જીવ પોતાના પતિને ક્યારેય ન વહેંચી શકે.. એના પ્રેમ પર પોતાનો અધિકાર જ રહેવા દેતી હોય છે..

પરિમલની ચોખ્ખી ના હતી પરંતુ પુષ્પાએ ધક્કા મારી એને નવોઢા એવી સુગંધા પાસે મોકલી દીધો..બહારથી એણે દરવાજો બંધ કરી દીધો.. એણે બહારથી પરિમલને બેસ્ટ ઓફ લક કહ્યું..

પરિમલ વિચારવા લાગ્યો કે આ કેવી સ્ત્રી ગણવી??? એ પોતાના ભાગ્યને દોષ આપે કે હરખાય એ નક્કી ન કરી શક્યો.. એક તરફ પુષ્પાનો વિશાળ પ્રેમ છે, બીજી તરફ એનું મૃત્યુ!!!

સુગંધા તો સુઈ ગઈ હતી એટલે પરિમલને હાશ થઈ..

બહાર રહેલી પુષ્પા હવે પોતાની જાતને સંભાળી શકી નહીં..આંખોના ખૂણે આંસુની ધારા વહેવા લાગી હતી!!એ ભલે બહારથી મજબૂત હોવાનો ડોળ કરતી હોય પણ મૃત્યુ કોને ગમે?? એ જાણતી હતી કે પોતાની અવની અને પરિમલ બેયને મૂકીને મારે અનંતની કેડી પકડવાની છે.. એના ખભા પર એક જાણીતો હાથ પડતાં એ ચોંકી ઊઠી..એણે આંસુ લૂછી જોયું તો એ પરિમલના પિતા હતા.. એમને જોતા જ પુષ્પા એમને ગળે માથું નાખી ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી..

પરિમલના પિતા બોલ્યા"બેટા તારી કુરબાની વ્યર્થ નહીં જાય.. આજે મારી નજરમાં તારૂ સ્થાન ખૂબ ઉંચુ છે.. ખરેખર પુત્રવધૂ કેમ કહેવાય એની મને આજે ખબર પડી.. તુ તો મારા કુળની તારણહાર બનીને આવી છો.. તારી મહાનતા તને દેખાણી જ નથી..આજે તને પુત્રવધૂ નહીં પણ મારી દીકરી કહું છું. તને ખરેખર વંદન કરવાનું મન થાય છે.."

એ પુષ્પાને વંદન કરવા જતા હતા પણ પુષ્પા ખસી ગઇ..એણે કહ્યું"મારા કરેલા પાપોની સજા મને અને મારી અવનીને મળી રહી છે..હવે મને પગમાં પડીને વધુ પાપની ભાગીદાર ન બનાવશો. તમે બધા તમારૂં ધ્યાન રાખજો"આટલું બોલી એ પોતાના રૂમમાં દોડી ગઈ..

સુગંધા નામ પ્રમાણે ઘરમાં સુગંધ લઇને આવી હતી, અને સુંગધ પ્રસરાવતી હતી..

પરિમલને તકલીફ તો પડતી હતી,કેમ કે પુષ્પા એનો પ્રાણ હતી..એ અન્ય સ્ત્રીને પોતાના જીવનમાં કોઈ રીતે સ્વીકારી શકે એમ ન હતો,પરંતું પુષ્પા પાસે એનું કાંઈ ચાલે એમ ન હતું..એટલે પરિમલનું નવું જીવન શરૂ થયું હતું..છતા એ મનથી સુગંધાને કેમ સ્વીકારે???

પુષ્પાએ આજે પરિમલને ઘરે રોકાવાનું કહ્યું..અવની અને પરિમલના પિતા તો બહાર ગયા હતા.. પરિમલને ખાસ કામ હતું એટલે એ વહેલો આવી જશે એમ કહીને દુકાને ચાલ્યો ગયો..

સુગંધાનો ફોન આવ્યો એટલે પરિમલે ફોન ઉપાડ્યો પણ વાતચીત કરતાં એ એકદમ ચિંતિત બની ગયો.. એ પવનવેગે ઘર તરફ ઉપડ્યો..

પુષ્પાને સવારથી અંદાજો આવી ગયો હતો.. શેક લીધેલા ટયૂમર હવે એને ખુબજ દર્દ આપતા હતા.. એ કોઇને કહીને દુઃખી કરવા નહોતી માંગતી પણ આજે એના અંતરમને જાણે કહી દીધું હતું કે આજ એનો છેલ્લો દિવસ છે..

એને બોલવામાં, ખોરાક લેવામાં,શૌચક્રીયામાં બધી રીતે તકલીફ પડતી હતી..એ મરણને પણ પ્રસંગમાં ફેરવવા માંગતી હતી..ડરીને,રાડો પાડીને બદતર જિંદગી જીવવી એના કરતા એને વહાલથી વધાવી લેવું છે એમ તે માનતી હતી..

પરિમલ ઘેર હાંફળો-ફાંફળો ઘેર આવ્યો.. એણે પુષ્પાનું માથુ પોતાના ખોળામાં લઇ લીધું..એ પરિસ્થિતિ પામી ગયો કે હવે બસ થોડા શ્વાસ બચ્યાં છે..એ તરત દવાખાને લઈ જવા કાર કાઢે છે.. પુષ્પાને લઇને એ કાર સ્ટાર્ટ કરે છે.. સુગંધા એને સાચવીને બેસી જાય છે..

પુષ્પા ભાંગ્યા તુટ્યા અવાજે એટલું બોલે છે"આ સુગંધા મારી નાની બેન, મારા હોવા છતા તમારૂ ઘર માંડ્યું અને આપણી અવનીને પોતાની દિકરી માને છે..કોડ ભરેલી આવી છે, જોજો એને અન્યાય ન કરશો.. એને દિલથી સ્વીકારી લેજો, નહીંતર મર્યા બાદ મને શાંતિ નહીં મળે."

પરિમલ એને કહે છે "એટલી જલ્દી હું તને જવા નહીં દઉં.. હું તને બચાવી લઈશ."

પુષ્પા બોલી "ના હવે મને જવા દો,,હવે આ પીડા નથી વેઠાતી!!!મારી પત્ની તરીકે કોઈ ભુલ હોય તો માફ કરી દેજો.. હવે તો ઉપર મળીશું હું તમારી રાહ જોઈશ.."

બોલતા-બોલતા એ હાંફવા લાગી અને સુગંધાની બાહોમાં દમ તોડી દે છે...

સુગંધ જોરથી દીદીઈઈ એવી બૂમ પાડે છે, પણ હવે એનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હોય છે..

નાનકડી અવની, દાદા, પરિમલ,સુગંધા,બધા શોકમગ્ન બની જાય છે..

ભારે હૈયે એનો અગ્નિદાહ આપી એની પાછળ બધી વિધિ પુર્ણ કરે છે.. પણ વિધિ પુર્ણ થયા બાદ પણ એમને ક્યાંય ચેન નથી..

પુષ્પા પોતાની પાછળ એવી તો મહેક મુકીને ગઈ હતી કે એ જલ્દી જાય એમ ન હતી..

પરંતું દુઃખનું ઓસડ દહાડા એમ દિવસો જતા એમનું દુઃખ હળવું થયું પરંતું એ ભૂલ્યા ન હતા પુષ્પાને..

હવે આગળ પરિમલ અને સુગંધાના જીવનમાં શું વળાંક આવશે??

પરિમલ સુગંધાને સ્વીકારશે દિલથી??

શું અવનીને કાંઈ થશે?

જોવા માટે વાંચવો પડશે આગળનો ભાગ..