Man to Ironman - 1 books and stories free download online pdf in Gujarati

પુરુષ થી લોખંડી પુરુષ - 1

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

અનુક્રમણિકા

પ્રસ્તાવના

વિચાર

તરવાની તૈયારી

દોડવાની તૈયારી

સાયકલની તૈયારી

ઓલમ્પિક ટ્રાયથ્લોન

જીવન શૈલી

લોખંડી પુરુષ ની તૈયારી

નિર્ણાયક દિવસ

*****

પ્રસ્તાવના

ભાગ - 1

ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 કલાક 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ અને 21.1 કિલોમીટર દોડવાનું પૂરું કર્યું હતું.

આ બધું એકસાથે પતાવવાનું અને એ પણ પોડીયમ ફિનીશ સાથે પૂરું કરવામાં મને અનહદ આનંદ થયો. મારી શ્રેણી સિનીયર (ઉંમર 45 વર્ષથી વધુ) માં હું સૌથી વધુ ઉમર વાળો હતો. 56 વર્ષનો હોઈ હરીફાઈ માં ત્રીજું સ્થાન મેળવવાનો મને અતિશય આનંદ થયો હતો. મને મારી જાત પર વિશ્વાસ અને મન પર કાબુ મેળવવાનો હર્ષ હતો. “હાલ્ફ આયરન મૈન” ચોક્કસ સમય મર્યાદામાં પૂરું કરેલ હોઈ હવે હું મારી જાતને “લોખંડી પુરુષ” કહેવડાવી શકું. આ મારી મુસાફરી ક્યાંથી શરુ થઇ અને કેવી રીતે પૂરી થઇ તેની થોડીક રસપ્રદ વાતો મારે તમને કહેવી છે કે જે તમને પ્રેરણા આપી શકે અને સાબિત કરે કે “MIND OVER BODY CAN BE ACHIVED AT ANY AGE”.

લોકો પાસે સાંભળેલું છે અને ઘણી જગ્યાએ વાંચેલું છે કે કોઈપણ મહેનતનું ફળ મળતા દિવસો અને વર્ષો વીતી જતા હોય છે. મને સાચું નહોતું લાગતું પણ જાતે અનુભવ કર્યા પછી ચોક્કસ ખબર પડી કે વાત સાચી છે. ઘણીવાર સ્પર્ધા 1 મિનીટ માં પતી જાય છે પણ તેની પાછળ મહેનત કરતા 10 વર્ષ થઇ ગયા હોય છે જેની સામાન્ય માણસ ને ખબર હોતી નથી. તદ્દઉપરાંત ઘણીવાર તેની ચીવટતા - Subject Matter Expertise નો સામાન્ય માણસો ને ખ્યાલ જ નથી હોતો, જ્યાં સુધી તમે એ વિષયમાં ઊંડા ન ઉતરો ત્યાં સુધી તેનો અહેસાસ તમને થતો નથી.

આમાં હું ત્રીજા સ્થાને આવ્યો તો એટલી ખબર પડી કે કોઈપણ માણસ ગમે તે સફળતા મેળવે તો તેની પ્રશંસા ન કરી શકીએ તો વાંધો નહિ પણ અવગણના તો ન જ કરવી જોઈએ. એક વખત સ્વીકારી લેવું કે મને પૂરતું જ્ઞાન નથી. આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય અને સાથોસાથ તમે તમારા મનથી-શરીરથી જેની તૈયારી કરો તે મેળવવું સહેલું બની જતું હોય છે. Practice Makes Man Perfect.

તો ચાલો મારી લોખંડી પૂરીશું બનવાની તૈયારીઓની રસપ્રદ વાતો તમારી સાથે શેયર કરું.

*****